Kayo Love - Part - 16 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૧૬

Featured Books
Categories
Share

કયો લવ ભાગ : ૧૬

કયો લવ ?

ભાગ (૧૬)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૬

ભાગ (૧૬)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૫ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૫) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૫ જરૂર વાંચજો..)

હવે આગળ...........

પ્રિયાને હવે અહેસાસ થઈ રહ્યો હતો કે કાર ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી.

પ્રિયા તરજ જ ચિલ્લાવતાં કહી ઊઠે છે,“ રુદ્ર કાર એટલી સ્પીડમાં કેમ ચલાવી રહ્યાં છો?”

રુદ્ર, કારમાં બેસતાની સાથે જ એક વાર પણ પ્રિયા સામે જોયું નાં હતું, તે બસ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો.

પ્રિયા ફરી ચિલ્લાવી ઉઠે છે,“ રુદ્ર, કારને ધીમી ચલાવ.....રુદ્ર....રુદ્ર....સ્ટોપ ઈટ રુદ્રદ્રદ્રદ્રદ્રદ્ર.....”

રુદ્ર, પ્રિયાનાં વાતનો પ્રતિભાવ જરા પણ આપતો નથી.

રુદ્રની બાજુમાં બેઠેલી પ્રિયા, આજે રુદ્રનાં સ્વભાવને ઓળખવા લાગી.

પ્રિયા ફરી શાંતિથી કહે છે, “રુદ્ર કાર ને રોકો, મને કામ છે!”

રુદ્ર તરજ જ કહે છે, “પ્રિયા મને જરૂરી કામ છે, એટલે કારને ઝડપી ભગાવું છું.”

“યુ નો રુદ્ર, પ્રોબ્લેમ શું છે સાચો..” પ્રિયા રુદ્ર સામે જોતી રહી અને કહેતી રહી.

“અરે કંઈ નથી યાર, જલ્દી જવું છે એટલે..” રુદ્ર કાર ચલાવતાં કહેવાં લાગ્યો.

“હા, પણ રુદ્ર, હું જસ્ટ એક મિનટ માટે, કાર રોકવા કહી રહી છું.” પ્રિયાએ સહેજ કહ્યું.

રુદ્ર એક મોકળી જગ્યા જોઈ રસ્તાની એક બાજુ, કાર ઉભી રાખે છે. અને તરજ જ કહે છે, “એક મિનટનું શું કામ છે પ્રિયા તમારું ?”

રુદ્રનાં, કાર રોકવાની સાથે જ, પ્રિયા ઝડપથી કારનો દરવાજો ખોલી બહાર નીકળીને ચાલવા માંડે છે.

રુદ્ર આ જોતા જ, તે પણ કારનો દરવાજો ખોલી પ્રિયાનાં પાછળ દોડવા લાગે છે.

“પ્રિયા..પ્રિયા, આ શું પાગલપન છે, વેઈટ...” રુદ્ર કહેવાં લાગ્યો.

પ્રિયા હજુ પણ એવી જ ઝડપથી પગલા ભરી, પોતાનાં રસ્તે ચાલવા માંડે છે.

રુદ્ર, પ્રિયા સામે આવી ઊભો થઈ જાય છે, “પ્રિયા મેં કાર એક જ મિનટ માટે પાર્ક કરી હતી, કાર ત્યાં રસ્તાની ત્યાં ઉભી છે યાર, એવી રીતે નખરા નહી કરો.”

“વોટ નખરા ?? નખરા તમે કરી રહ્યાં છો, હું નહી.” પ્રિયાએ પોતાની ભડાસ કાઢી નાંખી.

“પ્રિયા સાચે જલ્દી જવું છે.” રુદ્ર પ્રિયાને મનાવતા કહેવાં લાગ્યો.

“ઓહ રિયલી, જલ્દી જવું છે! તમને ખબર છે ને, તમે પૂરતો સમય કાઢીને મળવા માટે આવ્યાં છો, અને મને પણ મારી શોપિંગ કરવી હતી, એ પણ ખબર છે ને તમને..?” પ્રિયા રુદ્રને પૂછવા લાગી.

“પ્રિયા પ્લીઝ, જલ્દી જવું છે..” રૂદ્રે એટલું જ કહ્યું.

