Dhak Dhak Girl - Part - 14 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ભાગ ૧૪

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ભાગ ૧૪

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૪]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

બીજે દિવસે ઑફીસમાં ગયો કે મારા મૅનેજર વ્યંકટેશે મને તેની કેબીનમાં બોલાવ્યો.
"તન્મય, બેંગ્લોર ઑફીસ કન્વેયડ સ્પેશીયલ થેન્ક્સ ફોર યોર બેંગ્લોર-વિઝીટ, ઈટ હેલ્પ્ડ ધેમ લૉટ.." -જેવો હું અંદર કેબીનમાં પ્રવેશ્યો કે તેણે કોઈ પણ ઔપચારિકતા વગર વાત શરુ કરી

ધડકન સાથેના બ્રેકઅપને કારણે મને કોઈ જ ઉત્સાહ કે આનંદ નહોતો છતાંય મેં એક સ્મિત મારા ચહેરા પર સજાવી દીધું
"ધે વેર આસ્કીંગ ઇફ યુ વિલ લાઈક ટુ શિફ્ટ ટુ બેંગ્લોર?"

"શિફ્ટ? પરમનેન્ટલી યા ટેમ્પરરી?

"લેટ્સ સી.. ફર્સ્ટ યુ કેન સ્ટાર્ટ વિથ વન યર, ઇફ યુ લાઈક, યુ કેન થીંક ઓવર ઈટ. આયે'મ ઓકે વિથ ઈટ. નાઉ યુ ડીસાઈડ"

.

સાચું પૂછો તો આ કલ્પના સરસ હતી
આ બધાથી દુર બેંગલોરે કે એવા કોઈ સ્થળે અમુક સમય સુધી ચાલ્યો જાઉં તો બધું જ ભૂલવામાં સરળતા પડે એવું મને લાગ્યું
પણ સાથે સાથે ધડકનથી આટલું દુર જવાનું ગળે નહોતું ઉતરતું
મતલબ કે.. બસ બે દિવસ પહેલાં જ અમારું બ્રેકઅપ થયું હતું ફરી પાછુ કદી યે નહીં મળવાની સમજુતી સાથે, પણ તોયે મનમાં ક્યાંક તો પણ થોડી આશા હતી કે બધું સમુંસુથરું પાર ઉતરી જશે અથવા ધડકનને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યારેક તો મળવાનું તો થશે જ
એટલે મેં વેઇટ એન્ડ વૉચવાળી નીતિ અપનાવી અને વ્યંકટેશને આ પ્રમાણે જ જવાબ આપ્યો કે 'જોઉં છું. વિચારીને કહું છું"

.

ચાર પાંચ દિવસ વીતી ગયા પણ ધડકનની યાદ હૃદયમાંથી જવાનું નામ નહોતી લેતી
કેટલીય વખત મનમાં એવો વિચાર આવતો રહ્યો તેને ફોન કરવાનો, પણ હિંમત ન થઇ
કયા મોઢે હું ફોન કરું? બ્રેકઅપ તો મેં પોતે જ કરી નાખ્યું હતું
ક્ષણભાર તો એવો અફસોસ થયો કે ક્યાં હું પેલા સ્વામી-લેખાને મળ્યો
ધડકને તેનાં વોટ્સઍપમાં 'લાસ્ટ સીન'વાળું સ્ટેટસ પણ ડીસએબલ કરી નાખ્યું હતું એટલે તે ઓનલાઈન ક્યારે આવી હતી તે પણ ખબર નહોતી પડતી
ઘણી વખત તેનો નમ્બર ટાઈપ કર્યો, પણ કૉલનું બટન દબાવવા જાઉં કે આંગળી ધ્રુજવા માંડતી

.

મારે તેની સાથે વાત કરવી હતી, બસ ફક્ત એક ફ્રેન્ડની જેમ જ વાત કરવી હતી
તે દિવસે સંબંધ તુટવાનો મને જેટલો અફસોસ હતો, તેટલું જ દુઃખ તેને પણ ચોક્કસ થયું જ હશે.
અરે, અમારી ચૅટમાં બ્રેકઅપનો વિષય લાવતા પહેલા મેં તો તે બાબતમાં પુરતો વિચાર કર્યો હતો ને પછી જ એ વાત ઉચ્ચારી હતી, જયારે તેનાં માટે તો તે બધું સાવ જ અચાનક જ હતું. એક વિસ્ફોટ સમાન જ હતું
તો અત્યારે તેની માનસિક સ્થતિ કેમ છે, પોતાની જાતને તે સંભાળી શકી છે કે નહીં, આ બધું જાણવાની ખુબ જ ઈચ્છા હતી

છેવટે ફોન-કોલ નહીંતો ફક્ત મેસેજ કરવામાં તો કોઈ જ હરકત નથી તેવા નિર્ણય પર હું આવ્યો.
થરથરતા હાથે મેં ફોન ઉપાડ્યો અને વોટ્સઍપમાં અમારી ચૅટ-વિન્ડો ખોલી.
"યુ ધેર?" -મેં ધડકતા દિલે મેસેજ સેન્ડ કર્યો

.

