Golusena ane Jadugar Kaliya in Gujarati Children Stories by Nishant books and stories PDF | ગોલુસેના અને જાદુગર કાલીયા

The Author
Featured Books
Categories
Share

ગોલુસેના અને જાદુગર કાલીયા

Nishant Thaker

nishantthaker7777@gmail.com

9426844624

ગોલુસેના અને જાદુગર કાલીયા

મંગલપુર નામનુ એક નાનકડુ પણ સુખી ગામ હતુ. ગામ પરાક્રમી ગોલુ અને તેના મિત્રોને કારણે વધારે સુખી હતુ, કારણકે મંગલપુરમાં કોઇ પણ મુશીબત આવે તો ગોલુ અને તેના મિત્રો હમેંશા બહાદુરીથી ગામને બચાવી લેતા હતા. પણ છેલ્લા એક વર્ષથી મંગલપુર બહુ દુઃખી થઇ ગયુ હતુ, કારણકે મંગલપુર માંથી નાના છોકરાઓ ગાયબ થઇ જતા હતા. વળી એક વર્ષથી ગોલુ અને તેના મિત્રો અભ્યાસ કરવા માટે ગુરુદેવ પાસે ગયા હતા. પણ આજે પાછુ આખુ ગામ શણગારેલુ હતુ, કારણકે ગોલુ અને તેના મિત્રો પાછા આજે મંગલપુરમાં આવાના હતા અને આખા મંગલપુર ને આશા હતી કે ગોલુ આપણને આ મુશીબતમાંથી જરુર બચાવશે.

ગોલુ અને તેના મિત્રો જેમાં એક ટીની છે જે બહુ હોશીયાર ને બુધ્ધિશાળી છે.બીજો પેહલવાન છે જે ટીની જેમ બુધ્ધિશાળી નોહતો પણ દર વર્ષે મંગલપુર માટે કુસ્તીનો એવોર્ડ લઇ આવતો હતો અને ત્રીજો હતો છોટુ, જે આ બધા કરતા ઉમરમાં થોડો નાનો હતો માટે બધા તેને છોટુ કેહતા હતા, તે થોડો બીકણ હતો માટે તે જ હમેશા ગોલુ સાથે રેહતો હતો. ગોલુ ના આ ત્રણેય મિત્રો ને મંગલપુરના લોકો ‘ગોલુસેના’ના નામે ઓળખતા હતા. ગોલુસેના મંગલપુરમાં પ્રેવેશયા ને સંરપચ સહિત આખા ગામે ગોલુસેનાનુ ઢોલ-નગારા વગાડી ભવ્ય સ્વાગત કર્યુ. મંદિર પાસેના મેદાન પર ગોલુસેના અને આખા ગામ માટે ભોજન રાખ્યુ હતુ. જમવામાં બત્રીશ પ્રકારની વેરાઇટી હતી. પેહલવાનતો સોથી પેહલા થાળી લઇને જમવા બેસી ગયો. જમણવાર પત્યા પછી ગોલુસેના પાસે સંરપંચ ને થોડાક વડિલો આવ્યા. સંરપચનો ચેહરો જોઇ ગોલુ તરત જ બોલ્યો.

“ કેમ સંરપંચજી તમે ઉદાસ લાગો છો”

સંરપંચ -“ આપણા મંગલપુર પર મુશીબત આવી છે.”

પહેલવાન - “ શુ થયુ ? “

સંરપંચે આખી વાત કહી,એક કાલીયા કરીને શૈતાન જાદુગર છે, જે નાના છોકરાને પકડીને ગુલામ બનાવે છે.

ગોલુ - “ આ જાદુગર ક્યાં મળ્શે “

સંરપંચ બોલ્યા– “ આપણા ગામ પછી જે ભયંકર જંગલ છે તે જંગલ પુરુ થાય પછી તેનો મહેલ છે, પણ ત્યાં સુધી કોઇ જઇ શકતુ નથી. મંગલપુરના ધણા લોકો તે જંગલમાં ગયા પણ હજી તે પાછા આવ્યા નથી.

ગોલુ બોલ્યો – “ અમે આજે રાત્રે જ જંગલમાં જઇશુ અને મંગલપુરના મારા બધા મિત્રોને બચાવી લઇશુ.”

