હાસ્યનો દિવસ
આજે હાસ્યનો દિવસ,નવાઈ લાગીને તમને !
શાલુ સાથે મારી સગાઇ એક વષૅ રહી અને જયારે મેં તેને આ દિવસ વિશે વાત કરી ત્યારે તે બોલી “અનબિલિવેબલ”
તો ચલો હું જ તમને સમજાવું.છેલ્લા બાવીશ વર્ષો થી અમારા ઘરમાં એક રસમ ચાલી આવે છે -‘હાસ્યનો દિવસ ઉજવવાની’
દરેક મહિનાના પહેલા રવિવારે અમારું કુટુંબ કે જેમાં મારા બે મોટા ભાઇઓ તેમના સંતાનો સાથે અને હું અને શાલુ (શાલુ મારી પત્ની, અલબત અમે હજી સંતાન વિશે વિચારી રહ્યા છિએ.) તમામ અમારા જુના ઘરે ભેગા થઇએ છીએ, જયાં અમારા પિતાજી મારા વચેટ ભાઇ કાર્તિક સાથે રહે છે.અને આ દિવસે હોય છે શુ ? આ દિવસે ફકત આનંદ કરવાનો હોય છે,અમે સૌ સાથે જમીએ છીએ,સાથે સંતાકુકડી,ક્રિકેટ કે પતા ટીચીએ છીએ.આ દિવસે કોઇ ફેમેલી મેટર કે શેર બજાર ની ચર્ચા નથી કરવામાં આવતી.સ્ત્રીઓ પણ સેલ અને દાગીના ની વાતોથી દુર રહે છે, હા તેઓને અઘરું પડે છે છતાય !
અને છેલ્લે સૌથી મહત્વની વાત સાંજના જમવાના સમયે આખુ પરિવાર ભેગુ થાય છે.અને દરેક જણાએ પોતાની કોઇ પણ વાત દ્રારા બીજાને હસાવવાના હોય છે.ધણી વાર તેમાં ખોટી સાચી મિમિક્રી કરીએ છીએ અને કયારેક નવા સોંન્ગ પર ડાંસ પણ થઇ જાય.
તમને સૌને આ પરિવાર વિચિત્ર લાગશે નહિ. પણ અમે બધા ખાસ તો બાળકો આ દિવસ ની રાહ જોતા હોય છે.પણ બાવીશ વર્ષો થી ચાલતા આ “” “ ““" હાસ્યદિવસ " ની શરૂઆત હાસ્યમય નથી.પિતાજી જયારે આડત્રિસ વર્ષ ની ઊંમરના હતા ત્યારે મારી માતાનુ અકાળે અવસાન થયું અને આ અવસાને પિતાજી નો જિંદગી પ્રત્યેનો અભિગમ બદલ્યો.હું માનુ છુ કે “"જીવન અને મૃત્યુ " આ બે જ ઘટનાઓ એવી છે કે જે તમારા વ્યકિતત્વ માં પરિવતૅન લાવી શકે, અને એવું પરિવતૅન આવ્યુ પિતાજી ના સ્વભાવમાં.પિતાજી તેમના સમય માં ફામૅસી થઇ દવા બનાવતી કંપનીમાં જોડાયા પણ દવા વેચતી વખતે તેમના ગ્રાહકો સાથે તે જેટલી નરમાશ થી વાત કરી શક્તા તેટલી નરમાશ પરિવાર સાથે બતાવી શકતા નહિ.કંપનીના કામનુ દબાણ હોય કે નાની ઊંમર માં ઓછુ ભણેલી સ્ત્રી સાથે થયેલા લગ્ન ! ગમે તે હોય,તેઓ ઘરે વધારે ગુસ્સામાં રહેતા.
માતા ના મૃત્યુ પછી તેમણે લગ્ન ન કરવાનો નિશ્ર્ચય લીધો,અને પછી તો તેમનુ જીવન સંતાનોને સમર્પિત થઇ ગયુ.પછી શરૂઆત થઇ “"હાસ્ય દિવસ" ઊજવવાની.
તો શરૂ કરીએ આજ્નો હાસ્ય દિવસ.શરૂઆતમાં હળવો નાસ્તો લીધા પછી અમે બાળકો સાથે ક્રિકેટ રમ્યા.બપોરના ભોજન પછી સાથે કોમેડી ફિલ્મો જોઇ અને આખરે સાંજનો સમય.દરેક ને માટે રોમાંચ નો સમય.
“ "તો એ નિરાળી સાંજના કેટલાક અવતરણો"
મારા મોટાભાઇ રાકેશની પુત્રી ઇશાની એ કંઇક આવી વાર્તા રજુ કરી.