લગભગ પંદર મિનીટ મેં રાહ જોઈ, પણ કોઈ જ રીપ્લાઈ ન આવ્યો.
જો કે મને પૂરી ખાતરી હતી કે ધડકન તેનાં ફોનની સાવ બાજુમાં જ બેઠી હશે.

.

"આઈ નો યુ આર ધેર."
"વાઈ આર યુ પ્લેયિંગ સો સ્ટ્રોંગ એન્ડ મેચ્યોર?"
"વૉટ ઈઝ ધ પ્રોબ્લમ ઇન બીઈંગ જસ્ટ ફ્રેન્ડસ?"
"આ બધું કરવામાં મને કંઈ મજા આવે છે? મને મારું દુઃખ શેઅર કરવાનું મન થાય તો હું કોની સાથે વાત કરું?"
ધડાધડ મનમાં જે આવે તે બધું હું ટાઈપ કરીને મોકલતો રહ્યો.

મેં હજુયે દસ-પંદર મિનીટ રાહ જોઈ પણ કોઈ જ જવાબ ન આવ્યો.
આખરે હારીને મેં છેલ્લો મેસેજ મોકલ્યો-
"ફાઈન..! ઈટ ઈઝ માઈ મિસ્ટેક.. ધૅટ આઈ મેસેજ્ડ યુ. સો સૉરી ધડકન મૅમ.. સો સૉરી.."

.

પાંચ મિનીટ પછી રીપ્લાઈ આવ્યો-
"શું થયું છે ? કેમ આટલો ચીડચીડ કરે છે?"

"નહીં તો શું? આટલી બધી વિનવણી કરવી પડે છે, તે તું શું લોર્ડ ફોકલેન્ડ છે કે ?"

"તો નહીં કર ને એટલો બધો વિચાર. ગેટ બૅક ટુ યોર વર્ક. ગેટ બૅક ટુ યોર લાઈફ. મને લાગે છે કે બસ થોડા ટાઈમનો જ સવાલ છે."

"ધડકન, આર યુ આઉટ ઑફ ધ રીલેશનશીપ?"

"નો."

"નો વૉટ?"

"નૉટ આઉટ ઑફ ઈટ."

"તો તને કેવી રીતે ખબર કે બસ થોડા ટાઈમનો જ આ સવાલ છે.

"એવું જ હશે કદાચ. હું તો મારા મનને એવું જ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે બસ થોડા ટાઈમનો સવાલ છે આ."

"આઈ હોપ ધડકન, તને ખબર હશે કે મેં આ બધું અમસ્તું જ નથી કર્યું."

"મને ખબર છે. હું તને ખોટો સમજતી જ નથી. તને ખોટો કેમ સમજુ રે. તું તો.."
[પછી થોડીવાર બધું શાંત થઇ ગયું.]

.

"તું તો..શું ધડકન?"

"ઓહ તન્મય, આપણે શા માટે ફરી પાછી વાતો કરીએ છીએ? આપણે થોડા દિવસ વાતો કરવાનું છોડી જ દેવું જોઈએ."

"મારે તને મળવું છે ધડકન. પ્લીઝ..કમસે કમ એકવાર. આપણે આપણા પ્રેમની કબુલાત સાવ ઇનડાઈરેકટલી જ કરી હતી અને પછી તરત જ બ્રેકઅપ પણ કરી નાખ્યું. પણ આ બધી વખતે હું તારાથી ખુબ જ દુર હતો. હું તને મળ્યો જ નહીં. આપણે એકવાર પણ ન મળી શકીએ કે?"
"નો તન્મય."
"બટ વાય?"
"તન્મય મારી એકઝામ્સ પ્રી-પોન્ડ થઇ ગઈ છે. ડેટ આગળ આવી ગઈ છે ને મારે જર્નલ્સ કમ્પ્લીટ કરવાની છે. ઘણું બધું વાંચવાનું બાકી રહી ગયું છે. અમસ્તો ય બધાંધા પર ફોકસ કરવામાં પ્રોબ્લમ આવે છે તેમાં ફરી મળવામાં હવે ટાઈમ નથી વેડફવો."
"ઠીક છે ને. હું ક્યાં તને ચાર કલાક બગાડવાનું કહું છું? બસ થોડી જ વાર માટે?"
"નહીં ફાવે તન્મય. પ્લીઝ. કારણ વગરની જીદ ન કર એ બાબતમાં."
"આર યુ એવોઈડીંગ મી ધડકન?"
"નો. આયે'મ નૉટ એવોઈડીંગ યુ તન્મય. આયે'મ એવોઈડીંગ ધ સીચ્યુએશન."
"નો ધડકન. યુ આર એવોઈડીંગ મી. આયે'મ ફીલિંગ લાઈક અ બેગર નાઉ. ઇટ્સ ઓકે.. ફાઈન."
"પ્લીઝ ડોન્ટ સે ધૅટ. વી હેવ ડીસાઈડેડ ટુ ગેટ આઉટ ઑફ ઈટ, તો પછી એવી રીતે વર્તવું ન જોઈએ કે? શા માટે ન કરવી જોઈએ તેવી હરકતો કરવાની? એક વાત બીજી વાત તરફ અને બીજી વાત ત્રીજી તરફ દોરી જશે અને આમ બધું પછી વધતું જ જશે."

