Sapnani aag in Gujarati Magazine by Patel Swapneel books and stories PDF | સપનાની આગ

Featured Books
Categories
Share

સપનાની આગ

ભાગ-(૧) શીખવાની આગ

જો તમારે કોઈ વિધ્યા પ્રાપ્ત કરવી હોય કે કંઈ પણ શીખવું હોય જે તમારો અંદરનો Desire હોય તો શરમ રાખસો નહી. સફળતા અને સિધ્ધીના ત્રણ પગથિયા છે.૧) પુછો ૨) શીખો ૩) લોહીમાં ઉતારો.એ વ્યકિત જેની પાસે તમે તમારા પસંદ/ઈચ્છાની વિધ્યા શીખી રહ્યા છો, એ વ્યકિત તરફથી માન મળે કે અપમાન મળે, તમારું ધ્યાન કેવળ વિધ્યા ગ્રહણ કરવા પર જ હોવું જોઈએ.એ જ્ઞાન મેળવો ભલે એ જ્ઞાન તમને , તમારા દુશમન પાસેથી કેમ ન શીખવા મળે,શીખો અને સિધ્ધી મેળવો એ મહત્વનું છે.નાનાથી લઈને મોટા સુધી જેના પાસેથી પણ વિધ્યા મળે એને ગ્રહણ કરી પાચ્ય બનાવો કે જેથી ક્યારેય ભુલાય નહી.એમાં સહેજે શરમ ના હોવી જોઈએ કે “હું મારાથી નાના વ્યકિત પાસેથી શીખી રહ્યો છું અથવા મારા જુનિયર પાસેથી શીખી રહ્યો છું એવું ના હોવું જોઈએ.વિધ્યા તો વિધ્યા જ છે, એને જે શીખવાડે એને શિક્ષક બનાવો અને એ શિક્ષક તમને એની પ્રાપ્તિ માટે જેકહે એ કરો.

તમને શું લાગે કે, તમારી પર્સનાલિટી કોઈ ખુશ નથી!? તમારી પર્સનાલિટી કરતા લોકોની પર્સનાલિટી એટરેકટિવ છે!? લોકોને તમારા પ્રત્યે કોઈ વિશ્વાસ નથી!? મારા કરતા મારા ,મિત્રનો ઈન્ફયુલંસ વધારે થાય છે!? શું તમને આવું લાગે છે? ખરેખર!! જાવ તમે જૂઠ્ઠુ બોલો છો.એકવાર અજમાવી જુઓ અને જુઓ કે result શું આવે છે!? જે વાત પર તમને લાગે છે કે તમને કોઈ પુછતુ નથી!? એકવાર તમારી જાતને અજમાવી જુઓ!? બનાવો જાતે, એવા ઉભા કરો કે એ બનાવના અંતે તમને સાચે ખબર પડે કે રિઅલી આવું જ છે કે, તમારી વાત,નિર્ણયો , અભિગમોને કોઈ માનતુ નથી!? જો તમને જીત મળે તો માનસો કે હાશ મારી વાતોને પણ કોઈ સાંભળે અને ઉતારે શુધ્ધા છે. જો આવું થતું નથી તો , “વિચારો કે કંઈ વાત લોકોને તમારી નથી ગમતી, તમારુ કયુ વર્તન એમને નથી ગમતું, અને એવું જ હોય તો સમજી અને વિચારીને બોલો, થોડા પોલિટિકલ બનો, ચાણક્ય નિતીથી શીખો કે ક્યારે બોલવું, ક્યારે ચુપ રહેવું, કેવી રીતે પ્લાન બનાવવા(જેમાં જીત અંતે તમારી જ હોય), સામેવાળા જેનેતમારે હરાવવો છેએની દુખતી નસની જાણકારી daily observation થી મેળવો, અને એ દુખતી નસ પર કુલાડી મારો.

