Dhak Dhak Girl - Part - 13 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ -ભાગ ૧૩

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ -ભાગ ૧૩

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧3]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

મારા બેંગ્લોર-લીડ સ્વામીના ઇન્વીટેશનને માન આપીને હું તેનાં ઘરે ડીનર પર ગયો તો ત્યાં તેનાં અને તેની ગુજરાતી વાઈફ લેખનાં મોઢે તેમનાં બંનેના ઇન્ટર-કાસ્ટ મેરેજ અને તેને લઈને સ્વામીના માબાપ સાથે થયેલ ખટરાગની વાત જાણીને હું વ્યથિત થઇ ગયો.

તેમના ઘરેથી હોટેલની મારી રૂમ પર આવ્યા પછી મને સાંપડેલી એકલતા દરમ્યાન મારી કરમ-કથની પણ તેના જ રસ્તે જઈ રહ્યાનો મને અહેસાસ થઇ આવ્યો તો હું ખુબ જ ડીસ્ટર્બ થઇ ગયો.

આ દુનિયાદારી અને નાતજાતનાં વાડા ને એવું બધું મને બહુ જ વિચિત્ર ભાસવા લાગ્યું હતું.

નિરાશાભરેલા હૈયા સાથે સહસા જ બાજુમાં પડેલા ફોન તરફ મારું ધ્યાન ગયું તો જોયું કે વોટ્સઍપમાં મેસેજ આવ્યાની બત્તી ટમટમી રહી હતી. હા..ધડકનનો ન વંચાયેલો મેસેજ તેમાં હતો.

પણ મેસેજ વાંચ્યા વગર જ મેં ફોનને દુર સરકાવી દીધો અને ઓશીકામાં માથું ખોસીને હું શાંત સુનમુન પડ્યો રહ્યો.

થોડીવાર પછી ફરી એક મેસેજ આવ્યો અને પછી ફરી પાછો એક. પણ મને તો એકેય મેસેજ વાંચવાની કે રીપ્લાઈ કરવાની ઈચ્છા જ ન થઇ.
આંખો બંધ કરીને બસ હું પડ્યો જ રહ્યો. મગજમાં શું વિચારો ચાલી રહ્યા હતા તેનો અત્યારે કોઈ જ અંદાજો નથી પણ હા એટલું તો યાદ છે જ કે મોડે સુધી જાગ્યા રહ્યા બાદ જ મારી આંખ મળી હતી.

.

વહેલી સવારે ફોનના અવાજથી જ મારી આંખ ખુલી. ઘડિયાળમાં અનાયાસે જ જોવાઈ ગયું તો બસ હજી સાડા-છ જ વાગ્યા હતા. અડધો ઊંઘમાં જ સફાળો ઉઠીને મેં ફોન રીસીવ કર્યો તો ફોન ધડકનનો હતો.

"હલ્લો"

"અરે? શું રે? ક્યાં છે? કાલે કેટલા મેસેજ કર્યા. એકનો પણ રીપ્લાઈ નહીં?"

"હમમ્મ..! અ ગ, જરા માથું દુઃખતું હતું એટલે જલ્દી જ સુઈ ગયો હતો."

"ઓહ.. તો પછી હવે કેમ છે?"

"ઠીક છે હવે.. પણ તું? આટલી સવાર સવારમાં ફોન કેવી રીતે કરી શકી? તારી મમ્મી.."

"અરે, જોગીંગ માટે બહાર આવી હતી એટલે ચાન્સ મળી ગયો. સૉરી.. ઊંઘ બગાડી મેં તારી?"

"ના, એવું કંઈ જ નથી. ."

.

[પછી થોડી વાર ચુપકીદી છવાઈ રહી.]

"તન્મય, બધું બરોબર છે ને?" -આખરે ધડકને ચુપકીદી તોડી.

"હમ્મ્મ.."

"પણ તારા અવાજ પરથી તો એવું લાગતું નથી."

"ધડકન..આપણે પછી વાત કરીએ કે? હું મેસેજ કરું છું પછી તને. ઓકે?"

"ઓલરાઈટ તન્મય. ટેક કેઅર."

