Acid Attack - 6 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | Acid Attack (Chapter_6)

Featured Books
  • इश्क दा मारा - 25

    राजीव की हालत देख कर उसे डैड घबरा जाते हैं और बोलते हैं, "तु...

  • द्वारावती - 71

    71संध्या आरती सम्पन्न कर जब गुल लौटी तो उत्सव आ चुका था। गुल...

  • आई कैन सी यू - 39

    अब तक हम ने पढ़ा की सुहागरात को कमेला तो नही आई थी लेकिन जब...

  • आखेट महल - 4

    चारगौरांबर को आज तीसरा दिन था इसी तरह से भटकते हुए। वह रात क...

  • जंगल - भाग 8

                      अंजली कभी माधुरी, लिखने मे गलती माफ़ होंगी,...

Categories
Share

Acid Attack (Chapter_6)

એસીડ અટેક

[~૬~]

“હું ક્યાં આવ્યો હતો... પણ, કેને મિત શું થયું? કોના પર એસીડ...?” વધુ બોલવાની હિમ્મત મનન ન કરી શક્યો. કદાચ એ બોલવા પણ માંગતો ના હતો અથવા વિચારવા પણ, આંખોમાં છવાયેલા ઝળહળીયા દિલની વેદના બહાર લઇ આવતા હતા.

“અનીતા પર...” મિત અટક્યો, મનનની હાલત જોયા પછી મિત વધુ બોલી શકવા અસમર્થ થઇ ગયો હતો.

“શું...!!??” મનન આટલું સાંભળતા ત્યાજ પટકાઈ પડ્યો એના ચહેરા પર ભય, આશ્ચર્ય અને પ્રશ્નાર્થ ભાવ છવાઈ ગયા. એ વધુ શબ્દ પણ ઉચ્ચારી ના શક્યો અને ત્યાજ પછડાયો. અનીતાનું નામ માત્ર એના દિલમાં તેજાબની જેમ રેડાયું એનો ચહેરો એના મનસપટ પર છવાઈ ગયો અને આંખો વહેવા લાગી હતી. કદાચ દુઃખ અને વેદનાની સીમાઓ પણ આજે મનન સામે નબળી થઇ પડી હતી.

“હા અચાનક કોઈક બાઈક ચાલક વ્યક્તિ એના પર એસીડ નાખ્યું, પણ મઝાની વાત એ પકડાઈ ગયો અને લોકોએ ઘટના સ્થળે જ એને ખુબ માર્યો અને પોલીસને હવાલે કર્યો છે પણ...” મિત અટક્યો.

“પણ શું મિત... આજે તારા આ પણ મને અઘરા લાગે છે” મનનનો અવાજ ધીમો હતો અને એટલોજ ગંભીર પણ.

“અનીતાની આંખો અને ચહેરો”

“શું થયું એની આંખો ને?” મનન બોલી ઉઠ્યો.

“હંમેશને માટે છીનવાઈ ગઈ ભાઈ...”

“કોણે કર્યું આ...?” મનનના અવાજમાં વેદના અને ધ્રુજારી હતી એનો અવાજ એટલો ધીમો હતો કે કદાચ મિત સિવાય કોઈને સંભળાવાની શક્યતાઓ પણ ના હતી.

“શૈલેશ નામ છે, કદાચ હું જાણું છું ત્યાં સુધી આ એજ વ્યક્તિ છે મનન કે જેની સાથે છ મહિનાથી એની સગાઈની વાત ચાલતી હતી. કદાચ કોઈક અનબન હતી એવી વાત લોકો કરે છે...” મિત કઈક વિચારતો હોય એમ અટક્યો અને ઉપર ખુલા આકાશમાં જોઈ રહ્યો.

“લોકોને બીજા કામ શું છે? પણ, હા તું મારું એક કામ કરીશ મિત? પ્લીઝ...” મનનના અવાજમાં વેદના ભળતી હતી અને વિનંતીનો સુર પણ.

“હા બોલ, મનન” મિત બોલ્યો અને એ હજુય મનનના ચહેરાને જોઈ રહ્યો હતો.

“મને એની પાસે લઇ જઈશ...?” મનન એમજ સુન્ન નજર જમીનપર ટેકવીને બેઠો હતો.

