Amuk Sambandho Hoy chhe - 4 in Gujarati Short Stories by Dharmishtha parekh books and stories PDF | અમુક સંબંધો હોય છે

Featured Books
Categories
Share

અમુક સંબંધો હોય છે

અનમોલ : આખરે શું છે તારું દર્દ? શું છે તારો ભૂતકાળ?

જાનવી : શું તું મારો ભૂતકાળ જાણ્યા વીના મારી સાથે લગ્ન કરીશ?

અનમોલ : મને તારા ભૂતકાળ સાથે કોઈ જ લેવા દેવા નથી. મારે તો માત્ર તારો વર્મન જોઈએ છે અને એ વર્તમાનના સથવારે જ આપણે આપણું ભવિષ્ય સજાવીશું.

અનમોલની આ વાત જાનવીના હદયને સ્પર્શી જાય છે. દિલ અનમોલની વાતો પર વિશ્વાસ મુકવાનું કહી રહ્યુ હતું જયારે દિમાગ એકવાર અનમોલના પ્રેમની પરીક્ષા કરવાનું કહી રહ્યું હતું.માટે તે અનમોલના પ્રેમની પરીક્ષા કરે છે.

જાનવી : પણ શું તું એક અપંગ સ્ત્રીને તારી જીવનસાથી બનાવીશ? બે વર્ષ પહેલા એક અકસ્માતને લીધે હું મારા બંને પગ ગુમાવી ચુકી છું. તારે મારો ભૂતકાળ જાણવો હતો ને...! તો આ જ છે મારો ભૂતકાળ.

જાનવીનો આ મેસેજ વાચતા જ અનમોલના હાથ માંથી મોબાઈલ નીચે પડી જાય છે. તેને ખુબ મોટો આઘાત લાગે છે.તે મોબાઈલ હાથમાં લઇ સ્વીચ ઓન કરે છે પણ મોબાઈલ ફરી ઓન થતો જ નથી.

આ તરફ બે કલાક સુધી અનમોલનો કોઈ જ મેસેજ ન આવતા તે અનમોલના પ્રેમને માત્ર એક પ્રકારનું આકર્ષણ જ સમજી બેસે છે. અનમોલને ભૂલવા તે પોતાની જાતને આશ્વાસન આપવા પોતાની જાત સાથે જ વાતો કરવા લાગે છે- “ શું જાનવી તું પણ, આ તે કઈ ‘મન’ ફિલ્મની સ્ટોરી નથી કે અનમોલ આમિરખાનની જેમ એક અપંગ સ્ત્રીને પણ પોતાની પત્ની તરીકે પોતાના જીવનમાં એક ખાસ સ્થાન આપે..... અને એક વાત તો સ્વીકારવી જ રહી કે લગ્નની માર્કેટમાં ફક્ત ધન અને રૂપનું ત્રાજવું જ ભારે હોય છે. પણ વૃદ્ધાવસ્થામાં એ ભારે ત્રાજવાનું વજન જ બોજ લાગે છે.” તે હવે અનમોલને પણ દેવાંગની માફક નફરત કરવા લાગે છે.

અનમોલ જાનવીના મેસેજનો જવાબ આપવા માટે અધીરો બની મોબાઈલ રીપેર કરાવવા જાય છે. રસ્તામાં તેમની નજર એક અંધ માં અને તેમની આઠ વર્ષની બાળકી પર પડે છે. તે બંનેના સંવેદનશીલ સંવાદો દેવાંગના કાને પડે છે.

બાળકી : મમ્મી,... આજે સ્કુલમાં ટીચરે મને કહ્યું કે ભગવાને તને અનુપમ સૌંદર્ય બક્ષ્યું છે. તું તો રાધા જેવી સુંદર છે. મમ્મી,... અનુપમ સૌંદર્ય એટલે શું? અને આ રાધા કોણ છે? તે કદી રાધાને જોઈ છે? શું હું બિલકુલ એ રાધા જેવી જ દેખાવ છું? મારે પણ એ રાધાને જોવી છે. તું મને એમની પાસે લઇ જઈશ ને?

અંધ માં : બેટા,... રાધા તો ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી હતી. તે દેખાવમાં ખુબ જ સુંદર હતી. તેમનું તેજ તો ચંદ્રમાં જેવું હતું. કોઈ સ્ત્રી દેખાવમાં ખુબ જ સુંદર હોય તેને લોકો રાધા જેવી જ કહે છે. ભગવાને તને ખુબ જ સુંદર બનાવી છે માટે જ તારા ટીચરે તને રાધા જેવી કહી છે.કાશ હું પણ તારો સુંદર ચહેરો જોઈ શકતી હોત.