"ધડકન હું શું કરી રહ્યો છું શા માટે કરી રહ્યો છું મને કંઈ જ ખબર નથી પડતી. ડોન્ટ નો વાય આયે'મ હર્ટિંગ માઈસેલ્ફ. મારા માબાપને લઈને આપણે જે એક જ તુણતુણ માથામાં લઈને બેઠા છીએ.. ને તું જે અચાનક જ મનથી આટલી ગંભીર થઇ ગઈ છે, કે હું ગમે એટલું કપાળ કુટૂ તને કોઈ જ ફરક નથી પડવાનો."

"તારે જે સમજવું હોય તે “

"થેન્ક્સ ધડકન. થેન્ક્સ ફોર યોર રૂડનેસ."

"તન્મય તે જ કહ્યું હતું ને કે આપણે આમાંથી બહાર નીકળવું છે તેમ? તો પછી?"

"હમ્મ્મ..બરોબર છે તારી વાત. તારું તો મને નથી ખબર પણ હું તો આમાંથી બહાર નીકળી જ ગયો છું."

"વેરી ગુડ. ચલ..બાય ધેન. હું જાઉં છું પરીક્ષાનું વાંચવા."

"તું આટલી ચીકણી હોઈશ મને ખબર નહોતી. જા ભણ. ગોલ્ડ-મેડલ મળવાનો છે ને તને. જા."

"બાય"

.

સોલ્લીડ ચીડચીડ થઇ આવી હતી મગજમાં. એક વાર મળવામાં તેનું શું લુટાઈ જતું હતું?"

દિવસો પર દિવસ વિતતા ચાલ્યા.
આમને આમ એક અઠવાડિયું વીતી ગયું. ને પછી બે અને પછી ત્રણ.
ધડકનનો કોઈ જ મેસેજ નહોતો.
મેં પણ પછી નક્કી કરી નાખ્યું કે હવે તેને કોઈ જ મેસેજ નથી કરવો. પણ તોય મનમાંની તેની યાદ ઓછી થવાનું નામ નહોતી લેતી.
રોજે રોજ તેને મિસ્સ કરવાની આદત પડી ગઈ હતી મને. રાત પડે ને તેની વાતો મગજ પર કબજો લેવાનું એક દિવસ પણ ન ચૂકતી. મનમાં એક આક્રોશ ચાલુ હતો.

"મને ખબર છે કે સ્થિતિ ફરી પૂર્વવત્ નથી થવાની, ને એ વાત જ મને મારી નાખે છે, રોજે રોજ. તારી સાથે વાત ન કરવાની વાતને હું ધિક્કારું છું. પણ મને એ પણ ખબર છે કે તને ભૂલવાનો આ એક જ રસ્તો છે. તે મને એટલો હર્ટ કર્યો છે જે સહન કરવાનું મારું ગજું પણ નથી. મારે હવે શીખવું જ પડશે કે તારા વગર સ્વતંત્ર કેમ જીવાય. તને મિસ્સ કરું છું એટલા માટે નહીં કે હું તને મેળવી શકતો નથી, પણ એટલા માટે કે હું તને મેળવી શકતો તો હતો જ. તને મિસ્સ કરું છું એટલા માટે નહીં કે તું દુર છો, પણ એટલા માટે કે તું મારાથી દુર નથી જ. તને મિસ્સ કરું છું એટલા માટે નહીં કે તારે મારી સાથે વાત નથી કરવી પણ એટલા માટે કે તું ફક્ત તારી જાતને રોકી રહી છે. હું મિસ્સ કરું છું તે પરિસ્થિતિઓને જે પહેલા હતી પણ હવે નથી. હું મિસ્સ કરું છું આપણને બંનેને. આપણા સ્ટુપીડ જોક્સ આપણી ક્યુટ ચૅટ..આ બધું તો જ હતું કે જેના માટે જેના થાકી હું જીવી રહ્યો હતો. અને હવે જયારે તે બધું ખતમ થઇ ગયું છે ને ફરી પાછુ નથી આવવાનું તો હું બસ ખોવાઈ ગયો છું. અલિપ્ત થઇ ગયો છું આ દુનિયાથી."

.

.

.

અને પછી તે દિવસે અચાનક જ તેનો ફોન આવ્યો.
"તન્મય, સાંજે કલાકેકનો સમય કાઢ, મળવું છે." -બોલતા બોલતા શ્વાસ ચડતો હોય તેવો તેનો અવાજ હતો.

“હા ચાલશે, પણ થયું છે શું?"

"આ પેલી તન્વીએ માથું ફેરવી નાખ્યું છે મારું." -થોડા ક્રોધમાં તેણે જવાબ આપ્યો.

"તન્વીએ? તે ક્યાંથી આવી વચ્ચે? શું થયું છે મને જરા સરખી વાત કરીશ?"

"અરે, તેણે આપણી વોટ્સઍપની બધી ચૅટ વાંચી લીધી."