“તું શું કરીશ? મનન?”

“બસ મારે એને જોવી છે”

“પણ, અત્યારે જ કેમ?” મીતના ચહેરા પર આશ્ચર્યના ભાવ ટળવળી રહ્યા હતા. કદાચ પાછલા થોડાક સમયથી એ મનનના બદલાતા હાવભાવ જોઈ રહ્યો હતો.

“એની અત્યારે કેવી હાલત હશે? એના પર અત્યારે કેવી ગુજરતી હશે? અનહદ પીડા અનુભવાતી હશે ને એને? કેટલી કોમળ છે એ અને નાજુક પણ, એનાથી આટલી પીડા કેમ કરીને સહેવાતી હશે?” જાણે એના શરીરની અને મનની વેદના હાલ પણ પોતે અનુભવી શકતો હોય તેમ કાળજાળ ચિંતા એને કોરી ખાતી હતી. એના ચહેરા પર વેદનાના ફુવારા ફૂટી નીકળતા હતા એના પર ગુજરતી વેદનાના વિચારો પણ મનનને ધ્રુજાવી મુકતા હતા. એનો અવાજ ધીમો અને ગળગળો હતો.

“એનો પરિવાર હશે મનન...” મીતે આશ્વાસન આપતા જણાવ્યું અને એ નિખાલસ પણ હજુય મનનના ચહેરાને જોઈ રહ્યો હતો.

“હા પણ મિત, પરિવાર અને કોઈક સમજનારની હાજરી...” મનન અટક્યો કઈક વિચારતા વિચારતા ફરી બોલ્યો “મોટો ફર્ક હોય છે મિત, અને જે મારી હાલત છે એ કદાચ એને જોયા વગર મને ચેન પડી શકે એમ નથી.”

“ઓહ...” મિત અચકાયો કદાચ શું બોલવું એની મૂંઝવણ હતી.

“તું સમજતો કેમ નથી મિત મારે જવું છે એની પાસે.” મનનના અવાજમાં એની તડપ વર્તાઈ રહી હતી.

“શું સમજુ કદાચ તારી વાત સાચી છે પણ...” મીતે જવાબ આપ્યો પણ એના ચહેરા પર હજુય મૂંઝવણ હતી. ના કાળી શકાય કે ના સમજી શકાય એવી મૂંઝવણ.

“કઈ બોલીશ તું હવે કે પછી આમજ બાઘાની જેમ ઉભો રહીશ.” મનનના અવાજમાં થોડોક રોષ અને પીડા વર્તાઈ રહી હતી.

“પણ અત્યારે તો એ...”

“અત્યારે શું?”