હવે ફરી પાછુ ઊંઘવું શક્ય જ નહોતું એટલે વહેલું જ બધું આટોપીને હું ઓફિસે ચાલ્યો ગયો.
સવારે ધડકન સાથે સાવ તુટક તુટક જ વાત કરી હતી તો ખુબ ઑકવર્ડ લાગતું હતું, અને ધડકનને પણ ચોક્કસ બધું ઑડ લાગતું હશે તેની મને ખાતરી હતી.

*****

"ગુડ મોર્નિંગ થન્મય. નૉટ વેલ?" -મારો પડી ગયેલો ચહેરો જોઇને સ્વામીએ મને પૂછ્યું.

મારી મન:સ્થિતિ ત્યારે એવી હતી કે મનમાં ચાલી રહેલ ઘમાસાણની વાત મારે કોઈ સાથે તો શેઅર કરવી જ હતી. ચોક્કસ કોઈ પાસે તો મારે મારું હૈયું ઠાલવવું હતું. સ્વામી આમ તો સાવ પારકો જ માણસ હતો, પણ કદાચ એટલેજ..તે મને આ કામ માટે એકદમ યોગ્ય લાગ્યો કારણ બહુ ક્લોઝ નહીં હોવાને કારણે તેનો ઓપીનીયન કોઈ પણ પૂર્વગ્રહ કે ઈમોશન વગરનો એકદમ મક્કમ જ હોવાનો તેવું મને લાગ્યું, અને એટલે જ હું તેને ઓફિસની કેન્ટીનમાં લઇ ગયો.

ત્યાં ગયા પછી અથથી ઇતિ..એકડે એકથી અત્યાર સુધીની..તન્વીથી માંડીને ધડકન સુધીની બધી જ વાત તેને કહી સંભળાવી.

"લવ ઈઝ બ્યુટીફૂલ થિંગ થન્મય..!" -બધું સાંભળી લીધા બાદ સ્વામીએ તેના ટીપીકલ પ્રાદેશિક ઉચ્ચારો સાથે કમેન્ટ કરી- "બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ..લોટ ઓફ કોમ્પલીકેશન કમ વીથ ઈટ. સો યુ મસ્ટ ચૂઝ વાઈઝલી. દેખો, ઇફ યુ રીઅલી લવ યોર પેરેન્ટ્સ..તો ફિર બેટર ગેટ આઉટ ઓફ યોર રીલેશનશીપ વિથ ધડકન બીફોર ઈટ ગેટ્સ ટૂ લેટ."

તો એનો મતલબ કે આ જ ઓપ્શન બરોબર હતું. મારું મન સુદ્ધા મને આ જ કહેતું હતું અને હવે સ્વામીએ પણ આ જ સલાહ આપી.

સ્વામીની સલાહે બક્ષેલી મક્કમતાને કારણે ધડકન સાથેનો મારો બે દિવસ જુનો સંબંધ મેં હવે પૂરો કરી નાખવાનો નિશ્ચય કર્યો.

*****

દિવસ આમ જ કંટાળાજનક રીતે પસાર થઇ ગયો.
ધડકન દિવસભર વોટ્સઍપ પર ઓનલાઈન દેખાતી હતી.
મને તો એવું જ લાગતું હતું કે જાણે તે અમારી જ ચૅટ-વિન્ડોમાં હતી..
કદાચ વાટ જોતી કે હું ક્યારે કંઈ લખું.
તેનું પ્રોફાઈલ પીક મારી સામે તાકી રહ્યું હતું હું કંઇક કહેવાની શરૂઆત કરું તેનાં ઇન્તઝારમાં.

પછી છેક સાંજે તેનો મેસેજ આવ્યો.

"હાય તન્મય. હાઉ'ઝ યુ? હવે કેમ છે તને?"

"હમ્મ્મ.. કાલે માથું દુઃખતું હતું થોડું. થોડો તાવ પણ હતો. પણ હવે ઠીક છે."