“રુદ્ર આ મારો સવાલનો જવાબ નથી, હું તમને કહું ? પ્રોબ્લેમ શું છે, તમારી જલન..” પ્રિયાએ બકી કાઢ્યું.

“શું જલન, શેના માટે.” રુદ્રને સાચું ખબર છતાં, તે જવાબને છુપાવતાં કહેવાં લાગ્યો.

“રુદ્ર મને કોઈ સફાઈ નથી આપવી, હું ફરી મોલમાં જાઉં છું, મને શોપિંગ કરવી છે, તમને જલ્દી છે, સો તમે જઈ શકો છો.” પ્રિયા મોલના રસ્તા ભણી ફરી વળાંક લેતાં કહેવાં લાગી.

“એક મિનટ, કારમાં બેસ, શોપિંગ માટે આવું છું હું પણ..” રૂદ્ર એટલું બોલીને પોતાની કાર તરફ વળે છે અને પ્રિયા માટે કારનો દરવાજો ખોલી ઊભો રહે છે.

પ્રિયા પણ કારમાં જઈ ચૂપચાપ બેસી જાય છે. રુદ્ર ફરી કારનો વળાંક લઈ મોલની દિશામાં ભગાવી મુકે છે. પ્રિયા મોલમાં જઈ સોની માટેનું ગિફ્ટ અને બીજી પણ શોપિંગ એકસાથે કરી લે છે. અને મોલમાં જ એક કોફી શોપમાં જઈને એક ટેબલને ત્યાં જઈ બંને, ખુરશી પર ગોઠવાય છે.

ત્યાં જ પ્રિયા જે વાત અધૂરી રહી ગઈ હતી, અને રુદ્ર શોપિંગ દરમિયાન એક પણ શબ્દ ન કાઢતાં પ્રિયા જ વાતની શરૂઆત કરે છે.

“રુદ્ર હું કંઈક કહેવાં માગું છું.” પ્રિયાએ રુદ્રની નજરોમાં જોઈને કહ્યું.

“હ્મ્મ” રૂદ્રે એટલું જ કહ્યું.

પ્રિયા શાંતિથી સમજદારીથી વાતને કહેવાં માંડે છે, “ફર્સ્ટ આઈ એમ રિયલી સોરી, તમને એવું જ લાગી રહ્યું છે ને, કે નીલ સર સાથે તમારો પરિચય નથી કરાવ્યો, અને હું તમને ઈગ્નોર કરી રહી હતી ત્યાં, એવું લાગતું હતું ને તમને ?”

રુદ્ર ફરી કંઈ પણ કહેતો નથી.

રુદ્ર, હું સોરી કહી રહી છું ને, બટ એ જ નથી ગમતું કે, તમે આવી રીતે મારા પર હક કેમ બતાવી રહ્યાં છો ? પ્રિયાએ પોતાનાં મનની વાત કહી.

“પ્રિયા...કયા હકની વાત કરો છો તમે ?” રૂદ્રે પૂછ્યું.

“એ જ કે, હું તમારી ગર્લફ્રેન્ડ નથી, સો તમે મારા પર હક નહી જતાવો, હું સર સાથે વાત કરું કે કોઈ બીજા સાથે, તમને એવી રીતે સ્પીડમાં કાર ચલાવવા માટે હું નથી કહેતી રુદ્ર !!” પ્રિયા બધું જ કહી ગઈ.

“પ્રિયા તમે નહિ સમજી શકો, પણ તમે મને આવી રીતે ઈગ્નોર કેવી રીતે કરી શકો?” રૂદ્રે કહ્યું.

“હા સોરી કીધું ને, વાતને હવે સ્ટોપ કરશો પ્લીઝઝઝઝ....” પ્રિયા લાડમાં પાતળો અવાજ કાઢી કહેવાં લાગી.

“ઈટ્સ ઓ.કે. સાચી વાત કહું પ્રિયા, આઈ ડોન્ટ નો, બટ મારા દિલને બેચેની થવા લાગી હતી, ઉપરથી હું ત્યાં હતો, તો પણ મને ઈગ્નોર થતું લાગ્યું.” રૂદ્રે પણ પોતાની વાત કહી જ નાંખી.

પ્રિયા મનમાં જ કહેવાં લાગી, ‘રુદ્ર મને આ જ તો સાંભળવું હતું.’

“પ્રિયા શું વિચારો છો.” રૂદ્રે પૂછ્યું.

