Nagar - 7 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નગર - 7

નગર-૭

( શંકર શુક્લા....વિભૂતી નગરના શિવ મંદિરના પુજારી હતાં. ઇશાનને પ્લેનમાં અચાનક તેમનો ભેટો થઇ જાય છે. એલીઝાબેથના વિચારોમાં અટવાતો ઇશાન આ શંકર શુક્લાને મળીને વધુ મુંઝવણમાં મુકાય છે....હવે આગળ વાંચો...)

“ તમે તો અંતરયામી છો, તમેજ જણાવી દો ને કે હું શું વિચારુ છું...?” ઇશાનથી વ્યંગમાં બોલાઇ ગયું. તેને હવે આ વ્યક્તિ પ્રત્યે અચાનક અણગમો થવા લાગ્યો હતો. પહેલી મુલાકાતમાં આટલું નજદીક આવવાની કોઇ કોશિષ કરે એ તેને પસંદ આવ્યું નહી.

“ મને લાગે છે કે હવે તારે એક નીંદર કરી લેવી જોઇએ....” અચાનક વાત સમેટી લેતા હોય એવા ભાવ સાથે શંકર મહારાજ બોલ્યા.

“ અરે નહી....મારો કહેવાનો મતલબ તમે સમજ્યા નથી...! ”

“ યંગબોય....તારા કરતા વધુ દુનિયા મેં જોઇ છે. હું સમજી શકુ છું કે તું અત્યારે બીજી બાબતોમાં ઉલઝેલો છે. હું તો ફક્ત તને એ ઉલઝનો માંથી બહાર નીકળવોનો રસ્તો ચીંધવા માંગતો હતો....પણ ખેર, બીજી કોઇ વખત વાત. ” તેમણે હળવો શ્વાસ છોડતાં કહયું. “ નગરમાં આપણો ભેટો થશે જ.....એની વે....તું કેટલું રોકાવાનો છો.....?”

“ હજુ કંઇ નક્કી નથી કર્યુ....! પહેલા હું પહોંચુ તો ખરો...! પછી દાદા કહેશે તેમ કરીશ...”

“ ઓહ....પણ સંભાળીને રહેજે...” શંકર મહારાજ બોલ્યા. તેમનાંથી બોલાઇ ગયું. ઇશાન ચોંક્યો.

“ મતલબ....? ”

“ મતલબ કંઇ નથી. તારે મારી જરૂર પડશે. ખરેખર તો એમ કહેવું જોઇએ કે મારે તારી મદદની જરૂર પડશે....પરંતુ, ખેર....છોડ એ બધી વાતો. તું અત્યારે અપસેટ છો. તને હમણાં એ નહી સમજાય. આપણે વિભૂતી નગરમાં મળીશું ત્યારે નિરાંતે ચર્ચા કરીશું. તું ઘડીક સૂઇ જઇશ તો તારુ મન શાંત થશે....” કહીને શંકર મહારાજે વિમાનની બારી તરફ પડખું ફેરવ્યું. તેમની ચર્ચાનો ત્યાંજ અંત આવ્યો. ઇશાને પણ પછી વાત આગળ વધારવાનું મુનાસીબ માન્યું નહી. શંકર મહારાજ તેને થોડા વિચિત્ર અને ભેજાગેપ લાગતાં હતા. જો કે તેનાં મનમાં તેમની વાતોથી સવાલોનો ખડકલો જામ્યો હતો પરંતુ અત્યારે તે ખુદ બીજી બાબતમાં મુંઝાયેલો હતો એટલે તેણે પણ વધુ ખોતરવાનું માંડી વાળ્યુ.

