ઇશ્ક યે કૈસા!
પર્બતસિંહ પંજાબનાં ખુબસુરત
રસ્તા પર મને ભટિંડા લઈને જતો હતો, થાક તો હતો પણ બહારનું સૌંદર્ય જોઈ અનાયસે બારી ખોલી , ઠંડી હવાની લહેરખીઓ મારામાં સ્ફ઼ુર્તિ અને તાજગી ભરતા હતા.
આમ તો અહિં અવારનવાર આવવાનુ થતુ અને ખુબ ગમતુ. અહિંની ખુલ્લી હવાઓ મારામાં કંઈ અજબનુ છોડી જતી. એક સરસ મઝાની મહેક મારામાં ફરી વળતી.
મને ખબર કે આ રસ્તો ઘણો લાંબો છે,એટલે મેં આંખ બંધ કરી. શીતળ પવનની લહેરખી માં મારી આંખ મીંચાઈ ગઈ. અચાનક બ્રેક વાગીને મારી આંખ ખુલી સામેથી આવતી ટ્રક અથડાતા રહી ગઈ .મેં જોયુ,આમતો એ શાંતિથી જ ચલાવતો હતો. મેં થોડુ પાણી પીધુ.લીલાછમ ઝાડ ને સુન્દર દેખાતા કુદરતી ઢોળાવો હું માણતો ને વાતાવરણ માં ગોઠવાતો જતો હતો.
"સાબ,પહલી બાર આયે?’ એણે વાતની શરૂઆત કરી".
"મેં તો સાલમેં તીન ચાર બાર યહાં આતા હું"મેં જવાબ આપ્યો.
વાતનો દોર મેં આગળ ચલાવ્યો,"આપ કિતને સાલ સે ટેક્ષી ચલા રહે હો?"
"સાબ,સાત સાલસે ઈસી રૂટ પે આતાજાતા રહતા હું
"ક્યું પહલે કુછ ઔર કામ કરતે થે?
મેં વાત નો દોર આગળ વધાર્યો.એ થોડીવાર ચૂપ થઈ ગયો.પછી બોલ્યો,
"પહલે રેલ્વે મેં ટી.ટી. થા",
ક્યું છોડ દિયા?મારાથી પ્રશ્ન થઈ ગયો.
એની ગાડીની ગતિ એકદમ ધીમી થઈ ગઈ,અચાનક એણે ગાડી સાઈડ માં લીધી,ઉભી રાખી દીધી,પાણી લીધુ ને મોઢા પર જોરથી છાલક મારી ધોયુ,સફ઼ેદ રૂમાલ કાઢ્યો શાંતિથી મોં લુછ્યુ
,હું અચરજથી એની પ્રવ્રુતિ જોતો રહ્યો.એ પાછો એની સીટ પર ગોઠવાયો ગાડી સ્ટાર્ટ કરતા કહે, "સાંભળો ,સાહેબ "અને એની અસ્ખલિત વાણી શરૂ થઈ.
આજથી ૬ વરસ પહેલા હું મારી ડ્યુટી પર હતો, ફ઼ર્સ્ટક્લાસ એ.સી.માં રાતે ટિકિટ ચેક કરતો હતો,સામે એક સુંદર સ્ત્રી હતી,આછી આસમાની સાડી આછા ભરત સાથેનો સોનેરી કિનારનો બ્લાઉઝ,હાથમાં મોંઘુ ઘડિયાળ ,બીજા હાથમાં એક સરસ બ્રેસલેટ અને ગળામાં અને કાનમાં ઝગારા મારતા સુંદર નક્શીકામનાં ઘરેણા ,અત્યંત પ્રભાવશાળી વ્યક્તીત્વ.મેં ટિકિટ માંગી એણે બ્લેક પર્સ ખોલ્યુ,એટલા બધા કાગળ હતા ,એ શોધતી રહી હું જોતો રહ્યો આભો બની ને એ સાદગીસભર મહિલાને,આખરે એણે ટિકિટ બતાવી,મેં ચેક કરી ,પાછી આપી.એ પળે મને એની મૃદુ આંગળી નો સ્પર્શ થયો અને મને આખા શરીર માં ઝણઝણાટી ફ઼રી વળી.કંઈક એવુ હતુ કે હું ઉભો ન થઈ શક્યો.
હજી વિચારતો હતો કે જાઊ,ત્યાં મીઠો અવાજ આવ્યો,
"કોફ઼ી પીશો મારી સાથે?
શ્વાસ થંભી ગયો,હું ના ન કહી શક્યો.મારી પાસે તો વાત કરવા જેવુ ખાસ કંઈ હતુ નહી,પણ એની વાતમાં ખ્યાલ આવ્યો કે એનો પતિ ખૂબ જ ધનવાન છે,મોટા ભાગે વિદેશ ફ઼રે છે,મનફ઼ાવે ત્યારે સાથે લઈ પણ જાય છે,પણ સંતાન આપી શકે તેમ નથી.
