LEKHIKA - in Gujarati Magazine by lekhika books and stories PDF | LEKHIKA MAGAZINE

The Author
Featured Books
  • बैरी पिया.... - 38

    अब तक :संयम वापिस से सोफे पर बैठा और पैर सामने टेबल पर चढ़ा...

  • साथिया - 109

    " तुमसे पहले भी कहा है माही आज फिर से कह रहा हूं  बेहद  मोहब...

  • My Devil Hubby Rebirth Love - 39

    रूही को जैसे ही रूद्र की बात का मतलब समझ आया उसके गाल बिल्कु...

  • बेखबर इश्क! - भाग 23

    उनकी शादी का सच सिर्फ विवेक को ही पता था,एक वो ही जानता था क...

  • इंद्रधनुष उतर आया...... 1

    छत पर उदास सी अपने में खोई खड़ी थी राम्या। शायदअपने को खो दे...

Categories
Share

LEKHIKA MAGAZINE

અંક –૩

અંતરયુદ્ધ આ શબ્દ ખુબજ ગંભીર છે, અને જયારે જીવન માં કોઈ આશા ની કિરણ ના બચી હોય અને ત્યારે જે અંતર માં યુદ્ધ થાય છે, અને તેમાંથી છે શીખવા અને સમજવા મળે છે, તે અંતરયુદ્ધ માં થયેલી જીત છે.

અંતરયુદ્ધ

જીવન એક ઈશ્વરે આપેલી સુંદર મજાની ભેટ છે, જીવનમાં અનેક પ્રકારના ચડાવ ઉતાર આવે છે, અને જયારે કપરો સમય આવે છે ત્યારે અંતર, યુદ્ધ છેળી ઉઠે છે, આવુજ અંતરયુદ્ધ એક ૧૭ વર્ષના યુવાન ના મનમાં ઉદભવે છે.

૧૭વર્ષના અંકિતને કીડની ની બીમારી હોય છે, અંકિતની બેય કીડની ફેલ હોય છે, અંકિતના માતાપિતા ખુબજ ચિંતિત રહે છે, અંકિત ને ખુદને આ વાતની જાણ થતા, તે અંતર થી ખુબજ ભાંગી પડ્યો હોય છે, તે ઈશ્વરને ઘણા સવાલ કરે છે, કે હુજ કેમ? અંકિત ના અંતરમાં યુદ્ધ ચાલે છે, તે તેનાજ વિચારોના વમળ માં ફસાઈ જાય છે,

અંકિતની ડાયાલીસીસ ની ટ્રીટમેન્ટ ચાલુ હોય છે, સપ્તાહમાં એક વાર તે ડોક્ટર પાસે જાય છે, ડોક્ટર ખુબજ સકારાત્મક વિચાર ધરાવતા હોય છે, તેથી ડોકટર અંકિત ને એકાંત માં બોલાવે છે, અંકિતને ખુબજ પ્રેમ થી પૂછે છે, અંકિત તારે જીવવું છે? અશ્રુભરી આંખ થી અંકિત જવાબ આપે છે, હા મારે જીવવું છે, જીવન માં આગળ વધવું છે, ભણવું છે, મારે જીવવું છે, આ વાત સાંભળી ડોકટર અંકિતને વચન આપે છે કે તું જીવીશ.

અંકિતના અંતરમાં આશાનું કિરણ જન્મે છે, પરંતુ શરીર સાથ નથી આપતું હોતું ડોકટર ને તે વાત નો પણ ખ્યાલ હોય છે, તેથી ડોકટર અંકિતને રોજ એક કલાક પોતાની પાસે બોલાવે છે, અંકિતને રોજ ધ્યાન કરાવે છે, આત્મવિશ્વાસ વધે તે માટે તેવા ફિલ્મ બતાવે છે, સાથે સાથે દવા પણ કરે છે, અને ઈશ્વરને પ્રાર્થના પણ કરે છે,

આમ અંકિત મનથી ખુબજ મક્કમ બને છે કે તે જીવશે અને પોતાના જીવનમાં આગળ પણ વધશે, આમ સમય વીતે છે, અને અંકિત પોતાના મનોબળ થી પોતાનું અંતરયુદ્ધ જીતી જાય છે, શરીર બીમાર હોવા છતાંપણ તે મનથી ખુબજ સ્વસ્થ હોય છે, અને ધીરે ધીરે રોજની ટ્રીટમેન્ટ સાથે તે પોતાનું જીવન સુખમય વ્યતીત કરે છે.