"વેરી ગુડ. બોલ.. શું કહે છે? આ બેંગ્લોરનું સાઉથ ઇન્ડીયન ફૂડ કદાચ તને નહીં ફાવતું હોય એટલે. બાકી કાલે સાંજે સરખો કાલે જમ્યો હતો કે નહીં?"

"હા, યસ. કાલે તો હું સ્વામીના ઘરે ડીનર પર ઇન્વાઇટેડ હતો."

"સ્વામી?"

"અમારો અહીંનો બેંગ્લોર-લીડ. તેનાં ઘરે તેની વાઈફ લેખાએ મસ્ત મસ્ ગુજરાતી ડીનર આપ્યું હતું."

"ગુજરાતી ડીનર? ઇન અ સાઉથ ઇન્ડીયન હાઉસ? હાઉ ઈઝ ઈટ પોસીબલ?"

"અરે લેખા ગુજરાતી છે. તેઓના લવ-મેરેજ છે."

"ઓ વાઉ.. ઇન્ટર-કાસ્ટ મેરેજ? ગુજરાતી એન્ડ મદ્રાસી. સરસ. નાઈસ. જોડી સરસ લાગતી હશે ને?"

"હા, પણ ખુશ નથી લાગતી."

“હમ્મ્મ? વાય?”

"ધડકન, સ્વામીના પેરેન્ટ્સે લેખાને એકસેપ્ટ જ નથી કરી. તો સ્વામી તેમનાથી અલગ રહે છે અને તેના પેરેન્ટ્સને બહુ મિસ્સ કરે છે, અને લેખા પણ સ્વામીની આવી મેન્ટલ કન્ડીશનથી દુઃખી દુઃખી જ રહે છે."

"ઓહ માઈ ગોડ”

"ધડકન, મને એવું લાગે છે..આઈ મીન..કાલે મેં ખુબ વિચાર કર્યો કે આપણે અહીં જ અટકી જઈએ. ધેર ઈઝ નો પોઈન્ટ ઇન ગોઇંગ અહેડ. આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ ધડકન. તન્વી અને હું..અમે બંને ક્યારે ય એક થઇ શકવાના નહોતા. તે છતાં ય..મનમાં કારણ વગરની કોઈક પ્રકારની ગુનાહિત લાગણી..કોઈક ગીલ્ટ, મારા મનના કોઈક ખૂણામાં હવે હમેશા રહેશે જ. અને તે પછી હવે તારી સાથે પણ..કાલે કદાચ આપણે બંને પણ એક નહીં થઇ શકીએ તો જીવનભર એક પ્રકારનો ખટકો..કોઈક ભાર તો કાયમ રહેવાનો જ."

[પછી થોડીક પળો શાંતતામાં જ વીતી ગઈ. વાતાવરણમાં કોઈક અસહ્ય ભાર વર્તાઈ રહ્યો.]

"હું શું કહું હવે આ બાબતમાં." -કેટલીય વાર પછી ધડકનનો જવાબ આવ્યો- "તું અચાનક જ આવી કોઈક વાત કરીશ એવો મને કોઈ જ અંદાજો નહોતો, તો હું બિલકુલ તૈયાર નથી કોઈ જવાબ દેવા માટે."

"હું આંધળો થઇ ગયો હતો ધડકન.. તારા સિવાય મને બીજું કંઈ સૂઝતું જ નહોતું. પણ આજે..આજે સ્વામી અને લેખાને જોયા અને જાણે કે આપણે બંને જ તેમની જગ્યા પર છીએ એવો ભાસ મને થઇ આવ્યો."

"તને શું લાગે છે ધડકન?" -ફરી પાછો કેટલીય વાર સુધી જવાબ ન આવ્યો એટલે મેં પૂછ્યું.

"પ્રશ્ન મને કંઈ લાગવા કે ન લાગવાનો નથી તન્મય. પ્રશ્ન તારા માબાપનો છે. અને હું તેમનો પણ વાંક નથી કાઢતી. દરેક જણના પોતાના વિચાર અને માન્યતા અને સિધ્ધાંત હોય છે. આપણે તે બધાનો આદર કરવો જ જોઈએ. તો પ્રશ્ન એ છે કે તું તેમને સમજાવી શકવાનો કે? તું..કે પછી આપણે બંને તેમનું મન વાળી શકીશું? અને જો આનો જવાબ નામાં હોય તો પછી તું જે કહે છે તે જ યોગ્ય છે."

