Tina ane toni in Gujarati Children Stories by Kevin Patel books and stories PDF | ટીના અને ટોની

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ટીના અને ટોની

Kevin Patel

cevinpatel@gmail.com

ટીના અને ટોની

“મમ્મી...જલ્દી કર ટોની રાહ જોઈને પાદરે બેઠી હશે...” પગના મોજા ચડાવતા ટીનાએ કહ્યું.

રસોડામાંથી મમ્મી ઝડપભેર નાસ્તાના ડબ્બા સાથે દોડતી બહાર આવી.ટીનાના ખભે ચડાવેલા દફતરમાં નાસ્તાનો ડબ્બો મુક્યો અને ટીનાના માથે હાથ ફેરવીને માથાના વાળ સરખા કર્યા.

“બે રોટલી ટોની માટે પણ મૂકી છે ..ભૂલ્યા વગર એને ખવડાવીને જ ગામના પાદરથી આગળ વધજે.” ટીનાના પગમાં મોજડી પહેરાવતા મમ્મીએ કહ્યું.

“ટીના ,આપણા ગામમાં પણ બાજુના ગામ જેવી સારી સ્કૂલ હોત તો કેવું સારું હતું..રોજ ચાલીને તારે બાજુના ગામમાં જવું ન પડત...”

“ હા..મમ્મી તો તો હું રિશેષમાં પણ રોજ ઘરે આવી જાત..,”

“મમ્મી હવે ઘણું મોડું થઇ ગયું છે.....હું જાવ છું..” આટલું બોલીને ટીના સડસડાટ ઘરના દરવાજામાંથી બહાર નીકળીને શેરીમાં આવી.ટીનાના મમ્મી પણ દોડતા બહાર ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા અને ટીનાને દોડતી જતી જોઈ રહ્યા.શેરીના વળાંક પર ટીનાએ પાછળ ફરીને જોયું અને મમ્મી સામે હળવું સ્મિત આપ્યું અને મમ્મીના ચહેરા પર પણ સ્મિત આવ્યું.

ટીના ગામના પાદરે પહોંચી એટલે સામેથી ટોની દોડતો ટીના પાસે આવ્યો.ટીનાએ આગળ હાથ કર્યો એટલે ટોનીએ જમણા પગના પંજા વડે તાળી આપતો હોય એમ ટીનાની હથેળીમાં મુક્યો.ટોની એક કુતરી હતી અને ટીનાની સારી એવી દોસ્ત બની ગઈ હતી.

આજથી લગભગ એક વર્ષ પહેલા બંનેની દોસ્તી બંધાઈ હતી.શાળાનું વેકેશન પૂરું થઇ ગયું હતું અને શાળાનો એ પહેલો દિવસ હતો.ચોથું ધોરણ પૂરું કરીને ટીના પાંચમા ધોરણમાં પ્રવેશ કરવા જઈ રહી હતી.ટીનાના ગામના પાદરથી આગળ જતા એક રસ્તો પડતો હતો..નદીને ઓળંગીને જતો એ રસ્તો બાજુના ગામ તરફ જતો હતો જ્યાં ટીનાની શાળા હતી.વચ્ચે રસ્તામાં બંને બાજુ ઊંચા થોર આવતા અને એ વિસ્તારમાં આવેલા વૃક્ષો અને ભેખડના લીધે આછો અંધકાર છવાયેલો રહેતો હતો.એક દિવસ ટીના વહેલી સવારે દોડતી એ રસ્તા પર આગળ જતી હતી. આછા અંધકારમાં આવીને એ અચાનક જ થોભી ગઈ.સામે વાંદરાઓનું ટોળું હતું.એ ટોળામાં એક બે વાંદરા હતા જે પોતાના દાંત બતાવીને ટીનાને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા.ટીના હેબતાઈ ગઈ.