“તું આમ કેમ વર્તન કરે છે યાર, એ પોલીસ કસ્ટડીમાં છે અને સરકારી અફસરોની દેખરેખ નીચે હોસ્પીટલમાં દાખલ કરાઈ છે. આ એસીડ એટેકનો કેસ છે કઈ સામાન્ય વાત નથી આખા રાજ્યની સરકાર થરથરી ગઈ છે. તને ખબર પણ છે કેટલાય કોર્પોરેટર અને રાજનીતીયા મોં ફાડીને બેઠા છે આવા અવસરની રાહમાં અને તું મળવાની વાત કરે છે. કેટલી સીક્યોરેરી છે એના આસપાસ તને અંદાઝ પણ છે કઈ...” મિત થોડુક કડકાઈથી બોલ્યો અને એની પાસે બેસી હીંચકામાં કઈક વિચારતો બેસી રહ્યો.

~~~~~~~~~~

“મમ્મી તું સમજતી કેમ નથી, સાચું કહું તો મને શૈલેશ જરા અમથો પણ ગમતો નથી.” અનીતા જાણે શૈલેશને પૂરે પુરો જાણી ચુકી હોય એમ વિશ્વાસ પૂર્ણ રીતે કહી રહી હતી.

“એવું નથી દીકરા શરૂઆતમાં તને એવું લાગે પણ, લગ્ન પછી બધું જ ઠીક થઇ જશે...” સવિતા આજે એને સમજાવી રહી હતી.

“પણ એવી વાત નથી.”

“તો...?”

“તું સમજવાની કોશિશ તો કર, એની આદતોની વાત હું નથી કરતી. વાસ્તવિક લાઈફ અને અભાશી લાઈફ વચ્ચેનો ફર્ક હું સમજુ છું. હું સમજુ છું કે કોલેજ જીવન જેવું લગ્ન જીવન નથી હોતું. ક્યારેક બની પણ શકે અને ક્યારેક વિરોધાભાસ પણ જન્મે છે. પતિ સાથે પ્રેમ પણ સમય જતા સાથે રહીને થઇ જ જાય છે. અને સાચું કહું તો લગ્નના બંધને બંધાયા પછી એ બધું સમજવાની જરૂર રહેતી જ નથી લાગણી ના સબંધો હમેશા પ્રેમમાં પરિણમી જતા હોય છે. લગ્ન એ માત્ર બે શરીરના નહિ પણ બે પરિવાર અને બે જીવ વચ્ચેના ભાવનાત્મક બંધનો જોડવાની વિધિ છે કે જેમાં, એકમેકને સંપૂર્ણતાથી સ્વીકારી લેવાના હોય છે. હું સમજુ છું એ બધી વાતો, એ કથનો અને એ બધું જે મને તે આજ સુધી શીખવ્યું છે એ પણ... તેમ છતાં પણ...” અનીતા આજે જાણે બળાપા સાથે જ્ઞાનની ઉજાણી કરતી હોય એ પ્રકારે બોલી રહી હતી. સવિતાની આંખોમાં ઠંડક હતી, આનંદ હતો, દીકરી સમજણી થયાનો એ આનંદ હતો. દીકરી હવે સમજી રહી હતી અને દુનિયાના બીબામાં જાતેજ ઢળતી જઈ રહી હતી કદાચ એની ખુશી. હવે એને કઈ પણ શીખવવાની જરૂર ના હતી એ બધુજ જાતે શીખતી હતી તો પછી આ પણ, હજુય આ પણ કયા કારણે યથાવત હતો.

“પણ શું અનુ?” સવિતા એ એના ખભા પર હાથ મુકીને પૂછ્યું.

“હું નહિ જીવી શકું કે નહિ મરી શકું, મારું જીવન બરબાદ થઇ જશે, જોઈ લેજે એની સાથે હું ક્યારેય ખુશ નહિ હોઉં.” અનીતાની આંખોમાં જાણે એક ઊંડા આવનારા તોફાનના સુસવાટા અને ધૂળની ડમરીઓ ઉડાળતા ગોટા ચડી રહેલા દેખાતા હતા. આ આવનારા તોફાનોનો તાગ કાઢી શકવો મુશ્કેલ હતો અથવા એમ કહો કે અશક્ય હતો. એના શબ્દોની ભીનાશ એના અવાજમાં સ્પષ્ટ વર્તાતી હતી અને ચહેરા પર પણ એનો પડછાયો પડતો હતો.

“તું આવી વાતો ના કર દીકરા... અનીતા... અનીતા... અનીતા... બેટા અનુ તને શું થયું છે... તું કાઈ બોલતી કેમ નથી... બોલ... હવે...” સવિતાની આંખો અચાનક ઉઘડી ગઈ અને ચારે તરફ એવી રીતે જોઈ રહી જાણે કોઈ રાહ ભટકેલો મુશાફર પોતાની મંઝીલ માટેનો રસ્તો ન શોધતો હોય. ત્યાં બસ ઉપર ફરતો પંખો, લોબીમાં એક નર્શના ચપ્પલોનો અવાજ, સામે વિજય અને સુન્ન્તાના પડઘા ગુંજતા હતા. અંદરના કોઈક ખૂણે હજુ અનુ જાણે કહી રહી હતી. “તું કેમ નથી સમજતી મમ્મી, શૈલેશ મને જરા અમથોય પસંદ નથી હું એની સાથે ક્યારેય સુખથી નહિ જીવી શકું...”