"વૉટ?" -હું એટલા જોરથી બરાડી ઉઠ્યો કે આસપાસ વાળાઓ મારી સામે જોવા લાગ્યા.
આ જોઈ હું થોડો ભોઠો પડી ગયો કે હું કેમ ભૂલી ગયો કે હું ઑફીસમાં છું.

"પણ કેવી રીતે?" -મેં અવાજ ધીમો કરતા ધડકનને પૂછ્યું.

"અરે, તેનાં લગ્ન પછી મેં નવો ફોન લીધો છે. તે ઘરે આવી હતી એક્ઝામનું ટાઈમ-ટેબલ લેવા. તો ડાહી થઈને મેં તેને મારો ફોન બતાવ્યો. અને ફોન જોતા જોતા તે દોઢ-ડાહીએ મારું વોટ્સઍપ ખોલ્યું.

"અરે પણ એમ કેમ? તું શું કરતી'તી આટલી બધી વાર?"

"હું કિચનમાં હતી. તેની માટે કાંદા-પૌવા બનાવતી હતી."

"શીટ્ટ..! પછી?"

"પછી શું, આવી સીધી મારા અંગ પર કે- ક્યારથી ચાલી રહ્યું છે આ."

"આ એટલે?"

"આ એટલે આ. અરે, આપણું વોટ્સઍપ જ"

"પણ તેને આમાં ચિડાવા જેવું શું હતું? આમેય તે કેટલા ય દિવસોથી આપણું વોટ્સઍપ તો બંધ છે, અને એમાં છેલ્લા મેસેજીસ તો હશે જ ને આપણા બ્રેકઅપ વાળા"

"તે અમુક મેસેજ મેં ડીલીટ કરી નાખ્યા હતા"

"અમુક જ શું કામ?"

"અરે યાર.. મને નહોતા જોઈતા તે બધા લાસ્ટ મેસેજીસ. ફક્ત આગળનાં જ મેં રાખ્યા છે"

"તો આગળના મેસેજીસનું શું કરવાની છો? તે બધા કેમ રાખ્યા છે?"
[કેટલો ફાલતું સવાલ મેં પૂછ્યો છે તે હું જાણતો જ હતો પણ તો ય તેના મોઢે જવાબ સાંભળવાની અદમ્ય ઈચ્છા થઇ આવી હતી]

"ચુપ કર તું"

"તો? હવે પેલીનું શું કહેવું છે?" -મેં વાત બદલતા પૂછ્યું

"હવે ફોન પર જ બધું કહું કે? તું સાંજે મળ. તે પણ આવવાની છે. તું જ જવાબ આપજે બધા તારી પેલી ગર્લ-ફ્રેન્ડને"

"ઠીક છે. ક્યાં કેટલા વાગે?

"સાડા સાતે મેડી'ઝ પાસ્તામાં. બાય"

“એક મિનીટ. આપણે થોડું વહેલું.. પોણા સાતે મળીયે તો. મને તું પહેલા થોડું ડીટેલમાં કહેજે કે તેણે શું કહ્યું. તે આવે તે પહેલા આપણે થોડી વાત કરી લઈએ તો સારું પડશે"

"ઓલરાઈટ. પોણા સાતે આવું છું હું"

.

આટલા દિવસે ધડકનને મળવાનો આ સંજોગ બન્યો હતો, તો તન્વી આવે તે પહેલા અમારા બંને એકલા માટે મારે સમય જોઈતો હતો.
તન્વીએ શું કહ્યું કે તે શું વિચારે છે અમારા બંને વિષયે, તેની સાથે મારે કોઈ જ લેવાદેવા નહોતી. મારે તો ધડકન સાથેનો આ પોણો કલાક જ મારા માટે બહુ કીમતી હતો.
ધડકન સાથે વાત પૂરી કરીને મેં ફોન બાજુએ મુક્યો.
આજુબાજુ વાળાઓ હજીય મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, પણ તેમને અવગણીને હું મારા કામે ચડ્યો.

.

બરોબર પોણા સાતે હું મેડી'ઝ પાસ્તા પર પહોચ્યો તો મારી નવાઈ વચ્ચે ધડકન પહેલેથી જ ત્યાં આવી ગઈ હતી.
દુરથી તેને જોતા જ મારું હૃદય જોર જોરથી 'ધક ધક' કરવા લાગ્યું.
હા તે હજુયે મારી 'ધક ધક ગર્લ' હતી જ, તો આવું થવું તો બેશક જ હતું.
દિલની ધડકન એવી રીતે મચલી ઉઠી હતી જાણે કે હું મારી આ ધડકનને સાવ પહેલી જ વાર જોતો હોઉં.
તેણે ઑફ-વાઈટ રંગની કેપ્રી અને ફ્લોરોસેન્ટ ગ્રીન રંગનું સેમી-ટ્રાન્સપેરેન્ટ શર્ટ પહેર્યું હતું ને ગળાને ફરતો રંગબેરંગી સ્ટ્રૉલ..
એકદમ સોલ્લીડ દેખાતી હતી તે..!
મનમાં વિચાર આવ્યો કે- "સરખો વિચાર કરી લે તન્મય, જો જરા જો કે તું શું ગુમાવી રહ્યો છે. આ તારી ગર્લફ્રેન્ડ જો તારી વાઈફ બને તો અડધું ઉપરાંત તારું ફ્રેન્ડ-સર્કલ ને ફેમીલીવાળા અને ઑફીસવાળા બધા જલી જશે તારી ઉપર. તે તો તારી થવા તૈયાર જ છે પણ તું જ બધી ફાલતું વાતોમાં અટવાઈને તેને છોડી રહ્યો છે."

