Whats app Love : 6
(વીતેલી ક્ષણો – પ્રેમ છોકરી જોવા ગયો હતો અને ત્યાં તેણે તેની કોલેજ ફ્રેન્ડ સ્વરાને જોઈ. સ્વરાએ પ્રેમને પ્રપોઝ કર્યું હતું અને આજે તે અનાયાસે જ સ્વરને જોવા આવ્યો હતો. પ્રેમે સ્વરાને સાફ ઇનકાર કર્યા બાદ તેને હેતલને મેસેજ કર્યો હતો કે “શું તું મને પ્રેમ કરે છે?” )
હવે આગળ :
હેતલે બપોરે 1 વાગ્યે whats app જોયું. સહજરીતે બધાના મેસેજ હતા પણ એક મેસેજ જોઇને તે હલી ગઈ. તે હતો પ્રેમનો મેસેજ. હેતલની આગળ ૫ ઇંચની સ્ક્રીનમાં લખેલું હતું કે “શું તું મને પ્રેમ કરે છે?” હેતલે 5 મિનીટ વિચાર્યું અને મેસેજ ટાઈપ કર્યો
“પ્રેમ તને શું આ બધું મજાક લાગે છે? મે તને આવો ના હતો ધર્યો. જીંદગીમાં અમુક શબ્દો ખુબ જ કીમતી હોય છે પ્રેમ. ગમે ત્યાં use કરીને વેડફવા એ મુર્ખામી ભર્યું છે. તારે આ લખતા પહેલા વિચાર કરવો જોઈતો હતો.”
હેતલે send નું બટન દબાવીને મેસેજ send કર્યો.
બીજી બાજુ પ્રેમ પોતાનું internet 24 કલાક ચાલુ રાખતો એટલે તેના ફોનમાં મેસેજ આવ્યો. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને જોયું. હેતલનો મેસેજ જોઇને તેને ઝડપથી ક્લિક કર્યું. આખો મેસેજ શાન્તિથી વાચતો હતો. છેલ્લું વાકય વાંચીને તે નિરાશ થયો. તે મનમાં જ બોલતો હતો “મે થોડું જલ્દી કરી નાખ્યું.” આંખમાં આંસુ આવ્યા અને ગળામાં ડુમો ભરાઈ આવ્યો. આંસુને કારણે મોબાઈલની સ્કીન ઝાંખી દેખાતી હતી. મનમાં હજારો વિચારો જન્મ્યા તેના જવાબ કદાચ પ્રેમ પાસે પણ ના હતા. તેને હેતલને છેલ્લી વાર મેસેજ કરવાનું વિચાર્યું. આંસુ લુછીને તેને મેસેજ ટાઈપ કરવાનું ચાલુ કર્યું.
“હેતલ આખી જિંદગી સાચવેલા કીમતી શબ્દો મે વેડફ્યા નથી એ મને ખબર છે. વિચારો તો તારા જ આવે છે. સાચા દિલથી પ્રેમ કરું છું. હજી એકવાર બોલીશ “ I love you !” તું હા પાડીશ તો પણ પ્રેમ કરીશ અને ના પાડીશ તો પણ પ્રેમ તો તને જ કરીશ.”
હેતલ પણ online હતી એટલે તેને તરત જ મેસેજ વાચ્યો. તે મનમાં જ બોલી “હવે બહુ થયું. આને કહી જ દવ”
5 ઇંચની સ્ક્રીનમાં હેતલ મેસેજ ટાઈપ કરવા લાગી.
“ પ્રેમ તને ખરેખર એવું લાગતું હોય તો તું સાચો છે. પ્રેમ તને ખબર છે મે જયારે તને પહેલીવાર જોયો હતો ત્યારે જ તું મને ગમતો હતો, પણ તને કહેવાની હિંમત મારામાં તો ન જ હતી. સારું થયું તું આવીને તારો મોબાઈલ નંબર આપી ગયો નહીતર હું તો મરી જ જાત. પહેલા કરેલા મેસેજથી હું તને ચકાસવા માગતી હતી કે તું ખરેખર મને પણ પસંદ કરે છે ને?