“ " જુઓ છે ને એક ટોપી વેચવા વાળો સેલ્સમેન હતો તે છે ને અલગ અલગ જગ્યાએ જઇ ટોપી વેચતો "
ઇશાની હજી આટલુ જ બોલી ત્યાં કાર્તિક નો પુત્ર વિશ્વેશ વચ્ચેથી બોલવા માંડયો “ "મને આ વાર્તા ખબર છે મે આ વાર્તા દાદા પાસે બહુવાર સાંભળી છે"
" બૃદ્ધુ આ એ વાર્તા નથી બીજી વાર્તા છે તુ સાંભળ પહેલા”" ઇશાની ગમે તેમ તોય વિશ્વેશ થી મોટી હતી.
"હા ચલ ઇશાની તુ શરૂ કર વિશ્વેશ વચ્ચે નહિ બોલે"બંને વચ્ચે ઝધડો શરૂ થાય તે પહેલા પિતાજી એ બાજી સંભાળી.
“ "તો છે ને એ સેલ્સમેન કૅપ નો થેલો લઇને બીજા ટાઉન માં જતો હતો.ત્યારે એને થયુ ચાલો થોડો આરામ કરી લઇએ,તો એ સેલ્સમેન ઝાડ નીચે સુઇ ગયો.ઝાડ ઉપર હતા બહુ બધા મંકીશ.બધા મંકીશ નીચે ઊતર્યા ને કૅપ જોડે રમવા લાગ્યા.સેલ્સમેન ઉઠયો તો જોયુ આ શુ ! એક પણ કૅપ નથી.પછી તેણે ઉંચે જોયુ,તો ખબર પડી કે બધા મંકીએ કૅપ પહેરી લીધી છે.હવે શુ કરવુ ? ત્યાં જ એને એક આઇડિયા આવ્યો એના ગ્રાન્ડફાધર સાથે આવુ બન્યુ હતુ ત્યારે તેમણે શુ કર્યુ હતુ .એણે એક મંકી સામે જોઇ પોતાની કૅપ નીચે ફેંકી. એને થયુ, હમણા બધા મંકીશ કૅપ નીચે ફેંકશે પણ કોઇએ ફેંકી નહી.એટલામાં એક મંકી ઝાડ પરથી નીચે આવ્યો,સેલ્સમેન જોડે જઇને બોલ્યો –‘તારા ગ્રાન્ડ ફાધરે તને આ વાર્તા કહી હતી તો અમારા ગ્રાન્ડ ફાધરે નહિ કરી હોય અમે મન્કી છીએ બેવકૂફ નથી.”’”
ઇશાની એ બોલવાનુ પુરુ કર્યુ અને અમે બધા આ નવી વાર્તા પર ખૂબ હસ્યા.
“ચલો પપ્પા હવે તમે સંભળાઓ” શાલુ બોલી.
“ ના આજે હું છેલ્લે સંભળાવીશ” પિતાજી એ ચશ્માની દાંડી ઉંચી કરતા કહ્યુ.ખબર નહિ પણ મને કંઇ વિચિત્ર અનુભવાયુ.એક પછી એક હાસ્ય ની વાતો ચાલતી ગઇ પણ મારી નજર પિતાજી ના ચહેરા સામે જ રહી,લાગતુ હતુ કે તેમના મનમાં વિચારો નુ ધમસાણ ચાલુ હતુ.
આખરે સૌની વાત પુરી થઇ અને અમારી બધાની નજર અમારા આદૅશ પિતા સામે હતી.પિતા એ દરેક સામે ધ્યાનથી જોયુ જાણે લાગ્યુ કે તેઓ વાત શરૂ કરવા હિંમત ભેગી કરી રહ્યા છે.
“ આપણા પરિવારમાં છેલ્લા બાવીશ વર્ષો થી મહિનાનો પહેલો રવિવાર હાસ્ય દિવસ હોય છે.આ દિવસ ઉજવવાનુ તાત્પૅય એટલુ જ હતુ કે પરિસ્થિતી ગમે તે હોય આપણે તેની સામે હકારાત્મક અભિગમ થી શરૂઆત કરીએ.તમારા ત્રણમાંથી કોઇનુ પરિણામ બગડતુ કે કોઇ સ્પૅધા માં તમે હારી જતા પણ આ દિવસ પછી તમને વધુ નિરાશા મહાત નહોતી કરી શકતી.જેવુ તમારી સાથે બનતુ તેવુ મારી સાથે પણ બનતુ.જયારે તમારી માતા એ આપણા વચ્ચે થી વિદાય લીધી, ત્યારે મને લાગ્યુ કે આ જીવન આગળ ના વર્ષો ની જેમ ના જીવી શકાય.જાત પ્રત્યે એક અસંતોષ પણ ખરો ! જેટલુ લગ્નજીવન અમે સાથે વિતાવ્યુ તેમાં મારા તરફથી તેને ધ્રુણા જ વધુ પ્રાપ્ત થઇ,અને મારી તેના તરફ ની બેકાળજી પણ તેની બિમારી જેટલી જ તેના મૃત્યુ માટે જવાબદાર હતી.
