Kalakar in Gujarati Magazine by Hardik Raja books and stories PDF | કલાકાર

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કલાકાર

કલાકાર

બંગાળી કવિ, એક મહાન લેખક અને ચિત્રકાર એવા એક મહાન આર્ટીસ્ટ જે આજે પણ એટલા જ કલાકારો નાં દિલ માં રાજ કરીને બેઠા છે એવા, શ્રી રવીન્દ્રનાથ ટાગોર, કલા વિશે કહી ગયા છે કે,

In art, Man reveals himself and not his object.

કલા દ્વારા માણસ પોતે પોતાની જાત દુનિયા સમક્ષ છતી કરતો હોય છે. દોસ્તો, આર્ટ જ એક એવી વસ્તુ છે જે કોઈ પણ પ્રકારના દાબ વિના અને પરાણે ન કરવામાં આવે તો જ એ ઉજાગર થાય છે. કોઈ ચિત્રકાર, કોઈ લેખક, કોઈ કવિ, અને બીજા કોઈ પણ કલાકાર એક સમય હોય ત્યારે જ પોતાનું એ સર્જન કરી શકે છે. એટલે જ, કલાકારો ની કોઈ ઓફીસ હોતી નથી. તે દુનિયા ની સંવેદનાઓ ને આંખ માં ભરી પોતાનાં વિચારો દ્વારા કઈક નવું જ સર્જન કરી દેખાડે છે.

આજકાલ, કેટલાક લોકોને નાની-નાની વાતોને લઈને તનાવગ્રસ્ત રહેવાની એક આદત પડી ગઈ છે. આપણે કામ ને જેટલું વધારે બોજ રુપે લઈએ છીએ, તનાવ વધતો જાય છે. કામ ને વ્હ્દરે બોજ રૂપે લઈએ છીએ, તનાવ વધતો જાય છે. કામને દબાણની જેમ લેવાની દ્રષ્ટિ જ એ ચીજ છે, જે આપણને કાર્યાત્મક સંતોષ મેળવવાથી રોકે છે. આ રીતે જ આપણે આપણી અંદર નાં રહેલા કલાકાર અને જીવન ની રચનાત્મકતા થી દૂર થતા જઈએ છીએ. મશહુર ચિત્રકાર ફ્રીડા કાહલો પોતાની અનુભૂતિ બતાવતા કહેલું કે, “વાત સીધી છે, જે મજબુરીમાં કરવામાં આવે છે, એ કામ છે અને જે ખુશીથી કરવામાં આવે છે, તે કલા છે.” તેઓ એ એવું પણ કહ્યું કે, ઘેરી ઉદાસીનતા વચ્ચે પણ જે સર્જન કરવામાં આવે છે, તે રચતી વખતે પણ કલાકાર નાં મનમાં કાર્યાત્મક સંતુષ્ટિ અને ખુશીનો ભાવ તો મિશ્રિત હોય જ, હકીકતમાં ખુશી વિના કોઈ પણ સર્જન સંભવ નથી, ખુશી વિના બસ તે કોરું કામ જ થઇ શકે. જીવનમાં ખુશ થવાનું શીખી જાય છે તેના માટે પ્રત્યેક દિવસ સર્જન નો નવો અવસર લઇ ને આવે છે. દરેક માણસ ની અંદર એક કલાકાર છે, બસ તેને ગમતું કામ કરવાનો સમય આપવો પડે, જે રીતે સ્ટીવ જોબ્સ, ફ્રેકલીન, આલ્વા એડીસન થી લઈને આજે સચિન, લતા અને છેક કપિલ શર્મા સુધી નાં દરેકે આપ્યો છે. પોતાનું ગમતું કામ શોધીને. શ્રી કૃષ્ણ ભગવાન વર્ષો પહેલા પણ શ્રી ભગવત ગીતા માં આ જ તો કહી ગયા છે કે, “તારા માં રહેલી તેજસ્વીતા ને તું બહાર કાઢ, હું તારા હાથ થી પણ નજીક જ છું, તારા માં રહેલી શક્તિઓ ને તું ઓળખ.” અને જગત નાં ગુરુ હોવા છતાં પણ કૃષ્ણ ને તો કલા જ ગમે છે, તે પણ તેણે ઋતુઓ માં હું વસંત છું તેવું કહી ને સાબિત કરી દીધું છે. ભારત નાં ઇતિહાસ નાં મંદિરો માં પણ કલા ને આધારિત જ શિલ્પ કામ કરવામાં આવતું, મહારાજા અકબર નાં દરબાર માં નવ રત્નો સમાન કલાકારો જ રાખ્યા હતા. કલાકાર વિના આ સૃષ્ટિ કદાચ અધૂરી રહી જાય, આપણે કમાયેલા પૈસા આપણે જ્યાં ખર્ચ કરીએ છીએ તે પણ એક કલાકાર ની જ રચના છે. કદાચ તે કોઈ પણ વસ્તુ કેમ ન હોય. વિના ફેશન ડિઝાઈનર આપણે આવા કપડા ખરીદવું કેવી રીતે શક્ય બન્યું હોત ? જે વસ્તુ પાછળ આપણ ને મજા આવે છે તેની પાછળ કોઈ ને કોઈ રચનાકાર નો હાથ હોય જ છે. ખુદ ઈશ્વર આ સૃષ્ટિ નો રચનાકાર જ કહેવાય છે ને. આવું બ્રમ્હાંડ, આવા તારલાઓ, આવો પ્રખર સૂર્ય અને એ જ સૂર્ય માંથી પરાવર્તિત થતા પ્રકાશ માંથી બનતો એ શીતળ ચંદ્ર. આ જ હોય છે રચનાકાર.

