કર્મ : એક નાદાન છોકરીની કહાની
સુરતના એકદમ છેવાડે આવેલું ગામ. તે ગામનું નામ હતું મોરા. મોરમાં એક ગરીબ કુટુંબ જે ઝુપડપટ્ટીમાં રહેતું હતું. પરિવારમાં લાલબહાદુરભાઈ, ગોમતીબેન અને બે સંતાનો, એક છોકરો અને એક છોકરી એમ કુલ ચાર લોકોનો સંસાર. છોકરીનું નામ હેપ્પી અને છોકરાનું નામ મહેશ હતું. તેમને એક કુતરો પણ પાળેલો હતો.
આ કુટુંબ ખુબ જ સંઘર્ષ કરીને પોતાની રોજી-રોટી મેળવતું હતું. લાલબહાદુરને રસ્તા પર ચાની દુકાન હતી અને ગોમતીબહેન એક પરિવારને ત્યાં સફાઈકામ કરતા હતા. હેપ્પી પાંચમું ભણતી હતી અને મહેશ એક સરકારી સ્કુલમાં ત્રીજું ભણતો હતો. તેમના ફાટેલા અને થીગડા મરેલા કપડા જોઇને લોકો તેને ભિખારી સમજતા.
ગરીબ કુટુંબમાં જીવનાર એ પરિવાર ભલે ગરીબ હતું પણ દિલ અમીર હતું. ગોમતીબેનને વાંચવાનો ખુબ શોખ હતો એટલે તેમને લાયબ્રેરીમાં પાસ કઢાવેલો હતો. શરૂઆતમાં તો લાલબહાદુર ખુબ જ ખીજવાતો પણ પછી તે પણ થોડું ઘણું વાચી નાખતો. ગોમતીબેનની ગરીબી જોઇને લાઈબ્રેરીવાળા ભાઈએ પણ મફતમાં પાસ કાઢી આપ્યો હતો.
ગોમતીબેન ક્યારેક ધાર્મિક પુસ્તકો તો ક્યારેક વાર્તાની બૂક પોતાના ઘરે લઇ જતા. ક્યારેક સારી બૂક હોય અને તેમણે ગમી જાય તો તે આખી રાત વાંચીને તેને પૂરી કરતા. પછી તે વાર્તા સાંજે સુવાના સમયે હેપ્પી અને મહેશને સંભળાવતા. હેપ્પીણે વાર્તા ખુબ ગમતી તો મહેશ ક્યારેક ક્યારેક સુઈ જતો. હેપ્પી તેની માને પ્રશ્નો પણ કરતી કે મમ્મી આવું કેમ હોય? તે વ્યક્તિ આવો કેમ હશે અને બીજા ઘણા બધા. ગોમાંતીબહેન પણ સાચો, સચોટ અને તર્ક્પુર્વક જવાબ આપતા.
હેપ્પી ભણવામાં પણ હોશિયાર હતી. તેનું મગજ પણ દસમું ભણતી હોય તેટલું ચાલતું. તેની સ્કુલમાં બધા જ શિક્ષકો તેને ઓળખતા અને મનમાં કહેતા “કેટલી સરસ છે એ છોકરી. હંમેશા હસતી જ રહે છે અને દિલ તો કેવડું મોટું છે તેનું.”
એક દિવસ લાલબહાદુરભાઈ બીમાર પડ્યા. શરૂઆતમાં એક ડોકટર પાસેથી દવા લીધી પણ તેનાથી કશો ફર્ક પડ્યો નહિ. તે ડોક્ટરે બીજા મોટા ડોક્ટર પાસે જવા કહ્યું. કુટુંબ ગરીબ હતું એટલે તેમની પાસે એટલા પૈસા પણ ન હતા. ગોમાંતીબહેને સાચવેલા પૈસા આપીને તે સુરતની એક મોટી હોસ્પિટલમાં ગયા. બધા જ રીપોર્ટ કરીને ડોકટરે તેને પોતાની ઓફીસમાં બોલાવ્યો.
