DAAG - OLD in Gujarati Film Reviews by Kishor Shah books and stories PDF | DAAG - OLD

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

DAAG - OLD

દાગ-જૂનું (૧૯૫૨)

સંગીતમય પ્રણયકથા

અમીય ચક્રવર્તીએ ઘણી સ્વચ્છ સામાજીક ફિલ્મો આપી છે. એમની ફિલ્મોમાં કશોક સંદેશ રહેતો. દાગ ફિલ્મમાં શરાબના વિરોધની ફિલ્મ છે. શરાબની લતથી કથળતું સામાજીક જીવન અહીં ઝીલાયું છે.

નિર્માતા : અમીય ચક્રવર્તી - માર્સ એન્ડ મુવીઝ પ્રોડકશન્સ

કલાકાર : દિલીપ કુમાર-નિમ્મી-ઉષા કિરણ-લલીતા પવાર-કૃષ્ણકાંત-કનૈયાલાલ-લીલા મીશ્રા-જવાહર કૌલ-ચંદ્રશેખર અને અન્ય.

સ્ટોરી-સ્ક્રીન પ્લે : અમીય ચક્રવર્તી-રાજેન્દ્ર શંકર

સંવાદ : રાજેન્દ્ર સીંઘ બેદી

ગીત : શૈલેન્દ્ર-હસરત જયપુરી

ગાયક : લતા-તલત મહમૂદ

સંગીત : શંકર જયકિશન

ફોટોગ્રાફી : વી. બાબાસાહેબ

ઍડીટીંગ : ડી.બી. જોશી

ડિરેકશન : અમીય ચક્રવર્તી

કથા : એક નાનકડા ગામડામાં શંકર (દિલીપ કુમાર) એની માતા (લલીતા પવાર) સાથે રહે છે. શંકર માટીના રમકડાં બનાવતો ઉચ્ચ કોટિનો કલાકાર છે. એને દારૂ પીવાની લત છે. એ જ ગામમાં જગતબાબુ (કનૈયાલાલ) એની પત્ની (લીલા મિશ્રા), સાવકી બહેન પાર્વતી-પારો (નિમ્મી) અને પુત્રી પુષ્પા (ઉષા કિરણ) સાથે રહે છે. પાર્વતી અને પુષ્પા વચ્ચે બહેનો કરતાં વિશેષ પ્રેમ છે. પાર્વતી શંકરને ચાહે છે. એક વખત શંકરની ખ્યાતિ સાંભળીને શહેરી બાબુઓ ગામડે આવે છે. તેઓ ઊંચા દામે શંકરના માટીના રમકડાં ખરીદી લે છે. કમાયેલો શંકર માતાને થોડા રૂપિયા આપીને બાકીના દારૂના અડ્ડે જઇ વેડફી નાખે છે. દારૂના નશામાં ધુત્ત થયા પછી શંકર ફિલોસોફરની અદાથી વાતો કરે છે. એ ગાય છે : અય મેરે દિલ કહીં ઔર ચલ... એની આ લતથી માતા દુઃખી છે.

જગતબાબુની માસી એમના માટે લાખ રૂપિયાનો વારસો છોડી ગઇ છે. વારસો મળતાં જ જગતબાબુનું વિશ્વ ફરી જાય છે. એ મહાલય બનાવે છે. મકાનના વાસ્તુ સમયે નૃત્ય ગીતનો કાર્યક્રમ થાય છે. પુષ્પા નૃત્ય કરતાં ગાય છે : દેખો આયા યે કૈસા ઝમાના... પુષ્પા અને પારોને ભણાવવા શ્યામ સુંદર (જવાહર કૌલ) નામના યુવાન માસ્તરની નિમણુક થાય છે. ફોઇ-ભત્રીજી બન્નેને ભણવામાં રસ નથી. માસ્તર કંટાળી ચાલ્યા જવાનું નક્કી કરે છે. પુષ્પા માફી માગીને એને રોકે છે. પુષ્પા મનોમન માસ્તરને ચાહે છે.