“ કમાલ છે આદમી....કમાલ અને વિચિત્ર....” મનમાં જ બબડતા તેણે પોતાની આંખો બંધ કરી. વિમાન તેની ઉંચાઇ પકડી ચૂક્યુ હતું. સામાન્યતઃ બિઝનેસ કલાસમાં મુસાફરી કરનારા પેસેન્જરો ઉચ્ચ વર્ગના માણસો હતા.....જેમને આ રીતની મુસાફરી પરવડતી હોય. આ લોકોમાં વ્યવસ્થિત રહેવાની, વ્યવસ્થિત દેખાવાની એક સલૂકાઇ આપોઆપ આવી જતી હોય છે. તેઓ સદાય શાંત અને ધીર-ગંભીર મહોરું પહેરીને ફરતા હોય છે. અત્યારે પણ એવો જ માહોલ બિઝનેસ કલાસમાં જામ્યો હતો. ઇશાનની સાથે આ કલાસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના પેસેન્જરો જેન્ટ્સ હતા અને તેઓ ગજબની શાંતી ધારણ કરી પોત-પોતાનામાં વ્યસ્ત હતા. જે થોડોઘણો સળવળાટ થતો હતો એ બે-ત્રણ ફેમીલી સાથે મુસાફરી કરી રહેલા પેસેન્જરોનો હતો.

ન ચાહવા છતા ઇશાનની આંખો ઘેરાઇ હતી. તે કયારે ગાઢ નિંદ્રામાં સરકી ગયો એનો ખ્યાલ તેને પણ આવ્યો નહોતો. ઉંધમાં તેને સ્વપ્નું આવવાનું શરું થયું હતું....તેનાં સ્વપ્નમાં એલીઝાબેથ દેખાતી હતી. તે હવામાં ઉડી રહી હતી....એકદમ પાતળા પારદર્શક વસ્ત્રો પહેરીને સફેદ ઝગ વાદળો વચ્ચે ઉડતી તે કોઇ આસમાની પરી જેવી દેખાતી હતી. તેનાં ચહેરા ઉપર ગજબનું સંમોહક હાસ્ય પથરાયેલું હતુ. ઇશાને તેને સ્પર્શવા પોતાનો હાથ લંબાવ્યો...

**********************

એલીઝાબેથ ઉંચી હતી....ઉંચી અને પાતળી. ઇશાને પ્રથમ વખત તેને જોઇ....અને પછી જોતો જ રહી ગયો હતો. ઓસ્ટ્રેલીયા આવ્યા પછી તે ઘણી ઓસ્ટ્રેલીયન યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો. તેના ફ્રેન્ડ સર્કલમાં પણ ઘણીબધી ખુબસુરત મિત્રો હતી. અરે, એક-બે યુવતીઓ સાથેતો તેણે ગહેરા સંબંધો પણ બાંધ્યા હતા અને તેમની સાથે તેણે ઘણો રંગીન સમય પણ વિતાવ્યો હતો...પરંતુ કોણ જાણે કેમ, એલીઝાબેથને જોતા તેને કંઇક અલગ અનુભુતી થઇ હતી. પહેલી નજરમાં જ તે તેના આકર્ષણમાં ગીરફ્ત થઇ ગયો હતો. કદાચ એ સમયેજ તે એલીઝાબેથનાં પ્રેમમાં પડી ચુક્યો હતો.

ઇશાન પાસે પોતાની બી.એમ.ડબલ્યુ. કાર હતી. એ કાર લઇને તે યુનીવર્સીટીમાં સ્ટડી કરવા જતો. તે દિવસે સવારે તે યુનીવર્સીટી કેમ્પસમાં દાખલ થયો અને કારને તેણે પાર્કિંગ એરિયામાં પાર્ક કરી. યુનીવર્સીટી ભવન ઘણુ વિશાળ અને ભવ્ય હતું.