"ધડકન, જવાબ નામાં હોવાની જ વાત છે. એટલે જ મને નથી લાગતું કે હું તેમને સમજાવી શકીશ. તેવું હોત તો હું તેમને તન્વી માટે પણ.."

"તન્મય.. તને તન્વી સાથે પ્રેમ હતો કે?" - હું આખું વાક્ય લખું તે પહેલા જ ધડકને મને વચ્ચે જ પૂછ્યું.

"નહોતો."

“તો પછી તન્વીનો વિષય આપણી ડીસકશનમાં વચ્ચે લાવ જ નહીં. પ્લીઝ."

"ઓલરાઈટ"

"ઓલરાઈટ ધેન..તેં નક્કી કરી જ લીધું છે તન્મય તો પછી.. ફાઈન. ગુડ નાઈટ ધેન.."

"નો ધડકન.. ફક્ત હું નહીં..આપણે બંનેએ મળીને નક્કી કરવાનું છે..કે હવે શું કરવું તે."

"નો તન્મય. મારે નક્કી કરવાનો તો પ્રશ્ન જ નથી આવતો. નક્કી તારે કરવાનું છે. તું દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા માગે છે. એક તરફ તારા માબાપ છે અને બીજી તરફ હું."

"શીટ્ટ યાર. શું લાઈફ છે આ. આવા ગંભીર પ્રશ્નો લોકોની લાઈફમાં મેરેજ પછી બે-ચાર વરસો બાદ ઉદભવતા હોય છે કે જયારે જોઈન્ટ ફેમિલીમાં પ્રોબ્લ્મ્સ આવતા થાય ત્યારે. અને અહીંયા તો હજી બે દિવસ પણ નથી થયા ત્યાં.."

“”

"તું મારી જગા પર હોત તો શું કરત ધડકન? જો તારા માબાપને આ સંબંધનો વિરોધ હોત તો..?"

"ખબર નથી તન્મય, પણ ચોક્કસ..એક વાર તો મેં મારા પેરેન્ટ્સ સાથે આ બાબતમાં વાત ચોક્કસ કરી જ હોત. તન્મય તું મને એક વાત કહે. તારી કમ્પની તને ઓનસાઈટ વગેરે ન મોકલી શકે કે? કેટલાય લોકો વર્ષાનુંવર્ષ પરદેશ જાય જ છે. તેવું જો કંઇક થાય ને આપણે દુર ક્યાંક જતા રહીએ તો આ પ્રશ્ન રહે જ નહીં ને..!"

“પ્રશ્ન તો રહે જ ધડકન. જો અમસ્તો હું ઓનસાઈટ..પરદેશ જાઉં તો ભલે મમ્મી-પપ્પાની સાથે ન હોઉં પણ મનથી તો હું તેમની સાથે જ હોઉં. પણ તેમનાં વિરોધને અવગણીને જો આપણા લગ્ન થાય તો અમારા બંને વચ્ચેનો તો સંબંધ જ ખત્મ થઇ જાય."

"ઠીક છે તન્મય. હું તને કોઈ ફોર્સ નહીં કરું. તું જે નક્કી કરીશ તે મને માન્ય છે. અને તું જે વાત કરે છે તે પણ સાચી જ છે. બે વર્ષ બાદ એકમેકથી જુદા થવા કરતા બે દિવસમાં જ જુદું થવું વધુ યોગ્ય ગણાય."

"હમ્મ. અને આમ આપણે ગુડ ફ્રેન્ડસ પણ ચોક્કસ જ રહી શકીશું."

"નો તન્મય પ્લીઝ.. મને આ 'ગુડ ફ્રેન્ડસ' જેવી વાતો પર કોઈ વિશ્વાસ નથી. તારા માટે કદાચ આ સહેલું હશે, પણ મારા માટે તો નથી જ. મનમાં એક વાત હોય અને હોઠ પર બીજી વાત..આવું વર્તન હું તો નહીં જ કરી શકું."