.

"હાય ધડકન.." -મેં ગ્રીટ કરી તેને. પણ તે ફક્ત હસી મારી સામે જોઇને.
અમે અંદર ગયા.

"બોલ.. શું થયું?" -ધડકને કૉફી ઓર્ડર કરી એટલે મેં પૂછ્યું.

"જો તન્મય, તારા અને તન્વી વચ્ચે જે કંઈ પણ હતું તે બધો જ ભૂતકાળ હતો. બરોબર?

"ઑફ કોર્સ.." -મેં સંમતિમાં માથું હલાવ્યું.

"અને તારા કહેવા પ્રમાણે હવે તન્વી તારા માટે કોઈ જ નથી, તો તેવું જ તેને પણ ફિલ થવું જોઈએ.

"એબ્સ્યુલીટલી બરોબર."

"તો આવી પરિસ્થિતિમાં હું તને ક્યારે મળું છું, મેં તને ક્યારે ફોન કર્યો..આ બધી વાત તેને શા માટે કહેવાની? તે કઈ મોટી ક્વીન વિક્ટોરિયા છે? મારે શું તારી સાથેનું બધું જ તેને પૂછી પૂછીને જ કરવાનું કે?"

.

કૉફી લઈને આવેલો વેઈટર ધડકનને ચિડાયેલી જોઇને એકદમ થંભી જ ગયો.
તેને કદાચ લાગ્યું કે કદાચ અમારી વચ્ચે કોઈક બોલાચાલી થઇ રહી છે.
તેની ગેરસમજણ દુર કરવા મેં તેની સામે હસીને તેને કૉફી સર્વ કરવા માટે કહ્યું.

"ઓકે ઓકે..શાંત શાંત.. મને જોવા દે તે શું કહે છે. તું તેની મૈત્રિણ છો તો કદાચ તેણે તારી પાસેથી એક્સ્પેક્ટ કર્યું હોય કે તું તેને બધી વાત કરે."

"એવું નથી તન્મય.."

“તો કેવું છે? મને સરખું કહીશ તું?"

“તે એવું બોલી કે હવે જયારે તેનાં મેરેજ થઇ ગયા છે અને તું એકલો પડી ગયો છે તે જોઇને હું તને મારી જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરું છું."

"લોલ્ઝ..એવું બોલી તે? મને તો મનમાં ને મનમાં સાચે જ હસવું આવે છે કે આ છોકરીઓ કઈ વાતને ક્યાં અને કેવી રીતે પકડીને ઝગડો શરુ કરી દે છે. સાચે જ"

"હા તો હું શું કોઈને મારી જાળમાં ફસાવવા બેઠી છું કે અહિયાં? અને સમજો કે હા બેઠી છું, તો મને એ નથી સમજાતું કે તે કોણ આવી તારી પર હક્ક જમાવવા વાળી? જા ને તારા પેલા.. શું નામ એનું..પેલા શેરુ પાસે. ખોળામાં બેસ એનાં જા. અમારે અહીં શું કરવું તે અમે જોઈ લેશું."

.

[ધડકનનાં મોઢામાંથી 'અમે' શબ્દ સાંભળીને મને ખુબ જ સારું લાગ્યું. ભલે ફક્ત તે શબ્દ પૂરતાં જ.. પણ અમે 'અમે' હતા..ભેગા હતા]

.

"ઓકે.. તો એક કામ કરીએ ને. તેને કહી દઈએ કે અમારું તો બ્રેકઅપ થઇ ગયું છે અને આજે અમે છેક એક મહિના પછી મળ્યા છીએ."

"ના, પ્લીઝ..તેને કંઈ પણ કહેવાની કોઈ જ જરૂર નથી. આપણે પેચઅપ કરીએ કે બ્રેકઅપ કરીએ તેને બધું અપડેટ દેવાની કોઈ જ જરૂર નથી. તેને બસ ફક્ત એટલું જ ક્લીઅર કરી દે કે તારો અને તેનો હવે કોઈ જ સંબંધ નથી. ઓકે?"

.

[ગમે તેટલી ટ્રાઈ કરી પણ મારાથી સીરીયસ થવાતું જ નહોતું. આઈ મીન..ધડકન સાચે જ ચિડાયેલી હતી પણ તોયે તે એટલી મીઠી લગતી હતી ને..કે મને પેલી પોન્ડ્સની ઍડ યાદ આવતી હતી. 'ગુગલી વુગલી વુશ્શ'ની. તેનાં ગાલ આમ ખેંચવાનું એવું મન થઇ આવતું હતું]

.