~~~~~~~~~~

મનનની આંખો હવે રીતસર ઉભરાઈ રહી હતી કદાચ દિલમાં પડેલો ધ્રાસકો અને ઉપજેલી પીડા એના આંસુમાં નીકળતી હતી. એક ચહેરો હતો એની આંખો સામે એ અનીતા હતી એની અનીતા... એનો પ્રેમ... એનો વિશ્વાસ... એની લાગણી... એની હિમ્મત... એની ભાવના... અને એની જીત એટલે માત્ર અનીતા. અને જે ઘટના આજે બની છે એ...? ભલે અનીતા કદી એને અપનાવી ના શકી પણ મનમાં ઊછળતો પ્રેમ એ ક્યારેય મતલબી નથી હોતો. એતો નિસ્વાર્થ હોય છે, અકથ્ય અને અનન્ય હોય છે. પણ, જે બન્યું એનું શું? એની શું હાલત હશે, એ અત્યારે કેટલી વેદનાઓ સહી રહી હશે, મારે એની પાસે જવું જોઈએ, પણ... બસ આ પણ શબ્દના ઓછાયામાં કેટલાય સવાલો નીચી ડોક કરી સંતાઈ જતા હતા. મનમાં વિચારોના ઝંઝાવાત હતા અને આંખોમાં ઉભરતો ઊભરો. વેદના અને પ્રેમ એકમેકમાં ભળીને એની લાગણીઓ સાથે ભાવનાઓને વહાવી જતા હતા.

“પણ મારે એની પાસે જવું જ છે.” મનને જાણે છેવટનો નિર્ણય સંભળાવતો હોય એમ મક્કમતા પૂર્વક જવાબ આપ્યો અને હિમ્મત એકઠી કરી પણ દિલના ઊંડાણમાં ઉકળતી વેદના કદાચ હજુય એટલી જ અસહ્ય હતી. પ્રેમને મેળવવાની ખુશી કરતા પ્રેમને ખોવાનું દુઃખ હજારો ગણું વધુ હોય છે એ વાત કદાચ એને સમજાઈ રહી હતી.

“એને હવે કેમ હશે... મિત?” લગભગ સતત ચુપચાપ એની સામે ટીકુર ટીકુર જોઈ રહેલા મીતને એણે ફરી વાર સવાલ કર્યો. કદાચ મીતના મનની મૂંઝવણ એ સમજતો હતો એનું વર્તન જે અત્યારે છે એ સમજી શકવું મિત માટે મુશ્કેલ હતું એ વાત એને સમજાઈ.

“મને નથી ખબર પણ...”

“પણમાં વાત કેમ વણસાવે છે, સ્પષ્ટ કે ને શું કહેવા માંગે છે?” મનનના અવાજમાં થોડોક ગુસ્સો ઉછળીને બહાર આવતો હતો.

“એની આગળના જીવનની ચિંતા બીજું શું...? પણ તું આટલો ઓવર રિયેક્ટ કેમ કરે છે? હું ક્યારનો એજ સમજવાની ગડમથલ કરું છું યાર.”

“ઓવર રિયેક્ટ...!?” મનને ઓચિંતાજ પૂછી લીધું કદાચ મીતની વાત અત્યારે વાજબી ના લાગી પણ... કદાચ સાચી હતી, મિત અનીતા અને મનનના સબંધોથી તદ્દન અજાણ હતો. એક એવો સબંધ હતો જેનું અત્યાર સુધી કોઈ નામ અપાયું જ ના હતું, બસ લાગણી અને ભાવનાઓના તાર એમને ક્યાંક નર ક્યાંક જોડતા હતા.

“હા... તારું બ્રેકપ થઇ ચુક્યું છે... મને યાદ છે ત્યાં સુધી... અને એ વાતને તો બે વર્ષ વીત્યા એની તો સગાઇ પણ થઇ ગઈ છે.” મીતે ગણું ખરું યાદ કરતા કરતા કહ્યું. અને થોડીક વાર પછી ફરી બોલ્યો તું કોઈકના સાથે વાતો પણ કરવા લાગ્યો હતો ને?