લાલબહાદુર ડોકટરની ઓફિસમાં ગયો ત્યાં ડોક્ટર રીપોર્ટ ચેક કરતો હતો. ડોકટરે લાલબહાદુરની આગળ પાણી આપીને કહ્યું “લાલબહાદુર કઈ રીતે તને કહું. તું દોસ્ત હિંમત નહિ હારતો. જિંદગી એક શતરંજ છે, એક નાટક છે. જેમાં દરેકને પોતાનો રોલ મળેલ હોય છે અને તે રોલ પૂરો થઇ જાય એટલે ખેલ ખતમ. લાલબહાદુર બોલ્યો “ડોક્ટર તમે વાતને ગોળ ગોળ ના ફેરવો. જે હોય તે સાચો કહી દો મને.”
ડોકટરે કહ્યું “દોસ્ત! દિલ કઠણ રાખજે. તેને કેન્સર છે જે છેલ્લા સ્ટેજમાં પહોચી ગયું છે. તારી પાસે હવે લગભગ બે કે ત્રણ મહિના છે.” લાલબહાદુરને તેની same તેની પત્ની, માસુમ હેપ્પી અને મહેશ હસતાના ચહેરા દેખાતા હતા. તે ડોક્ટર પાસેથી રાજા લઈને નીકળી ગયો. લાલબહાદુર ઘરે આવ્યો એટલે ગોમાંતીબહેને સહજતાથી પૂછ્યું “શું કહ્યું ડોક્ટરે? તમને ક્યારે સારું થઇ જશે? તેને પૈસા કેટલા લીધા?” લાલબહાદુર ચુપ બેસી રહ્યો. કઈ જ બોલતો ન હતો.
ગોમાંતીબહેન : કંઈક તો બોલો. શું કહ્યું ડોક્ટરે?
લાલબહાદુર : ગોમતી, બધું જ પૂરું થઇ ગયું છે. મને કેન્સર છે જે હવે છેલ્લા સ્ટેજ પર છે જેની કોઈ સારવાર નથી. ભગવાને મને બોલાવ્યો છે, બે કે ત્રણ મહિનામાં હું ચાલ્યો જઇસ તમને બધાને છોડીને.
ગોમાંતીબહેન : શું તમને કેન્સર છે? એવું બને જ નહિ. તમે ક્યારેય દારૂને અડ્યા જ નથી. બીડી-તંબાકુ કે પાનનું સેવન કર્યું નથી. નહિ ખોટું છે એ બધું. ડોક્ટરની ભૂલ થઇ હશે. આપણે કોઈ બીજા મોટા ડોક્ટરને બતાવીશું. હું ભગવાનને માનતા કરીશ કે તમને સાજા કરી દે.
લાલબહાદુર : હવે કઈ થાય તેમ નથી. મારી અવધી હવે પૂરી થઇ છે. આ વાત આપણા બે સિવાય કોઈને ખબર ના પડાવી જોઈએ, ખાસ કરીને હેપ્પી અને મહેશને.
લાલબહાદુર ગોમતીના ખોળામાં માથું નાખીને રડવા માંડ્યો.
પણ ખરાબ વાત ઝડપથી ફેલાઈ જાય છે. આખા ગામમાં ખબર પડી ગઈ કે લાલબહાદુરને કેન્સર છે. એ દિવસે કોઈ જમ્યું નહિ. હેપ્પી સમજી ચુકી હતી કે પપ્પાણે કઈ થયું છે. પણ તેને કશું જતાવ્યું નહિ. રાત્રે લાલબહાદુર અને ગોમતી બંને વાતો કરી રહ્યા હતા. બંનેની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી જે હેપ્પી જાણતી હતી. બંને એકબીજાને આશ્વાસન આપતા હતા. લાલબહાદુરે સવારે ચાની દુકાન શરૂ કરી દીધી હતી. તે જાણતો હતો કે જેટલી પણ જિંદગી છે તેને જીવવામાં જ મજા છે. પણ હવે દિવસો ફાસ્ટ ટ્રેનની જેમ જતા હતા.
