નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
મોબાઈલ નંબર – 9898504843
શીર્ષક : ઈચ્છા નો રંગ - 2
શબ્દો : 1164
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
ઈચ્છા નો રંગ - 2
રાજ : "તારી સાથે હોઉ છું એટલો સમય હું મારી જિંદગીની ધન્ય પળોનો અનુભવ કરું છું. ખરેખર તારી સમજશકિત માટે તને દાદ દેવાનું મન થાય છે."
બેલા : "રાજ ! સાચું કહે, તું ખરેખર નિશાને પ્રેમ કરતો હતો ?"
રાજ : "કેમ આવું પૂછવું પડયું ?"
બેલા : "મને વિશ્વાસ નથી આવતો."
રાજ : "બની શકે કે તારા આધાતોએ તને આવું વિચારવા પ્રેરી હોય . બાકી મારી જિંદગીનો એ હિસ્સો, એ સમય હું કયારેય ભૂલી શકીશ નહી ."
બેલા : "પુરુષોને મન પ્રેમ એટલે સ્ત્રી- દેહની કામના, સ્ત્રી દેહની લાલસા ને યેનકેન પ્રકારે તેને મેળવવાનો પ્રયત્ન. એ સિવાય બીજું કંઈ જ નહી અને તે તેની આ લાલસાને નામ આપ છે પ્રેમનું."
રાજ : "બેલા ! ખરેખર હું નિશાને ચાહતો 'હતો'અને આજે એ પળે તને પણ ચાહું છું."
બેલા : કદાચ તારો આ 'હતો ' શબ્દ જ તારા પ્રેમની અપૂર્ણતા ને કંઇક મેળવવાની જિજવિષા સૂચક છે. પણ ખેર ! કયારેક કોઈક આવા જ શબ્દો પાછળ હું ય પાગલ બનેલી, કોઈકે મને કયારેક આમ જ ... તેં કહ્યું તેમજ - ' હું તને ચાહું છું - ' કહ્યું હતું - એ સમયે હું મુગ્ધ હતી , આકર્ષણ, પ્રેમ જેવા શબ્દોનાં ભેદની એ સમય મને ખબર નહોતી . 'પ્રેમ' શબ્દ એ મને ધેલી કરી મૂકી . પછી તો મારા હૃદયઆકાશમાં પ્રેમના મેધધનુષ્ય ખીલી ઊઠ્યાં ને હું જિંદગીના સર્વ રંગોમાં મહાલવા લાગી . પણ ખેર ! જવા દે એ વાત ... "
રાજ : "ખંખેરી નાંખ આજે તારો બધો જ ભૂતકાળ, જિંદગીના એ પાના પર લાગેલા ડાધને, આધાતને કળ વળે એવું જીવવાના પ્રયત્નો માટેય એ પાના પર બીજું પાનું લગાવી નવી જ રીતે જીવવા લાગીશ તો બધું જ ભૂલીને આસાનીથી જીવન બસર કરી શકીશ."
બેલા : "કદાચ તારી વાત સાચી છે અને કદાચ નથી ... કારણ તૂટેલા કાચને ગમે તેટલો સાંધીએ તો પણ તેમાં તિરાડ તો દેખાવાની જ પ્રેમની શરૂઆત થઈ હતી મારી આંખોના વખાણથી. તેને મારી આ પાણીદાર આંખો ગમતી.. કયારે હું ભાન ભૂલીને તેમાં ઓતપ્રોત થઈ તેનો મને પણ ખ્યાલ ન રહ્યો. એક દિવસ... વરસતા વરસાદમાં અમે ફરવા નીકળ્યાં પલળતાં પલળતાં કયારે લપસી પડયાં તેની ખબર જ ન રહી, દિવસો બાદ મને સમજાયું કે એ મારી મુગ્ઘતા હતી . એ મુગ્ઘતાએ મેં સર્વસ્વ ગુમાવ્યું ને ગોતમ ? એ તો કોઇનો ઘર જમાઈ બની સસરાના પૈસે એશોઆરામની જિંદગી ગુજારે છે."