એકવાર સમજો કે દરેક વ્યકિતમાં એક ઈગો રહેલો હોય છે! અનેએ રીતેએ વર્તન પણ કરતો હોય છે.એમાંથી અમુક વર્તન તેઓ , એમનાથી આકર્ષિત થયેલા લોકોમાં બતાવતા નથી, કેમકે એવા વર્તનથી એમની ઈમેજ ખરાબ થશે, હવે interesting વાત કહું સાંભળો.

“જો એવું હોય કે તમારા શત્રુએ કોઈ નિર્ણય લીધો, તો એ કહેતો હશે કે આના ફાયદા આવા છે અને આપણો પ્રોફિટ થશે, આપણી સ્કીલ સુધરશે! આવા આકર્ષક દેખાડા કરતો હશે તો, કરવાનું શૂં ખબર?! પ્લાનિંગ કરવાનું જે ફાયદાનો પાયો બનાવી તમારો શત્રુ વિચારે છે કે, “યસ, મારો decision એટલે final “ એ ફાયદા કરતા વધારે ફાયદોનો તમારો આઈડીઆ , પ્લાનિંગ અથવા નિતીથી પ્રસ્તુત કરો, કોઈ પણ ભુલ થવી જોઈએ નહી, યાદ રાખજો. અગર જો તમે એ સાચા અને સારા આઈડિઆ દર્શાવવામાં સફળ થઈ ગયાં, તો તમે ઓબસર્વ કરશો કે તમારા શત્રુને તમારો આઈડિઆ ગમતો નથી. એ સત્તર બહાના બનાવશે,પણ તમે તૈયારી સાથે યુધ્ધ કરવા નીક્ળયા છો, તો તમને એના બહાનાને પકડીને નીચે અફાળતા આવડે છે. હવે બીજા લોકો પણ તમારો સાથ આપશે અને તમારો શત્રુ એકલો રહી જશે.એ દિવસે એ પળે એવો નિજાનંદ મળશે! મજા આવી ગઈ એવી ફિલી.ગ થશે!! બસ એના સવાલોનો પોતાના પોઈન્ટથી હટ્યા વગર સામનો કરજો, ખૂબ મજા આવશે, I am sure, તમારા દુશમનને હરાવવામાં સાચે. છેલ્લે મજાતો એ વાતની આવશે કે એણે તમારો નિર્ણય માનવો પડશે! કેમ ખબર!? “MAJORITY ALWAYS WINS”

“હવે ટ્રેન્ડ તમારો ચાલુ થશે!” મનમાં રહેલું દરેકનું સ્વપ્ન”સ્વપ્નીલ”

ભાગ-(૨) ફેશન માટે ફેશન

“કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે.”

આ વાક્ય એટલુ સાચુ છેકે જ્યારે ખબર પડે ત્યારે આંખમાંથી આંસુ આવી જાય, સાચે એકવાર સમજાવું જોઈએ, જે આપણી પાસે હોય એની કદર હોતી જ નથી આપણને,આપણને બસ રોજેરોજ નવાનવા સ્વાદ અને નવા નવા લોકો ને મળવાનો એવો ચસકો લાગેલો છે કે આપણી જાત, આપણને વહાલ કરતા, આપણી ફિકર કરતા એવાં આપણા મમ્મી –પપ્પાને પણ ભુલી જઈએ છીએ, નવી નવી Girl friend’s બનાવવાનો ચસકો, નવા નવા બોયફ્રેન્ડ બનાવવાનો ચસકો, પ્રેમના નામે ફેસનની રમતને કેમ રમો છો!? અને પછી એ પ્રેમના કારણે જ દુખી થાવ છો, સાચે નથી થતા!? થઈએ જ છીએ!! અરે!! મારી અને આપણા સૌની મમ્મીઓ આપણને એટલો બધો પ્રેમ કરે છે! એની કોઈ હદ છે!. આપણો એક રડવાનો અવાજ અને એક ચિસકારી “આઈ.......મમ્મી” , મમ્મીને ધ્રુજાવી મુકે છે, બિચારી ના હદયમાં હાર્ટએટેક કરતા પણ વધારે લાગણીનુ મોજુ , એના પ્રેમનું મોજું એવું ફરી વળે કે, બિચારીને રડવું આવી જાય એવું દુખ માત્ર આપણા ટેન્શનના કારણે જ થતુ હોય છે. મારી બિચારી મમ્મી મારા માટે સવાર સાંજ મહેનત કરે, ઘર સંભાળે , મારા માટે સવારમાં ૫ વાગે ઉઠીને રસોઈ બનાવે, બિચારી હવે તો મારા ટેન્શનમાં ને ટેન્શનમાં બિચારી પોતાની કાળજી પણ રાખતી નથી, પણ હું કહું શું આટલું બધુ, ટેન્શન કેમ લે છે, પ્લીઝ તારી કાળજી રાખને! આખી જીંદગી તે, અમારા બેની કાળજી લેવામાં જ પસાર કરી છે.આ મારી શું બધાના મમ્મી, પોતાના બાળકની આજ પ્રમાણે ની કાળજી રાખતી હોય છે. આઈ લવ યુ મમ્મી.