બાળકી રસ્તા પરથી કીચડ લઇ પોતાના ચહેરા પર લગાવે છે. અનમોલ આ દ્રશ્ય નિહાળી રહ્યો હતો તે બાળકીને ચહેરો વધુ ગંદો કરતા અટકાવે છે તેમની પાસે જઈ પૂછે છે-

અનમોલ : અરે બેટા,... તું આ શું કરે છે? શા માટે તારા સુંદર ચહેરાને આટલો ગંદો કરી રહી છે?

બાળકી : મારો સુંદર ચહેરો મારી મમ્મી જ ન જોઈ શકે તો મારે આવો સુંદર ચહેરો નથી જોઈતો.

બાળકીનું આ વાક્ય સાંભળતા અનમોલની આંખોમાં અશ્રુના બિંદુ ઉપસી આવે છે. તે વિચારે છે કે જો જાનવી અપંગ હોવા છતાં ખુશી ખુશી જીવન જીવી શકતી હોય તો શું હું મારી એક આંખ વિના ખુશી ખુશી ન જીવી શકું. તે પોતાની એક આંખ બાળકીની અંધ માં ને આપવાનો નિર્ણય કરે છે.

અનમોલ : બેટા,... તારે તારો સુંદર ચહેરો ગંદો કરવાની કોઈ જ જરૂર નથી. બહુ જલ્દી તારી માં પણ તારો સુંદર ચહેરો નિહાળી શકશે.

બાળકી : સાચે ?

અનમોલ : હા..હા..સાચે

અંધ માં : ભાઈ,...શા માટે મારી દીકરીને ખોટી સહાનુભુતિ આપી રહ્યા છો?

અનમોલ : બહેન,... તે મને ભાઈ કહ્યો છે ને? તો શું તારા ભાઈની વાત પર વિશ્વાસ નહિ કરે?

અંધ માં : એવી વાત નથી ભાઈ,... પણ મારા ઓપરેશનનો ખર્ચ ખુબ વધુ છે. અને...

અનમોલ : એ બધું તું મારા પર છોડી દે

અંધ માં : ભાઈ ફક્ત ઓપરેશનના ખર્ચની વ્યવસ્થા થઇ જવાથી હું નહિ જોઈ શકું, આંખ આપનાર પણ કોઈક હોવું જોઈએ ને?

અનમોલ : હું આપીશ

અંધ માં : ના ભાઈ ના. જે રીતે હું મારા અંશ (બાળકી)ને જોવા ઇચ્છું છું એ જ રીતે ભવિષ્યમાં તું પણ તારા અંશ (બાળક)ને જોવા ઇચ્છતો હોઈશ

અનમોલ : મારા અંશને તો હું ત્યારે જોઈ શકીશને જયારે જાનવી મારા પ્રસ્તાવનો સ્વીકાર કરશે....!

અંધ માં : ભાઈ,... જેમનું હદય આટલું વિશાળ હોય તેમના હદયમાં તો ફક્ત રાધા જ વસી શકે. બહુ જલ્દી તને તારી રાધા મળી જશે. આ એક અંધ બહેનના તને આશિર્વાદ છે.

અનમોલ : મને પૂરો વિશ્વાસ છે કે તારા આશિર્વાદ એકના એક દિવસ ચોક્કસ ફળશે.

અંધ માં : અને મને પૂરો વિશ્વાસ કે બહુ જલ્દી તારા જીવનમાં એ દિવસ આવશે.

અનમોલ : કાલે સવારે તું મને અહી જ મળજે. મારો એક મિત્ર આઈસ સ્પેશ્યાલીસ્ટ છે. આપણે તેની પાસે તારું ચેકઅપ કરાવીશું.

અંધ માં : પણ...

અનમોલ : પણ ને બણ ,... કઈ જ નહિ સમજી..! ના આવે તો તને તારા આ ભાઈના સમ છે

અંધ માં : સમ આપીને તેતો મને મજબુર કરી દીધી ભાઈ.

અનમોલ : અત્યાર સુધી તે ચક્ષુ ન હોવાને લીધે મજબુરીમાં જ જીવન જીવ્યું હશે ને...! પણ હવે બહુ જલ્દી તું પણ સ્વાભિમાનથી અને સ્વતંત્ર જીવન જીવી શકીસ.

અંધ માં : ભાઈ,... હું તારા આટલા મોટા અહેસાનનું ઋણ કઈ રીતે ચૂકવી શકીશ?

અનમોલ : (થોડું હસીને) રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને, આમ પણ મારે કોઈ જ બહેન નથી.