* * *
બાળક અથવા નાદાન શબ્દ એટલો જ પ્રિય લાગે જેટલો મને માં શબ્દ.મને હંમેશા નાનકડી ઢીંગલી જેવી છોકરી ખુબ પ્રિય લાગી છે. હું ભગવાન ને પણ પ્રાથના કરીશ કે હે કરુણાપ્રીય! તારે મને સુખ આપવુ જ હોય ને તો એક નાનકડી ઢીંગલી નો મારા ઘર માં જન્મ થાય. હું તેટલો જ ખુશ હોઈશ જેટલો છોકરા નો જન્મ વખતે એક પિતા ખુશ હોય. અરે મારી શેરી માં પણ એક પણ ઢીંગલી બાકી ની હોય મારા સ્નેહ વગરની, હું હમેશા તેના માટે ગીફ્ટ લઇ જાવ છું. આજે હું એવી જ એક સરસ મજાની સાચી ઢીંગલી ની વાત કરવાનો છું.
* * *
હું મારા દરરોજ ના નીત્ય્ક્મ મુજબ વહેલી સવારે કર્મનાથ મહાદેવ ના મંદિરે જતો. આમ તો હું હનુમાન ભક્ત પણ શિવ ભગવાન પણ એટલા જ વહાલા લાગે મને. દરરોજ ની જેમ ભક્તો અહિયાં આવતા. આપડે મંદિર ની અંદર જઈને ભીખ માંગીએ અને ભીખારી બહાર, બને વચ્ચે બસ આટલો જ ફર્ક છે દોસ્ત.
એક વખત હેપ્પી અહિયાં આવી. સાથે સાથે તેનું પાળેલું કુતરું પણ હતું. દેખાવ માં ફાટેલા કપડા અને કદી નહિ ધોયેલું માથું એટલે ભિખારી જેવી લાગી મને. સાથે રહેલું કુતરું પણ એક પગે લુલ્લું હતું અને હાડકા સિવાય કઈ જ દેખાતું ના હતું. તે મંદિર ની અંદર પ્રવેશ કરવા માગતી હતી પણ પુજારી બોલ્યો “ભિખારી ને બહાર જ રહેવાનું અંદર આવવાની મનાઈ છે”. હેપ્પી બોલી “હું ભિખારી નથી.” તું જે કઈ પણ હોય ચલ બહાર બેસ પેલો પુજારી બોલ્યો. હેપ્પી નિરાશ થઇ ગઈ. મેં ઈશારો કર્યો ચલ અંદર જઈએ. તે ખુશ થઇ ગઈ અને પેલા કુતરા ને કહેવા લાગી " ટોમી હું અંદર જાવ છું જ્યાં સુધી હું પાછી ના આવું ત્યાં સુધી અહિયાં જ રહેજે "
હેપ્પી બંને હાથ જોડી ને ભગવાન ને પ્રાથના કરવા લાગી "ભગવાન આજે મને અંદર આવવા દીધી હો !! બાકી પેલો માણસ સાવ કેવો છે તમને મળવા ય ના આવવા દે બોલો "હજુ એટલું બોલી ત્યાં જ પેલો પુજારી આવી ગયો, અને બોલવા લાગ્યો "હેય છોકરી મંદિર ને ગંદુ કરવા બેઠી છે, પાપ લાગશે તને, નર્ક માં જસે તું ચલ નિકાલ અહિયાં થી.”
મેં કહ્યું " બાપુ નાદાન છે તેને શી ખબેર પડે ગરીબી કે અમીરી ની હમણાં જ જતી રહશે."
પુજારી : મારી સામે બોલે છે તું પણ નિકળ અહિયાં થી !!