કલાકાર નું કામ સૃષ્ટિ ની સંવેદના ઓ ને સર્જન માં મૂર્ત કરવાનું હોય છે. પરંતુ આજે વર્તમાન માં એ રચનાકારો કદાચ દુનિયા થી અલગ થઇ રહ્યો છે. આ એક સત્ય છે અને તેની પાછળ નાં કારણો દરેક પાછળ કઈક અલગ મુખ લઈને બેઠા છે. સંભવ છે કે કલાકાર પોતે સંવેદનાઓ ને સ્પર્શવા માં અસફળ રહ્યો હોય, કે પછી તેમની ક્રિએટીવીટી નિષ્પ્રાણ થવા લાગી હોય, તેનો સ્પાર્ક મરી રહ્યો હોય. હાં, પૈસા વગર રચનાકાર ની રચનાઓ અટકી જતી હોય છે. તેના સર્જન ને નફા-નુકસાન નું કોઈ મેલું કપડું અડી ગયું હોય. કદાચ, આજ કારણ હશે. આજે ટાગોર ફરી ક્યાં મળશે ? અને આવા જ પ્રશ્નો ઘણા છે કે, સમાજ ની સંવેદનાઓ માંથી નવું સર્જન હવે કરશે કોણ ? સમાજ ની વેદના હવે કોના કેનવાસ નો રંગ બનશે? હવે પારકા મનને પારખી ને કોણ કવિતાઓ લખશે ?

એક સમયના પ્રસિદ્ધ અમૂર્તન કલાકાર પોલ કલીએ પોતાની ડાયરી માં લખ્યું હતું, “આ દુનિયા માટે જે ધબકારા મારા હૃદય માં થતા હતા, એ જાણે શાંત થઇ ગયા છે. એવું લાગે છે જાણે તેની સાથે મારો સંબંધ ફક્ત સ્મૃતિ સાથે છે. આ દુનિયાદારી સાથે મારો સંબંધ ફક્ત સ્મૃતિ સાથે છે. આ દુનિયાદારી સાથે મારો નાતો જાણે તૂટી ચુક્યો છે. મેં એક નવો સંસાર રચી દીધો છે, જેમાં બધું જ સકારાત્મક છે. ત્યાં નથી પીડાદાયક સ્થિતિ, નથી કોઈ ઉતેજનાની ક્ષણ. આ સંસાર અદભુત છે.”

આજે કદાચ આવું જ થાય છે, ભૌતિકવાદી સમાજ માં પ્રત્યેક ઘટકની ઉપયોગિતાના આધારે તેની કિંમત અંકાવા લાગી અને ત્યારે કલાકાર નું મહત્વ પણ બજાર નાં હિસાબે નક્કી થવા લાગ્યું, એવામાં જે કલાકારોએ પોતાને બજાર વ્યવાસ્થે ને અનુરૂપ ઢળ્યા, તેઓ તો ટકી રહ્યા પરંતુ બાકી બધા પોતાની ઉપેક્ષા ને લીધે તરફડવા લાગ્યા. પરિણામે સાચો કલાકાર અંતર્મુખી થવા લાગ્યો.

વિશ્વયુદ્ધ વખતે પિકાસોનું ‘ગુર્વેનીકા’ ચિત્ર જર્મની માટે કોઈ શક્તિશાળી અસ્ત્ર નાં માર થી કમ સાબિત થયું ન હતું. આપણે ત્યાના કલાકારો માં અમૃતા શેરગિલ, રામકુમાર અને સતીશ ગુજરાલ ની ચિત્ર અભિવ્યક્તિઓ પોતાનાં માનવીય સંબંધો અને ગુણોને કારણે આપણા મનને સ્પર્શતી રહે છે એ હંમેશા મનુષ્ય પ્રત્યે સંવેદના જગાવે છે. સંવેદનાઓ થી સંવેદનાઓ ને જાગૃત કરવી એ જ તો કલાકાર નું કામ છે તે પોતાની અનુભૂતિઓને, કૃતિઓના માધ્યમ થી સમાજ ની ચેતનાને જગાડવાનું કામ કરે છે.

આજના યાંત્રિક યુગમાં અને કમ્પ્યુટર યુગ માં જીવન ઝડપી બન્યું છે. આજે કલાકાર ની કલા માં ફેરફાર આવ્યો છે. આજે ટેકનોલોજી નો ઉપયોગ કરીને ડીઝાઈનીંગ ક્ષેત્રે, લેખન ક્ષેત્રે, વગેરે ક્ષેત્રો માં રચનાકાર આગળ વધી શકે છે. સર્જક ને જોઈતું બધું જ તેની આવડત મુજબ મળી જ રહે છે. સ્ટીવ જોબ્સ નું જીવન ચરિત્ર આ મામલે ખુબ જ જરૂરી સુચના આપી જાય છે કે, આ જિંદગી જીવવા માટે આપણ ને લીમીટેડ ટાઈમ મળ્યો છે તો તેને વ્યર્થ જવા જવા દેવો જોઈએ નહી” અને તે તેવું પણ કહેતા કે, “શ્રીમંત બનીને કબ્રસ્તાન માં પોઢી જવું એ મારી નિયતી નથી... ‘આજે આપણે કશુક અદભુત કર્યુ છે’ એવું કહીને પથારી માં સૂઈ જવું... મારા માટે મહત્વનું છે.”

દરેક ની અંદર એક કલાકાર છે જ જરૂર છે તેને આકાર આપવાની, ક્યારેક ગમતું કામ કરવા પાછળ પણ સમય કાઢીએ. પોતાની અંદર રહેલી તેજસ્વીતા ને આપણે જ બહાર લાવવાની છે.

Art is not a handicraft, it is the transmission of feeling the artist has experienced.

  • Lee Tolstoy
  • હાર્દિક રાજા