“હશે... મારે એની પાસે જવું છે, મારી મદદ કરી શકે તો બોલ બીજી બધી વાતો સમજાવવાનો હાલ મારી પાસે સમય નથી.” મનને શાંતિ પૂર્વક જવાબ આપ્યો પણ એના સ્વરમાં ખાલીપાના પડઘા સંભળાતા હતા. એની વેદના હવે થોડીક હળવી હતી આંખોમાં એક ગુસ્સાની ચિનગારી ફળફડી રહી હતી. કદાચ એ ત્યાં હાજર હોત તો પેલા એસીડ નાખનારને કાપી નાખ્યો હોત અને એના પ્રાણ કયારના એ હણી પણ ચુક્યો હોત.

“હું કોશિશ કરીશ...” મીતે ટૂંકો જવાબ આપ્યો. સામા છેડેથી કોઈ જવાબ ના મળ્યો કદાચ મનન અત્યારે ત્યાં ના હતો. મનન ક્યાય ખોવાઈ ગયો હતો પણ ક્યાં... કદાચ એના મનની દુનિયામાં ખોવાઈ ચુક્યો હોય...

~~~~~~~~~~

“સ્નેહલ તને શું લાગે છે આ કેસમાં?” નીમેષે ગાડીની પાછલી સીટ પર બેઠા બેઠા પોતાની ઉંધી દિશામાં દોડતી દુનિયાને બારીમાંથી જોતા સવાલ કર્યો.

“તમે આખી પરિસ્થિતિ સુલજાવી નાખી તો હતી, તો ફરી આ સવાલ કઈ વાતનો?” સ્નેહલ વ્યાસ ગાડી હંકારતા હંકારતા હજુય દરેક પળે ચહેરાના બદલાતા ભાવો નીરખ્યા કરતો હતો. વીસેક વર્ષનો અનુભવ જાણે કામે લાગ્યો હતો અને ચહેરાની દરેક રેખાની સુરન્ગોમાં જાણે એમને ડીટેકટીવો કામે લગાડ્યા હોય એમ ગહન વિચારમાં એ ચહેરો ડૂબેલો હતો. એણે ફરી વાર થોડીક ચુપ્પી બાદ પૂછ્યું “શું થયું સર...”

“મૂંઝવણમાં છું સ્નેહલ...”

“શેની મુંઝવણ સર?”

“આ ગુથ્થી નથી સુલાજાતી કે એણે એસીડ છાંટતા પહેલા પોલીસ સ્ટેશને કોલ શા માટે કર્યો હતો?” નીમેષે કંટાળીને જાણે ફરી ખિસ્સામાંથી સીગાર કાઢી અને બે હોઠો વચ્ચે મૂકી લીટર ફંફોસવા માંડ્યું.

“હિરોપંતી સર, બીજું તો શું હોય.”

“બની શકે છે, પણ મને કઈક બીજી વાતની પણ શંકા જાય છે. કરીએ કઈક એનું પણ મળશે...” નીમેષે હોઠોમાં સીગાર ભીડી રાખી બોલતા ના ફાવતું હોય એમ ધીમા અવાજે જવાબ આપ્યો. અને લાઈટર વડે સીગાર જાળવી લઈ એક કસ ખેંચ્યો.

“હવે જવાબ મળી જશે કદાચ... કેમ સર સાચું ને?” છુટતા ધુમાડાના ગોટો જોઈને સ્નેહલના ચહેરા પર આવેલા એ આછા સ્મિત સાથે એણે જવાબ આપ્યો. એ ચાલીસ વર્ષના અર્ધજુવાન ડ્રાઈવર અને ૪૭ વર્ષના એસ.પી. ઓઝા ના ચહેરા પર આખી પરિસ્થિતિ ખાળતું સ્મિત ઉભરાઈ આવ્યું.

“આશા તો છે...” ઓઝા ખડખડાટ હસી પડ્યો.