“તને ખબર છે પ્રેમ સંબધોમાં પુરુષ અધીરો હોય છે, જયારે સ્ત્રી ધીરે ધીરે સંબધો આગળ વધારે છે.”
(પ્રેમ પોતાના i-phone ઉપર હેતલનું typing... symbol જોઇને અધીરો બન્યો હતો. જયારે હેતલનું typing... હજુ ચાલુ જ હતું. પ્રેમને ડર હતો કે તે ક્યાંક ગુસ્સામાં તો નથી આવી ગઈને?)
“ હું ભગવાનને પ્રાથના કરીશ કે તે જલ્દી આપણને મળાવે. પણ પ્રેમ મનમાં અજીબ ગભરામણ થાય છે. પણ હું પણ સાચા દિલથી પ્રેમ કરું છું તને. love you to પ્રેમ.”
પ્રેમના મોબાઈલની લાઈટ ઝબકી. તેને ફીન્ગર્પ્રીન્ટથી લોક ખોલ્યો. ખુબ જ અધીરાઈથી તે મેસેજ વાચવા લાગ્યો. શરુવાતના ચિંતિત ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને છેલ્લા શબ્દો વાંચીને જોરથી ઉછળ્યો અને બોલ્યો thank god.
* * *
પ્રેમ અત્યારે ઓફિસેથી ઘરે જતો હતો. પ્રેમ અંદરથી ખુબ ખુશ હતો પણ હેતલને થતી ગભરામણનો શિકાર તે પણ બન્યો હતો. “ક્યારેક ભવિષ્યની ચિંતામાં વર્તમાન પણ બરાબર નથી જીવતો જે જિંદગીની હકીકત છે.” તે પ્રેમ જાણતો હતો પણ અત્યારે દુ:ખનું કઈ જ કામ નથી જયારે સુખ આપણી પાસે છે. એમ પોતાના મનને માનવીને driving ચાલુ રાખ્યું. ખબર નહિ સ્વરાના શબ્દો તેના કાને હજી ગુંજતા હતા.
રસ્તામાં પ્રેમની કાર ઝડપથી ભાગતી હતી. અચાનક પ્રેમે રોડની સાઈડ પર ગરીબના ઝુપડા પડેલા જોયા. હૈયાને કંપાવી નાખે તેવું દ્રશ્ય હતું. બધા જ લોકો રડી રહ્યા હતા. તેમના છોકરાઓ પોતાના મકાન શોધી રહ્યા હતા. પ્રેમને આ દ્રશ્ય જોઇને ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. ત્યાના સ્થાનિક રહેવાસી પૂછ્યું કઈ રીતે થયું આ બધું?
એક સિંગલ શરીરનો માણસ રડતો રડતો તેની પાસે આવીને બોલ્યો “સાહેબ અમે ગરીબ લોકો મજુરીકામ કરીને અમે પેટનો ખાડો પુરીએ. અમે લોકો મજુરી કરવા ગયેલા. સાંજે આવીને જોયું તો અમારા ઝુપડા પડેલા હતા અને ઉપરથી વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. અમને જાણવા મળ્યું છે કે કોઈ મ્યુંન્સીપાલટીવાળા લોકો આવીને એ બધું તોડી ગયા. શું મજા આવતી હશે તેમને અમને હેરાન કરીને? સાહેબ તમે કઈ મદદ કરો નહીતર અમારે મારવાનો વારો આવશે.”
પ્રેમે ખિસ્સામાંથી ૧૦૦૦ રૂપિયા આપ્યા અને દિલાસો આપ્યો કે હું તમારી મદદ કરીશ. પ્રેમે હકીકત જાણવા માટે ત્યાના વડીલોને પૂછ્યું. ત્યારે એક વડીલે જવાબ આપ્યો કે કોઈ બિલ્ડરે એ જમીન ખરીદી લીધી છે જેના કારણે આ લોકોના ઝુપડા હટાવવા જરૂરી છે.