આટલુ કહી પિતાજી અટક્યા.ધડીભર માં ના ફોટા સામે જોયુ અને બોલવાનુ શરૂ કર્યુ.
“તમને નવાઇ લાગશે કે આજે હું આવી વાત કેમ કરી રહ્યો છુ,પણ આજે મારે એક ગંભીર વાત રજુ કરવાની છે અને આટલા વર્ષો થી બનેલો મારો જ શિરસ્તો હુ તોડી રહ્યો છુ”
ગંભીર વાત તે શુ હોઇ શકે ? અમારી બધાની નજરો મળી.
“ તમને સૌને સારી રીતે મોટા કરવા,
મા-બાપ બંનેનો પ્રેમ આપવો એ જ જીવન નુ ધ્યેય હતુ.પણ જીવન માં કાયમ ખાલીપણુ અનુભવાતુ રહ્યુ.આજે રિટાયૅડ થયાના બે વર્ષ પછી મને” પિતાજી ફરી અટક્યા અમારા સૌના મનમાં એ સેકંડો ગણાતી રહી.તેમણે ફરી શરૂ કર્યુ. “ તમે સૌ જાણો છો કે હું છેલ્લા બે વર્ષ થી બાજુના આનંદ નિકેતન વૃધ્ધાશ્રમમાં સેવા આપવા જઉ છું,ત્યાં મારી જેમ જ સેવા આપવા આવતા”
પિતાજી ફરી અટક્યા જાણે તેઓ શબ્દો શોધી રહ્યા હતા-“ તેનુ નામ કલ્પના છે. તેમના પતિનુ લાબાં સમય થી અવસાન થયુ છે.એક પુત્ર છે જે વર્ષો થી અમેરિકામાં સ્થાયી છે.હું ઇચ્છુ છું કે અમે બંને લગ્ન કરીને સાથે રહીએ.”
અમે સૌ આંચકામાં હતા.સૌથી પહેલુ મૌન રાકેશ ના પત્ની નિકિતા એ તોડયુ.
“ શુ તેમના પુત્ર ને આની ખબર છે ?”
“ના ખબર નથી નિકિતા વહુ,તમને બધાને ફરીથી એક વાર કહી દઉ કે આ મારો ફેંસલો કે નિણૅય નથી.જો તમે સૌ રાજી હશો તો હું આ બાબતે આગળ વધીશ.પણ તમે લૌકો કંઇ નિણૅય લો તે પહેલા કલ્પના ને મળી જુઓ.આપણા પડોશી મયંક્ભાઇ ને ત્યાં મેં તેને બેસાડી છે.હું તેને લઇને આવુ છું.”
પિતાજી તો આટલુ બોલી ઘર ની બહાર નીકળ્યા પણ અમારા સૌની હાલત ખરાબ હતી.ઊંમરમાં નાનો હોવાથી આ નિણૅય મોટા ભાઇઓ જ લે તેમ માની હું ચૂપ બેઠો.
“ અરે પપ્પાને આ શુ થઇ ગયુ છે.આ સમાજમાં કેવી વાતો થશે? મારા સગાવહાલા ને હું શુ કહીશ?બરાબર છે તેઓ એકલા છે પણ આપણે બધા છીએ જ ને.ઇશાની,રિયા,વિશ્વેશ આ બધા સાથે તેવો કેટલો સારો સમય વિતાવે છે” રાકેશ ની પત્ની નિકિતા બોલી.
“ ના, નિકીતા ભાભી આપણે સિક્કાની એક જ બાજુ જોઇએ છીએ.પિતાજી અમારી સાથે રહે છે.કલાકો સુધી મેં તેમને પોતાના માં ખોવાયેલા જોયા છે.” કાર્તિકની પત્ની નિરાલી બોલી જે પપ્પા સાથે સૌથી વધુ વખત રહેતી અને બધી વહુઓમાં તે પપ્પાની લાગણીઓ વધુ સમજતી.
“એક મિનિટ નીરાલી શુ તને આ વાતની પહેલેથી ખબર હતી ? તે કોઇને જાણ કરવાનુ પણ જરૂરી ના સમજયુ” રાકેશ બોલ્યો.