જીંદગીનો કોઈ ભરોસો નથી, ક્યારેય કોઈનેય પણ હાર્ટએટેક આવી જાય છે, ક્યારેય કોઈનું એકસીડંટ થાય છએ અને મોટને ભેટે છે,આપણે કેવાં છીએ!? ખબર છે કે ખબર છે કે આપણના માટે વ્યસન નુકસાનકારી છે પણ ખોટા ખોટા બહાના અને દુખના કારણોને મનને સમજાવી પીવાનુ ચાલુ કરવાનુ!? વાહ!!! આજકાલની છોકરીઓ તો સિગરેટ પર સિગરેટ ફુકે, માત્ર ફેશન માટે!!! રીઅલી તમારે શો ઓફ જ કરવો જ છે!! પેલું કહેવાય ને “બ્લડી હેલ” બસ નર્ક જેવું જ કહેવાય. આજકાલના છોકરાઓ પણ સિગરેટ, દારુ, ડ્રગ્સ લેવાનું ચાલું કર્યુ છે! કારણ ખબર શુ!!? એમના દોસ્તોએ કહ્યુ કે સિગરેટ પીવાથી exam માં બધું યાદ રહી જાય જેવી વાતો અને બીજા લોકોના મંડળમાં શામિલ થવા દારૂ પીવી પડે એટલે ,મેં દારૂ સ્ટાર્ટ કર્યો!! કેવા પાગલ , બુધ્ધિ વગરના માણસો કહેવાય!!! અરે!! ભાડમાં જાય એવાં લોકો, તમારે એ ગધેડીઓની કોપી કરવી છે! અરે નશો મારી નાખશે તમને! તમારી મમ્મીનું કોણ ધ્યાન રાખશે ,જ્યારે એમને તમારી સાચા અર્થમાં જરૂરિયાત હશે!!! તમારું ધ્યાન કોણ રાખશે જ્યારે તમારી તબિયત લથડશે!!! લાઈફમાં પોતાની જાત પર તો ઉભા થયા નથી, માતા-પિતાનું ખાવ છો અને શરમ વગરનાં લાઈફમાં independent થવાને બદલે ખોટી ખોટી ફેશનો મારવી છે!!! અરે! દમ હોય તો પોતાના પૈસા પર ફેશન મારો ખબર પડે!! છોકરીઓને પણ શરમ નથી રહી, ગાળો બોલે.....શું આજ છે તમારા સંસ્કાર. તમારા લગ્ન પછી તમારા બાળકોને ગાળો શીખવશો. શરમ કરો શરમ કરો.

ભાગ-(૩) અમે એન્જીનિયરીંગ વાળા!