એક વાંદરો તો હુમલો કરવાના આશયથી ટીનાની નજીકને નજીક આવતો જતો હતો.ટીના હળવે પગે પાછળને પાછળ ખસી રહી હતી.એની આંખમાં ડર અને આંસુ એકસાથે ઉભરાઈને આવી ગયા.કશું જ ખબર નહોતી પડતી કે શું કરવું?..એવામાં અચાનક જ બાજુની ભેખડ પાછળથી એક કુતરી આવી.દોડતી આવીને એ વાંદરા અને ટીના વચ્ચે ઊભી રહી ગઈ.કુતરી એ વાંદરાની આંખોમાં જોઇને પુરા જોશથી ભસવા લાગી અને વાંદરાને પોતાના તીક્ષ્ણ દાંત દેખાડવા લાગી.વાંદરો પાછળ ખસવા લાગ્યો.જેમ કુતરી વધુને વધુ જોરથી ભસવા લાગી તેમ વાંદરાઓ પાછળને પાછળ ખસવા લાગ્યા અને છેવટે બધા વાંદરાઓ ભાગી ગયા.કુતરી પૂછડી હલાવતી ટીના પાસે આવી.ટીના એટલી હેબતાઈ ગઈ હતી કે કુતરીથી પણ ડરવા લાગી.ટીનાના પગ પણ ધ્રુજવા લાગ્યા હતા.છેવટે ટીના ત્યાં રસ્તા પર જ બેસી ગઈ.કુતરીને પણ માનવીય સંવેદનાઓ આવી ગઈ હોય એમ ટીનાની પાસે આવીને થોભી ગઈ અને અપલક નજર ટીનાને જોઈ રહી.

ટીનાને સહેજ હોશ આવ્યા એટલે એણે કૂતરીના માથે હાથ ફેરવવા માંડ્યો.કુતરી પણ ટીનાના હાથ ચાટવા લાગી અને ટીનાના મોઢામાંથી અનાયાસે જ “ટોની “ એવો શબ્દ સરી પડ્યો અને ત્યારથી એનું નામ પડી ગયું..”ટોની”....

એ દિવસે ટીનાને શું થયું ખબર નહિ એણે દફતરમાંથી ટીફીન કાઢીને એમાંથી રોટલી કાઢી અને ટોનીને પોતાના હાથે જ ખવડાવવા માંડી.

બસ ત્યારથી બંનેની દોસ્તી થઇ ગઈ અને ત્યારથી ટીના રોજ ટોની માટે બે રોટલી લઈને આવતી અને પાદરે પીપળાના ઝાડ નીચે બેસીને પહેલા ટોનીને ખવડાવતી.રસ્તામાં આવતો અંધકારવાળો ભાગ ટીના ઓળંગી લે ત્યાં સુધી ટોની તેની સાથે જતી અને પછી પાછી વળી જતી.શાળા છુટવાનો સમય પણ ટોનીને ખબર હોય એમ ટીના શાળએથી છુટે ત્યારે એ રસ્તામાં ટીનાની રાહ જોઇને જ ઉભી રહેતી.

આમ દિવસો પસાર થતા ગયા એમ બંનેની દોસ્તી ગાઢ થતી ગઈ.ટોનીના ડરથી વાંદરાઓ પણ એ જગ્યા મુકીને નદી વિસ્તારમાં ક્યાંક દુર ચાલ્યા ગયા.

રોજ ટીના શાળાએ જવા માટે વહેલી નીકળતી અને પીપળાના ઝાડ નીચે બેસીને ઘણી વાર સુધી ટોની સાથે વાતો કરતી રહેતી અને બંને એકબીજાને અઢળક વહાલ કરતા..પકડા પક્ડીની રમત રમતા અને એ રમતમાં ટીના હંમેશા હારી જતી.ટોની બહુ બદમાશી કરતી ત્યારે ટીના તેના કાન પકડીને ખેંચતી એટલે એ શાંત થઇ જતી.ક્યારેક ટીના ઉદાસ થઈને આવતી તો ટોનીને ખબર પડી જતી અને ટોની દરેક રીતે પ્રયત્ન કરતી કે ટીના હસવા લાગે.ક્યારેક ટીના પણ ટોનીને નદીકિનારે લઇ જઈને ઘસી ઘસીને નવડાવતી અને દિવસોનો જામેલો મેલ દુર કરીને આખુ શરીર ચમકાવી દેતી.