અંતરયુદ્ધ બધાના જીવન માં હોય છે અલગ અલગ સ્વરૂપ એ પરંતુ મનોબળ અને સકારાત્મક વિચારો સાથે તે યુદ્ધ ને જીતી શકાય છે. તેથીજ ગીતાજીમાં કહ્યું છે, કે યોગ પ્રાણાયામ જીવન માં ખુબજ જરૂરી છે, અને સકારાત્મકતા જીવન ની એક મહત્વની વાત છે, અને જીવન માં સકારત્મ્ક્તાના બળે કોઈ પણ જંગ જીતી શકાય છે,

જીવન માં કોઈપણ બીમારી કે કોઈપણ પરેશાની નો ઈલાજ સકારાત્મ્ક્તામાં છે, અને આંતરિક શક્તિને બહાર લવાનું કામ ધ્યાન માં યોગ માં હોય છે, જીવન ના કોઈ પણ યુદ્ધ જીતવા માટે જરૂરી છે, કે જીવન માં સકારાત્મકતા હોવી જોઈએ અને પ્રકૃતિમાં જીવન જીવવું તે પણ મનુષ્ય માટે ખુબજ સારું છે,

પ્રકૃતિના એક એક જીવ માંથી ઘણું સીખવા મળે છે, અને તે જીવન માં ખુબજ કામ આવે છે, ત્યારેજ તો પ્રકૃતિને માં કહેવામાં આવે છે,

આમ જીવન માં સમય નું કશુજ નકી નથી હોતું કપરો સમય આવે છે અને મનમાં યુદ્ધ જન્મ લે છે તે સમય ઘણોજ કપરો હોય છે, વ્યક્તિ કઈ દિશામાં અને ક્યાં જાય તે ખુદ નકી નથી કરી શકતો અને તે યુદ્ધ ના ચક્રવ્યૂહ માં ફસાઈ જાય છે, એટલા માટેજ તે જીવન માં ઘણા સમય એ મન શાંત રાખવું અને સારું વિચારવું સાચું વિચારવું ખુબજ જરૂરી બની જતું હોય છે.

Vanrajsinh zala

Vanrajsinhzala9@yahoo.com

મીઠી યાદો....

ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.

ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે.

આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે. ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું.

આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.

ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું. આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી.

ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું.

શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો. મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી. ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા.

છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે.

મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6–7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું.

ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો.

કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી.

પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો. સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે.

વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં.

વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.

ગુજરાતનો મધ્યકાલીન યુગ

અહમદ શાહ

ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સો એક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું.

મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદ વસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું.

ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્‍યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્‍યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્‍યું. ત્‍યાં નદીના કાંઠે ભમ્‍મરિયો કૂવો અને ચાંદા – સૂરજનો મહેલ બંધાવ્‍યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્‍યાત સંત શાહઆલમની શુભેચ્‍છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજો સંત સુલતાન હતો.

બહાદુર શાહ :

ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્‍યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મોત થયું. ત્‍યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું.

અકબરે ગુજરાત જીત્‍યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલ-વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કર્યું.

ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ગુજરાતનો આધુનિક યુગ :

દાદાભાઈ નવરોજી :

ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં.

ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી.

રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી. ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા.

પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.

ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું.

આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન. ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું.

વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો. ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો. 12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીકૂચ‘ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ.

6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો. ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો‘ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.

Kirti Trambadiya

જીવનપથ

“જીવનપથ” આ શબ્દ સામે આવતા કોઈના પણ મનમાં પુરા જીવન પર દ્રષ્ટિ પુરાય છે. પોતાના જીવનને ક્યાં પથ ઉપર દોરી જવું તે મનુષ્ય ખુદ નક્કી કરે છે. આવીજ એક જીવનપથ પર દ્રષ્ટિ કરીશું.