પહેલવાન અને ટીની એકસાથે બોલ્યા ‘હા’. છોટુ થોડોક ડરતો હતો જાદુગરનુ નામ સાંભળીને પણ તે કાંઇ બોલ્યો નહિ. તે દિવસની રાત્રે મંગલપુરના લોકોએ ગોલુસેના ને વિદાય આપી ને ગોલુસેના જંગલ તરફ જવા નીકળી પડી.

જંગલએ કાંઇ સામાન્ય જંગલ જેવુ નોહતુ તે અત્યંત બિહામણુ ને ભયંકર જંગલ હતુ.વળી રાતના અંધકારમાં તે વધારે ભયંકર લાગતુ હતુ.આ ચારેય હાથમાં મશાલ રાખીને આગળ વધતા રેહતા હતા.ધણુ-બધુ ચાલ્યા પછી છોટુ બોલ્યો – “ હવે આપણે અહિંયા આરામ કરી લઇએ તો? “. ગોલુએ છોટુના ચેહરા તરફ જોયુ એ બહુ થાકી ગયો હતો. ગોલુ બોલ્યો – “ સારુ, આજે અહિંયા જ આરામ કરી લઇએ “

બીજીબાજુ જાદુગર કાલીયાએ પોતાના જાદુઇ અરીશામાં જોયુ કે ગોલુ અને તેના મિત્રો જંગલમાં આવ્યા છે.તેણે મનમાં વિચાર્યુ આ ચારેય છોકરા મને ખતમ કરવા આવે છે પણ તેની પેહલા જ હું તેને ખતમ કરી નાખીશ. હા હા હા હા હા હા હા……..

આ ચારેય જયારથી જંગલમાં પ્રવેશયા છે ત્યારથી એક વુધ્ધ વાંદરો ચોરી છુપીથી આ લોકોનો પીછો કરતો હતો અને અત્યારે તે ઝાડ પર બેઠો-બેઠો આ ચારેય ઉઠે તેની જ રાહ જોતો હતો. સવાર પડતા જ આ લોકો ઉઠ્યા ત્યાં જ કુદકો મારીને તેની સામે ઉભો રહી ગયો. અચાનક આ રીતે વાંદરો જોઇ બધા થોડા ડરી ગયા. આમ પણ આ કાંઇ જેવો તેવો વાંદર્રો નોહતો, તે વધારે પડ્તો કાળો ને માણસની ઉચાઇ કરતા પણ લાંબો હતો, તે પહેલવાન કરતા પણ ઉચો હતો. તે બધા વાંદરાનો મુખીયા હતો. હજી કોઇ કાંઇ બોલે તેની પેહલા જ તે બોલ્યો – “ મારુ નામ જામ્બુન છે, હું વાંદરાનો મુખીયા છુ, તમે કોઇ દિવ્સ જાદુગર સુધી નહિ પોહચી શકો “

પહેલવાન બોલ્યો – “કેમ?”

જામ્બુન – “ કારણકે તમને જાદુગર કાલીયા સુધી પોહચવાનો જ કોઇ ર્શોટ્કટ રસ્તો જ ખબર નથી અને આખા જંગલમાંથી મારા સિવાય કોઇ બીજાને ખબર પણ નથી. અને હુ તમારી મદદ તો જ કરીશ જો તમે મારી મદદ કરશો.

ગોલુ – “અમારે શુ કરવાનુ રેહશે?”

જામ્બુન – “ મારી પાછળ ચાલો “

જામ્બુન પોતાનુ મોટુ શરીર લઇને આગળ ચાલતો હતો ને આ ચારેય તેની પાછળ. થોડીક્વાર ચાલ્યા પછી એક ભેંકાર,જુની ગુફા જેવુ આવ્યુ. જામ્બુન ત્યાં ઉભો રહી ગયો.

જામ્બુન –“ મારી આખી વાનર સેના આ ગુફામાં કેદ છે. પણ આ કોઇ જેવી તેવી ગુફા નથી, આ ખાઉધરી ગુફા છે. જો તમે મારી સેના છોડાવી દેશો તો હુ તમને જાદુગર સુધી પોહચ્વાનો રસ્તો બતાવીશ. આટલુ બોલીને તે ગુફામાં ધુસી ગયો. છોટુ ખાઉધરી ગુફાનુ નામ સાંભળીને ડરી ગયો હતો.