રાજ : "તું પછી એને મળી નહી ?"
બેલા : "મળી હતી , પણ તે કહેતો હતો કે જે સમર્પિત થાય એ સ્ત્રી સાથે કદી ન પરણાય, મારી કોઈ જ દલીલો તેણે ન સાંભળી ને મને તુચ્છકારી મારાથી છૂટો પડયો."
રાજ : "હું આઘાત નહી આપું, તને સવીકારવા આજે પણ તૈયાર છું."
બેલા : "ભૂખ્યા વરુઓ ને પુરુષોમાં મને કોઈ તફાવત નથી દેખાતો અને એટલે જ હું પુરુષોથી દૂર ભાગું છું."
રાજ : "તને અંતરની અમીરાતથી કોઈ ચાહે તો પણ તું જ આ જ વાત કહીશ ?"
બેલા : "પહેલાં તો હું માની જ ન શકું . પરણવાની લાલચ બતાવી ભોળી છોકરીઓને ફસાવે ને પછી ચાલ્યા જાય જીવનમાંથી દૂર દૂર બીજી ભોળી છોકરીઓની શોધમાં."
રાજ : "હું ખરેખર તને સ્વીકારવા તૈયાર છું."
બેલા : "કારણ ?"
રાજ : "કારણ કે તું મને ગમે છે. ખૂબ ખૂબ ગમે છે, તારા જેવી નિખાલસ છોકરી કોને ન ગમે ? મારું અંતર તને ઝંખે છે - કદાચ હું તને પ્રેમ કરવા લાગયો છું."
બેલા : "પ્રેમ ? ઝંખના ? અરે વાહિયાત છે આ બધા જ શબ્દો. પુરૂષ કયારેય કોઈને પ્રેમ કરતો જ હોતો નથી. તે તો પ્રેમ કરે છે માત્ર રૂપને. મહેરબાની કરીને તું મારી પાસે તો આવા શબ્દો ન જ બોલીશ . હું દાઝી છું આ શબ્દોથી, શબ્દોની માયાજાળથી અને હવે ફરી ફરી દાઝવાની મારી ઇરછા નથી સમજયો ?"
રાજ : "બેલા ! શા માટે દુ:ખી થાય છે ને મને પણ દુ:ખી કરે છે? આટલો આક્રોશ ન રાખ. આક્રોશ સારો નથી. સ્વાસ્થ્ય માટે, જીવન માટે પણ .... માણસે કયાંક ને કયાંક કયારેક ને કયારેક તો સમજૂતી કરવી જ પડતી હોય છે. આક્રોશને ફગાવીને જીવવું પડતું હોય છે."
બેલા : "આને તું આક્રોશ કહે છે ? આ શબ્દોએ જ મારા જીવનમાં ઝેર રેડયું છે. હું જો કયાંયની પણ ન રહી હોઉં તો માત્ર આ શબ્દોને કારણે જ. અને હજુયે આ શબ્દો પડઘાયા કરે છે, નિરંતર મારા મનમાં ને સતત કાળોતરો બની ડંખ્યા કરે છે મને . હજુ પણ ચેનથી જીવવા નથી દેતા આ શબ્દો."
રાજ : "કમ સે કમ મારો તો વિચાર કર . આ નિરાશાવાદી વિચારો કાઢી નાખ મનમાંથી. હું તને કયારેય દુ:ખી નહી થવા દઉં."
બેલા : "અરે! જવા દે આ બધી વાતો, કેટલું મોડું થઇ ગયું મારે. ચાલ હવે જઈએ."
રાજ : "તારા સમગ્ર ભૂતકાળ સાથે તને સ્વીકારવા હું તૈયાર છું કારણ કે હું વર્તમાન સાથે જીવું છું, ભૂતકાળ સાથે નહી . ભવિષ્યમાં જો આપણે સાથે હોઈશું તો આપણા બંનેનું ભાવિ ઊજળું હશે. સુખમય હશે. આપણે સાથે મળી આપણા વર્તભૂમાનની સાથે સાથે આપણાં ભવિષ્યને પણ ઉજ્છ્વળ અને પ્રેમમય બનિવશું. ભૂતકાળ ખંખેરીને જરા નજર કર વર્તમાન પર વર્તમાન કેટલો સુખરૂપ છે તે જરા જો..."