"મ્હણજે? મતલબ આવતીકાલથી આપણે એકબીજા સાથે વાત પણ નહીં કરીએ કે?"

"ઓફ કોર્સ નહીં. જે રસ્તે જવું જ ન હોય, આઈ મીન..તારું તો મને ખબર નથી પણ..આપણો કોન્ટેક્ટ જો ચાલુ જ રહ્યો તો મારા મનમાં તો તું ફક્ત દોસ્ત વગેરેની જેમ તો નહીં જ રહી શકે. તો એટલે હવે બેટર છે કે..હવેથી નો એસએમએસ..નો વોટ્સઍપ..નો ફોન-કૉલ્સ."

"ધડકન, ધીઝ ઇસ ટૂ મચ."

"યસ ઈટ ઈઝ. પણ આપણે કાલે જ વાત થઇ હતી ને, કે બેમાંથી કોઈક એકે તો સ્ટ્રોંગ બનવું જ પડશે."

"હમ્મ. સો ધીસ ઈઝ ઈટ..ધેન?"

"યસ તન્મય. ધીસ ઈઝ ઈટ. અપના સાથ યહાં તક કા હી થા.”

"ધડકન આપણે વચ્ચે વચ્ચે તો ક્યારેક વાત કરી શકીશુને? ઠીક છે..રેગ્યુલર નહીં, પણ આમ સાવ અચાનક જ..આવતીકાલથી તું મારા જીવનમાં નથી હોવાની..તેવું તો હું ઈમેજીન પણ નથી કરી શકતો."

"તન્મય, જો હું તારા જીવનમાં કાયમ જ નથી હોવાની તો પછી આવતીકાલથી જ શું કામ નહીં? શા માટે પોતાને અને બીજાને પણ ત્રાસ દેવો? શું કરવા જીવનભર સંસ્મરણોની ગાંસડી ઉચકીને ફરવાનું? તેની કરતા તો બેટર છે, કે એવા કોઈ સંભારણાઓ આપણે ભેગા જ ન કરીએ..!"

"ધડકન, કેટલાય લોકોના બ્રેક-અપ થતા હોય છે. અનેક વરસો સુધી એકત્ર રહીને પણ બ્રેક-અપ પછી તેઓ મિત્ર-મૈત્રિણની જેમ રહેતા જ હોય છે. હવે મારું અને તન્વીનું જ જો. અમે બંનેએ શું એકમેકથી મોઢા ફેરવી લીધા છે કે?"

"ફરી પાછી તન્વીની વાત..?"

"સૉરી ધડકન. પણ આ ઓપ્શન મને નથી જામતો. આ આમ કોઈ એકદમ જ અબોલા થોડા જ લઇ લે..!"

"જો, તે મને તારો નિર્ણય કહ્યો, ને મેં તને મારો. જેમ હું તારા નિર્ણયને રીસ્પેક્ટ કરું છું, તેમ તારે પણ મારા નિર્ણયને રીસ્પેક્ટ કરવો જોઈએ કે નહીં?"

"આઈ વીલ મિસ્સ આવર ચૅટીંગ ધડકન. આમ..મને આમ ખુબ ઊંડે ઊંડે ક્યાંક તો પણ..કંઇક તો પણ..તૂટતું હોવાની લાગણી થાય છે."

"આઈ એમ સૉરી તન્મય.. મારે મારી જાતને રોકી લેવી જોઈતી હતી ને..? મને ખબર હતી કે આપણો સંબંધ બની શકવાનો નથી તો ય મૂરખની જેમ મેં મારી જાતને છુટ્ટી મૂકી દીધી પ્રેમનાં પવનમાં. પણ થેન્ક્સ..તે મને સમયસર અટકાવી દીધી."

"તન્મય યુ મેડ મી ક્રાય ટુડે. તે મને રોવડાવી દીધી. બાય ફોર એવર."

"સો સૉરી ધડકન..પણ મારો આવો કોઈ જ આશય નહોતો. પણ પછી જીવનભર આંસુ વહે તેની કરતા અત્યારે જ વહી જાય, તે જ સારું ને."