ઘણા સમય પહેલાની વાત છે ૭૦ વર્ષના વૃદ્ધ દાદા હતા તે રીક્ષા ચલાવતા હતા, અને ખુબજ ગરીબ હતા તે તેના જીવનમાં એકલા હતાં, તેનું કોઈ પરિવારજન ના હતું ૭૦ વર્ષની ઉમરે તે રીક્ષા ચલાવતા અને પોતાનું બધુજ કામ જાતે કરતા, તેની ઉમર પ્રમાણે તેને થાક લાગતો, તેથી તેને નક્કી કર્યું કે તે પોતાના પિતાના ગામ માં જશે અને બાકીનું જીવન ત્યાં વ્યતીત કરશે ઈશ્વરના સ્મરણ અને પોતાની બચાવેલી જીવન મૂડી સાથે પોતાની વૃદ્ધાવસ્થા માણશે, આવાજ આશા- પૂર્ણ વિચારથી તે પોતાના પિતાના ગામમાં જાય છે, પોતાના જુના પુરાના ઘરમાં પોતાનો સમાન રાખે છે અને આરામ કરી ગામમાં લટાર મારવા નીકળે છે, ત્યાં તે જોવે છે, કે નાના નાના બાળકો ખેતમજુરી કરે છે, ગામમાં કામ કરે છે, ત્યારે તેને મનમાં વિચાર આવે છે કે આ બાળકોની ઉંમર તો શાળાએ જવાની છે. પોતાની આ ઉંમર બાળકો ગુમાવી દેશે તો ભવિષ્ય માં શું કરશે ? પોતાના જીવનમાં જે દુખ અને હેરાનગતિ નો અનુભવ થયો છે તે હેરાનગતિ બાળકોને ના ભોગવી પડે તે માટે તે ૭૦ વર્ષના વૃદ્ધ દાદા બાળકોના માતાપિતાને ઘેર ઘેર જઈને સમજાવે છે, કે તમે બાળકોને શાળા એ મોકલો તે શું પોતાનું પૂરું જીવન મજુરી કરવામાં વ્યતીત કરશે? આવી ઘણી વાતો માતાપિતાને સમજાવે છે, બાળકોના માતાપિતા સમજીને કહે છે, કે બાળકો શાળા એ જાય તે અમારી પણ ઈચ્છા છે પરંતુ તે બાળકોના ભણતરના ખર્ચને પહોચી વળવા અમે સક્ષમ નથી.

બાળકોના માતાપિતાની આ વાત સાંભળતા વૃદ્ધ દાદાને દુઃખ થાય છે, તેથી તે પોતાની કરેલી બધીજ બચત બાળકોના ભણતર માટે વાપરે છે, અને મનમાં સંતોષની લાગણી સાથે પાછા શહેરમાં જાય છે, અને ફરીવાર મહેનત સાથે જીવન ની શરૂઆત કરે છે, અને સાદું સરળ જીવન વિતાવે છે, બાળકોના ભણતર માટે બનતી મદદ પણ કરે છે.

આ ૭૦ વર્ષના વૃદ્ધ દાદાના જીવનપથ માંથી એટલી શીખ મળે છે, કે જીવન સાચેજ એક પથ છે ક્યાં પથ ઉપર ચાલવું તે મનુષ્ય ખુદ નક્કી કરે છે, વૃદ્ધ દાદા જો ધારે તો તે એમ પણ વિચાર કરી શકે કે તે બાળકો ગમે તે કરે હું આરામ થી મારું જીવન વ્યતીત કરું, પણ તે વૃદ્ધ દાદા એ બાળકોનું ભવિષ્ય જોયું અને પોતાના જીવનને શ્રમપથ પર મુક્યું, તે વૃદ્ધ દાદા ને શ્રમપથ પર જે સંતોષ લાગણી નો અનુભવ થયો હશે તે અનુભવ વૃદ્ધદાદા માટે ખુબજ સુંદર હશે. અત્યારે દરેક વ્યક્તિ સ્વાર્થની દુનિયામાં જીવે છે, પરંતુ તે કઈ જીવન છે ખરી, આજ રીતે જીવન માં કયો પથ આપવાનો તે આપણા હાથમાં હોય છે, જીવન માં ઘણી મુશ્કેલી આવશે પણ તેમાં સત્યને જાળવી રાખવું અને કોઈ માટે કઈ વિચારવું તે ખુબજ સારું છે, કોઈ માટે કઈ કરેલું અફળ નથી જતું જીવન માં ઘણો સમય એવો આવે છે, કે ક્યાં રસ્તાપર જવું તે સમજાતું નથી હોતું પરંતુ ત્યારેજ એક માર્ગ મળે છે, અને તે માર્ગ અંતર આત્મા બતાવે છે, અને તે માર્ગ હોય છે, ભલાઈનો આમ જીવન માં શ્રમપથ મા પણ અનેરો આનંદ હોય છે.