અંધ માં : મારે પણ ક્યાં કોઈ ભાઈ છે...

અનમોલ : પણ હવે તો છું ને હું તારો ભાઈ...!

અનમોલના સંવેદનશીલ વાક્યો અંધ સ્ત્રીની આંખોમાંથી સ્નેહના આસું વરસાવે છે.સ્ત્રી પોતાની બાળકી સાથે ખુશી ખુશું ઘેર જાય છે અને અનમોલ મોબાઈલ રીપેર કરાવવા તેમના મિત્ર માનવ પાસે જાય છે. અનમોલ માનવને બને તેમ જલ્દી મોબાઈલ રીપેર કરાવી આપવાનું કહે છે.

માનવ : અરે,... અનમોલ તું? બહુ જાજા દિવસ આ દોસ્તની યાદ આવી એમને...!

અનમોલ : તારી યાદ તો આવતી જ રહે છે દોસ્ત, પણ શું કરું ઓફિસનું કામ જ એટલું રહે છે કે પોતાના માટે પણ થોડો ટાઇમ કાઢવો મુશ્કેલ બની જાય છે. દોસ્તોને મળવાનું મન તો ઘણું થાય છે પણ હવે ક્યાં પહેલા જેવી લાઈફ જીવી શકાય છે. તને યાદ છે કોલેજમાં હું તને ફાયરબ્રિગેડ કહીને બોલાવતો? આજે તારે ફાયરબ્રિગેડ બનીને મારી એક હેલ્પ કરવાની છે. પ્લીઝ... બને તેમ જલ્દી મારો મોબાઈલ રીપેર કરાવી આપ.

માનવ : ઈન્ટરનેટની આ દુનિયામાં માણસને ખાધા વિના ચાલશે પણ મોબાઈલ વિના નહિ ચાલે. તું ચિંતા નહિ કર હું કાલ સુધીમાં જ તારો મોબાઈલ રીપેર કરાવી આપીશ.

અનમોલ : કાલ.... આજે જ નહિ થઇ શકે?

માનવ : સોરી દોસ્ત,... પણ આજે તો કોઈ પણ કારણોસર તારો મોબાઈલ રીપેર નહિ જ થાય. કારણ કે આજે મારો માણસ રજા પર છે. કાલે સવારે આવશે એટલે સૌવથી પહેલા તારો જ મોબાઈલ રીપેર કરાવી આપીશ ઓક... મને રીપેર કરતા આવડતું હોત તો અત્યારે જ કરી આપત.

અનમોલ : થેન્ક્યુ,.. થેન્ક્યુ,.. થેન્ક્યુ સો મચ દોસ્ત...

માનવ : તું તો એટલું થેન્ક્યુ કહે છે કે મેં તારો મોબાઈલ નહિ પણ જીવ બચાવ્યો હોય

અત્યારે તો આ મોબાઈલ મારા માટે મારા જીવથી પણ વધુ કીમતી છે

માનવ : એવું તે શું છે આ મોબાઈલમાં?

અનમોલ : જાનવીની યાદો. હું કદી એમને મળી શકીશ કે નહિ એ તો ઈશ્વર જાણે, પણ એમની યાદો તો હમેશા મારી સાથે રહેશે...!

માનવ : જાનવી...! કોણ જાનવી ?

અનમોલ માનવને જાનવીનો પરિચય આપતા તેમની સાથે મેસેજમાં થયેલ તમામ વાતો જણાવે છે.

અનમોલ : ખબર નહિ જાનવી મારા વિશે શું વિચારી રહી હશે...!

માનવ : આજ સુધી તે કદી નથી વિચાર્યું કે તારા વિશે કોણ શું વિચારી રહ્યું છે, તો પછી આજે જાનવીના કઈ પણ વિચારવાથી તને કેમ ફરક પડે છે?

અનમોલ : હા મને ફરક પડે છે, કારણ કે હું જાનવીને ખુબ જ લાઇક કરું છે.

માનવ : શું તું ફક્ત તેને લાઇક જ કરે છે, લવ નથી કરતો ?

અનમોલ : મારી યાદોમાં તો તેમનું એક ખાસ સ્થાન છે જ પણ જ્યાં સુધી તેમને મારા જીવનમાં પત્ની તરીકેનું ખાસ સ્થાન ન આપી શકું ત્યાં સુધી લવ કેવી રીતે સંભવી શકે ?

માનવ : દોસ્ત,... તું જાનવીને સાચો પ્રેમ કરવા લાગ્યો છે માટે જ તું એમને ખુબ પસંદ કરી રહ્યો છે.