છોટુ - “ અરે ગોલુભાઇ આપણે નથી જવુ. પણ કોઇએ તેનુ સાંભ્યુ નહિ ને જામ્બુની પાછળ ચાલવા લાગ્યા .ધીમે-ધીમે પાછુ અંધારુ થવા લાગ્યુ. આ લોકોએ પોતાની પાછી મશાલ ચાલુ કરી દિધી. થોડુક ચાલ્યા ત્યા તો મોટા અવાજે ગુફા બોલિ “ શુ કરવા માટે અહિયા આવ્યા છો? “ ગુફાને બોલતા જોઇ છોટુ,ગોલુ પાછળ સંતાઇ ગયો. ગોલુને પણ થોડુ આર્શ્નય થયુ કારણ કે તેને કોઇ દિવસ ગુફાને બોલતા જોઇ નોહતી.

જામ્બુન –“ હું મારી વાનરસેના ને છોડાવા માટે આવ્યો છુ”

ગુફા ફરીથી મોટા અવાજે બોલી –“ તારી સેનાને હુ એક જ શરતે છોડીશ. તારે મારી એક પહેલીનો (ઉખાણુ) જવાબ આપવો પડ્શે. અને જો જવાબ ખોટો પડ્શે તો હું તમને બધાને ખાઇ જઇશ. મંજુર ? “

જામ્બુને ગોલુ સામે જોયુને ગોલુએ થોડુક વિચારીને કહ્યુ મંજુર.

ગુફા- “ તો સાંભળો મારી પહેલી “એક નગરમાં ઘણા ચોર,

તે ચોરોનાં મોં કાળા.

પૂંછ પકડી ઘસો તો,

ઝટ થાઈ અજવાળાં”

પહેલી સાંભળીને પહેલવાનને તો કાંઇ ખબર જ ના પડી પણ આ બધા કરતા ટીની સોથી વધારે હોશીયાર હતી. તે તરત જ બોલી મને જવાબ ખબર છે,જવાબ છે “ દિવાશળી”

થોડીકવાર સુધી કાંઇ અવાજ ના આવ્યો. બધા ગુફાના જવાબની રાહ જોતા હતા. ત્યાં પથ્થર તુટતા હોઇ એવો અવાજ આવ્યો ને સામેથી હજારો વાંદરા કુદતા-કુદતા આવતા હતા.ટીનીનો જવાબ સાચો હતો માટે જ ગુફાએ વાંદરાને છોડી મુક્યા હતા. જામ્બુનના ચેહરા પર ખુશી આવી ગઇ.

જામ્બુન ગોલુ સામે જોઇને બોલ્યો – “જાદુગર કાલીયા સુધી પોહચવુ બહુ અધરુ છે પણ તેનો સોથી સહેલો રસ્તો હું તમને બતાવુ. ગુફા પુરી થશે પછી એક નદી આવશે, નદી જે દિશામાં વેહતી હશે તે દિશામાં આગળ ચાલજો, ઉડતા પર્વત ને મોટા ને લાંબા ખેતર પછી જાદુગર કાલીયાનો મહેલ આવ્શે. ગોલુસેના જામ્બુને ભેટીને છુટ્ટી પડી. ધણુ બધુ ચાલ્યા પછી ગુફા પુરી થઇ. આ ચારેયએ થોડે દુર એક નદી જોઇ. નદી કાંઇ વધારે પોહળી કે ઉડી નોહતી . પહેલવાને જેવો પગ નદીમાં મુક્યો ત્યાં એક સોનેરી માછ્લી આવીને બોલિ – “ આ નદીને ઓળગશો(ક્રોશ) ના કરો”

પહેલ્વાન -“ કેમ? “

માછલી _ “ આ નદી શ્રાપિત છે, જો તમે આ નદીને ક્રોશ કરશો તો પછી તમે કોઇ દિવસ આ જંગલમાંથી બહાર નીકળી નહી શકો આટલુ બોલીને માછલી તરત જ ચાલી ગઇ. માછલીની વાત સાંભળીને ગોલુને સમજાઇ ગયુ કે આ જાદુગર કાલીયાની જ ચાલ છે.ગોલુ નદી ક્રોશ કરીને બીજી બાજુ જતો રહયો ને તેની પાછળ પહેલવાન અને ટીની પણ જતા રહયા. પણ છોટુ મછલીની વાત સાંભળી ને બહુ ડરી ગયો હતો માટે તે હજી બીજી બાજુ ઉભો હતો.