એક દિવસ ટીનાએ આવીને જોયું તો ટોની પીપળાના ઝાડ નીચે સુતી હતી.એ દિવસે ટોની સામે ચાલીને ન આવી એટલે ટીનાને ચિંતા થઇ.એણે પાસે જઈને જોયું તો ટોની હાંફતી હતી.ટીના ગભરાઈ ગઈ.કઈ સુઝતું નહોતું.ટોનીની આંખો પણ લાલચોળ થઇ ગઈ હતી.મોઢામાંથી લાળ ટપકતી હતી.ટીનાને શું સુઝ્યું કે ગામ તરફ દોડી.ખભે લગાડેલું દફતર પણ કાઢવાનું ભૂલી ગઈ.

રસ્તામાં ભટકતા લોકોને ટોનીની હાલત વિશે વાત કરી.અમુક લોકો એની વાત પર હસવા લાગ્યા અને એની મદદ કરવાની ના પડી દીધી.એણે કઈ જ સમજાતું નહોતું.ગામમાં આવેલા એક દવાખાનામાં ઘુસી ગઈ અને ડોક્ટર સાહેબને બધી વિગતે વાત કરી.ડોકટરે ગામના બીજા ઓળખીતા પશુ ડોકટર પાસે જવાની સલાહ આપી.ટીના તરત જ દોડતી પશુ દવાખાના તરફ દોડી.ઝડપભેર એ દવાખાનામાં ઘુસી ગઈ અને એકીશ્વાસે ટોનીની હાલત વિશે ડોકટરને વાત કરી.ડોકટર ઝડપથી બહાર આવ્યા અને મોટરસાઇકલ બહાર કાઢી.ટીનાને લઈને ગામના પાદરે પહોચ્યા.ટીના એમને ટોની પાસે લઇ ગઈ.ટોની હજુય હાંફતી હતી.ડોકટરે ટોનીને તપાસવા લાગ્યા અને જાણે રોગની ખબર પડી ગઈ હોય તેમ એમની પેટી માંથી એક ઇન્જેક્શન કાઢીને ટોનીના કાન પાસે આપ્યું.થોડી વાર માટે ડોકટર ત્યાં જ બેઠા રહ્યા અને ટોનીની તબિયતમાં થતા સુધારની નોંધ લેતા રહ્યા.જયારે પરિસ્થિતિ સુધારતી લાગી ત્યારે તેમણે ટીનાને સાંત્વના આપી અને પોતાની મોટરસાઇકલ લઈને નીકળી ગયા.ટીના ત્યાં જ ટોનીનું માથું પોતાના ખોળામાં રાખીને બેસી રહી અને સાંજ થતા સુધીમાં ટોનીની તબિયત એકદમ સારી થઇ ગઈ.

ટીના દોડતી નજીકની ડેરીમાંથી દૂધ લઇ આવી અને ટોનીને પીવડાવ્યું.શાળાએ જવાનું મોકૂફ રાખીને એ આખો દિવસ ટોનીની પાસે જ બેઠી રહી.ટોની સાથે એકતરફી શબ્દોનો સંવાદ કરતી રહી.ટોની પણ જાણે બધું જ સમજતું હતું.ટીનાને ખુશી હતી કે ટોનીનો જીવ બચી ગયો અને એમાંય ટીનાએ એક પ્રાણીનો જીવ બચાવ્યો એના કરતા વધુ ખુશી એને પોતાનો મિત્ર પાછો મળી ગયો તેની હતી.

પશુ તો પોતાનો ધર્મ નિભાવે જ છે.પ્રકૃતિવશ કુતરો વફાદાર બને છે અને એમ બીજા પશુઓ પણ પ્રકૃતિવશ પોતાનું કામ કરે જ છે.પણ માણસ પોતે ધારે એવી પ્રકૃતિ ધારણ કરી શકે છે.શિયાળની જેમ લુચ્ચું બનવું કે કુતરાની જેમ વફાદાર બનવું એ હંમેશા માણસની પોતાની પસંદગી હોય છે.કુતરું પોતાનો જીવ રેડીને પણ વફાદારી નિભાવે છે.પણ આનંદ તો ત્યારે થઇ આવે જયારે કોઈ માણસ કુતરા જેવી વફાદારી બતાવે.એમા પણ જો એ માણસ એક બાળક હોય તો આનંદ બેવડાઈ જાય અને કુદરતની રચના પર ખરેખર માન થઇ આવે.