“ ના,રાકેશભાઈ મને કંઇ ખબર નથી.અને તે આવશે તો અમારી સાથે જ રહેશેને.મારે તમારા બધા કરતા વધુ હેરાન થવાનુ છે.”
એટલામાં પપ્પા તેમના લાઇફ પાટૅનર સાથે હાજર થયા.વર્ષો પહેલા આવુ જ અમારા મોટાભાઇ રાકેશે કર્યુ હતુ પણ આજે વાત અલગ હતી.
પપ્પાની સાથે રહેલા આગંતુકે સામાન્ય કોટનની સાડી પહેરી હતી.તેમનુ શરીર પપ્પાના પ્રમાણમાં સ્થૂળ કહી શકાય પણ આંખોમાં લાગણીઓની ચમક હતી,અને હા તેમના વાળ ડાઇ વગર પણ કાળા હતા અને મારે તો આ ઊંમરે પણ ડાઇ કરવી પડે છે.તેઓ ખુરશીમાં બેઠા તો ખરા પણ નજર અમારી સાથે ના મિલાવી શક્યા.
છોકરા-છોકરીઓ અરેંજ મૅરેજ વખતે એક્બીજાને
હોબી કે જમવાનુ શુ બનાવતા આવડે છે તેવા પ્રશ્નો પુછે છે પણ તેમને આમાંનો એક પણ પ્રશ્ન પુછી શકાય તેમ નહોતો.
નિકિતાભાભી એ રાકેશ ને આંખ વડે ઇશારો કર્યો અને રાકેશે મૌન તોડ્યુ.
“ પપ્પા હું તમારી લાગણી ઓ ને સમજુ છુ પણ લોકો શુ વાત કરશે ? તમારી જ ઉંમર ના ધણા સગા-વહાલા આપણા કુંટુંબ માં છે તેમને જ નહિ ગમે અને આપણે આપણા સંતાનો ને શુ કહીશુ અને હજી તો કલ્પના આંટીના પુત્રો નુ શુ રિએકશન આવશે.ગમે તે હોય પપ્પા હવે બહુ મોડુ થઇ ગયુ છે આના માટે.
“ હા,પપ્પા મોટાભાઇની વાત સાચી છે અને જયારે અમે સૌ વેકેશન માં ફરવા જઇએ છીએ ને તમે એકલા પડી જાઓ છો તો હવે તમને પણ સાથે લઇ જવાનો પ્લાન કરીશું.કેમ મોટાભાઇ? “ અત્યાર સુધી શાંત બેઠેલો કાર્તિક બોલ્યો.
બધાએ પિતાજીની સામે જોયુ.ફરીથી ચશ્માની દાંડી ઉંચી થઇ.પિતાજી થોડુ મલકીને બોલ્યા “ ફસાઇ ગયાને તમે બધા,આજે એપ્રિલ મહિનાનો પહેલો રવિવાર છે અને આજે એપ્રિલ મહિનાની પહેલી તારીખ પણ છે”
“હા,આજે બધાને એપ્રિલફૂલ બનાવાય છે” –ઇશાની બોલી.
“પપ્પા,તમે તો બહુ જ ચીટર છો.આ બધુ અમને એપ્રિલફૂલ બનાવવા કર્યુ.” શાલુ બોલી.
“ હાસ્તો વળી,મારે તમારા બધાના મોંઢા કેમેરામાં કિલક કરવા જેવા છે.આખરે હું પણ તમારો બાપ છું”
અને બધા પછી ખુબ હસ્યા.દરેક જ્ણ પોતાને કેવુ લાગ્યુ તેનુ વર્ણન કરતા રહયા.કલ્પના બેન પણ આછું આછું હસી રહયા હતા.ક્ષણ ભર માટે પપ્પાની નજર કલ્પનાબેન સામે સ્થિર થઇ,બંને એ ક્ષણ માં જ વાતો કરી લીધી.અને પપ્પાની નજર મારા પર સ્થિર થઇ.હું પપ્પાનો સૌથી નાનો પુત્ર છું,માના ગયા પછી અમે બે જણા એ એકસરખી રાતો વિતાવી છે.બંને અધુરા હતા,અમારે બંનેને સૌથી વધુ હિંમત એક્ઠી કરવાની હતી.અને તેથી જ હું જાણુ છુ કે
“ આ ધટના ખાલી એપ્રિલફૂલ નહોતી. લાગણીઓ,જવાબદારીઓ,સંજોગો આપણને ઇચ્છાઓને દફન કરવાનુ શીખવાડી દે છે. વધુ એક વખત
“”