ટીની – “અરે છોટુ ચાલ.”

છોટુ – “ મારે આખી જીદગી આ ભંયકર જંગલમાં નથી કાઢવી.”

ગોલુ – “ અરે આ જાદુગરની જ ચાલ છે, આપણને ડરાવવા માટે”

છોટુ – “ ના, તમે લોકો જાવ.હું અહિયા જ તમારી રાહ જોઇશ.”

બધાએ છોટુને બહુ સમજાવ્યો પણ તે બહુ ડરી ગયો હતો.તેને તો જંગલમાં પણ આવાની પણ ઇચ્છા નોહતી પણ ગોલુ જતો હતો માટે તે પણ આવ્યો હતો.ગોલુને ખબર પડી ગઇ હતી કે છોટુ ને હવે સમજાવીને કાંઇ ફાયદો નથી. ગોલુને ઇચ્છાતો નોહતી કે છોટુ ને એકલા મુકવાની પણ અત્યારે કોઇ બીજો રસ્તો નોહતો. એક બાજુ છોટુ હતો ને બીજી બાજુ મંગલપુરના લોકો. છોટુને કિનારે બેસાડી આ ૩ લોકોએ પોતાની સફર આગળ વધારી.

ગોલુસેનાએ ઉડ્તા પહાડો, ઉંધા ઝાડ્વાઓવાળા ખેતરો પસાર કર્યો.વળી આમ પણ રાત થવા લાગી અને આ ત્રયેણ પણ થાકી ગયા હતા માટે એક જગ્યાએ આરામ કરવા રોકાઇ ગયા. આમ પણ હવે વધારે અંતર બાકી નોહતુ રહયુ. જાદુગર કાલિયાનો મહેલ પણ ત્યાંથી દેખાતો હતો. સવારના ઉઠીને ગોલુને જાદુગર કાલિયાનો મેહલ જોઇ ને વિચાર્યુ આ જાદુગરનો આજે છેલ્લો દિવસ હશે, અને મારા ગામના લોકોને છોડાવીશ. તે લોકો થોડુક ચાલ્યા ત્યાં વિચિત્ર પ્રકારના ખેતર ચાલુ થયા.કાળા રંગના ઝાડ હતા ને તેમાં કાંળા રંગના ફુટ પણ હતા.પહેલવાને એક કાળા કલરનુ ફુર્ટ તોડીને ખાધુ.

પહેલ્વાન – “ અરે આ તો ચોક્લેટ છે.અને આ બધા તો ચોકલેટ ના ખેતર છે “

ગોલુ આ સાંભળીને તરત જ પાછળ જોઇને કીધુ કાંઇ ખાતો નહી આ જાદુગરની ચાલ છે”. પણ પહેલવાને તો પેહલેથી ફુટ ખાઈ લીધુ હતુ. તેને ધીમે-ધીમે ચક્કર આવવા લાગ્યા અને તે ગાયબ થઇ ગયો. આ જોઇ ગોલુને ટીની એકસાથે બોલ્યા ‘પહેલ્વાન ,પહેલ્વાન ક્યા છો “

ત્યાં આકાશમાંથી અવાજ આવ્યો “ હા હા હા હા “ એ અવાજ બીજા કોઇનો નહી પણ જાદુગર કાલીયાનો હતો.

જાદુગર કાલીયા – “ હવે તે મારા કબજામાં છે. તમે બને પણ ચાલ્યા જાવ નહિતર તમને બને ને પણ હું આવી રીતે ગુલામ બનાવી દઇશ.”

ગોલુ એક્દમ ગુસ્સે થઇને બોલ્યો – “કાલિયા આજે તારી જીદગીનો છેલ્લો દિવસ છે. “ પછી તે જાદુગર કાલીયા ના મહેલ તરફ દોડવા લાગ્યો અને ટીની તેની પાછળ દોડવા લાગી. ચોક્લેટના ખેતરો, હાથી જેવડી મોટી દ્દાક્ષના વેલાઓ, પથ્થરના બનેલા પશુ-પક્ષીઓ, રમકડાના બનેલા ઝાડવાનાઓ પસાર કરીને જાદુગરના મહેલ પાસે પોહચયા. એક રમકડાં ના ઝાડ પાસે છુપાઇને તેઓ મહેલ જોવા લાગ્યા.