ભવન જેટલુ વિશાળ હતું તેનાથી પણ વિશાળ તેનું કેમ્પસ હતું. ચો-તરફ ગ્રીનરીથી મઢેલા એ કેમ્પસની ખુબસુરતી આંખે ઉડીને વળગતી હતી. રોજના ક્રમ મુજબ ઇશાનના મિત્રો એ ગ્રીનરીથી છવાયેલા કેમ્પસની લોન ઉપર એકઠાં થયા હતાં અને ઇશાનની રાહ જોઇ રહયા હતાં. લેકચર્સ શરૂ થવાને હજુ થોડો સમય હતો એટલે બધા મિત્રો અહી એકઠા થઇને ધીંગા-મસ્તી કરી રહયા હતા. ઇશાનના ગૃપમાં ચાર છોકરીઓ માર્ગારીટા, જેમીમાં, રીટા અને લકી તેમજ બે છોકરાઓ ટોમ અને વીકી હતા. માર્ગારીટા અને જેમીમાં ઓસ્ટ્રેલીયન મુળની યુવતીઓ હતી. જ્યારે રીટા ઇન્ડીયન અને લકી બાંગ્લાદેશથી અહી સ્ટડી માટે આવી હતી. ટોમ ન્યૂઝીલેન્ડથી આવતો હતો અને વીકી ઇન્ડીયાના જાલંધરથી. આ ઇશાનનું પરમેનેન્ટ ગ્રૃપ હતુ. તેમાં કયારેક કોઇ ઉમેરાતું પણ ખરુ અને બાદબાકી પણ થતી.

ઇશાને તેની કાર પાર્ક કરી અને બહાર નીકળ્યો. વિશાળ પાર્કિંગ પ્લોટમાં અત્યારે ઘણી કારો ઉપરાંત બાઇક્સ અને સાયકલો વ્યવસ્થિત રીતે પાર્ક કરેલી હતી, તે કારમાંથી બહાર નીકળ્યો બરાબર એજ સમયે એક એકદમ રેડ કલરની ચમચમાતી કાર બરોબર તેની બાજુમાં આવીને પાર્ક થઇ. ઇશાનને તે કારનો કલર ગમ્યો....એકદમ ચેરી રેડ કલર....આછા તડકામાં આંખે ઉડી વળગતો હતો. “વન્ડરફુલ” તેનાથી બોલાઇ ગયું. એ દરમ્યાન એક યુવતી તે કારની ડ્રાઇવિંગ સીટ તરફથી દરવાજો ખોલી બહાર નીકળી.......ઇશાન અને તે યુવતી વચ્ચે એ યુવતીની ચેરી રેડ કલરની ચમચમાતી કાર આવતી હતી એટલે જ્યારે યુવતી કારમાંથી ઉતરી ત્યારે ઇશાનને સૌ પ્રથમ તેના ભુખરા વાળ દેખાયા હતાં. કારનો દરવાજો લોક કરવા યુવતી ઇશાનની દિશામાં ફરી એ સાથેજ ઇશાન સ્તબ્ધ બની ગયો. “ વોટ અ બ્યૂટીફુલ ગર્લ....” તેના મોંમાંથી શબ્દો સર્યા અને પછી ફાટી આંખે તે એ યુવતીને નીરખી રહયો. આવુ તેની સાથે ઘણી વખત બન્યુ હતું. જ્યાં કોઇ રૂપાળી યુવતી તેની નજરે ચડે એ સાથે જ તે તેની પાછળ દોડયે જતો. તેની ફ્લર્ટીંગ ફીતરતમાં આ વણાઇ ગયુ હતું, પરંતુ અત્યારે તેને કંઇક અલગ જ સંવેદન થયું હતું. તેના દિલમાં અચાનક જ ખળભળાટ મચ્યો હતો. તેની નજરો એ યુવતીના ચહેરા ઉપરથી હટવાનું નામ લેતી નહોતી.