શંકરની માતાને હાર્ટ ઍટેક આવે છે. શંકર એની બંગડીઓ જગુ કલાલને ત્યાં ગીરવી મૂકે છે. માતાની દવા લાવવાને બદલે એ દારૂમાં પૈસા વાપરી નાખે છે. પારો અને માતા એના આ વર્તાવથી દુઃખી છે. એની લત છોડવવા પારો શરાબી હોવાનું નાટક કરે છે. પારોને શરાબી જાણી શંકર તપી જઇ એના પર હાથ ઉપાડે છે. રાત્રે શંકર શરાબમાં ધુત્ત થઇ આવે છે. એ પારો માટે પણ બાટલી લાવે છે. માતા બાટલી તોડી નાખે છે અને પારોની સચ્ચાઇ જણાવે છે. દુઃખી પારો ગાય છે : પ્રીત યે કૈસી બોલ દુનિયા... પારોના દુઃખે પુષ્પા પણ દુઃખી થાય છે. શંકરને પસ્તાવો થતા એ પારોની માફી માગે છે. શંકર સુધરવા ગામ છોડી શહેરમાં જતો રહે છે.

શ્યામ અને પુષ્પાની સગાઇ નક્કી થાય છે. પુષ્પા ગાય છે : જબ સે નૈન લાગે... શહેરમાં જઇ શંકર તનતોડ મહેનત કરી બે પૈસા બચાવે છે. એણે શરાબ છોડ્યો છે. ગામમાં શરાફ શંકરની જમીન અને ઝૂંપડાનો કબજો લઇ લે છે. માતા રસ્તે રઝળતી થઇ જાય છે. માતા વગડામાં જતી હોય છે ત્યારે શંકર શહેરથી ગાતો ગાતો પાછો ફરતો હોય છે : અય મેરે દિલ કહીં ઔર ચલ...

વગડામાં માતા-પુત્ર મળે છે. શંકર જમીન અને ઘર છોડાવે છે. શંકરને જોઇ પારો ખુશ છે. એ શંકરને પોતાના ભાઇને મળવાનું કહે છે. શંકર જગતબાબુને મળવા જાય છે ત્યાં જગતની પત્ની અને જગત એનું અપમાન કરી ઘરમાંથી કાઢી મૂકે છે. અપમાનીત શંકર ફરી શરાબી થઇ જાય છે. એ ભગવાન પર ગુસ્સો ઠાલવતાં ગાય છે : હમ દદર્ કે મારોં કા...

પારો શંકરને મળે છે. શંકર સંજોગો સામે લડવાની અસમર્થતા દર્શાવે છે. પારોને ઘરે ભાભી મારે છે. પારો ભાઇને ચરણે પડી વિનંતી કરે છે. ભાઇ શંકરને મળવા બોલાવે છે. ખુશ શંકર શરાફને ત્યાં ઉધાર માગવા જાય છે. અપમાનીત શરાફ એને ના પાડ્‌ે છે. શંકરની તબીયત બગડી છે. માતા પણ બિમાર છે. પૈસા નથી. પારો પોતાનો હાર શંકરની આપે છે. હાર વેચી શંકર ફરી દારૂ પીએ છે. એ ડૉકટર પાસે પણ નથી પહોંચતો. બેહોશ થઇ અડ્ડામાં લુંટાઇ જાય છે. નિરાશ પારો ગાય છે : અય મેરે દિલ કહીં...

શંકર માંડ ઘરે પહોંચે છે. માતા મરણ પામે છે. પુષ્પા અને પારોના લગ્નની તૈયારી થાય છે. પુષ્પા શંકરને મળે છે. શંકર ગાય છે : કોઇ નહીં મેરા ઇસ દુનિયા મેં... લગ્નનો દિવસ આવે છે. શંકર ન જોતાં પારો ગાય છે : કાહે કો દેર લગાઇ રે... પુષ્પા પારોને શંકર પાસે જવાની તક ઊભી કરી આપે છે. પારો ત્યાં પહોંચે છે. શંકર લગ્ન માટે બંગડી લેવા કલાલ પાસે જાય છે. કલાલ એ બંગડીઓ એને ભેટ આપી દે છે. શંકર ઘરે પાછો ફરે છે તે પહેલા જગત પારોને લઇ ગયો હોય છે. પારોને બળજબરી ચોરીમાં બેસાડાય છે. શંકર ત્યાં આવી પહોંચે છે. એ પારોના હાથની માગણી કરે છે. ગામવાસીઓ એને મારીમારીને બેહોશ કરી દે છે. એની આ હરકતથી પારાની જાન લીલા તોરણે પાછી ફરે છે.