જાદુગર કાલીયાનો મહેલ બહુ વિચિત્ર હતો.મહેલમાં બધી જગ્યાએ મોટા-મોટા દરવાજા જ હતા. બધા દરવાજે કોઇને કોઇ પ્રાણી ચોકી કરતુ હતુ.એક દરવાજે સિહં ચોકી કરતુ હતુ તો બીજા દરવાજે અજગર.જાદુગર કાલીયાએ પોતાના જાદુથી બધાને ગુલામ બનાવિ દિધા હતા.આવુ જોઇ ટીની થોડી ડરી ગઇ, આમ તો તે ધણી હિમમતવાળી હતી પણ આવુ કોઇ દિવસ તેણે જોયુ નોહતુ

ટીની – “આપણે જાદુગરને કેવી રીતે ખતમ કરીશુ “

ગોલુ – “દરેક જાદુગરની તાકાત તેની છ્ડીમાં હોય છે.”

ટીની – “ પણ આટલા બધા દરવાજામાં આપણે તેની છડી કેવી રીતે શોધીશુ.?”

ગોલુ – “ધ્યાનથી જો ટીની. આ બધા દરવાજામાંથી એક સોથી જુનો દરવાજો છે.તેની ચોકી પણ કોઇ નથી કરતુ.

ટીની – “ હ, તો ?”

ગોલુ – “ એજ દરવાજામાં જ જાદુગર રેહતો હશે.પણ આપણે રાહ જોઇશુ રાત પડવાની અને તેના રુમમાં જઇ તેની છ્ડી તોડી નાખીશુ.”

ગોલુને ટીની રમકડાના ઝાડ પાછળ રાત પડ્વાની રાહ જોતા હતા.મહેલમાં બધી લાઇટ બંધ થઇ ગઇ, માત્ર પેલા જુના દરવાજાની જ લાઈટ બંધ ના થઇ.બધા પ્રાણી ધીમે-ધીમે સુઇ ગયા. ગોલુ ને ટીની અવાજ ના થાઇ તે રીતે તે દરવાજા તરફ ચાલવા લાગ્યા.ગોલુએ ધીમેથી દરવાજો ખોલીને જોયુ કે જાદુગર સુતો હતો ને છ્ડી બાજુના ટેબલ પર પડેલી હતી. આ બને ધીમે –ધીમે છ્ડી પાસે પોહચવા લાગ્યા.જાદુગરના મોટે મોટેથી નશકોરો બોલાવતો હતો.ગોલુએ છ્ડી ઉપાડી ધીમેથી ઉપાડીને તોડી નાખી.ત્યાં અચાનાક જાદુગર ઉભો થયો ને જોર-જોરથી હસવા લાગ્યો હા..હા…હા..હા.હા. ગોલુને ટીનીને કાંઇ સમજાતુ નોહતુ કે આ શુ કામ હસે છે?

જાદુગર કાલીયા “ ગોલુ તને શુ લાગે છે કે તુ જ એક હોશીયાર છે? તે જે છડી તોડી નાખી તે ખોટી હતી હા…હા..હા.. “

પછી જોરથી બરડો પાડીને બોલ્યોઃ – “ટુચકા હાજર થા “

આટલુ જ બોલતા એક ઠીંગુજી માણસ પ્રગટ થયો.

જાદુગર કાલીયા -“ આ બનેને કેદ કરી દે અને બધાને ગુલામને એક રુમમાં ભેગા કર. બધાની વચ્ચે હું આ બનેને મારીશ.બધા ગુલામને ખબર પડવી જોઇ કે જાદુગર કાલીયા ના મહેલમાં આવાની બીજા કોઇ હવે હિમ્મત ના કરે”

એક મોટા હોલમાં બધા કેદીને લઇ આવ્યા.બધા ગુલામના હાથ દોરીથી બાંધેલા હતા.પહેલવાન પણ હાથ બાધીને ઉભો હતો.હોલમાં ટુચકાને તેની પાછળ ગોલુને ટીની ને કેદ કરીને લાવામાં આવ્યા.ગોલુને જોઇ મંગલપુરના લોકો બોલાવા લાગ્યા ગોલુ,ગોલુ,ગોલુ,ગોલુ,ગોલુ…. જાદુગર ગોલુનુ આવી રીતે નામ સાંભળીને ચીડાઇ ગયો શશશશશશશ…. બધા કરતા હુ મહાન છુ.હવે તમે બધા મારી પુજા કરશો. આ ગોલુ તમારો બહુ મોટો હિરો છે ને તેને તમારી નજરની સામે જ મારી નાખીશ.જાદુગરે પોતાની છ્ડી નીકાળીને ગોલુના ગળા પર મુકી. હજી જાદુગર કાંઇ આગળ બોલે તેની પેહલા હોલનો દરવાજો તુટી ગયોને ર્હુપ-ર્હુપ કરતા વાંદરાઓ હાથમાં પથ્થર,માશાલો અને ઝાડના ઠુંઠા લઇને હોલમાં ધુસી ગયા.

જાદુગર કાલીયા – “કોણ છો તમે ? “

ત્યાં વાંદરાના મુખીયા જામ્બુનના ખભા પર છોટુ બેઠો હતો અને તે હોલમાં આવ્યો. મારુ નામ છોટુ છે અને હું ગોલુભાઇને બચાવવા માટે આવ્યો છુ.”

ગોલુ – “ છોટુ ??!!!“

છોટુ – “ હા, ગોલુભાઇ, હવે હું કોઇનાથી ડરતો નથી. “ ગોલુના ચેહરા પર સ્માઇલ આવી ગઇ. જામ્બુન જોરથી બોલ્યો આ……ક……મ…….ણ…..

બધા વાંદરાઓ હાથમાં રહેલા પથ્થર ને ઝાડ્ના ઠુઠા જાદુગર કાલીયા પર ફેકવા લાગ્યા. આ જોઇ ટુચકો ભાગી ગયો, એક પથ્થર જાદુગરના હાથમાં લાગ્યોને તેના હાથમાંથી છડી પડી ગઇ. આ જોઇ ટીની બોલી – “ છોટુ ઝડપથી આ છડી લઇ લે “ જામ્બુને એક હનુમાન કુદકો લગાવી તરત જ છ્ડી પાસે પોહ્ચી ગયો અને છોટુએ છ્ડી લઇ લીધી.

ગોલુએ જાદુગરની સામે જોઇને બોલ્યો –“ અબ, તેરા ક્યા હોગા કાલીયા…”

છોટુએ છ્ડીના કટકા કરી નાખ્યા.જેવી છડીના કટ્કા થયા બધા ગુલામના હાથ છુટ્ટી ગયા.જાદુગર અચાનક વુધ્દ્દ થઇ ગયો ને હવામાં ઓગળી ગયો.બધા મંગલપુરના લોકો એયયયય અવાજ કરતા નાચવા લાગ્યા.જાદુગર નાશ થતા જ તેની માયાવી વસ્તુ નાશ થવા લાગી. બધા ચોકી કરતા પ્રાણી જંગલ તરફ જવા લાગ્યા અને જંગલ પાછુ નોર્મલ થઇ ગયુ

ગોલુસેના,બધા મંગલપુરના લોકોને છોડાવી મંગલપુરમાં પ્રેવેશી .તેનુ ઢોલ –નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યુ. આખા ગામેને આ ચારેય મિત્રોએ પોતાની જાદુઇ સફરની વાત કરી. ઉડ્તા પહાડૉ,બોલતી ગુફા,રમકડાના ઝાડ્વા,ચોકલેટના ખેતર,સોનેરી માછ્લીની વાત કરી. હિમ્મ્તથી મુશીબતનો સામનો કરો તો કોઇ પન મુશીબત રેહતી નથી અને સાચા મિત્રોનો સાથ કોઇ દિવસ છોડવો ના જોઇએ તે બધી વાત છોટુએ કરી.હવે મંગલપુર પાસે અકે નહી બે હિરો છે. ગોલુ ને છોટુ. માટે મંગલપુર પાછુ સુખી થઇ ગયુ અને હવે તે કોઇ પણ મુશીબતનો સામનો કરવા તૈયાર છે.

“ ખાધુ પીધુ ને રાજ કર્યુ”