હવે, મનમાં ખૂબ ડર લાગવા લાગેલો છે, કેમકે આ સ્વપ્ન મારા મનમાં , મારા મનનાં આંગણામાં જન્મ લઈ ચૂક્યુ છે, શું આ જન્મેલું કોમળ બાળક જેવું મારું સ્વપ્ન આવનારા એક વર્ષ સુધીમાં હું સાકાર કરી શકીશ?! પહેલા આ સ્વપ્નરૂપી બાળકની આશા પણ નહતી અને મને સહેજે આત્મવિશ્વાસ પણ નહતો કે આ સ્વપ્ન મારા મનમાં જન્મે.પણ કંપનીની ટ્રેનિંગ પછી આ સ્વપ્નનો જન્મ થઈ ચુક્યો છે.મે આ બાળક માટે ઘણી આશાઓ સેવી છે, મારી આશા છે કે. “હું એક વર્ષમાં, ભલે અપડાઉન નો થાક લાગે, પણ હું મારા ચોથા વર્ષના બધા વિષયોમાં દિલ લગાવીને સમજીશ અને એ ટેકનોલોજી પ્રત્યે જીજ્ઞાસાવૃતિ વધારવાની કોશિશ કરીશ, પણ શું આ આશા પુરી થશે?, શું મારા લક્ષ્યને ભેટી શકીશ? હું તારી પાસે માફી માંગુ છું, મારા સ્વપ્ન કે મેં તારા માટે ૩ વર્ષ મહેનત ના કરી, પણ હવે ઉભરો આવી ગયો છે, એ પ્રેમ અંદરથી જાગ્યો છે, એટલે તારી પરવાહ કરું છું, હમણા ગેટની પરીક્ષા પણ આવવાની છે, રસ્તાઓ મને મળી ગયા છે, પણ શું હું એ રસ્તા પર ચાલી શકીશ? હું કેમ્પસ ઈન્ટવ્યુ માંથી જ સિલેક્ટ થઈ જવ,એ કેમ કરવું એ પણ ખબર છે! પણ શું હું મારા એક વર્ષમાં , એન્જીનિયરીંગના ૩ વર્ષનો બદલો વાળી શકીશ!?શું circumstances મારો સાથ આપશે!? શું હુ એ મારા મિત્રો સમક્ષ સાબિત કરી શકીશ કે,” હુ પણ કંઈક છું?, શું હું એમની સામે મારા knowledge નો પરચો , મારા ઈન્ટવ્યુ માંથી જ સિલેક્ટ થવાની news થી બતાવી શકીશ? આ બધુ મારા હદય સાથે જોડાયલું છે, હું બનતી મહેનત કરી શકીશ , મારા સપનાને પુરા કરવા અને મિત્રો સામે હું કંઈક છું એ બતાવવા અને એ પણ મારા શોખોથી નહી પણ મારા એન્જીનિયરીંગના knowledge થી જ.આ મારું સપનું આ ૧ વર્ષમાં સફળતા સાથે પુરુ “થઈ જશે” એ ફીલીંગ એ લાગણી ,મારા મનામાં વહી રહી છે અને ભગવાન મને આશીર્વાદ આપશે, એવી આશા કરું છું.હરે ક્રિષ્ના.

“જીતવાનો એટિટ્યુડ”

જો જીતવું જ હોય, આગળ વધવું જ હોય તો વધારે મોટિવેશનલ બુક્સ વાંચવાની જરૂર નથી, બસ એક એટિટ્યુડ બનાવવાની જરૂર છે, કે હા મારા માં તાકાત છે કે હું આગળ વધી શકુ છું. ભલે પહેલા લોકોના મનમાં ઘર કરી ગયુ હતુ કે હું કંઈ જ નથી, એક આ પ્રકારનો વિચાર લોકોના, (I mean my so called “friend”) મનમાં દ્રઢપણે બેસી ગયા હતાં અને ધીરે-ધીરે મારામાં પણ આ પ્રકારના વિચારો ધીરે-ધીરે મારા મનમાં “Tansform” થઈ રહ્યા હતાં. પણ,પણ હવે મને ખબર પડવા લાગી કે મારી ભુલ શું હતી!?