તે પછીની દસ-પંદર મીનીટો ધડકન ઘણું ઘણું બોલતી રહી, પણ હું તો બસ તેની વાતોમાં ધ્યાન આપવાને બદલે તેને મારી આંખોમાં..મારા મગજમાં..બસ ભરી લેવાની જ કોશિષ કરતો રહ્યો.

બરોબર સાડા સાતે તન્વી આવી-
"હાય ધડકન, હાય તન્મય."

.

અમે બંનેએ તેને રીપ્લાઈમાં હાય કર્યું.
તેનું ધ્યાન ટેબલ પર પડેલા કોફીના બે કપ પર પડ્યું.

"ઓહ, તમે બંને તો બહુ બધી વારથી અહિયાં બેઠા લાગો છો. હું જલ્દી તો નથી આવી ગઈ ને? -થોડા વિચિત્ર ટોનમાં તન્વી બોલી.
અમે બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં.

"ધડકન, મારી માટે કંઈ ઓર્ડર કર્યું કે નહીં?"
ધડકને નકારમાં માથું ધુણાવ્યું.

"ઑફ કોર્સ, હું યે શું યાર કેવું પૂછી બેઠી..તું શું કામ મારા માટે ઓર્ડર કરવાની."
તન્વીએ મેન્યુ-કાર્ડ ઉપાડ્યું અને તેમાં જોઇને પોતાના માટે સેન્ડવીચ ઓર્ડર કરી.

.

ધડકને મારી તરફ જોયું જાણે કે કહેતી હોય કે- જોયું? કેવી રીતે વાત કરે છે આ.
આ જોઈને મેં તેને શાંત રહેવાનો ઈશારો કર્યો.

.

સો? હાઉ ઈઝ લાઈફ તન્મય?" -તન્વીએ મને પૂછ્યું.

"લાઈફ ઈઝ ગુડ.."

"બેટર ધેન બીફોર?"

"હા..ઑફ કોર્સ."

"એન્ડ હાઉ ઈઝ ધડકન?"

"મને પૂછે છે કે તું?" -મેં ચોખવટ કરવા પૂછ્યું

"હો.. ઑફ કોર્સ."

"તો આસ્ક હર. વાય ટુ મી?"

"મને લાગ્યું કે તેના વિષે તને વધુ માહિતી હશે"

"હે બઘ તન્વી.” –મેં હાથ થોડો આગળ વધારીને તેને કહ્યું- “કંઈક તો બી ગેરસમજ થઇ લાગે છે તને."

"ઓ રિયલ્લી? મને એક્સ્પ્લેન કરવાની તસ્દી લઈશ?"

.

હું કંઇક બોલવા જતો હતો ત્યાં ધડકને તેનો હાથ મારા હાથ પર મુકીને મને રોક્યો.

[તે ક્ષણભરનો સ્પર્શ..તેમાં રહેલી ઉષ્મા..તે બધી ભાવના.. આવી સ્ફોટક પરિસ્થિતિમાં પણ મને એકદમ સ્વર્ગીય અહેસાસ દઈ ગઈ]

.

"તે તને શા માટે કંઈ એક્સ્પ્લેન કરે તન્વી?" -ધડકને વાત ઉપાડી લીધી.

"તું તેની વકીલ છે કે? મેં તેને પૂછ્યું છે, તે જવાબ આપશે"

"વકીલ નહીં તેની મૈત્રિણ છું. અને જો તે મારું નામ ન પણ લીધું હોત તો યે તું આ પ્રશ્ન શા માટે પૂછે છે તે મને બહુ સારી રીતે સમજાય છે."

"ધડકન," -તન્વી અમસ્તી જ કુત્સિત રીતે હસી અને બોલી- “કદાચ તું ભૂલી ગઈ છો પણ હું અને તન્મય બે વરસ સુધી એકત્ર હતા. હી વૉઝ માય બોયફ્રેન્ડ"

"એક્ઝેક્ટલી તન્વી..એકત્ર હતા. હી વૉઝ યોર બોયફ્રેન્ડ. અત્યારે નથી. તે જે કઈ પણ હતું તે ભૂતકાળ હતો. ઓકે? અને અત્યારે આપણે વર્તમાનકાળમાં છીએ."

.

મને સાચે જ લાગ્યું કે ધડકનનો જવાબ જબરદસ્ત હતો, તન્વીના જ શબ્દો પકડીને તેની સામે ફેકેલો એ જવાબ કે જેની સામે શું બોલવું તેની તન્વીને કંઈ સમજ જ ન પડી અને આ મોકાનો લાભ ઉઠાવી ધડકને આગળ ચલાવ્યું-

"તારા મેરેજ થઇ ગયા છે તન્વી. તન્મય તે રીલેશનશીપમાંથી તો ક્યારનો ય બહાર નીકળી ગયો છે. અને એટલે હવે તે કોને કેટલો ઓળખે છે અને કોની કેટલી માહીતી તે ધરાવે છે તે બધું તને કહેવા માટે તે બંધાયેલો નથી."

[મને આ બધું બહુ મસ્ત મસ્ત લાગતું હતું. બે ખુબસુરત યુવતીઓ મારા માટે એકબીજા સાથે ઝગડતી હતી. બહુ જ સુખદ વિચાર હતો આ. હું આરામથી ખુરશી પર પીઠ ટેકવીને પગ લંબાવીને તેમની વાતો સાંભળતો હતો.]