તે યુવતીને અચાનક કોઇકનો ફોન આવ્યો એટલે તે ત્યાંજ ઉભી રહીને ફોન ઉપર વાતે વળગી હતી. ઇશાન એકીટસે એ દિશામાં તાકી રહયો. યુવતીનાં વાળ એકદમ ભુખરા હતા. પાકેલા ઘઉંના લહેરાતા ખેતરોમાં જે રંગ છવાયેલો હોય એવા ભૂખરા રંગના...લગભગ ખભાથી થોડે નીચે સુધી આવતા વાળને તેણે વચ્ચેથી પાંથી પાડીને બે ભાગમાં વહેંચ્યા હતા. બંને તરફ ભાગ પાડેલાં વાળનાં જથ્થાને તેણે બ્લેક એન્ડ વાઇટ કલરની રીબીન જેવા કપડાથી સલૂકાઇથી બાંધ્યા હતા જેનાં કારણે તે કોઇ નાની કીશોરી જેવી દેખાતી હતી. સામાન્યતહઃ નાની બાળકીઓને તેની મમ્મી આવી રીતે વાળ ઓળી દેતી હોય છે. એવોજ કંઇક નજારો ઇશાન અત્યારે જોઇ રહયો હતો. તે યુવતીનાં વાળના નીચેના છેડા એકદમ વાંકડીયા હતાં. જમણી તરફના કપાળે વાળની એક મોટી લટ ફેલાયેલી હતી જે તેના લાલાશ પડતા ગોરા ગાલને ઢાંકતી હતી. તેનો ચહેરો ગોળ હતો. ગોળ અને લીસ્સો....જાણે જયપુરની ખાણોમાંથી નીકળેલા ગુલાબી સંગેમરમરનાં પથ્થરમાંથી તરાશાયો હોય એવો લીસ્સો. ચહેરાની ભૂખરી-ગોરી ચામડી ઉપર દુધમાં ભળેલા કેસર જેવી લાલાશ છવાયેલી હતી. સામાન્ય રીતે ગોરી યુવતીઓની ચામડી ફીક્કી હોય છે, પરંતુ આ યુવતીની ચામડીમાં ગજબની કુમાશ ફેલાયેલી હતી. સુરેખ ભ્રમરો અને ભ્રમરોની નીચે ઝબકતી આંખો...તેની આંખો એકદમ પારદર્શક હતી. ઝરણાના ખળખળ વહેતા પાણી જેટલી પારદર્શક. ઇશાનને આટલે દુરથી પણ તે આંખોમાં ડુબી જવાનું મન થયું. આંખો ઉપર ઢળતાં પોપચા પર તેણે પીંક આઇશેડો લગાવ્યો હતો અને નીચેની પાંપણો ઉપર બ્લેક આઇ લાઇનર લગાવી હતી...જેનાંથી તેની પારદર્શક આંખો જાણે ગોરંભાયેલા કાળા વાદળો વચ્ચે દેખાતા બ્લૂઇશ આસમાન જેવી લાગતી હતી. નાક સીધુ અને સુરેખ હતુ, ચહેરાને રમ્ય બનાવે તેવું.. હોઠ થોડા પાતળા જેને આછી લીપસ્ટીકથી તેણે રંગ્યા હતા .તેણે યલો કલરનું કોલરવાળું રુંવાટી મઢ્યું ટી-શર્ટ પહેર્યુ હતું. એ ટી-શર્ટની બાંયવાળીને હાથ ઉપર અડધે સુધી તેણે ઉંચી ચડાવી હતી. ઇશાન અહીથીં આટલુજ જોઇ શકતો હતો કારણકે વચ્ચે તેની કાર નડતી હતી. તે ખાસ્સી ઉંચી હતી એ ઇશાન જોઇ શકતો હતો.