જગતબાબુ ડૉકટરને બોલાવી લાવે છે. શંકરની સારવાર થાય છે. એના લગ્ન પારો સાથે કરાવી દેવાય છે. શંકર શરાબ છોડી સુખની જીંદગી જીવે છે.

ગીત-સંગીત : દાગનું સંગીત કર્ણપ્રિય છે અને કેટલાક ગીતોના શબ્દો-ભાવ હૃદય હચમચાવી દે એવા છે. અહીં માત્ર પંક્તિઓ આપી છે, આસ્વાદ નથી કરાવ્યો. વાંચકે એના મનોજગત પ્રમાણે અર્થઘટન કરવું. એકાદ-બે ગીતોને બાદ કરતાં બધા જ ગીતો લોકપ્રિય નીવડ્યા હતા. અહીં પણ તલત મહેમૂદ ખીલી ઊઠે છે. બન્ને હીરોઇનો માટે લતાનો જ કંઠ લેવાયો છે. બેક ગ્રાઉન્ડ સંગીતમાં પિયાનો અસરકારક રહે છે.

* અય મેરે દિલ કહીં ઔર ચલ-સ્લો રીધમ (તલત મહેમૂદ) : આ ગીતે એ સમયે ધૂમ મચાવી હતી. એની કેટલીક પંક્તિઓ જોઇએ. ચલ જહાં ગમ કે મારે ન હો, જૂઠી આશા કે તારે ન હો; ઉન બહારોં સે ક્યા ફાયદા, જીસ મેં દિલ કી કલી જલ ગઇ; જખ્મ ફીર હરા હો ગયા./ ચાર આંસુ કોઇ રો દિયા, ફેર કે મુહ કોઇ ચલ દીયા; લૂંટ રહા થા કીસી કા જહાં, દેખતી રહે ગઇ યે ઝમીં, ચૂપ રહા બેરહમ આસમાં. ગીતના ઇન્ટરલ્યુડમાં મેન્ડોલીન ધૂન જમાવે છે.

* દેખો આયા યે કૈસા ઝમાના (લતા) : તદ્દન સામાન્ય આ લાવણી ગીત જબરદસ્તી મુકાયેલું લાગે છે.

* પ્રીત યે કૈસી બોલ દુનિયા (લતા) : દુઃખના ભાવોને વ્યક્ત કરતું આ ગીત છે.

* લાગે જબ સે નૈન લાગે (લતા) : આ પ્રણય ગીત છે.

* અય મેરે દિલ કહીં ઔર ચલ-ફાસ્ટ રીધમ (તલત મહેમૂદ) : ગીતના શબ્દો એજ છે પણ રીધમ ફાસ્ટ હોતાં ખુશીના ગીતનો શેડ આવે છે. ઍકોડર્ીયનના સૂરો એમાં સાથ આપે છે.