"બરોબર છે ધડકન. પણ બે વરસ કોઈ નાનો પીરીયડ નથી. અમારો એકમેક ઉપર પ્રેમ હતો અને કદાચ હજી પણ હશે..લગ્ન થઇ ગયા એટલે પ્રેમ પૂરો થઇ જાય એવું નથી હોતું. તો એ જ કારણસર.."

"રોંગ તન્વી..! તમારો એકમેક ઉપર પ્રેમ હતો જ નહીં."

તન્વી અને હું, આ વાક્ય સાંભળીને ચોંકી ઉઠ્યા.
"વૉટ ડુ યુ મીન પ્રેમ નહોતો. વી ડીડ લવ ઈચ-અધર. રાઈટ તન્મય?" -તન્વીએ મારી તરફ જોઇને પૂછ્યું.

"નો.." –ધડકને બેધડક રીતે બોલી દીધું- "મને ખાતરી છે કે આ તમારા બંનેની કોઈક મીઠી ગેરસમજ હતી. તમારો જો સાચે જ એકમેક ઉપર પ્રેમ હોત તો આજે તમે જુદા જુદા ન હોત. ગમે તેમ કરીને તમે લગ્ન કરી જ લીધા હોત."

"ઓ..કમઓન ધડકન, ફરીથી સ્ટાર્ટ નહીં થઇ જતી. હજાર વખત મેં તને કહ્યું છે કે પ્રોબ્લમ શું હતો તે."

"હા બરોબર છે. તે મને કહ્યું છે હજાર વખત. પણ એક વાત ધ્યાનમાં રાખ તન્વી, પ્યાર કભી ઝુકતા નહીં. આ પૃથ્વી પરનો કોઈ જ માણસ કે પછી કોઈ સુપર-નેચરલ શક્તિ પણ પ્રેમને હરાવી શકતી નથી. લવ ઈઝ ઈમમોર્ટલ. પ્રેમ અજર અમર છે. તમારા વચ્ચે જો સાચે જ પ્રેમ હોત તો તમે હજારો રસ્તાઓ શોધી કાઢ્યા હોત એકમેકથી જુદા થવાની બદલે."

[ધડકનનું આ વાક્ય મારા રોમરોમમાં રોમાંચ ભરી ગયું]

"તને હવે અલગથી કહેવાની જરૂર નથી તન્વી, કે વેન અ વુમન વોન્ટ્સ સમથિંગ..શી ગેટ્સ ઈટ બાય એની મીન્સ."

[ધડકનનું કહેવું એકદમ સાચું હતું. મેં ભલે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હોય પણ મારું મન તો હજીયે એ વાત માનવા તૈયાર જ નહોતું કે અમે બંને જુદા થઇ ગયા છીએ અને ધડકન મારા આયુષ્યમાં હવે ક્યારેય નહીં આવે. આવતીકાલે જો ધડકન એમ કહે કે તેનાં લગ્ન થવાના છે કે મારા ઘરવાળાઓ જો મારા માટે બીજી છોકરી પસંદ કરે તો શું આ બંને વખતે ચુપ રહીશ કે? ઈમ્પોસીબલ..! શક્ય જ નથી આ વાત. હું અહીંનું ત્યાં ફેરવી નાખીશ. આખી દુનિયા ઉથલપાથલ કરી નાખીશ પણ આ બન્નેમાંથી એક પણ વાત થવા નહીં દઉં. ધડકન મારી છે, ફક્ત મારી જ.]

મારા મનમાં હમણાં જ થયેલ આ નવા આવિષ્કારથી હું હવે ચોંકી ઉઠ્યો હતો. પણ પેલી બાજુ તે બંનેનું ભાંડણ તો હજીયે ચાલુ જ હતું

.

"તારા માટે તન્મયને હવે કોઈ જ પ્રકારની લાગણી નથી તન્વી અને મને લાગે છે કે તારે સુદ્ધા હવે આ વાત સમજી લેવી જોઈએ. તો ફાલતું જ બીજાની ભાંજગડમાં પડવાનું હવે છોડી જ દે તું."

"તન્મય શું હું તારા માટે કોઈ જ નથી?" -તન્વીએ આંચકો ખાઈને મને પૂછ્યું.

"વેલ સાવ એવું નહીં તન્વી. વી આર ગુડ ફ્રેન્ડસ નાઉ. જસ્ટ ફ્રેન્ડસ."

તે પછી ઘણી વાર સુધી અમે વાતો કરતા રહ્યા. પણ તે બધી જ નિરર્થક હતી.
તન્વી પાસે બોલવા માટે કોઈ એવો ઈમ્પોર્ટન્ટ મુદ્દો વધ્યો નહોતો. તે જાણે કે સાવ એકલી જ પડી ગઈ હતી.
છેલ્લે તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેનાં ડ્રાઈવરને બોલાવી લીધો.