~~~~~~~~~~

હોસ્પીટલમાં ચારેકોર લોકોની ચહેલ પહેલ હતી પોલીસની ગાડીઓના અવાજ બારીમાંથી અંદર દોડી આવતા હતા અને સામેના છેડે કેટલાક અફસરો ઉભા હતા. ડોકટરોની આખી ટીમ પણ રૂમમાં હાજર હતી પાસે એના માતા-પિતા અને ભાઈ પણ ઉભા હતા. જીલ્લાના કલેકટર મળવા આવ્યા હતા કદાચ ઈલાજ માટેની અને ખર્ચ માટેની બાહેંધરી આપતા હતા અને બનતા ઈલાજો માટેની ખાતરી પણ આપતા હતા. કાલે રાજ્યના ગૃહમંત્રી પણ મુલાકાતે અવન હતા વાત છેક ગૃહખાતા સુધી લંબાઈ ગઈ હતી. આવાજ સિવાય અત્યારે અનીતા માટે કઈ પણ સમજવું મુશ્કેલ હતું. ચારેકોર જુદા જુદા અવાજો કાન સાથે અથડાતા હતા. આંખો સાથે આખાય ચહેરા પર પાટા બાંધેલા હતા. કઈ પણ જોઈ શકવું મુશ્કેલ હતું અને અશક્ય પણ, સાથે સાથે આખાય શરીરમાં આગ બળતી હોય એવી વેદનાની બળતરા થતી હતી. આંખો બાંધેલી હોવા છતાં પાટામાંથી પલળીને આંસુઓ સરી રહ્યા હતા.

કદાચ રાત થવા આવી હતી બારીના ખુલ્લા ભાગેથી આવતી હવા એવો અહેસાસ કરાવતી હતી. જોકે અનીતાના જીવનમાં હવે એક લાંબી રાત આમ અચાનક આવી ચડી હતી. એની દુનિયા હવે અંધકારમાં ડૂબી ગઈ હતી કદાચ શૈલેશ નામનો એ કાળો અંધકાર એના પ્રકાશિત જીવનને નીગળી ચુક્યો હતો. દિલ મન અને વિચારોમાં બસ વેદનાના આછા વહેણ વહેતા હતા એક પીડા હતી અને એના દિલમાં અનુભવાતી હતી. એકલતા હતી આસપાસ કોઈના હતું. કદાચ માતા પિતા સિવાય હવે. આખો દિવસ કેટલાય લોકો એની ખબર કાઢવા આવી ચુક્યા હતા શહેરની દરેકે દરેક રાજનૈતિક હસ્તીઓ પણ એની સારસંભાળ લેવા આવી ચુકી હતી. પણ, હજુય મનન... એનાથી એક લાંબો નિસાસો નખાઈ ગયો. આંખોમાં ખળખળ વહેતા આંસુ એ રોકવા માંગતી હતી દિલની પીડા એણે દબાવી દેવી હતી પણ એ દર્દ અસહનીય હતું.

“મમ્મી...” અનીતા એક લાંબી ચુપ્પી તોડતા બોલી અને એનો અવાજ દયનીય અને ધીમો થઈ ગયો.

“હા બેટા...” સવિતાએ તરત એના હાથને પોતાના હાથમાં લઇ લીધો. એની માની આંખો માંડ આંસુઓ સાચવીને બેઠી હતી પણ સવિતા વધું બોલી ન શકી એટલે વિજયે જવાબ આપ્યો “અમે અહીં જ છીએ દીકરા... તું શાંતિ થી આરામ કર.”

“ડોકટરે શું કહ્યું...” અનીતાએ ધ્રુજતા સાદે સવાલ કર્યો. અને ચુપચાપ જવાબની રાહ જોવા લાગી.

“બધુજ ઠીક થઇ જશે... બેટા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી પણ હા મને એક વચન આપીશ...?” માંડ ગળેથી નીકળતા સ્વરે વિજય એ કહ્યું અને એમણે મક્કમ પણે પોતાના સરી જતા આંસુ રોકવાનો નિસ્વાર્થ પ્રયત્ન પણ કર્યો.

“શું પપ્પા... મેં ક્યારેય તમને અને મમ્મી ને ના પાડી છે ખરા?”

“હું જાણું છું બેટા... પણ કદાચ...” વિજયભાઈ અટક્યા અને પત્ની તરફ જોઈ રહ્યા કદાચ આ વાત કરવી કે ના કરવી એની સહમતી માંગતા હોય.

“કદાચ...?” અનીતાના સફેદ પાટાના આડછે વીંટળાયેલા ચહેરા પર આશ્ચર્યના ભાવ ટળવળી ઉઠ્યા.

“આ કામ અઘરું લાગશે તને આ સમયે.”