અનમોલ : પણ મેં તો કદી તેને આઈ લવ યુ પણ નથી કહ્યું.

માનવ : તો હવે કહી નાખ

અનમોલ : એ તો લગ્ન પછી જ લહી શકીશ

માનવ : પણ પહેલા લગ્નનો પ્રસ્તાવ તો મુક, પછી જ એ લગ્ન માટે હા પાડે ને...!

અનમોલ : લગ્નનો પ્રસ્તાવ તો મુક્યો જ છે

માનવ : તો એમને શું જવાબ આપ્યું ? લગ્ન માટે હા પડી કે ના..

અનમોલ : હા પણ નથી કહ્યું અને ના પણ નથી કહ્યું

માનવ : મતલબ....!

અનમોલ : જાનવી અપંગ છે

માનવ : શું...! આ વાતની જાણ તને પહેલાથી જ ન હતી ?

અનમોલ : મેં જયારે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે જ તેમને મને આ વાત જણાવી

માનવ : આ વાત જાણ્યા પછી પણ શું તું તેમની સાથે લગ્ન કરવા ઇચ્છે છે?

અનમોલ : હા

માનવ : પણ શું તે જાનવીને જણાવ્યું છે કે એમના અપંગ હોવા હોવાથી તને કોઈ જ ફરક નથી પડતો. એમને ખબર છે કે તું આજે પણ ફક્ત એમની સાથે જ લગ્ન કરવા ઇચ્છે છે?

અનમોલ : હું કઈ વધુ વાત કરું એ પહેલા જ મારો મોબાઈલ.....

માનવ : પણ એ તો એવું જ સમજી બેઠી હશે કે લગ્ન માટે હવે તારો જવાબ ના છે

અનમોલ : માટે જ તો કહું છું કે બને તેમ જલ્દી તું મને મોબાઈલ રીપેર કરાવી આપ કે જેથી હું જાનવીના મનમાં ઉભી થયેલ ગેરસમજ દુર કરી શકું

માનવ : પણ તું જાનવી સાથે એકવાર ફોન પર વાત કરી લે ને

અનમોલ : પણ મારી પાસે એમનો નંબર જ નથી. ફેસબુક પરથી જ અમારો સંપર્ક થયો હતો. આજ સુધી એમને કદી મારા વિશે કઈ જ નથી પૂછ્યું અને મેં પણ કદી એમને એમના વિશે કઈ જ નથી પૂછ્યું.

માનવ : ઓહ.... હું સમજી શકું છું તારી વ્યાકુળતા. હું બને તેમ જલ્દી તારો મોબાઈલ રીપેર કરાવી આપવાની કોશિસ કરું છું

થેન્ક્યુ દોસ્ત,... અને હા મારે તારી એક બીજી હેલ્પ પણ જોઈએ છે

માનવ : હા બોલને

અનમોલ : તું હવે નયનના સંપર્કમાં છે કે નહિ, તારી પાસે એમનો નંબર છે?

માનવ : કોણ નયન ?

અનમોલ : નયન પરીખ...ભૂલી ગયો તું? કોલેજમાં આપણી સાથે જ તો હતો, તને યાદ છે, આપણે તેને ચોપડીયું જ્ઞાન કહીને ચીડવતા હતા.કારણ કે તે આખો દિવસ લઈબ્રેલીમાં જ બેસીને સતત વાચ્યા કરતો

માનવ : હા હા યાદ આવ્યું, એ સતત વાચ્યા જ કરતો માટે જ તો આજે ડોક્ટર બની ગયો છે.

અનમોલ : એ ડોક્ટર છે માટે જ મારે તેમનું કામ છે

માનવ : તો તું જાનવીનો ઈલાજ એમની પાસે કરાવવા ઇચ્છે છે ? પણ એ તો આઈસ સ્પેશ્યાલીસ્ટ છે

અનમોલ : મારે જાનવીનો ઈલાજ એમની પાસે નથી કરાવવો પણ મારી બહેનના ઈલાજ માટે એમને મળવું છે

માનવ : બહેન, પણ તારે ક્યાં કોઈ બહેન છે ?

અનમોલ માનવને રસ્તામાં મળેલ અંધ સ્ત્રી વિશે જણાવે છે.

અનમોલ : હું ફક્ત એટલું જ વિચારું છું કે જો જાનવી અપંગ હોવા છતાં ખુશી ખુશી જીવન જીવી શકતી હોય તો શું હું મારી એક આંખ વિના ખુ૭શિ ખુશી કેમ ના જીવી શકું...! અને જો મારી એક આંખ કોઈના જીવનમાં ઉજાસ પાથરી શકતી હોય તો એથી મોટું પુણ્ય બીજું કયું હોય શકે ?