“હા એ જ કે અમારું કોલેજનું ગ્રૂપ હમણાં વેકેશન પછી ટ્રીપ પર જવાના છે, તમે આવશો? હું તમારો પરિચય પણ કરાવા માગું છું મારા બધા જ ફ્રેન્ડ્સ સાથે.....”

“હા ફ્રી રહીશ તો જરૂર.” રુદ્ર આટલું બોલ્યા બાદ તરત બીજો જવાબ આપે છે, “પ્રિયાયાયાયા...હું પણ એજ વિચારતો હતો કે, કેમ નાં આપણે બંને, ફક્ત એક દિવસનાં માટે જ, તારી મનપસંદ સ્થળે જઈને ફરી આવીએ.”

“ઓહ તો ઘણા ફાસ્ટ છો તમે નય.” પ્રિયા પણ નખરાળી અદામાં કહેવાં લાગી.

“મોકો ક્યાં આપ્યો સાબિત કરવાનો.” રુદ્ર થોડુંક મલકાતો કહી ગયો.

“ઓહ, તો મોકો જોય છે, પોતાને ફાસ્ટ સાબિત કરવા.” પ્રિયા કાતિલ આંખોથી રુદ્રને વીંધી નાંખવા માંગતી હોય એવી રીતે કહ્યું.

“પ્રિયા આવી કાતિલ આંખોથી નહિ જોવો મને..” રૂદ્રે પ્રિયાની આંખોમાં આંખ નાંખી એવી રીતે જ કહ્યું જાણે એ પણ પ્રિયાની આંખોથી વીંધાવા માંગતો હોય.

‘શું થઈ જશે આવી રીતે હું તમને જોઈશ તો? તમે એવું તો નથી કહી રહ્યાં ને ‘કહી પ્યાર નાં હો જાયે.’ પ્રિયાએ હજુ પોતાની આંખના પલકારા માર્યા ન હતાં, અને એવી જ કાતિલ સ્થિર આંખોથી પ્રિયા, રુદ્રને પૂછી રહી હતી.

શું લાગે તમને પ્રિયા, તમને પ્યાર થશે મારી સાથે?? રુદ્ર આટલું બોલ્યા બાદ થોડા ખોકારા ખાતો કહેવા લાગ્યો “હ્હ્હ...પ્યાર તો દૂરની વાત છે, મેડેમે હજું એ પણ નથી બતાવ્યું કે હું પસંદ છું કે નહિ?” રૂદ્રે જવાબ સાથે સવાલ પણ કરી નાંખ્યો.

“રૂદ્રે, તમે મને પૂછી રહ્યાં છો કે, કહી રહ્યાં છો?” પ્રિયાએ પૂછ્યું.

“શું ફરક પડવાનો, પૂછું કે કહું! તમને તો કોઈ એક જ જવાબ આપવાનો છે, હા કે નાં. બોલોને પ્રિયા, હું તમને પસંદ નથી.?” રુદ્રની આંખમાં જવાબ જાણવા માટેનો તલસાટ હતો.

“રુદ્ર પ્લીઝ, તમે જલ્દબાઝી નહિ કરો.” પ્રિયા હવે આંખમાં તાણ લાવી કહેવાં લાગી.

નહિ નહિ રહેવાં દો, નહી કહો તો ! પણ આ આંખો કરતા, પહેલાની કાતિલ આંખો સારી લાગતી હતી.” રુદ્ર થોડુંક મજાકમાં કહેવાં લાગ્યો.

પ્રિયાથી પોતાનું હસવાનું રોકાયું નહિ, તે હસવા લાગી.

એટલામાં જ ટેબલ પર રાખેલો, પ્રિયાના મોબાઈલની રીંગ વાગી ઉઠે છે. સ્ક્રીન પર અનનોન નંબર દેખાતો હતો. પ્રિયા તે જોઈને ત્યાં જ કોલને રિસિવ કરે છે.

સામેથી જાણે હુકુમ કરતો હોય તેવો અવાજ આવ્યો, “હલ્લો..રોબર્ટ બોલ રહા હું, સામને પ્રિયા મેડમ હે ક્યાં?”

“હા પ્રિયા બોલ રહી હું, રોબર્ટ...?”