* * *
બીજા દિવસે તે આવી આ દિવસે પેલો પુજારી પણ ના હતો એટલે તે અંદર ગઈ સાથે સાથે કુતરું પણ ગયું. આજે તે ખુબ નિરાશ હતી હું ખૂણા માં ઉભો જોતો હતો. ફરી થી બે હાથ જોડ્યા અને પ્રાથના કરવા લાગી.
"ભગવાન હું શું કામ ભણું છું. તે મને ખબર નથી પેલા સાઈબ કંઈક શિષ્ય-વૃતિ જેવું મને આપે છે, અને મફત જમવાનું નિશાળ માંથી મળે છે. એટલે મારા બાપુ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન આજે મારે કેટલાક સવાલો કરવા છે તેના જવાબ આપજે હો. મારા સાહેબ કેતા તા કે સારા માણસો નું ભગવાન જરૂર સંભાળે છે.
પહેલો સવાલ
હું રોજ સવારે તારા મંદિરે આવું છું. પણ પેલો માણસ મને બહાર ધકેલે છે. ભગવાન એવું તે મેં શું કર્યું હશે કે મારે બહાર રેવાનું ??? પેલો કહતો હતો કે ભિખારી ને બાર બેસવાનું પણ હું ભીખારી નથી ભગવાન. આવું કેમ કરે છે તું ભગવાન ???????
બીજો સવાલ
હું અહિયાં જોવ છું કે તમે કઇ જમતા નથી તોય માણસો કેટકેટલું લાવે છે તારા માટે અને નવા નવા કપડા પેરાવે છે તને અને હું કેટલીય વાર ભૂખી રહી ને સુઈ જાવ છું ફાટેલા કપડા પહેરુ છું. આવો ભેદભાવ કેમ હોય ભગવાન ???????
ત્રીજો સવાલ
તારું આ મંદિર કેટલુ મોટું છે નહી? તારા માટે રમવાની જગ્યા પણ બહું મોટી છે. હે ભગવાન તને રમતા આવડે છે?? અને અમારે ત્યાં રસ્તા પર રેવાનું. તારા માટે ટાધી હવા આવે છે અને અમારે ત્યાં ભગવાન પંખો ય નથી. આવું કેમ હોય ભગવાન??????
(મારી આંખો માંથી આંસુ ની ધારા ટપકવા લાગી. બાજુ માં બેઠો ટોમી પણ જીભ હલાવતા હલાવતા રડતો હોય તેવું લાગ્યું મને...)
ચોથો સવાલ
તારા મંદિર ને જો કઈ થયું હોય તો તેને રીપેર કરવા કેટ-કેટલુય દાન આપે છે. મારા બાપુ કેતા તા કે એક મોટા સાહેબ આવવાના છે અને આપડુ ઘર પડી નાખશે અને આપણે રસ્તે રઝળતા થઇ જઇસુ ખબેર નહી તે સાઈબ આવું કેમ કરતા હશે ? આવું કેમ હે પ્રભુ ???????
પાંચમો સવાલ
આ છેલ્લો સવાલ કરું છું હો ભગવાન (છોકરી હવે રડતી હતી ) ભગવાન મારા બાપુ ને cancer જેવી બીમારી છે. લોકો કેતા તા કે તારા બાપુ હવે ઝાઝું નહી જીવે. ભગવાન મારા બાપુ મને બહુ વહાલા છે હો. તું તેને તારા પાસે નહી બોલવતા તેના બદલામાં મને બોલાવજે હો.
(આ સાંભળી ને ટોમી ભસવા લાગ્યો. ટોમી ની આંખોમાંથી પણ આસું સમાતા ન હતા. તે પેલી છોકરી ના ગાલ પર આવેલા આંસુ ચાટવા લાગ્યો.)