"આયે'મ પેઈંગ ફોર માય સેન્ડવીચ. તમે તમારું પેમેન્ટ કરજો." -પર્સમાંથી સો રૂપિયાની નૉટ કાઢીને ટેબલ પર મુકતા તે બોલી.

"ગુડ ધૅટ વી આર ગુડ ફ્રેન્ડસ" -જતી વખતે મારી તરફ જોઇને તે બોલી- "તો એક ફ્રેન્ડ સમજીને તને સલાહ આપું છું તન્મય, કે જે ભૂલ તે ત્યારે કરી હતી તે જ ભૂલ તું ફરી પાછો કરવા જઈ રહ્યો છે. તું ધડકન સાથે મેરેજ કરી શકવાનો નથી. તો પછી ઈતિહાસને ફરીથી રીપીટ કરવો છે કે તારે? જે ત્રાસ..જે દુઃખ તે સમયે તે ભોગવ્યું હતું, તે જ તારે ફરીથી વહોરી લેવું છે કે? સરખો વિચાર કર અને પછી નિર્ણય લેજે."

અને ધડકન તરફ એક નજર પણ કર્યા વગર તે બહાર ચાલી ગઈ.

.

"હુશ્શ.." -કેટલી ય વાર પછી મેં મોકળો શ્વાસ લીધો.

ટેબલ પરની કોફી ઠંડી થઇ ગઈ હતી.
"કોફી લઈશ કે?" -મેં ધડકનને પૂછ્યું.

"હમ્મ્મ.." -ધડકન બંને હાથે પોતાનું કપાળ દબાવતા બોલી.

અમે ફરી પાછી કોફી ઓર્ડર કરી. કેટલી ય વાર સુધી બેઉમાંથી કોઈ જ કંઈ પણ ન બોલ્યું.

"ધડકન.." -કોફી આવી એટલે આખરે મેં વાત શરુ કરી- "થોડીવાર પહેલા તું જે બોલી કે મારા અને તન્વી વચ્ચે પ્રેમ નહોતો ને એવું બધું..તે વાત સો ટકા મારા ગળે ઉતરી છે.”

"હમ્મ્મ.." -ધડકન હજી યે મારા તરફ જોતી નહોતી ને બસ પોતાની કોફી તરફ નજર રાખી તેને ગળે ઉતરતી રહી.

"તન્વીને મેં શેરુની સાથે જવા દીધી. પણ તેની જગ્યાએ જો તું હોત તો.."

ધડકન હવે તેની મોટી મોટી આંખોથી મને જોઈ રહી.
હા, આખરે તેણે મારી સાથે નજરો મેળવી અને તે ક્ષણ..
બસ..! બાકી બધું જ મારા માટે હવે ધૂંધળું થઇ ગયું હતું.

એકી શ્વાસે કોફી ગટગટાવી મેં તેનો હાથ મારા હાથમાં લીધો.
"આયે'મ સૉરી ધડકન, તે બધા માટે સો સૉરી. હું મૂરખ હતો. તે જે કહ્યું તે ખરું જ છે. લવ ઈઝ ઈમમોર્ટલ. પ્રેમ કોઈ દિવસ હારતો નથી. આપણે બંને મળીને આમાંથી કોઈ રસ્તો કાઢીશું. વી વિલ ડુ સમથીંગ. મને માફ કરીશ ને?"

"હમ્મ્મ, " -ધડકને નજર નીચી રાખીને બસ હોંકારો દીધો.

"ધડકન, આય.."

"ડોન્ટ તન્મય. પ્લીઝ સ્ટોપ"

"કેમ? શું થયું?"

"પ્લીઝ અત્યારે નહીં. આવતા અઠવાડિયે મારી એકઝામ્સ છે. પ્લીઝ અત્યારે નહીં, અહીં નહીં. વેઇટ ફોર ધૅટ. સેવ ધોઝ મેજિક વર્ડ્સ ફોર લેટર.." -પોતાનો હાથ મારા હાથમાંથી સરકાવી લેતા તે બોલી- “બાય તન્મય. એકઝામ્સ પછી મળીશું."

આટલું કહીને પટકન તે હોટલમાંથી બહાર નીકળી ગઈ.

.

તે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે મેં તેનાં મોબાઈલપર મેસેજ કર્યો- "હમ આપ કે હૈ કૌન?"

હું તેની પાછળની આકૃતિ જોતો રહ્યો.
ધડકન ડીવાઈડર પર ઉભી રહીને મારો મેસેજ વાંચી રહી હતી.
સામેનો રસ્તો હવે ક્રોસિંગ માટે ખુલ્લો જ હતો.
ધડકને પાછળ ફરીને મારી તફ જોયું અને..
અને મારી તરફ તેણે એક ફ્લાઈંગ કિસ મોકલાવી.

.

તે ક્ષણનો તે અનુભવ.. શબ્દોમાં વ્યક્ત કરવો સાવ અશક્ય જ છે. સૉરી મિત્રો તમે તમારી મેળે જ
સમજી લેજો એ બધું.
આથી વધુ તો હું શું કહું..!
મૈં અબ નશે મેં હૂં
મૈં નશે મેં હૂં..! [ક્રમશ:]

.

__અશ્વિન મજીઠિયા..