ફોન ઉપર વાતો કરતા-કરતાંજ તે ઇશાનથી વિરુદ્ધ દિશામાં ચાલી. કદાચ તે અંદર જવા માંગતી હશે...તે કારની આડાશેથી બહાર નીકળી પછી જ ઇશાને તેને સંપૂર્ણ રીતે જોઇ હતી. ઇશાન જેમ-જેમ તેને નિરખતો જતો હતો તેમ-તેમ તે આશ્ચર્યચકિત બનતો જતો હતો. નજાકતથી ચાલતી તે યુવતી યુનિવર્સીટીના બિલ્ડંગ તરફ જઇ રહી હતી. તેણે ઘણી ઉંચા કહી શકાય એવા હાઇ-હિલના સેન્ડલ પહેર્યા હતો. જેનાંથી તે હતી તેનાં કરતા પણ બે ઇંચ વધુ ઉંચી લાગતી હતી. હાઇ-હિલના સેન્ડલના કારણે ફરજીયાત પણે તેણે ટટ્ટાર ચાલવું પડતું હતું. તેથી તેની ચાલમાં ગજબની લયકારી ભળી હતી. તેના થોડા ભરાવદાર કહી શકાય એવા નિતંબો વ્યવસ્થિત એક રીધમમાં હરકત કરતાં હતાં જેથીં એક અવર્ણનીય દ્રશ્ય સર્જાતુ હતું. તેના પગ સાથળ સુધી ખુલ્લા હતા. તેણે એકદમ ટૂંકો કહેવાય એવો ડેનિમનો શોર્ટસ્ પહેર્યો હતો. યલો ટી-શર્ટ ઉપર બ્લ્યુ ડેનિમ કલર ગજબનું સંયોજન રચતું હતુ. બાંયની જેમ તેણે ટી-શર્ટનો નીચેનો ભાગ પણ વાળી દીધો હતો જેમાંથી તેનું સપાટ સંગેમરમર જેવું લીસ્સુ પેટ ઉજાગર થતું હતું.

ઇશાનને સમજ નહોતી પડતી હતી કે તે શું કરે..? તે એ યુવતી ઉપરથી નજર હટાવવા અસમર્થ બન્યો હતો. તેને એ યુવતીને ઉભી રાખવાનું મન થયું. તેની ઓળખાણ કરવાનું મન થતુ હતું....તેણે કહેવું હતું કે તે પહેલી નજરમાંજ તેના પ્રેમમાં પડી ચુકયો છે....પરંતુ એવું કંઇ તેનાથી થયુ નહી. તે બસ...સ્તબ્ધ બનીને તેને જતા જોઇ રહયો. તે યુવતી યુનિવર્સીટી બિલ્ડિંગમાં અલોપ થઇ ત્યારે અચાનક તેનું ધ્યાન ટૂટયુ હતું અને પછી તે એ તરફ દોડયો હતો. તેણે એ યુવતી સાથે ઓળખાણ કરવાનું મન બનાવી લીધુ હતું.

***********************

વિભૂતી નગરમાં સોપો પડી ગયો હતો. બ્રુનો વાળી ઘટના અને ત્યારબાદ ““ જલપરી ”” સાથે ઘટેલા હાદસાએ એકે-એક નગરવાસીઓને હચમચાવી નાંખ્યા હતા. ઇન્સ.જયસીંહ રાઠોડ ધમધમાટી બોલાવતો સમુદ્ર કિનારે બનેલી જેટ્ટી ઉપર દોડી આવ્યો હતો.

************************

એ યુવતીનું કયાંય કોઇ નામોનિશાન નહોતું. ઇશાન લગભગ આખી યુનીવર્સીટીમાં ફરી વળ્યો હશે પરંતુ એ યુવતી તેને દેખાઇ નહી. અચાનક કયાં ગાયબ થઇ ગઇ હશે....!! તેણે વિચાર્યુ અને બિલ્ડિંગની બહાર નીકળ્યો. લોનમાં તેની રાહ જોઇને બેઠેલા તેના મિત્રો તરફ ચાલ્યો....તેના આશ્ચર્ય વચ્ચે તેણે એ યુવતીને લોનમાં પોતાના મિત્રોની સાથે ઉભેલી જોઇ. હરીયાળી લોન વચ્ચે તેણે પહેરેલું યલો કલરનું શર્ટ દુરથી તેની નજરે ચડયું. પણ તે અહી કયાંથી....? ઇશાનના જહેનમાં સવાલ ઉઠયો.

“ હાય ઇશાન....” લકી ટહુકી.