ભગવાન શક્ય હોય તો પાચે સવાલોના જવાબ આપજે હો મને. ભગવાન મારે doctor બનવું છે અને બાપુ ને સાજાં કરવા છે, પણ બાપુ કેતા તા કે તેમાં બોવ પૈસાની જરૂર પડે. પણ મારા બાપુ પાસે તેટલા પૈસા નથી. તું એક કામ કરજે ને તારી દાનપેટી માં તો ઘણા પૈસા હશે નઈ તું આપજે ને મને?? જયારે હું doctor બની જઈસ એટલે બધાં પૈસા તને પાછા આપી દઈસ. માં કે તી તી કે કોઈ નું લેવાય ની, પાપ લાગે....
(હું હજુ રડતો હતો કેમ જાણે આ છોકરી ની વાત મારા દીલ ની આરપાર નીકળી ગઈ હતી. આટલી નાની ઉમરે કેટલી મોટી વાત કરે છે તે મારે તેને રોકવી હતી પણ હું જ અંદર થી તૂટેલો હતો સુ કરું હું.)
* * *
છેલ્લા એક મહિના સુધી મારે બહાર જવાનું થયું પણ પછી ના દિવસો માં હું મંદિર ગયો. ત્યારે ફરી થી તે છોકરી આવી અને હાથ જોડી ને પ્રાથના કરવા લાગી તે આજે ટોમી પણ બે પગ પર ઉભો રહી ને ભગવાન ને પ્રાથના કરતો હતો.આજે છોકરી ના શબ્દો માં ફરિયાદ હતી :
"(રડતા અવાજે બોલી તે) ભગવાન તમે બહુ લૂચ્ચા છો બાપુ ને પણ તમારી પાસે લઇ લીધા. તું અમારા ગરીબ લોકો નો છે જ ની. તું મોટા માણસો નું જ સંભાળે છે કારણકે તે તને નવું નવું જમવાનું આપે છે ને એટલે ભગવાન તમે આવું કેમ કરો છો ?? મારે તમારી પાસે કઈ માગવું નથી કારણકે હું માંગીશ ને તો હું ભિખારી બની જઈશ. પણ તું તો મે કરેલા સવાલો નો જવાબ પણ નથી આપતો. તું એકદમ સ્વાર્થી છે. જાવ તમારી સાથે કિત્તા હવે !!!! ક્યારેય નહિ આવું હું અહિયાં.
"અરે હેપ્પી ભગવાન થી કીત્ત્તા કરી નાખ્યા તે" હું બોલ્યો
હેપ્પી : હા જ તો વારી !!!
બેટા ભગવાને તને સવાલો ના જવાબ નથી આપ્યા ને ચલ હું આપીશ તને.
હેપ્પી : ના મારે નથી જોતા મને મારી માં એ આપ્યા છે.
મને કહે તો તારી માં એ શું કીધું તને
હેપ્પી :" આ બધા જ સવાલો નો એક જ જવાબ કીધું તું એને. હું ભૂલી ગઈ ટોમી તને યાદ છે તેને શું કીધું તું તે . હા યાદ આવ્યું "કર્મ " એવું કંઈક કહ્યું હતું તેને તે કે તી તી કે આ જન્મ માં આપડે પાછલા જન્મ માં કરેલા કર્મ નું ફળ ભોગવવું પડે. એટલે જ આપડે અહિયાં છીએ. બધા ના કર્મ જુદા જુદા હોય એટલે કોઈ અમીર કે કોઈ ગરીબ હોય. હા !!! તેણે એ પણ કહ્યું હતું કે આ જન્મ માં સારા કર્મ કરીશ ને તો સારા પુણ્ય કમાસે તું"
હું તારી મદદ કરીશ બેટા !! સારા કર્મ કરવા માટે
હેપ્પી : તે કેવી રીતે ?????
તને દરરોજ ભણાવી ને અને શક્ય એટલું દાન આપી ને...
હેપ્પી : તમે મને ભણાવશો વાહ તો તો હું જરૂર doctor બની જઈશ.
હા બેટા તું જરૂર doctor બનીશ.
હાલ ટોમી હું તો doctor બનીશ અને તું શું કરીસ ????????