.

[તે પછી કેટલી ય વાર સુધી ધાકનનો કોઈ જ રીપ્લાઈ ન આવ્યો. એટલે મેં તેને પીંગ કરી.]

"ટ્રીંગ..ટ્રીંગ.. યુ ધેર ધડકન? ધીસ ઈઝ નોટ ધ વે ટૂ સે ગુડ-બાય વિથ અ સૅડ ફેસ..."

[પણ તે પછી પણ કોઈ જ જવાબ ન આવ્યો.]

.

"સૉરી મમ્મીને રૂમમાં આવતી જોઈ એટલે બાથરૂમમાં દોડી ગઈ હતી. મારી આંખમાંના આંસુ તે જુએ તેવી મારી કોઈ જ ઈચ્છા નથી." -થોડી વાર પછી આખરે ધડકનનો જવાબ આવ્યો.
પણ તે પછી ફરી પાછી થોડીવાર શાંતતા છવાઈ ગઈ.

"બાય તન્મય. ટેક કેઅર. હેવ અ હૅપ્પી લાઈફ. આઈ હોપ તારા મમ્મી-પપ્પાને જેવી જોઈએ છે તેવી છોકરી તને મળી જશે."

"હવે આ શું? હવે તું કેમ સૅડ ફેસ? લેટ્સ સ્માઈલ. ઓકે?

"ઓકે.

"બાય તન્મય."

"બાય ધડકન."

.

ક્ષણાર્ધમાં જ હું જાણે કે કોઈ અવકાશમાં..સાવ સુન્યાવકાશમાં..તદ્દન ખાલીપામાં હોઉં તેવી લાગણી મને થઇ આવી. આજુ
બાજુ જાણે કે કંઈ છે જ નહીં. ચારે બાજે બસ કોઈક વેક્યુમ..કાળો ઘટ્ટ અંધકાર..!
મન અને મગજને સુન્ન કરી નાખે તેવો સુન્યાવકાશ..!

.

મુંબઈ પાછા ફરવાની ફ્લાઈટ રાતના જ હતી, એટલે હોટલમાંથી ચેક આઉટ કરીને એરપોર્ટ આવી ગયો.
બહારના ઘોર અંધકારમાં વિમાનની પાંખ પરની લાલ સફેદ બત્તીઓ ટમટમતી દેખાઈ રહી હતી. બેંગ્લોર આવતી વેળાએ હું કેટલો ખુશ હતો..!
વિમાનમાં જ ધડકન સાથે ચૅટ કરવામાં ગાળેલા બે કલાક અવિસ્મરણીય હતા.
અને આજે?
ત્રણ દિવસમાં જ જાણે કે અહીંનું જગત ત્યાં થઇ ગયું હોય તેવું લાગવા લાગ્યું.
આવતી વખતે વિમાનની બારીમાંથી દેખાયેલ તે સૂર્યોદય..તે ભૂરું આકાશ..આજના બહારના અંધકારમાં તે બધું સાવ જ ક્યાંક ખોવાઈ ગયું હતું.

ધડકન વગરનું મારું આગળનું આયુષ્ય આવા જ અંધકારથી ભરેલું હશે કે?
હું જાણે કે વર્તમાન સમયનો દેવદાસ થઇ ગયો હતો. બે-બે યુવતીઓ મારા જીવનમાં આવી તોયે એક પણ મારા નસીબમાં નહોતી.

રહી રહીને તે ચિત્રપટનો પેલો ડાયલોગ સતત મારા મગજમાં ઘુમરાયા કરતો હતો-

"અપને હિસ્સે કી ઝીંદગી તો હમ જી ચુકે ચુન્ની બાબુ.
અબ તો બસ્સ..ધડકનો કા લીહાઝ કરતે હૈ
ક્યા કહેં યે દુનિયા વાલોં કો,
જો આખરી સાંસ પર ભી એતરાઝ કરતે હૈ.." [ક્રમશ:]

.

__અશ્વિન મજીઠિયા..