* હમ દદર્ કે મારોં કા ઇતના હી ફસાના હૈ (તલત મહેમૂદ) : દદર્નું આ ગીત કોઇ પણ પ્રેમીને પોતીકું લાગે એવું છે. એની પંક્તિઓ છે. બુઝ ગયે ગમ કી હવા સે, પ્યાર કે જલતે ચિરાગ; બેવફાઇ ચાંદ ને કી, પડ ગયા ઉસ પર ભી દાગ./ હમ દદર્ કે મારોં કા ઇતના હી ફસાના હૈ, પીને કો શરાબે ગમ, દિલ ગમ કા નિશાના હૈ./ દિલ એક ખિલૌના હૈ, તકદીર કે હાથોં મેં; મરને કી તમન્ના હૈ, જીને કા બહાના હૈ./ દેતેં હૈં દુવાએં હમ, દુનિયા કી જફાઓં કો; ક્યોં ઉનકો ભૂલાયે હમ, અબ ખુદ કો ભૂલાના હૈ. / હંસ હંસ કે બહારેં તો શબનમ કો રૂલાતી હૈ; આજ અપની મહોબત પર દરિયા કો રૂલાના હૈ. ગીતની કરૂણતામાં માણના સૂર ઘુંટાય છે.

* અય મેરે દિલ કહીં ઔર ચલ (લતા) : ગીતના શબ્દો એજ છે પણ સ્લો રીધમમાં લતાનો કરૂણ સ્વર અહીં ઘુંટાયો છે. સંગીતમાં માણ અને મેન્ડોલીન સંગત કરે છે.

* કોઇ નહીં મેરા ઇસ દુનિયા મેં (તલત) : આ ગીત પણ દદર્ના સરતાજ જેવું છે. એની પંક્તિઓ જોઇએ : ચાંદ એક બેવા કી ચૂડી કી તરહ તૂટા હુઆ, હર સિતારા બે સહારા સોચ મેં ડૂબા હુઆ. ગમ કે બાદલ એક જનાજે કી તરહ ઠહરે હુએ, હિચકીયોં કે સાજ પર કહતા હૈ દિલ રોતા હુઆ./ કોઇ નહીં મેરા ઇસ દુનિયા મેં આશિયાં બરબાદ હૈ, આંસુ ભરી મુઝે કિસ્મત મીલી હૈ, ઝીંદગી નાશાદ હૈ / જા હવા તું રસ્તા લે અપના, કિસ્મત હૈ મેરી જી કે તડપના, આઇ હૈ મેરે ગમ પે જવાની, રોતી હુઇ એક યાદ હૈ. /સુખ ચૂકે હૈં આંખો કે ઝરને, લૂટ લીયા હમે દાગે-જીગરને; ફૂલ નહીં યે જખ્મ ખીલે હૈ, આસમાં સૈયાદ હૈ./ મૌસમ દુઃખોં કા સર પર હૈ છાયા, મુઝ સે જૂદા હૈ ખુદ મેરા સાયા; હમ હૈ અકેલે ગમ કે હૈ મેલે, દદર્ કી ફરિયાદ હૈ.

* કાહે કો દેર લગાઇ રે, આયે ના અબ તક બાલમા(લતા) : આ વિરહ ગીત પણ અસર છોડી જાય એવું છે.

સ્થળ-કાળ : દારૂનો ભાવ ચાર આના પાવ અને બીજો પેગ આઠ આના પાવ. હીરોઇન જીયા બેકરાર હૈ ગીત ગણગણે છે. માટીના રમકડાનો દસ રૂપિયા નંગનો ઊંચામાં ઊંચો ભાવ છે.

ડિરેકશન અને અન્ય બાબતો : અહીં ડિરેકશન સહજ છે. કારણ કે દિલીપ કુમાર-ઉષા કિરણ અને નિમ્મી જેવા કલાકારો માટે આવી ભૂમિકાઓ સહજ ગણાય. કનૈયાલાલ-લીલા મીશ્રા અને કે.કે. એમની ભૂમિકાઓ નિભાવી જાય છે. ફોટોગ્રાફી સામાન્ય છે. હીરોઇનનો આનંદ દર્શાવવા અને ચહેરા પર તેજ દર્શાવવા બે સ્ટેપ ઓવર એકસ્પોઝ કરાઇ છે. મોટાભાગે ઇન્ડોર શૂટીંગ થયું હોવાથી લાઇટીંગ ઘણું જ વ્યવસ્થિત છે. આ ફિલ્મ ગીત-સંગીતના જોરે ઉપડી હતી.

-કિશોર શાહ kishorshah9999@gmail.com