એ પછી તો બીજી ઘણી વાતો થઈ ,એણે મને કાર્ડ આપ્યુ અને બીજા દિવસે મળવાનુ કહ્યુ,
હું તો આશ્ચર્ય માં હતો,એણે ઘરે મળવા બોલાવ્યો.સંકોચ સાથે મળવા ગયો,હું તો દંગ રહી ગયો.એણે એના પતિ સાથે ઓળખાણ કરાવી,એ પણ એક પડછંદ પ્રતિભાશાળિ વ્યક્તી લાગ્યા.એ પછી જાતભાતની વાતો કરતા,સાથે બહાર પણ જતા.મારે ડ્યુટી ન હોય ત્યારે ફ઼િલ્મ જોવા પણ જતા.ઓળખાણ ધીરેધીરે પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ,ખબર પણ ન રહી
એને મળવુ નશા જેવુ લાગવા લાગ્યુ.ખુબ મળતા જાતજાતની વાતો થતી,
એક ગજબનુ ખેંચાણ મને થતુ એવુ ન હતુ કે મારી તરફથી જ હતુ
સપનાની આંખમાં ય હુ અનુભવતો હતો.સમયની પાળ પરથી બસ લપસતા ગયા ,હળવે હળવે સરકતા જ ગયા
સપના ના પતિ વિશેષ વિદેશમાં
જ રહેતા હતા અને એક દિવસ સપનાએ મને સમાચાર આપ્યા એ મા બનવાની છે.
એ ખૂબ ખુશ થઈ ગઈ,હવે મારી આવનજાવન વધવા લાગી,એની સારસંભાળ હું લેવા લાગ્યો,અદ્મ્ય ખેંચાણે હું ખેંચાતો ગયો.પુરા સમયે દીકરો આવ્યો,
એના પતિએ ખુશ થઈ ને મોટી પાર્ટી રાખી,
શહેરનાં મોટા માથાઓ ની ઓળખાણ થઈ,
મારી રહનસહન પણ બદલાઈ ગઈ હતી,આ સમયે એણે મને આ સોનાની ચેઈન ને વીંટી આપ્યા,
આ વાત અમે ત્રણ જણ જાણતા અને સમજતા હતા,
હું તો દીકરા પાછળ પાગલ હતો,વારેવારે રમકડા અને બીજી ભેટ સોગાદ લઈ જતો,
હું રજાઓ એની સાથે જ વીતાવતો,મારા ખાતામાં એમણે એક તગડી રકમ જમા કરી ત્યારે મેં ઘણો વિરોધ કર્યો.પણ એ માન્યા જ નહિ.
એ પછી લગભગ ૧ વરસ બધુ બરાબર ચાલ્યુ,અને એક દિવસ હું ગયો ત્યારે બંગલે તાળુ હતુ .
મને થયુ કે કોઇને પુછુ, પણ એટલામાં એક દરવાન દોડતો આવ્યો,
એણે કહયુ,
એ બંગલો વેચીને એ લોકો વિદેશ જતા રહ્યા હતા,
હું સ્તબ્ધ થઈને ત્યાં જ બેસી ગયો,સરનામુ આપ્યા વિના મારો દીકરો લઈ એ ચાલ્યા ગયા હતા...
પોક મુકીને રડ્યો,પણ એ પડઘા જ રહ્યા...
આજે પણ સાહેબ હું મારી જાતને પૂછુ છુ,
"આ મારો પ્રેમ હતો ?"
કહેવાય છે હમેશા સ્ત્રીઓનુ શોષણ થાય છે,તો આ મારો પ્રશ્ન છે કે મારી સાથે થયુ તે શું યોગ્ય છે?
ગાડીની એકધારી ઝડપ હતી પણ આ જિદગીની એની ઝડપ ઘણી ફ઼ાસ્ટ હતી,ભીની આંખમાં ડોકાતો એક પ્રશ્ન મારી આંખ ભીજાવી ને હૈયુ હચમચાવી ગયો.ગાડી ઉભી રહી ને હું વિચારતો અટક્યો,
તન્દ્રામાં થી બહાર આવ્યો.એણે પુછેલા સવાલ નો અત્યારે મારી પાસે કોઈ જવાબ ન હતો.....
..મેં રૂપિયા આપવા હાથ પર્સમાં નાંખ્યો,
ભટીંડા આવી ગયુ હતુ,એણે નીતરતી આંખે હથેળી મારા હાથે દબાવી દિધી,એ હું ખાળી ન શક્યો,એણે કાર્ડ આપ્યુ ,
હું ઉતર્યો એક ભારે પ્રશ્ન સાથે પરબતસિંહ નાં... "શું આને પ્રેમ કહેવાય?
પૌરવી