“અરે પ્રિયા મેડમ, રોબર્ટ કો નહી જાનતી ક્યાં, અપુન ઉસ દિન મિલે થે, વો ગલી મે..” પ્રિયા સામે છેડે આવતી ભાષાને ઓળખી રહી હતી.

“હા બોલો.” પ્રિયાએ એટલું જ કહ્યું.

“હમદોનો કો મિલના હે, ફિરસે, મિલેગી ક્યાં તું..” રોબર્ટ જાણે શબ્દોનો ઉચ્ચાર એવી રીતે કરી રહ્યો હતો જાણે ઘણો આળસું હોય, અને નશાની હાલતમાં જ હોય એવી રીતે બોલતો જતો હતો.

“હા, તુમ એડ્રેસ ઓર ટાઈમિંગ, મેસેજ કરકે ભેજ દો, બાદમે કોલ કરતી હું.” પ્રિયાએ કહ્યું.

સામેથી હા કે નાં નો જવાબ આપ્યા વગર કોલ કટ થઈ ગયો.

મોબાઈલને ફરી ટેબલ પર મૂકતા પ્રિયા, રુદ્ર સામું જોવા લાગી અને રુદ્ર પ્રિયાને જોવા લાગ્યો. રુદ્રને પૂછવું હતું પણ તે ચૂપ રહ્યો, કેમ કે રુદ્ર, સમજી ગયો હતો કે પ્રિયાને પોતાની લાઈફમાં દખલગીરી પસંદ નથી.

“રુદ્ર જઈએ હવે.” પ્રિયા કહેવાં લાગી.

રુદ્ર સમજી શકતો નાં હતો, પ્રિયાને હમેશાં શું થઈ જાય છે, પ્રિયાને કયા સમયે કયું કામ આવી પડે છે અને શું દિમાગમાં, કયા પણ સમયે નીકળી આવે છે, એ જ સમજાતું ન હતું.

“પ્રિયા, મને જલ્દી નથી, બેસો ને થોડો સમય.” રૂદ્ર જાણે જીદ કરી રહ્યો હોય એવી રીતે કહ્યું.

“ઠીક છે, કેટલા સમય સુધી તમે મારી આંખોમાં અહિયાં બેસીને જોવાના છે ?” પ્રિયાએ પૂછ્યું.

“પૂરી જિંદગીભર.” રૂદ્રે ગંભીરતાથી કીધું.

“રુદ્ર, તમે મારી બાબતમાં એટલા સિરિયસ કેમ થઈ રહ્યાં છો? પ્લીઝ હા, મને લાઈટ લો, મારી જેમ ઘણી મળી જશે.” પ્રિયા ચિંતિત થતાં કહ્યું.

રૂદ્રે કંઈ કહ્યું નહિ.

થોડી જ સેકંડમાં રૂદ્રે જ કહ્યું, “ચાલો જઈએ હવે ??”

રુદ્ર, પ્રિયાને ઘરે છોડીને પોતાનાં મંજિલે કારને ભગાવી મૂકે છે.

પ્રિયા ઘરે આવતાવેંત જ શોપિંગ કરેલી ચીજો પોતાનાં ઘરે મૂકી, સોનીના ઘરની બેલ વગાડે છે. ત્યાં દરવાજો ખોલવા માટે સોની જ હતી.

“સોની એક કામ છે.” પ્રિયા ઘરમાં પ્રવેશ થતાં કહ્યું.

“અરે યાર, તું એટલી ઉતાવળી કેમ થાય છે, શું થયું છે.” સોનીએ પણ અધીરાઈથી પૂછ્યું.

“અરે ચૂપને, તારા બેડરૂમમાં ચાલ, પૂછવું છે તને કંઈક.” પ્રિયા સોનીના બેડરૂમ તરફ જતાં કહ્યું.

સોની પણ અણજાણ થતાં તેની પાછળ ચાલવા લાગી.

બંને પલંગ પર બેસે છે, પ્રિયા પોતાનાં મોબાઈલમાં આવેલો મેસેજ સોનીને વાંચવા માટે આપી દે છે.

સોનીની આંખ, એડ્રેસ જોતા બહાર નીકળી આવે છે, અને આશ્ચર્યથી કહેવાં માંડે છે, “એહ્હહ્હ્હ, તું જવાની છે એકલી ?? ના હા પ્રિયા, મને ખબર છે તું તો જશે જ, પણ મને પણ સાથે લઈ જવાની જ હશે, મારે નથી આવવું, એ હું ચોખ્ખું કહી દેવા માગું છું પ્રિયા.”