Banny dave

સ્ત્રી સમાજની અમુલ્ય સાંકળ

સ્ત્રી કોમળ હોય છે છતાં વખત આવ્યે વજ્ર સમાન કઠોરતા દાખવી શકે છે. અને સ્ત્રી વિચારી શકે છે તેનાં કરતાં વધારે સમજે છે અને અનુભવી શકે છે. પરંતુ સ્ત્રીમાં બે ખામી કે નબળાઈ છે. તેને કારણે સ્ત્રી દુઃખી રહે છે અને અન્યને દુઃખી કરે છે. એક તો સ્ત્રી પોતે જ પોતાના મૂલ્યથી અજાણ છે, અને તેથી જ પુરુષસમોવડી બનવાની ખોટી ઘેલછા કરે છે, અને બીજું સ્ત્રીઓ અન્ય માટે સહેલાઈથી જીવે છે, પરંતુ પોતાના માટે તેને જીવતાં નથી આવડતું. સ્ત્રીઓને એકાંતમાં પણ પોતાની જાત સાથે રહેવા કે જીવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે, અને તેથી સામી વ્યક્તિને વધુ પડતી દખલ લાગે છે અને ક્યારેક હડધૂત થાય છે.

પ્રત્યેક સંવેદનશીલ સ્ત્રીએ પોતાની જાત માટે પણ જીવતાં શીખવું જોઈએ અને પ્રત્યેક સંવેદનશીલ બનવા ઈચ્છતા પુરુષે પોતાની જાત સિવાય અન્ય માટે પણ જીવતાં શીખવું જોઈએ.

સ્ત્રી-પુરુષનો એકબીજા વગર પૂર્ણતાનો કુદરતી અહેસાસ અશક્ય છે. એક વ્યક્તિ તરીકે પૂર્ણતા પ્રાપ્ત કરવા સ્ત્રીઓમાં સ્ત્રીત્વ અને પુરુષમાં પુરુષત્વ વધુ વિકસિત હોય તે જરૂરી છે.

xxxxx

ગૃહિણિનું કામ સૌથી વધારે આદર અને માનને પાત્ર છે, કેમકે એક સારી ગૃહિણી જ ઈંટ, ચૂનાના મકાનને ઘર બનાવી શકે છે. પરંતુ કમનસીબે આપણા સમાજમાં ઘરના કામને એટલું આદરભર્યું સ્થાન, ગૌરવ અપાયા નથી. એ મોટી કમનસીબીની વાત છે!!

xxxxx

સમાજમાં સામાજિક સંબંધો સચવાતા હોય તો એક માત્ર ઘરની ગૃહિણીને કારણે જ, ગૃહિણી વગરનું ઘર "હોસ્ટેલ" જેવું ભાસે. ગૃહિણી વગરનાં ઘરમાં માણસો શ્વસતાં હોય પણ વસતાં ન હોય.
ખરેખર ગૃહિણી ઘરમાં પ્રાણવાયુ પૂરતી હોય છે, તેને ઓક્સિજન કહેવાની ભૂલ ના કરતાં તે એના કરતાંય કંઈક વિશેષ છે. આજે એ ગૃહિણીને "થેન્કયુ" કહીશું ?

કોઈ પણ પત્ની કે માતા સવારના વહેલા ઊઠી તેના સંતાન માટે કે પતિ માટે લંચ તૈયાર કરે ત્યારે તેમાં વળતરની કોઈ અપેક્ષા નથી હોતી...... તે જે પણ કરે છે ભાવથી અને નિઃસ્વાર્થ ભાવે કરે છે, તેથી તેનું વેતન કદાપિ ન ચૂકવી શકાય... તેના બદલે તેનાં આ કામોનું મહત્ત્વ સમજી તેને માન-સન્માન અને ઈજ્જતથી જોવામાં આવે તે અત્યંત જરૂરી છે....!!!

માતૃત્વ: એક અભૂતપૂર્વ અને આનંદ-દાયક ઉત્સવ છે. જો એમાં સ્ત્રીની પોતાની ઈચ્છા, યોગ્ય ઉંમર અને માનસિક પરિપક્વતા આ બધાં પરિમાણો સામેલ છે ! માત્ર બાયોલોજીકલ ક્ષમતા હોવા માત્રથી, પરાણે ઠોકી બેસાડવામાં આવેલું માતૃત્વ-અભિશાપથી ઓછું નથી ! “માં બનવું”- નારીના અસ્તિત્વનો એક ઉજ્જવળ રંગ-પરિમાણ છે, પરંતુ એકમાત્ર નહિ !