“ હાય....” દુરથીજ ઇશાને હાથ ઉંચો કર્યો અને પછી ઝડપથી પગલા ભર્યા. તેનું હ્રદય આજે પહેલી વખત આટલું જોરથી ધડકી રહયું હતું. કોઇ છોકરી માટે કયારેય તે આટલો વ્યાકુળ બન્યો નહોતો. લકીએ ઇશાનને બોલાવ્યો એટલે બધા મિત્રો પાછળ ફરીને તેની તરફ જોવા લાગ્યા હતા...! પેલી યુવતી પણ ફરી હતી અને તેની નજર ઇશાન ઉપર મંડાઇ હતી. એ દરમ્યાન ઇશાન ત્યાં પહોંચ્યો. તે સાવ નફ્ફટની જેમ પેલી યુવતીનેજ જોઇ રહયો હતો.

“ હાય....” કોઇ જ ફોર્માલીટી જતાવ્યા વગર ઇશાને પોતાનો હાથ એ યુવતીની દિશામાં લંબાવ્યો. “ માય નેમ ઇઝ ઇશાન...ઇશાન તપસ્વી...”

“ હેલ્લો ઇશાન ” યુવતીએ ભવા સંકોચતા ઇશાનનાં હાથમાં પોતાનો હાથ મુકયો. તેની હથેળીમાં અજબની કુમાશ હતી. ઇશાનના વર્તનથી થોડુ આશ્ચર્ય જરૂર થયુ હતું તેને.

“ એલીઝાબેથ.....ફ્રેન્ડઝ કોલ મી એલી....એલી જોબ...” તે ઝડપથી પરંતુ સલૂકાઇથી બોલી. તેનો અવાજ સામાન્ય ઓસ્ટ્રેલીયન યુવતીઓ જેવોજ, થોડો પાતળો હતો. તેનાં પ્રોનાઉન્સ નાકમાંથી નીકળતા હતા છતાં એ અવાજ ઇશાનને ગમ્યો. એલી ઇશાનને જોઇ રહી. તેણે આજ સુધીમાં આટલો હેન્ડસમ યુવક કયારેય જોયો નહોતો.

“ યુ લુક ડેશિંગ ઇશાન...!” સ્વાભાવિક ક્રિયાથીજ તે બોલી ઉઠી.

“ એન્ડ યુ આર સો બ્યુટીફુલ....” થેંકયુ કહેવાને બદલે ઇશાને પણ વખાણ કરીજ નાંખ્યા. તેનાંથી અનાયાસે થઇ ગયા.

“ થેંક્સ....” તે બોલી....બોલી અને હસી.

“ ઓયે....અમે પણ છીએ અહીં...” વીકીએ તેમની વાતચીતમાં ખલેલ પાડી....અને બધા ખડખડાટ હસી પડયા. ગૃપના બધા મિત્રોને ઇશાનની હાલત જોઇને મજા આવી રહી હતી. કોઇ યુવતીને જોઇને ઇશાન આટલો બધો આસક્ત બની જાય એ તેમનાં માટે નવી વાત હતી. ઇશાનને કાયમ તેમણે અત્મવિશ્વાસથી ભરપુર જોયો હતો. કયારેય કોઇની સાથે વાતો કરવામાં તે અચકાતો નહિં. જ્યારે અહીંતો તે એલીઝાબેથ સામે એકદમ જ ફલેટ થઇ ગયો હતો.

“ ઓહ...આઇ એમ સોરી....” ઝંખવાણા પડતા તેણે એલીનો હાથ છોડયો.

“ ઇટસ્ હેપન ઇશાન...એલીઝાબેથ છેજ એટલી બ્યુટીફુલ....” જેમીમાંએ ઇંગ્લીશમાં કહયુ. “ તેને જોઇને ભલભલા થંભી જાય છે. તેમાં તારો કોઇ વાંક નથી....અચ્છા ચલો હું તમારા બંનેની ઓળખાણ કરાવી દઉ. “ ઇશાન....આ છે એલીઝાબેથ, માય કઝીન. એન્ડ એલી....આ છે ઇશાન. માય બેસ્ટ ફ્રેન્ડ મોસ્ટ વોન્ટેડ મેન ઇન ગર્લ્સ....!”

“ ઓહ એલી....કયાં હતી તું આજ સુધી....? ”

“ ઓય ઇશાન....તું મારી કઝીન સાથે ફ્લર્ટ કરવાની કોશીષ કરી રહયો છે....”