હું ખૂદ પોતાની જાતને કંઈક ગણતો ન હતો કે હું કંઈક તો છું. મારામાં કશુંક તો સારુ છે જ. પણ જ્યારથી પોતાને કંઈક સમજવા લાગ્યો છું , હું કોઈને પણ હરાવી શકું, કેટલીય જંગ જીતી શકું એ આશાના કિરણો મારી લાઈફમાં જ્યારે આવ્યાં (From bless of my Uncle “Suresh Patel” & UPL TRAINING) .હવે મને વિશ્વાસ છે અને એ પણ પુરો કે હું પણ intelligent છું ,અને મારામાં પણ Practical knowledge છે. મને એ.પી.જે અબ્દુલ કલામ સાહેબ પાસેથી ઘણી પ્રેરણા મળી છે.જેમાથી એક વાત મારા દિલથી નહી પણ બુધ્ધિથી નજીક એકવાત કહેવા માંગુ છું, જે આપણા કલામ સાહેબે એક લેકચર મા કહેલું,” Knowledge” છે ને બહુ Important વસ્તુ છે, જેને તમારી પાસે કોઈ છીનવી નહી શકે, જેટલું , “Knowledge” વિશાળ, એટલું તમે તમારી ફિલ્ડના કામમાં as a Mentor તરીકે કામ કરી શકો, તમે જેમ કહો છો એમ જ થાય, હવે આગળ શું કરવું !? અથવા ફિલ્ડ પ્રોજેકટ આગળ કેવી રીતે વધારવો, એ દરેકમાં તમારી સલાહ લેવામાં આવે અને સલાહ લીધા વગર છુટકો પણ નયી! વાત સમજાય છે ને! વાત અહિયા “POWER OF PRACTICAL KNOWLEDGE” ની થાય છે.તમને કામ કરવાની સ્વતંત્રતા મળે છે.છેલ્લી વાત મારે કહેવી છે કે,”જીસકા “Knowledge” જીતના જ્યાદા ઉસકી ફેમ અને સફળતા પણ એટલી જ મોટી.

હવે ગુજરાતી અંગ્રેજોને મારી ઉપર લખેલી વાતોને અંગ્રેજીમાં સમરી રુપે કહુ છું

“KNOWLEDGE IS VERY IMPORTANT THING, WHICH MUST VAST & HUGE IN YOU, FOR ACHIEVE INDEPENDENCE FOR WORK, THAT YOU WANT TO DO”

“RESPECT YOUR WORK OR DO THAT WORK IN WHICH YOU CAN BELIEVE”

“IF KNOWLEDGE IS MAXIMUM IN YOU, YOU CAN be MASTER & INTELLIGENT AS WELL.”

મનમાં રહેલું સૌનું સ્વપ્ન(“THE FIRE OF DREAM”PATEL SWAPNEEL”)

સર્વોતમ પ્રિયતમ શ્રીકૃષ્ણ

“કૃષ્ણ” શબ્દ દિવ્ય છે. કૃષ્ણનો અર્થ છે પરમ આનંદ.આપણે બધાજ આનંદની શોધમાં છીએ, પરંતુ આપણએ જાણતા નથી કે સાચો આનંદ કઈ રીતે પ્રાપ્ત કરવો.જીવન પ્રત્યે ભૌતિકતાવાદી દ્રષ્તિકોણ ધરાવીને આપણેપોતાની કામના પુરી કરવવાની આશામાં ડગલે ને પગલેનિરાશ થઈએ છીએ,કારણકે જે સ્તર પર પહોંચવાથી આનંદની પ્રાપ્તિ થાય છે,તે સ્તર વિશે આપણી પાસે કોઈ માહિતી જ નથી

સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે સમજવું જોઈએ કે આપણે આ દ્હ નથી પણ ચેતના છીએ.માત્ર ચેતના પણ નહી કારણ કે આ ચેતના એ તો આપણી વાસ્તવિક ઓળખનુ એકમાત્ર લક્ષણ માત્ર છે ,તે વાસ્તવિક ઓળખ નથી. આપણે તો વિશુધ્ધ આત્મા છીએ,જે આ શરીરમાં પ્રવેશીને બેઠેલો છે.આધુનિક ભૌતિકવાદ આને કોઈ મહત્વ નથી આપતુ.એટલા માટે આત્માને સમજવામાં વૈજ્ઞાનિકો ભૂલ કરી બેસે છે અને ભ્રમિત થઈ જાય છે. પરંતુ આત્મા એક વાસ્તવિક હકીકત છે અને એ હકીકતને શરીરમા. રહેલી ચેતનાની હાજરી દ્વારા મનુષ્ય સમજી શકે છે પ્રાણીઓમાં રહેલી ચેતના એ આત્મા અસ્તિત્વનો પુરાવો છે.

ભગવતગીતામાંથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ,તેનો મુખ્ય ઉદ્દેશ પોતાની જાતને આત્મ-ચેતનાના સ્તર સુધી કેવી રીતે લાવવી તે જાણવાનો છે.જો આપણે આ જાણી જઈએ અને આત્મ-ચેતનાના સ્તર સુધી કેવી રીતે લાવવી તે જાણવાનો છે.જો આ આપણે જાની જઈએ અને આત્મા-ચેતનાના સ્તર સુધી પહોંચી જઈએ,તો પછી આપણને આ શારીરિક ચેતનાના સ્તર પર આવવું પડશે નહી. ત્યાર પછી હમણાંના

ભકિતનો અર્થ છે ભગવદ્ સેવા.દરેક સેવામાં એવું કોઈને કોઈ આકર્ષણ જરૂર હોય છે કે જે સેવા કરવાવાળી વ્યકિત આગળ વધારે છે.આ જગતમાં આપણાંમાંથી દરેક વ્યકિત અંતકાળ સુધી કોઈને કોઈ પ્રકારની સેવામાં લાગેલી રહે છે અને આ બધા કાર્ય કરવાથી જે સુખ મળે છે તેની પ્રાપ્તિ માટે જ એવું કાર્ય કરવા માટે વધારે ઉત્સાહિત રહે છે.પોતાના પત્ની અને બાળકોના પ્રેમથી બંધાયેલો એક ગૃહસ્થ દિવસ રાત કામ કરે છે.એક સમાજસેવક આજ કારણેએક વિશાળ પરિવાર માટે કામ કરે છે અને રાષ્ટપ્રેમી પોતાના દેશ અને દેશવાસીઓની માટે આજ કામ કરે છે.

આ શકિત, જે ગૃહસ્થ, સમાજસેવક અને દેશપ્રેમીને પ્રેરિત કરે છે, તેને રસ કહે છે.તેનો સ્વાદ બહુ મધુર હોય છે. ભકિતરસ એ આ સંસારિક માણસો દ્વારા અનુભવવા સાધારણ રસથી ભિન્ન હોય છે.સાંસારિક વ્યકત થોડો રસ અથવા ઈન્દ્રિયતૃપ્તિ અથવા સુખ પ્રાપ્ત કરવા માટે દિવસ-રાત કઠોર પરિશ્રમ કરે છે,પણ સાંસારિક રસ લાંબો સમય ટકતો નથી.તેથી સાંસારિક લોકો હંમેશા પોતાના સુખની પ્રાપ્તિના રસ્તાઓ બદલ્યા કરે છે.

એક વેપારી આખું અઠવાડિયુ કામ કરીને પણ સંતોષ પામતો નથી,એટલે અઠવાડિયાના અંતે એ પોતાના નિયમિત કાર્યક્રમોમાં પરિવર્તન લાવવાની ઈચ્છા કરે છે અને એવા સ્થાન પર જાય છ , જ્યાં પહોંચીને તે પોતાના વેપાર ધંધાની વાત ભુલી શકે.અઠવાડિયુ આ રીતે ગાળ્યા બાદ તે ફરીથી પોતાની સ્થિતી બદલે છેઅને ફરીથી પોતાના વેપારમાં લાગી જાય છે.

સાંસારિક કાર્ય કરવાનો અર્થ છે , કોઈ પદનો સ્વીકાર કરવો અને પછી થોડા સમય બાદ તેને બદલી નાખવું.