“પણ કાકા એ લોકોએ રહેવાની વ્યવસ્થા પણ કરી દેવી જોઈંએ. ગંદુ પોલીટીક્સ આ શહેરને તબાહ કરી દેશે. શું થયું છે આ નેતાઓને જે પૈસાની રાજરમતમાં કોઈના પેટ પર પાટા મારે છે. સાલાવ પૈસાથી ધરાતા જ નથી. thank you કાકા માહિતી આપવા માટે.” એટલું કહીને તે ગાડીમાં બેસી ગયો. આંખો પર આવેલા આંસુ હવે નીચે પડવા લાગ્યા. લગભગ ૧૦ મિનીટ રડીને તેને મન હલકું કર્યું. ખબર નહિ ક્યાંથી આવી એટલી સહાનુભુતિ. તેને મનમાં જ નક્કી કર્યું કે હું આ ગરીબોને ન્યાય અપાવીશ. ફરીથી એક નજર વેર-વિખેર થયેલા ઝુપડા પર ગઈ. મનમાં જ બોલ્યો “હે ભગવાન ખરેખર તું છે, તો આ બિચારા ગરીબોનું કોણ છે? ભગવાન તું આટલો કઠોર તો ના જ હોઈ શકે. ભગવાન સામેથી જવાબ આપતા હોય તેમ “પ્રેમ ગરીબોનો તું છે.”
* * *
પ્રેમ ઘરે પહોચ્યો અને સોફા પર ધડામ દઈને પડ્યો. તેના મમ્મી તેના માટે ચાં લઈને આવ્યા.
બેટા શું થયું છે તને? તારી આંખો કેમ લાલ છે? તું રડ્યો તો નથી ને?
પ્રેમ: કઈ નથી થયું. એ તો રાત્રે ઓફિસનું કામ હતું. એટલે આંખો લાલ થઇ ગઈ હશે. બીજું કઈ જ નથી. મમ્મી તારો પગ તો હવે સારો છે ને?
મમ્મી: ના નથી થયો હજુ બેટા. ક્યારે મારી વહુ આવશે ને હું શાંતિથી બેસીશ. બેટા બે-ત્રણ છોકરીઓના બાયોડેટા આવ્યા છે. તું જોઈ લેજે અને પછી અમને કહેજે.
પ્રેમ (ગુસ્સાથી) : મમ્મી તને મે કેટલી વાર કહ્યું કે તમે લોકો મારા માટે છોકરી જોવાનું બંધ કરો. હજુ મારે લગ્ન નથી કરવા તમે ટેન્શન ના લો. બધું જ થઇ જશે.
મમ્મી: બેટા સમાજ શું કહેશે? સમાજ સાથે આપણે જીવવાનું હોય છે. એક જુવાન દીકરો ઘરમાં હોય અને તેને પરણાવવો એ અમારી ફરજ છે. પછી અમે નિવૃત થઇ જઈએ તો પણ ચાલે.
પ્રેમ: મમ્મી સમાજની તો આદત છે બોલવાની. જયારે હું ચાલતા ન હતો શીખ્યો ત્યારે તે મને ચલાવ્યો હતો સમજે નહિ, રાત્રે ઉજાગરા કરીને વાચવા તે મને બેસાડ્યો સમાજે નહિ. કઈ દુઃખ આવ્યું તો અપને ત્રણેયે મળીને તેનો સામનો કર્યો છે. આ સમાંજે તો મેણા જ માર્યા છે. અને હજુ તું સમાજનું ઊંચું લે છે મમ્મી. “સમાજ એટલે જિંદગીની પિડા સામે માણસે લીધેલું ઝેર.” મમ્મી તને ખબર છે આપણી ખુશી તે લોકો જોઈ નથી શકતા પણ ખુશી એ વાતની છે કે એ લોકો આપનું કઈ બગાડી પણ નથી શકતા. ચાલ મુક એ બધી વાતો અને મને કહે કે જમવામાં શું બનાવ્યું છે? બહુ જ ભૂખ લાગી છે જલ્દી આપ.