“આટલી પીડા સહેવાથી પણ અઘરું?” અનીતાના સ્વરોમાં હૈયાફાટ વેદના ઉભરાઈ જતી હતી.

“ના બેટા” આટલા શબ્દો બંનેના કાળજા ચીરી નાખવા પૂરતા હતા અત્યારે એના માટે કોઈ કટારની જરૂર ના હતી. અનીતાની વેદનાની ધાર કદાચ એ કટાર કરતાય વધુ તીક્ષણ પણે એમને ઝખમો આપતી હતી.

“તો કેમ પપ્પા આજે તમે આવી વાત કરો છો? એ મમ્મી તુજ કેને આજે પપ્પાને શું થયું છે, કેવી વિચિત્ર વાતો કરે છે જો ને?” પાટા બાંધેલા બંને હાથ આગળ કરી એ કઈક શોધતી હોય એમ હાથ ફેરવતી હતી. કદાચ એ આ ક્ષણે પોતાની માં ના સહારાને શોધી રહી હતી.

“બસ બેટા એમજ... અમસ્થાજ તારી સાથે વાત કરવાનું મન થઇ ગયું એટલે...” વિજયભાઈ એ તરત જ દીકરીને હાથના ટેરવે સહારો આપ્યો અને આગળના શબ્દો બોલવાની હિંમત ના કરી શક્યા. એમના અવાજમાં દર્દ ઉભરાઈ રહ્યું હતું અને માની આંખની કિનારીએ ભીનાશ વર્તાવા લાગી હતી.

“એક વાત પૂછું પપ્પા?” અનીતા ફરીવાર અંધકારમાં કઇક શોધતી હોય એમ બેસી રહી હતી.

“હા બેટા પૂછને.” વિજયભાઈ અને સવિતાબેન બેઉ સાથે જ બોલી ઉઠ્યા.

“પપ્પા મને માફ કરજો પણ મેં કઈ ખોટું નથી કર્યું, એણે શા માટે મારી સાથે આવું કર્યું? તમને વિશ્વાસ તો છે ને મારા પર કે મેં...” અનીતાની આંખોમાં આંશુ હતા પણ પાટાની આડછે એ કળવા મુશ્કેલ હતા. એના ગળામાં ડૂમો બાજી હતી એ વધુ બોલીજ ના શકી પણ એના શબ્દોમાં એની વેદના સ્પષ્ટ પણે દેખાતી હતી.

“તું ભૂલી જા દીકરા, ભૂલ તારી નઈ ભૂલ તો મારી છે કે તારી ના કહેવા છતાં મેં એ જલ્લાદ સાથે તારા સબંધની વાત આગળ વધારી... પણ હવે બસ તું ચિંતા ના કર એને હું નઈ છોડું હવે.” આટલું બોલીને વિજય ભાઈ એને પોતાની છાતી સરસી ચાંપીને રડી પડ્યા.

“પપ્પા તમે કેમ દુખી થાઓ છો? હું બસ જલદી થી ઠીક થઇ જઈશ...” અનીતા થી વધુના બોલી શકાયું એનો અવાજ રૂંધાઈ રહ્યો હતો.

“બસ દીકરા તારે બોલવાનું નથી અને જરાય અમથું પણ રોવાનુય નથી એટલે જ તો તને જલદી દવા અસર કરશે... આટલી વાત માનીશ ને બેટા...” સવિતાએ અનીતાનો હાથ પોતાના હાથમાં લઇ લીધો અને એને પંપાળતા આશ્વાસન આપ્યું. વિજયની આંખો સતત વહેતી હતી દીકરીની દુર્દશા એના પાછળનું કારણ હોઇ શકે, ઘરમાં પિતાના દિલમાં વધુ ઊંડો ઘાવ જો કોઈ દુઃખ કરે તો એ દીકરીની વેદના હોય છે. એવુજ આજે વિજય ભાઈના ચહેરા પરથી દેખાઈ રહ્યું હતું. સવિતા બહેન અને વિજય ભાઈ એક મેકની સામે અન્યમનસ્ક પણે જોઈ રહ્યા હતા કદાચ શબ્દોની કમી હતી અત્યારે અને વેદનાની વર્ષા...

~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો...)