માતૃત્વની મહાનતા, માં બનવા માત્રથી નારીત્વની સંપૂર્ણતા, માતૃદેવો ભવઃ- આ ભ્રામક વિષયો વકૃત્વ સ્પર્ધા કે નિબંધલેખનમાં
જે અતિશયોક્તિવાળું ચિત્ર સર્જે છે- એની પેલે પાર છે...

એક પરિપક્વ, લાગણીશીલ, કેરીયર ઓરીએન્ટેડ, ક્યારેક મેસ્ડઅપ તો ક્યારેક સરળ, પ્રેમાળ, નાની-મોટી ભૂલો કરીને શીખતી માં ! એવી “માં” જે એક સુખી મનુષ્ય છે- મહાન કે ભગવાન નહિ!

xxxxx

દાંપત્યની બીજી ઈનીંગમાં સંતાનોને ઉછેરવાની જવાબદારીઓ જતી
રહી હોય છે, આર્થિક સદ્ધરતા આવી ગઈ હોય છે. બંને માટે સમયની મોકળાશ રહેતી હોય છે, ત્યારે ફરીથી એકબીજાંની સોબત વધુ માણવાની હોય..... ખલિલ જિબ્રાને ‘The Life of Love’ માં આ અવસ્થા માટે ખૂબ જ સરસ લખ્યું છે.

‘મારી પ્રિય સાથી ! મારા સમગ્ર જીવનની સાથી ! તું નજીક આવ, કે જેથી શિશિર મને સ્પર્શે નહિ. તારા હ્રદયની સુંદર વાતો મને કહે, કારણ કે, આ બારણાની બહાર તોફાન છે. દીવામાં તેલ પૂરો કે જેથી ઝાંખો ન પડે. એ દીવાને તારી પાસે મૂક કે જેથી હું તારા મુખ પર લખાયેલા અશ્રુઓ – તારું જીવન મારી સાથે કેવું હતું તે વાંચી શકું. મારા પ્રિય દિલ ! આત્મા ! તું મારી સમીપ આવ.’ તો લગ્નના અઢી-ત્રણ દાયકા પછી પતિપત્નીને કહે છેઃ ‘ચાલો સખી ! ફરી પેલા શિશિરવૃક્ષની તળે જઈને બેસીએ અને રજનીગંધાના પુષ્પ જેવાં તાજાં થઈ જઈએ ?’

– જયવતી કાજી

xxxxx

કેવી કડવી વાસ્તવિક્તા છે કે લોકો છોકરીને માતા તરીકે, પત્ની તરીકે અને ગર્લફ્રેન્ડ તરીકે સ્વીકારે છે પણ એક દિકરી તરીકે નહિં... દિકરીને સરસ્વતી, લક્ષ્મી, જગદંબા, અને કાલી તરીકે પૂજે છે પણ દિકરી તરીકે જન્મતાં પહેલાં જ હત્યા કરતા લેશમાત્ર પણ અચકાતાં નથી. શું પરિવર્તન આવશે? દીકરીઓનો સ્વીકાર સમાજમાં સહર્ષ, દિકરો આવ્યા જેટલી જ ખુશી સાથે થાય એ દિવસ ક્યારે આવશે?

xxxxx

“માં” એટલે ? કોઈ પુસ્તકિયા વ્યાખ્યા નથી આપવી મારે.. મારી જ આસ-પાસ નજર કરી મેં.. અને મને દેખાઈ - બા,માં, મમ્મી, આઈ, મોમ, મધર... કેટ-કેટલા જુદા જુદા રૂપ “માં”નાં - પહેરવેશ, સંસ્કૃતિ, સમાજ કે ભાષાને કારણે. છતાં એક અસીમ અને સચોટ સામ્ય – “મમતા”..

બાળકના જન્મની પળે સ્ત્રી ચીસ પાડશે અને એ જ ક્ષણે યુવક કહે છે બાળક તો જન્મશે જ પણ મારામાં પિતા પણ અવતરશે. માત્ર બાળક જ જન્મતું નથી. બાળકના જન્મની સાથે એક પુરુષ પિતા બની જાય છે. સ્ત્રી માતા બની જાય છે. એક મુગ્ધ યુવક અચાનક વાત્સલ્ય સભર પિતામાં રૃપાંતર પામે છે!!

xxxxx

મિત્રો, તમને ધણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે, કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે.

આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ ? તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ. આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.

કલ્યાણી દેશમુખ

xxxxx

એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં. પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા,
ઘણીવાર રાત્રે દસ થઈ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય. "મમ્મી, ગીત ગાને"

એ જેવી પપ્પાને આવતાં જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર ચઢી જાય. "પપ્પા , ચાલો જલદી ઘોડો બનો - આજે તમે સહેલ નથી કરાવી !" પપ્પા દીકરીનો આદેશ માથે ચઢાવે અને શરુ થાય બાપ- દીકરીનો મસ્તીનો દોર. એક દીવસ રાત્રે પત્નીએ દીકરીને સુવડાવ્યા પછી, પતિને કહ્યું, "તમે ક્યારેક દીકરી માટે ચોકલેટ કે રમકડાં લઇ આવો તો તેમને કેટલું ગમશે !

"સાવ ખાલી આવવું એ પત્નીને ન હોતું ગમતું. ચિડાયા વિના પતિએ જવાબ આપ્યો", જ્યારે હું તેમને માટે ચોકલેટ કે રમકડાં લાવીશ ત્યાર પછી મારી દીકરી - મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાંની રાહ જોતી થઈ જશે, પછી ક્યારેક કશું નહીં લવાય ત્યારે તેનાં ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એનાં કરતાં દુ:ખ જોવા મળશે". પતિની આ અંતરનાં ઊંડાણની વાતે પત્નીની આંખ ઉઘાડી નાખી. આખા સમાજને આજે આવા સમજદાર માબાપની જરૂર છે...

આપણાં હિંદુ કલ્ચરથી જ શરૂ કરીએ તો ‘મા’નો નાદ જ પવિત્ર ગણાય છે. આપણાં કલ્ચરમાં તો દેવી પણ માના જ નામથી ઓળખાય છે ને ! આપણો ભારતીય સમાજ ‘મા’ શબ્દથી અતિ પ્રભાવિત છે. પછી એ સાહિત્ય હોય, કવિતા હોય, ગીત હોય, પેઈન્ટિંગ હોય, ફિલ્મ હોય કે પછી ટેલિવિઝન સિરિયલ હોય. મૉમ પણ ક્યારેક કાવતરાંખોર, મૂર્ખ, ગૂંચવણ ભરેલી અને વાસ્તવિકતાથી આંખમિચોલી કરનારી હોય છે પણ એક વાત ચોક્કસ – એ પોતાના બાળકને બેહદ પ્રેમ કરે છે. બેહદ – એટલે કે ત્યાં સુધી કે કોઈ પણ નિયમ, કોઈપણ હદ, કોઈ પણ વિવેક ભંગ કરવા તૈયાર. બસ, એનાં બાળક પર કોઈ ભયનો છાયો પડ્યો એટલી જ વાર. એ મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી લડવા તૈયાર જ હોય ! એની આ મૂળભૂત વૃત્તિ પર્વત જેવી જ દઢ અને અચળ છે.

પ્રાચી દેસાઈ

માં વિશેની વિચારમાળામાં અલગ અલગ મોતીઓને એક દોરે પરોવીને સંકલનનો એક વિચાર પ્રગટ કર્યો છે.

Arti Ukani

વિયોગ

ભગવાન શ્રી કૃષ્ણે ૧૨૫ વર્ષ, ૧ મહિનો અને ૫ દિવસનું આયુષ્ય ભોગવ્યા બાદ કળિયુગનો આરંભ થાય છે. હિંદુ ધર્મમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ પ્રવાહો પૈકી ૮૬૪૦૦૦ વર્ષ લાંબા દ્વાપરયુગના ૮૬૩૮૭૫માં વર્ષમાં શ્રાવણ વદ આઠમ, બુધવાર, રોહિણી નક્ષત્રમાં અવતાર ધારણ કરનાર પૌરાણિક ગ્રંથો પ્રમાણે કળિયુગમાં બુદ્ઘાવતાર ધારણ કરીને ચતુર્ભુજ પ્રતિમા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ ૪૨૨૫ વર્ષ સુધી દ્વારકામાં રહ્યા હતા.