માનવ : તારી ઉમર હજુ પાપ પુણ્યના વિચારો કરવાની નથી પણ પણ કર્મ કરવાની છે. અને શું જાનવીને આ વાતની જાણ છે કે તમે આટલું મોટું પુણ્ય કરવા જઈ રહ્યા છો?

અનમોલ : અત્યારે તો જાનવીને કઈ જ ખબર નથી પણ મને પૂરો વિશ્વાસ છે કે એમને જયારે જાણ થશે ત્યારે તેને ખુબ જ ખુશી થશે. તું આ બધી વાતો છોડ, મને નયનના ક્લીનીકનું એડ્રેસ આપ. હું તેમને અત્યારે જ મળતો આવું છું.

માનવ : એમનું કલીનીક તો અહીંથી થોડું જ દુર છે

અનમોલ : તું મને એમના ક્લીનીકનું પાકું એડ્રેસ આપ. હું તેમને અત્યારે જ મળતો આવું છું.

માનવ : પહેલા જ્યાં તેમનું ઘર હતું હવે ત્યાં જ એમનું કલીનીક છે.

અનમોલ : ઓકે... તું બને તેમ જલ્દી મારો મોબાઈલ રીપેર કરાવી આપજે પ્લીઝ, અને હા મોબાઈલ રીપેર થતા જ તું જાનવીને મેસેજ કરી મારો નંબર તેને આપી દેજે.

અનમોલ પોતાનો મોબાઈલ માનવને સોપીને ત્યાંથી નયનની કલીનીક જવા નીકળે છે. બીજે દિવસે મોબાઈલ રીપેર થતા જ માનવ જાનવીને પોતાનો નંબર આપે છે અને તાત્કાલિક ફોન કરવાનું કહે છે. જાનવી ઓનલાઈન હતી માટે મેસેજ વાંચતાની સાથે જ માનવે આપેલ નંબર પર ફોન કરે છે. માનવ જાનવીને અનમોલના અમુલ્ય પ્રેમની મહાનતા સમજાવે છે અને સાથે સાથે જણાવે છે કે આજ સુધી જે માણસના હદયમાં સ્વાર્થનું સ્થાન મોખરે રહેતું આજે એ જ માણસના હદયમાં તારું સ્થાન બનતા સ્વાર્થનું સ્થાન સાવ ગૌણબની ચુક્યું છે અને હવે એમના હદયમાં પણ નિસ્વાર્થ પ્રેમ, લાગણી સ્નેહ અને સંવેદનાની સરવાણી ફૂટવા લાગી છે. એમના દિલમાં તારા પ્રત્યે પ્રજ્જવલિત થયેલ પ્રેમને લીધે જ આજે તે પોતાની એક આંખનું દાન કરવા તૈયાર થયો છે.

જાનવીના દિલમાં પણ ક્યાંકને ક્યાક અનમોલનું એક ખાસ સ્થાન તો બની જ હતું માટે માનવની આટલી વાત સાંભળતા જ તે વાયુવેગે અનમોલને મળવા માનવે આપેલ એડ્રેસ પર નયનની કલીનીક દોડી આવે છે.

અનમોલ બેભાન હાલતમાં દવાખાનાના બેડ પર સુતો હતો. જાનવી અનમોલ પાસે જઈ હળવેથી એમના માથા પર હાથ ફેરવે છે. જાનવીનો સ્પર્શ થતા થોડી જ વારમાં તે ભાનમાં આવી જાય છે. જાનવીના કઈ પણ કહ્યા વિના જ અનમોલ તેમને ઓળખી જાય છે. પહેલી વાર બંને એક બીજાને મળ્યા હતા આમ છતાં એ મિલનમાં સાચો પ્રેમ, લાગણી અને સંવેદનાની મીઠી હૂફ હતી. બંનેએ એકબીજા પ્રત્યે એવું જ અનુભવ્યું કે એમનો એકબીજા સાથે કોઈ સંબંધ નહિ પણ ઋણાનુંબંધ હોય. બંને એકબીજાને શબ્દો વિના માત્ર આંખોના આંસુ દ્વારા પોતાની મનોવ્યથા જણાવી રહ્યા હતા. થોડીવાર મૌન રહ્યા બાદ જાનવી પોતાનો બધો જ ગુસ્સો અનમોલ પર ઉતારે છે પરંતુ એ ગુસ્સામાં પણ અનમોલ પ્રત્યેનો સાચો પ્રેમ વ્યક્ત થતો હતો.

ક્રમશ: ....