“અરે બાબા હા, નહિ આવતી, પણ સાંભળ, આ એરિયો કેવો છે એ જાણવું હતું, કહી દીધું છે એટલે જાઉં તો પડશે જ અને બીજી એમ કે, મારી જિજ્ઞાસા સંતોષવા માટે કે, મને જ કેમ મળવા માટે બોલાવે છે!!”

“એટલે શું! જાઉં તો પડશે જ ?? એ તારા સગાવહાલાં છે પ્રિયા ?? અને જિજ્ઞાસા તે વળી કેવી ?? પ્રિયા તું સમજતી કેમ નથી, તું ઓળખતી નથી એમને યાર કેમ રિસ્ક લેવા માંગે છે યાર?? સોની ઘણી ચિંતિત થતાં કહેવાં લાગી.

“લેપટોપ ખોલ તો, આ એડ્રેસ ચેક કરીએ..” પ્રિયાએ કહ્યું.

સોની લેપટોપ ખોલીને પ્રિયાના સૂચન અનુસાર, પૂરું એડ્રેસ સર્ચ કરવા લાગી. અને તેને મળી જ ગયું.

પ્રિયાએ ફક્ત એટલું જ કહ્યું, “ઓ.કે.”

“પ્રિયા યાર તને જવું જ છે ?” સોનીએ પૂછ્યું.

“હા, જોઈએ ને શું કામ છે, મોબ ડાન્સમાં કેટલા બધા ડાન્સર હતાં, પણ મને જ કેમ તેઓ બંનેએ અટકાવીને, મારી સાથે વાત કરવા લાગ્યાં !!.”

“પ્રિયા તું એક વાર શાંતિથી વિચારી લે યાર, આવા બધામાં આપણાને નથી પડવું, આપણી એકઝામ નજદીક છેછેછેછેછે...” સોની જાણે પ્રિયાને ભાનમાં લાવતી હોય એવી રીતે કહેવાં લાગી.

“મેં વિચારી લીધું છે, મને જવું છે મળવા..” પ્રિયા દ્રઢ નિર્ણયે કીધું.

“ઠીક છે હું પણ આવી રહી છું તારી સાથે..” સોનીએ ગુસ્સાવાળી આંખો દેખાડતી કહ્યું.

હે..હે..હે.. પ્રિયા હસવા લાગી અને કીધું, મને ખબર હતું જ યારા, તું આવશે જ મારી સાથે. તો આ સન્ડે અંધેરી ઈસ્ટ??

“હા તને ખબર જ હતું, પણ એક ખબર નથી તને કે, હું સાથે રોનકને પણ આપણી સાથે બોલાવીશ, હવે તારો હા કે ના, જવાબ નથી જોઈતો મને.” સોનીએ ચોખવટ કરી.

“ઓ.કે. ડન” પ્રિયાએ ઉત્સુકતાથી કીધું.

રવિવારનો દિવસ આવી જ ગયો. સવારે દસના સુમારે પ્રિયા સોની અને રોનક વિરારથી લોકલ ટ્રેન પકડીને અંધેરી ઉતરે છે. એડ્રેસ પ્રમાણે તેઓ અંધેરી ઈસ્ટમાં ઉતરી એક ટેક્સી પકડીને, કહેલા એરિયામાં ઉતરી પડે છે.

ત્યાં જ લોકોની ભીડભાડ ઘણી દેખાતી હતી. જ્યાં ઘણી બધી લારી એક પછી એક ઊભી દેખાતી હતી અને બધી જ લારીઓ પર લોકોનું ટોળું વીંટળાયેલું હતું. સોનીને પાવભાજીની લારી દેખાય છે, એ જોતા જ સોની કહી ઉઠે છે, “યાર ભૂખ લાગી છે, પહેલા પેટ પૂજા કરીએ.”

ત્યાં જ પ્રિયાના મોબાઈલની રીંગ વાગી ઊઠે છે, પ્રિયા કોલને રિસિવ કરે છે. સામેથી રોબર્ટનો સ્વર સંભાળાય છે, “પહોંચ ગઈ ક્યાં તું ?”

(ક્રમશ: ..)