શ્રી કૃષ્ણ ભગવાનની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલા જ મારી નાખવાની તૈયારી હતી, પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવનમાં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા, પણ મારા જીવન માં આટલી બધી તકલીફો કેમ છે કરી તેઓ કોઈ દિવસ કોઈ ને પોતાની કુંડળી બતાવવા નથી ગયા, કે એવી કોઈ નોધ મેં નથી વાંચી, ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ફર્યા તેમને તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો.

યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન શ્રી કુષ્ણ એ ના તો અર્જુન ના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો તેને આપ્યો, આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું.

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી, તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું ઉપાડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી બનવા તૈયાર હતા.

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણ ને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ તેમજ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થશે અને અધર્મની બોલબાલા થવા લાગશે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે તેઓ એટલે કે ભગવાન વિષ્ણુ અવતાર લેશે. આ કારણથી મહાભારતકાળમાં ભગવાન વિષ્ણુએ આઠમાં અવતાર તરીકે શ્રી કૃષ્ણના રૂપમાં ધારણ કર્યો હતો.

માન્યતા છે કે ભગવાન વિષ્ણુ જ્યારે અવતાર લે છે માતા લક્ષ્મી પણ અવતાર ધારણ કરીને વિષ્ણુ ભગવાનનો સાથ આપે છે. રામના અવતાર ભગવાનની સેવા માટે લક્ષ્મીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને કૃષણાવતાર સમયે રાધાનાં રૂપમાં લ્ક્ષ્મીનો અવતાર ધારણ કર્યો હતો.

બંને અવતારમાં અદભુત વિશેષતા છે કે ભગવાન વિષ્ણુ અને લ્ક્ષ્મીજીનો અનુપમ પ્રેમ પ્રમાણ ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લના એક મહિના પછી નવમી તિથીએ થયો.

બંને જન્મમાં વૈશાખ શુક્લ નવમી તિથિના રોજ સીતા પ્રકટ થયા જયારે શ્રી કૃષ્ણ અને રાધાના તિથી પ્રમાણે એક મહિનાનું અંતર છે. જન્મ સમયે તિથી પ્રમાણે માત્ર ૧૫ દિવસનું અંતર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસમાં શુક્લ પક્ષની આઠમ તિથિના રોજ જન્મ ધારણ કર્યો હતો.

આ બંને અવતારમાં ભગવાનને વિયોગ સહન કરવો પડ્યો હતો. આના લીધે તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે કે, નારદને એવું અભિમાન હતું કે તેઓ કામથી મુક્ત થે ગયા છે. નારદનું આ અભિમાન ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને એક માયાવી નગરીનું નિર્માણ કર્યું.

આ નગરીની રાજકુમારીને જોઈને નારદમુનિને પણ મનમાં લગ્ન કરવાની પ્રબળ ઈચ્છા જાગી ટીઓ વિષ્ણુ ભગવાન પાસે સુદ્ર રૂપની માંગણી કરવા પહોચી ગયા વિષ્ણુ ભગવાને નારદને જણાવ્યું કે ટીઓને હરી રૂપ આપે છે.

આ રૂપ લઈને જયારે નારદ રાજ્કુમારીનાં સ્વંયવરમાં પહોચ્યા તો તે કન્યાએ નારદને છોડીને ભગવાન વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવાથી ઉદાસ થઈને પરત ફરી રહ્યા હતા, નારદ ત્યાં રસ્તામાં એક જળાશયમાં પોતાનો ચહેરો જોયો અને ખુદ નારદ હેરાન રહી ગયા કારણ કે તેમને ચહેરો વાંદરા જેવો લાગી રહ્યો હતો.

હરીનો એક અર્થ થાય છે વિષ્ણુ અને બીજો અર્થ છે વાંદરો, ભગવાન વિષ્ણુએ નારદને વાનરનું રૂપ આપ્યું હતું. નારદ વિષ્ણુની ચાલને સમજી ગયા અને ખુબ ક્રોધે ભરાયા હતાં.

વિષ્ણુ ભગવાનની પાસે પહોચીને નારદે તેમને એવો શ્રાપ આપ્યો કે તેમને પત્ની વિયોગ શન કરવો પડશે. આ કરને સીતા અને રામનો વિયોગ સહન કરવો પડ્યો હતો, અને રાધા અને કૃષ્ણ પણ મળી ન શક્યા.

Vijay Trambadiya