બેલા : "જો ખરેખર તો અંતરમાં મારી સાચી ને તીવ ઝંખના હશે તો મારું હૃદય કયારેક તો તેનો પડઘો પાડયા વગર નહીઃ જ રહે. પણ અત્યારે તો..."
રાજ : "હું તને આ ઘડીએ સ્વીકારવા તૈયાર છું."
બેલા : "શું ખરેખર તું મને સ્વીકારીશ ? તું સાચું કહે છે."
રાજ : "કેમ તને શંકા છે?"
બેલા : "તારા માતા- પિતા?"
રાજ : "મારા માતા- પિતાએ તો કયારનું યે મને મારી મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવાનું કહી દીધું જ છે, હું આજે જ જઈને તેમને વાત કરીશ."
બેલા : "ખરેખર? તું ગંભીર છે ને રાજ?" રાજ : "ચાલ... આજે જ મારાં માતા- પિતા સાથે તારો મેળાપ કરી દઉ."
બેલા: "મારે મોડું થાય છે...પાછો મારો દારૂડિયો બાપ ન જાણે શું શું વિચારશે મારા માટે એમ કર... આપણે કાલે કોલેજ અવર્સમાં જ જઈ આવીશું."
રાજ : "સારું ! તું કહે તેમ બસ ? ચાલ હવે જઈએ." આમ કહી રાજે બેલાનો હાથ પોતાના હાથમાં લઈ થપથપાવ્યો. બેલાના હાથમાંથી અચાનક રૂમાલ પડી ગયો, બેલા નીચે પડેલો રૂમાલ લેવા વાંકી વળી ને પાછળથી રાજે બે હાથે તને ઊભી કરી પોતાની આગોશમાં જકડી લીધી. તેનો ચહેરો બે હાથોમાં જકડી તે આગળ વધે તે પહેલાં જ બેલા તેના બાહુપાશમાંથી છટકીને એકદમ ક્રોધિત થઈ માત્ર એટલું જ બોલી - "રાજ તું પણ ?"
રાજ : "બેલા! મને સમજવાનો પ્રયત્ન કર."
બેલા : "આવી જબરજસ્તી ! અરે ...... તો પ્રેમથી વશ થાય.... પાશવતાથી નહી.... ચાલ.... દૂર હટ...."
બેલા રાજને કંઇપણ વધારે કહેવાનો મોકો આપ્યા વગર એકદમ જ દોડી ગઈ. હવે કદી કોઈની સામે પણ નહીં જોવાની તેણે પ્રતિજ્ઞા લીધી છે. લગ્ન તો તે આજીવન નથી જ કરવાની. વૈધવ્યનાં કપડાં પહેરી વિધવા કહેવડાવી તે માથું ઊંચું રાખી જીવવા હવે ટેવાઈ ગઇ છે. તેની સંસાર માટેની બધી જ લાગણીઓ હવે વિધવા બની ગઈ છે. ને તેના સફેદ સાડલા પર જે ડાઘ કોઇપણ ડીટર્જન્ટ કે સાબુથી ભૂંસાતો નથી - ભૂંસવાનો પણ નથી. તે માને છે કે પુરુષને માત્ર એક જ રંગ હોય છે - ઈચ્છાનો રંગ.... એ ઈચ્છાનો રંગ જ વિધવાના સફેદ સાડલા પર કુમારિકાના ચારિત્રય પર એક ધાબું બની સતત સ્ત્રીઓને ડસે છે ... અને તેથી જ હવે કોઇનો પણ વિચાર કરી તે હવે તેના સાડલાને વધારે ધાબાંવાળો બનાવવા નથી માગતી. તે કહે છે : "પુરુષોનો એક જ રંગ હોય છે - ઈરછાનો - અને ઇરછાનો તે રંગ કાળો જ હોય છે. હોઇ શકે......"
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
મોબાઈલ નંબર – 9898504843