મમ્મી: આપું છું ભાઈ. તારી ફેવરીટ વાનગી બનાવી છે. કાજુનું શાક અને પરોઠા.
પ્રેમ: ઓહ! તો તો મજા પડી જશે આજે તો.
* * *
સાંજે દરરોજની ટેવવશ પ્રેમ સુતો હતો અને હાથમાં મોબાઈલ હતો. તેને પોતાની ફીન્ગર્પ્રીન્ટથી દરવાજો ખોલ્યો હોય તેમ લોક ખોલ્યો. whats app ચકાસતો હતો. હેતલનું પ્રોફાઈલ ખોલ્યું. ફરીથી પ્રેમ પ્રેમમાં પડી ગયો. એ જ મીઠું સ્મિત, ગાલ પર રહેલી વાળની લટ અને તેને પહેરેલી સાડીમાં તે અદભુત લાગતી હતી. પોતાના હાથ વડે મોબાઈલ સ્ક્રીન પર આંગળીઓ ફેરવતો હતો અને સ્ટેટસ વાચ્યું.
“મે ગલતી કરું તો ભી મુજે સીને સે લગાલે,
કોઈ તેરે જેસા ચાહિયે જો હર નખરે ઉઠા લે”
પ્રેમે હેતલને મેસેજ કર્યો.
પ્રેમ : nice status! પણ મને નખરા ઉઠાવવાનું નહિ ફાવે હો !!
(હેતલ પણ online જ હતી)
હેતલ: એટલું તો કરવું જ પડે હો ને ! અમે છોકરીઓ જો છીએ.
પ્રેમ : ok જોઈએ.
હેતલે પણ પ્રેમનું સ્ટેટસ વાચ્યું અને પ્રોફાઈલ જોયું. પ્રોફાઈલમાં DSLR કેમેરાથી પડેલો ફોટો પર્સનાલીટીને ચાર ચંદ લગાવતો હતો. પાછળ બ્લર સ્ક્રીન કઈક કહી રહી હતી. સ્ટેટસ હતું.
“સુનો તેને નામ કે નીચે online આના કસમસે ધડકા દેતા હે મેરે દિલકો”
હેતલ: nice joke in status !
પ્રેમ : અરે સાચે જ ! તું online પણ ક્યારેક થાય છે.
હેતલ: good
પ્રેમ : મારે એક વાત પુછવી છે તને.
હેતલ : હા બોલને.
પ્રેમ: વિચાર કે તું સવારે જોબ પર ગઈ હોય અને સાંજે ઘરે પાછી આવે ત્યારે તારું મકાન કોઈ મ્યુંનસીપાલટીવાળા કે બીલ્ડરવાળા આવીને તોડી જાય તો તું શું કરે?
હેતલ(આશ્ચયથી) : આવું કેમ પૂછે છે ?
પ્રેમ : તું જવાબ આપ તું શું કરે?
હેતલ: હું તે મ્યુંનસીપાલટીવાળા કે બીલ્ડરવાળા સામે કોર્ટમાં કેસ કરું અને મારું મકાન પાછું લેવા તમામ પ્રય્તનો કરું.
પ્રેમ: ok good one.
હેતલ; પણ શું થયું છે એ તો બોલ.
પ્રેમ: બધું જ કહીશ my sweet heart! અત્યારે તું સુઈ જા. રાત્રીના 1 વાગવા આવ્યા છે. BY .GN .
(હેતલ મનમાં જ બોલી ખબર નહિ આવા સવાલો કેમ કરે છે પ્રેમ.)
હેતલ:GN, SD, TC, BYE.
પ્રેમ હવે જીવનમાં જોશથી કામ કરવા લાગ્યો હતો, બીજા દિવસે તે એક ઓફીસ પર જાય છે ત્યાં તેને જીવનની હકીકતો સમજાય છે.
શું છે તે હકીકતો? શું કરવાનો છે પ્રેમ? એ બધું આવતા અંકે. ત્યાં સુધી ખુશ રહો.
. BY
Bhautik Patel
8866514238