“કોશીષ નથી કરતો જેમી....ફલર્ટ કરી જ રહયો છુ. તારી આ કઝીન ખરેખર અદભુત છે. તને કયારેય નહી સમજાય કે મારા દિલ ઉપર અત્યારે શું વીતી રહી છે... પહેલી નજરમાં જ હું તારી કઝીનના પ્રેમમાં પડી ચુકયો છુ.”

“ ઇટસ્ સો ચીપ ઇશાન....અને આવું તે કેટલી છોકરીઓને કહયું હશે....” જેમીમાંને અત્યારે ખરેખર આનંદ આવતો હતો. તે મુસ્કુરાઇ ઉઠી હતી. ત્યાં હતા એ બધા અહી ભજવાઇ રહેલા દ્રશ્યનો લૂફ્ત ઉઠાવી રહયા હતા. ઇશાન નામનું આ પ્રાણી ખરેખર એક આહવાહન સમાન હતું અને તેને આમ એલીઝાબેથની પાછળ આશક્ત થયેલો જોવાની બધાને મજા પડતી હતી.

“ ઘણી બધી યુવતીઓને કહયું હશે જેમી....પરંતુ તારી આ કઝીન મને પાગલ બનાવી રહી છે...” અચાનક નીચે છવાયેલા કુણા ઘાસની લોન ઉપર ઇશાને પોતાના બંને ઘુંટણ ટેકવ્યા અને એલીઝાબેથની આસમાની આંખોમાં જોઇને બોલ્યો...” વીલ યુ બી માય ગર્લફ્રેન્ડ....? પ્લીઝ....”

એલીઝાબેથનું મોં ખુલ્યું.....તેના પરવાળા શા બેહદ મુલાયમ હોઠ ખુલ્યા. આશ્ચર્ય અને આનંદથી તેની આંખો પહોળી થઇ. તેણે કયારેય સ્વપ્નેય વિચાર્યુ નહોતું કે પહેલીજ મુલાકાતમાં કોઇ આવી રીતનું વર્તન તેની સાથે કરશે....! જો કે તેને પણ ઇશાન પસંદ આવ્યો હતો. ઇશાનની ગર્લફ્રેન્ડ ન બનવાનું તેની પાસે કોઇ કારણ નહોતું.

તે દિવસે એલીઝાબેથે ઇશાનની દોસ્તી સ્વીકારી હતી. એ દોસ્તી પછી ગહેરા પ્રણયમાં પરીવર્તીત થઇ હતી. સળંગ એક વર્ષ એ પ્રણયગીત ચાલ્યુ હતું....ઇશાન સંપૂર્ણપણે એલીઝાબેથ પરસ્ત બની ગયો હતો. એક દિવસ પણ જો તે એલીને ન મળે તો તેને ચેન પડતું નહી....સામા પક્ષે એલીઝાબેથે પણ ઇશાનને ભરપુર પ્રેમ આપ્યો હતો.

પરંતુ.....એક દિવસ ઇશાન એલીઝાબેથને અન્ય એક યુવક સાથે કારમાં આપત્તિજનક હાલતમાં જોઇ ગયો. ત્યારે તેને ભારે આઘાત લાગ્યો હતો. આ દેશમાં આવી હરકતો, ક્રિયાઓ સામાન્ય ગણાતી હતી. તેમ છતાં ઇશાનને એક ધક્કો લાગ્યો હતો.....તે દિવસે તેનું દિલ તૂટી ગયુ હતું અને એ સમયે જ તેણે ઓસ્ટ્રેલીયા છોડવાનું નક્કી કરી લીધુ હતું.

જોકે....તે જાણતો નહોતો કે એકમાત્ર એલી જ તેને ઇન્ડિયા પાછા મોકલવા નિમિત્ત નહોતી બની. કોઇ હતું જે ઇચ્છતું હતું કે ઇશાન ઇન્ડિયા આવે.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા

વોટ્સ એપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiya