Manoichchha in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | મનોઇચ્છા

Featured Books
Categories
Share

મનોઇચ્છા

મનોઇચ્છા

એક ટુંકી વાર્તા

હિરેન કવાડ


પ્રસ્તાવના

આ મારી પાંચમી અને છેલ્લી એવી વાર્તા છે જે થોડી એબસર્ડ છે અને સાયકોલોજીકલ છે. હું જાણુ છું આવી વાર્તાઓનો વાંચક વર્ગ અલગ જ હોય છે, આવી વાર્તાઓનો અર્થ સામાન્ય રીતે દરેક વાંચક પોત પોતાની રીતે સમજતા હોય છે. આશારાખુ છુ કે તમને ગમશે.


મનોઇચ્છા

દરિયાના મોજાનો દૂરથી આવી રહેલો ખરેરાટી ભર્યો અવાજ એના કાન પર પડ્યો. સુર્ય પણ બારીમાંથી જાંકી ને કમરામાં પ્રવેશ્યો. રૂમમાં ધીમું ગીટારનું સંગિત વેરાણુ. ઠંડા પવનને લીધે માધવીએ ચાદર પોતાની છાતી સુધી ખેંચી. પોતાની પીઠ પાછળ કોઇ ખરહટ હાથ ફર્યો એ ઉંઘમાં જ મુસ્કાઈ. એણે એ હાથને પાછળથી લઇને પોતાની છાતી સરસો ચાંપી લીધો. તરત જ પીઠ પર મૃદુતાથી અપાઈ રહેલા ચુંબનો મહેસુસ થયા. ફરી માધવીના ચહેરા પર બંધ આંખે જ સ્મિત આવ્યુ. એની આખી પીઠ પર હોઠ ફર્યા. એણે આ વખતે એને હોઠ સાથે દાંતનો અહેસાસ પણ થયો. માધવી પણ આ વખતે હોઠોની સાથે દાંતથી હસી. એણે પીઠ પર હોઠોની ભીંનાશ મહેસુસ કરી. એ અનુભવી રહી હતી હોઠો હવે ધીમેં ધીમેં એની પીઠથી ગરદનની સફર ખેડી રહ્યા હતા. એ જ ઠંડા ખરહટ હાથોએ એના વાળનો પરદો હટાવ્યો. હોઠોએ ત્યાં પણ પોતાની છાપ છોડવાનો મોકો ના છોડ્યો. માધવી હસતી હસતી જ પડખુ ફરી. એણે પોતાની આંખો ખોલી એની સામે એક સુંદર શિલ્પી ચહેરો હતો. બે નગ્ન શરીર એકબીજાની સામે છલોછલ પ્રેમ ભરીને સ્થાયીમાન હતા. એણે પોતાના હાથ એની આછી કાળી દાઢી પર મુક્યા. એ પોતાનો ચહેરો એની નજીક લઇ ગઇ. એ ચહેરો પણ માધવીના ચહેરાની નજીક આવ્યો. હોઠોની ધ્રુજારી અને અકળામણ બન્ને મહેસુસ કરી રહ્યા હતા. એ વ્યક્તિ પોતાના હોઠોનો સ્પર્શ કરાવવા માધવીના હોઠ લઇ ગયો. માધવીએ એ વ્યક્તિની આંખોમાં જોયુ, એ કંઇ ના બોલી. એ પોતાનો ચહેરો એ વ્યક્તિના ચહેરાને સ્પર્શ માટે આગળ લઇ ગઇ. પરંતુ સામેનો ચહેરો રોકાઇ ગયો.

‘ખુન કોણ કરે છે?’, પ્રેમથી ભરેલા હોઠોમાં અચાનક કર્કશતા આવી ગઇ. માધવીના ચહેરા પર ચિંતાના ભાવો રચાયા. એ કંઇ બોલી ના શકી. આશ્ચર્ય અને ડરથી જોઇ રહી.

‘ખુન કોણ કરે છે?’, ફરી એ જ વાક્ય માધવીના કાને પડ્યુ. એના હોઠ સામે રહેલા સ્નેહ ભરેલા હોઠોને પીવા માંગતા હતા. પરંતુ આ હોઠોમાં પણ ક્રોધની કર્કશતા આવી ગઇ.

‘ખુન કોણ કરે છે?’, માધવીની આંખો ઉઘડી ગઇ. એ સફાળી બેડમાં બેઠી થઇ ગઇ.

હોટેલના ટેલીવીઝન પર એક ન્યુઝ ચેનલમાં એક રિપોર્ટર વારંવાર બોલી રહી હતી. ‘ખુન કોણ કરે છે?’ માધવીએ ગુસ્સામાં ટી.વી સામે જોયુ. હમણા જ એ રમણીય સપનામાંથી બહાર આવી હતી. ત્યાં ન તો કોઇ દરિયાના મોજાના અવાજનો ખરખરાટ હતો કે ન તો કોઇ ગીટારનું સંગિત. કે ન તો કોઇ પ્રેમ ભર્યા હોઠો. એણે બાજુમાં જોયુ. નાઇટ લેમ્પ પાસે શર્ટ પડ્યો હતો. બાથરૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. એણે રીમોટ શોધવા માટે આમતેમ ફાંફાં માર્યા.

‘આ સીરીયલ કિલર, જેણે અત્યાર સુધી ૨૫ ખુન કરી નાખ્યા છે. એની કિલીંગ સ્ટાઇલ દર વખતે એક જ છે. ગળા પર ધારદાર ચાકુનો કાપ મુકીને વ્યક્તિને મારી નાખવો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ પણ વસ્તુ કોમન આવી છે કે દરેક વ્યક્તિએ મરતા પહેલા સેક્સ કરેલ છે. તો ચેતતા રહેજો. ક્યાંક ખુની તમારી આસપાસ તો નથી.’, માધવીને રીમોટ મળી ગયુ. એણે ન્યુઝ બંધ કરી દીધા. એણે પોતાની કોટન શોર્ટ પહેરી. એ પોતાના બ્લેક લેધર પર્સ પાસે ગઇ. એણે અંદરથી એક તીક્ષ્ણ ખંજર કાઢ્યુ અને પોતાની શોર્ટમાં પાછળાની તરફ ધીમેંથી મુક્યુ. અર્ધનગ્ન અવસ્થામાં જ એ બાથરૂમ તરફ ગઇ. તરત જ હવસ ભરેલ સ્મિત સાથે દરવાજો ખુલ્યો. પાણી વરસી રહેલા શરીર સાથે એ પાછળથી ચોંટી ગઇ. કામના સંતુષ્ઠ પેલી વ્યક્તિ શરીરની અચોખ્ખાઈનો ત્યાગ કરી રહી હતી. માધવીએ પોતાનો હાથ પાછળની તરફ સરકાવ્યો. પાંચ જ સેકન્ડમાં એણે ખંજર વડે પેલા વ્યક્તિનો નઢીયો ચીરી નાખ્યો. એ વ્યક્તિના ગળામાંથી રક્ત વહેતુ રહ્યુ, એ વ્યક્તિ તરફડિયા મારતી રહી અને જીવ વહી ગયો. માધવી તરત જ બાથરૂમમાંથી નીકળી ગઇ. એણે કપડા પહેર્યા, પેલી વ્યક્તિના વોલેટમાંથી કેશ મની લીધી અને હોટેલના પાછળના દરવાજેથી બહાર નીકળી ગઇ.

***

મનુષ્યનો સ્વભાવ મુક્તપણુ છે. પરંતુ મનની ઇચ્છાઓ જ વ્યક્તિને બાંધતી હોય છે. માધવી એ ઇચ્છાઓથી બંધાયેલુ મનયુક્ત, લાવણ્યવાન શરીર હતુ. એણે સાંજ સુધીનો સમય થીએટરમાં ફિલ્મ જોઇને અને અમુક જગ્યાએ મનોરંજન લઇને પસાર કર્યો. પરંતુ ફરી એ હ્રદયને ચીરતી સાંજ આવી. જ્યારે એકલી વ્યક્તિના ખાલી હાથ ધ્રુજવા લાગે. હાથને કોઇ જ નશો કારગર નથી નીવડતો, ન મદિરા કે ન ગાંજો. એને તો બસ હુંફ ભરેલો હાથ જ જોઇએ. જે એની ખાલી આંગળીઓને ભરી શકે. માધવીની અંદર રોજ ઉઠતી તડપ ઉઠવા લાગી. એના હાથ ધ્રુજવા લાગ્યા. જેમ જેમ સુરજ ડુબી રહ્યો હતો તેમ તેમ. માધવીની તડપ વધી રહી હતી. આખરે એને ફરી એવી કોઇ જગ્યાએ જવુ પડે એમ હતુ જ્યાંથી ક્ષણીક આનંદ મળી રહે, ક્ષણીક પ્રેમ મળી રહે. એણે તરત જ ટેક્સી કરી અને નાઇટ ક્લબ તરફ ચાલી.

અંદર દાખલ થતા જ લ્યુમીસન્સ લાઇટે માધવીનું અસ્તિત્વ છુપાવી દીધુ. માધવીએ પોતાના વાળ ખુલ્લા કરી દીધા. પોતાની ગરદન પાસે અત્તર છાંટ્યુ. સીધી જ જઇને એ બાર પર જઇને ઉભી રહી.

‘1 વીથ સોડા.’, એણે ચેઇર પર બેસતા કહ્યુ. તોતીંગ અવાજમાં વાગી રહેલુ સંગિત એના મનના ખુટતા ભાવો પર આવરણો ચડાવી રહ્યુ હતુ. જેવો પેગ આવ્યો એણે એક જ ઘુંટડામાં પતાવી દીધો. એણે નાચી રહેલા વૃંદ તરફ જોયુ અને અંદર જઇને પોતાના શરીરને છુટુ મુકી દીધુ. ઉર્જા એનો રસ્તો શોધી જ લેતી હોય છે. માધવીની નજર વૃંદમાં જ નાચી રહેલા એક માંસલ ખભા વાળા વ્યક્તિ પર પડી. માધવીએ પોતાના હાથ એના ખભા પર મુકીને નાચવાનુ શરૂ કર્યુ. સંગિત ધીમે ધીમે તીવ્ર થતુ ગયુ. પેલા વ્યક્તિના માંસલ હાથો માધવીની કમર પર જઇને વીંટળાયા. માધવીએ પોતાનો હાથ પેલી વ્યક્તિની ગરદન પાછળ ભીંસ્યો. એને ક્યાં ખબર હતી કે આ જ ગરદન પર ચીરો લાગવાનો છે. એ પૂરૂષ પોતાનો હાથ માધવીના ટોપમાં લઇ ગયો. માધવીએ એ હાથને થોભાવી દીધો. એણે પોતાનો હાથ એ વ્યક્તિના હાથમાં પરોવ્યો. માધવીની આંખોમાં ચોખ્ખી શારીરિક ઇચ્છાઓ જોઇ શકાતી હતી. પેલા વ્યક્તિએ હાથોનો બંધ તરત જ છોડીને ફરી પોતાના હાથથી માધવીના નિતંબોને દબાવ્યા. માધવી એ પૂરૂષને બાર સુધી ખેંચી ગઇ.

‘સો યોર પ્લેસ ઓર માઇન?’, પેલા પૂરૂષે વ્હીસ્કી ગળે ઉતારીને પૂછ્યુ.

‘નોટ માઇન, નોટ યોર્સ, સમવેર એલ્સ.’, માધવીએ હવસભરી સ્માઇલ સાથે કહ્યુ. પેલો વ્યક્તિ બાજુમાં બેસેલી માધવીના સાથળ પર હાથ ફેરવતો રહ્યો.

‘વેર?’

‘હોટેલ?’, માધવીએ પૂછ્યુ.

‘ફાઇન.’ બન્ને કામોવેગ સાથે ક્લબની બહાર નીકળ્યા. પેલા પૂરૂષે કોલ કરીને શહેરની એક મોટી હોટેલમાં રૂમ બુક કરાવ્યો. કાર હોટેલ સામે આવીને ઉભી રહી. બન્ને બહાર નીકળ્યા.

‘તુ જા હું દસ મિનિટમાં આવુ.’,

‘લેટ્સ ગો ટુગેદર.’

‘તુ ચેક ઇન કર, હું આવુ છું. ,એક પર્સનલ કોલ કરીને. સેન્ડ મી રૂમ નંબર ઓન મેસેજ.’, માધવીએ પ્રેમથી કહ્યુ અને પોતાનો મોબાઇલ નંબર પેલા પૂરૂષના મોબાઇલમાં ટાઇપ કરી આપ્યો. એ હોટેલમાં અંદર ગયો. રીસ્પેશન પર જઇને એ પોતાનું નામ બોલ્યો.

‘પ્રતિક વર્મા.’,

‘વેલકમ સર, રૂમ નંબર ૮૦૨’, રિસ્પેશનીસ્ટ એક મોટી સ્માઇલ સાથે બોલી. એ પોતાની રૂમ તરફ ચાવી લઇને ચાલતો થયો. ઉપર જઇને એણે માધવીના નંબર પર ‘રૂમ નં ૮૦૨’ મેસેજ કર્યો. થોડીવાર પછી દરવાજા પર ટકોરા પડ્યા. પ્રતિક ટાવલમાં હતો. પ્રતિકે દરવાજો ખોલ્યો. માધવીએ પોતાના હોઠ ચાવીને સ્માઇલ કરી. માધવીએ અદાથી પોતાન પગ રૂમમાં મુક્યા. પ્રતિક સામે જોઇને પોતાની આંગળી પ્રતિકની માંસલ છાતી પર પેઇંટીંગ બ્રશની જેમ ફેરવી. તરત જ પ્રતિક ઉભરાયો. તરત જ માધવી એની બાહોંપાશમાં જકડાઇ ગઇ. એનુ પર્સ એણે જાળવીને ટેબલ પર મુકી દીધુ. બન્નેમાંથી ઉર્જાનો ધોધ કેટલીય ક્ષણો સુધી વહેતો રહ્યો. આનંદની ક્ષણીક ચરમસીમા કેટલીય વાર આવી અને જતી રહી.

અંતે નગ્ન શરીર થાક્યુ અને નરમ ગાદલા ઉપર ઢળી પડ્યુ, ગરમ ચાદર ઓઢાઈ ગઇ અને રાત્રી એનું કામ કરતી રહી. પરંતુ થાકેલા શરીર પછી પણ એ ખાલી હાથ રડતા રહ્યા.

***

માધવીની આંખો સહેંજ માથાના દુખાવા સાથે ખુલી. પ્રતિક હજુ ઉંઘમાં જ હતો. એણે બેડની બહાર નીકળી. પોતાના પર્સમાંથી તીક્ષ્ણ ખંજર કાઢ્યુ, એ બેડ પાસે ગઇ અને સહેંજ પણ ખચકાયા વિના ગળુ ચીરી નાખ્યુ. પ્રતિકના પ્રાણ વહી ગયા. હાથે એની એકલતાનો બદલો લઇ લીધો.

***

‘સ્ક્યુઝમી?’, એ રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે જ એક યુવાને માધવીને રોકી. સમય અકળાવનારી સાંજનો હતો. માધવીએ પાછળ ફરીને જોયુ.

‘યસ?’

‘એક્ચ્યુઅલી અમે લોકો સ્લમના લોકોને જમવાનું આપીએ છીએ અને એના માટે ફંડ ભેગુ કરીએ છીએ તમે મદદ કરી શકશો?’, એ કેમ કહે કે એને જ કોઇક ની મદદની જરૂર છે.

‘કઇ રીતે?’

‘જો તમે કંઇક ડોનેટ કરી શકો તો?’, પેલો યુવાન બોલ્યો. માધવીએ પોતાના પર્સમાંથી થોડા રૂપિયા કાઢ્યા અને પેલા યુવાનને આપી દીધા.

‘થેંક્યુ, જો તમે ચાહો તો એ લોકોને તમારા હાથે સર્વ કરવા આવી શકો.’, એ યુવાન બોલ્યો. માધવી એને જોતી રહી.

‘સ્નેહ’, એ યુવાને સ્માઇલ સાથે હાથ આગળ લંબાવ્યો. માધવી સામે વર્ષો પછી કોઇએ આમ સ્મિત સાથે પોતાનો હાથ લાંબો કર્યો હશે. બાકી તો નામ વિના જ રાતના વહેવારો થતા.

‘માધવી’, માધવીએ પરાણે સ્માઇલ લાવીને કહ્યુ.

‘વુડ યુ લાઇક ટુ કમ?’, સ્નેહે પૂછ્યુ. માધવીને સમજાયુ નહિં, એક તરફ શરીરને ભડકાવતુ સંગિત હતુ અને બીજી તરફ એક અજાણ્યુ વિશ્વ હતુ. જ્યાં સ્મિત વહેંચવાનું હતુ. પરંતુ માધવીનો સવાલ એ હતો કે જેની પાસે સ્મિત હોય એ વહેંચી શકે. જેની પાસે પ્રસન્નતા છે જ નહિં એ વ્યક્તિ શું આપવાની?

‘હ્મ્મ’, એ બોલી. એ પછી સ્નેહે બીજા દસ બાર લોકો પાસેથી ડોનેશન લીધુ. જે જે લોકોને આવવુ હતુ એ લોકોને સંસ્થાની બસમાં બેસાડવામાં આવ્યા.

‘યુ કેન સીટ ઇન માય કાર. બહુ જ જગ્યા છે.’, સ્નેહ બોલ્યો.

‘ઓકે.’, માધવી માત્ર આટલુ જ બોલી. બન્ને કારમાં બેઠા.

‘યુ ડોન્ટ સ્પીક મચ.’, સ્નેહ કાર ચલાવતા જ બોલ્યો. માધવીને ખબર નહોતી પડી રહી કે શું બોલવુ. વર્ષો પછી એ પોતાનો ક્રમ તોડીને આવી રીતે કોઇ અજાણી જગ્યાએ આવી હતી. કે પછી રોજ જોયેલી અજાણી જગ્યા છોડીને.

‘સોરી, મને બહુ બોલવુ નથી ગમતુ.’, માધવીએ આસપાસ જોતા જ જવાબ આપ્યો.

‘ઇટ્સ ઓકે.’, સ્નેહે જવાબ આપ્યો.

‘શું કરો છો તમે?’, સ્નેહે કપરો સવાલ પૂછ્યો. ખુન બીજાના કરૂ છુ અને મરી હું રહી છું. એવો જવાબ માધવીના મનમાં જ ધરબાઇ રહ્યો. એ કંઇ ન બોલી.

થોડીવારમાં કાર સ્લમ પર આવીને ઉભી રહી ગઇ. કેટલાક ટેણીયાવ કાર આવી એટલે ચારેકોર આવી ગયા. કારની બહાર આવતા જ સ્નેહ હસતા ટેણીયાંવને ભેટી પડ્યો. માધવી આ ખુશીને જોઇ રહી. એન નાની છોકરી આવી અને એણે માધવીનો હાથ પકડી લીધો.

‘દીદી ચલો હું તમને મારૂ ઘર બતાવુ.’, પેલી છોકરીએ માધવીનો હાથ ખેંચ્યો. માધવીના હાથમાં અજીબ શાંતી મહેસુસ થઇ. એમાં પ્રેમ હતો. હવસ નહિં. એણે પાછળ ફરીને સ્નેહ સામે જોયુ. સ્નેહે સ્માઇલ કરી અને જવા કર્યુ. માધવીએ માત્ર સ્નેહની આંખોમાં જોયુ. પેલી છોકરી માધવીને પોતાની ઝુંપડીમાં લઇ ગઇ. ત્યાં એક સ્ત્રી ખાટલા પર પડી હતી. એ બિમાર લાગી રહી હતી. પેલી છોકરીએ માધવીને ખુરસી પર બેસાડી.

‘એક મિનિત’, કહીને છોકરી દોડી દોડી બહાર ગઇ. અને તરત જ એક વાંટકીમાં ગુલાબ જાંબુ લઇ આવી.

‘આજે મીઠાઇમાં ગુલાબ જાંબુ છે. તમે મારા ઘરે પેલી વાલ આવ્યા એટલે આ તમારા માટે.’, પેલી છોકરીએ ગુલાબ જાંબુ માધવીના મોંમાં મુક્યુ. એ પહેલીવાર એક નવી જિંદગીમાં આવી હતી. માધવીની આંખ વર્ષો પછી હર્ષથી ભીની થઇ. એની અંદર એક શાંત આનંદ જન્મ્યો. એ ભીની આંખે જ એ નાની છોકરી સામે હસી અને એણે એના માથા પર હાથ ફેરવ્યો. એના કપાળ પર ચુંબન કર્યુ અને એને પોતાની બાહોંમાં જકડી લીધી. આંસુઓ માધવીની આંખોએ વહાવી દીધા. એ થોડીવાર સુધી ધ્રુસકે ધ્રુસકે રડી. જાણે બધા પાપોનો આજે પ્રાશ્ચીત હોય. પેલી છોકરીએ જ માધવીના આંસુઓ પોંછ્યા. જ્યારે માધવી એ ઝુંપડીની બહાર નીકળી ત્યારે તે એ માધવી નહોતી જે અંદર ગઇ હતી.

'મને નહિં દે પીરસવા ?', એ ગુલાબજાંબુ પીરસી રહેલ સ્નેહ પાસે જઇને બોલી. એના ચહેરા પર સ્મિત હતુ. આ સ્મિત જોઇને સ્નેહના આનંદનો પાર ન રહ્યો. એને ખબર હતી એણે આજે કોઇ સ્મિતને નવુ જીવન આપ્યુ હતુ.

‘એક ગુલાબ જાંબુ મારા હાથેથી ખાવુ પડશે.’, સ્મિતે હસતા હસતા જ કહ્યુ.

‘મારે બે જોઇશે.’, માધવી મીઠું હસીને બોલી.

‘હું ચાર ખવરાવીશ.’, બન્ને ખડખડાટ હસી પડ્યા. એ દિવસ માધવીના અંતર આનંદનો દિવસ હતો. દિવસો સંબંધોને કાંતો કાંઢા બનાવતા હોય છે કાં તો પાતળા. NGO ના એક કામ માટે જ એક દિવસ બીજા દરિયાઈ શહેરમાં જવાનું થયુ. સ્નેહે માધવીને ટીકીટ બતાવી. માધવીએ માત્ર સ્મિત કર્યુ. આ સ્મિતમાં સંબંધોના બધા જ ‘હાકારો’ હતા.

***

દરિયાના મોજાનો દૂરથી આવી રહેલો ખરેરાટી ભર્યો અવાજ એના કાન પર પડ્યો. સુર્ય પણ બારીમાંથી જાંકી ને કમરામાં પ્રવેશ્યો. રૂમમાં ધીમું ગીટારનું સંગિત વેરાણુ. ઠંડા પવનને લીધે માધવીએ ચાદર પોતાની છાતી સુધી ખેંચી. પોતાની પીઠ પાછળ કોઇ ખરહટ હાથ ફર્યો એ ઉંઘમાં જ મુસ્કાઈ. એણે એ હાથને પાછળથી લઇને પોતાની છાતી સરસો ચાંપી લીધો. તરત જ પીઠ પર મૃદુતાથી અપાઈ રહેલા ચુંબનો મહેસુસ થયા. ફરી માધવીના ચહેરા પર બંધ આંખે જ સ્મિત આવ્યુ. એની આખી પીઠ પર હોઠ ફર્યા. આ વખતે એને હોઠ સાથે દાંતનો અહેસાસ પણ થયો. માધવી પણ આ વખતે હોઠોની સાથે દાંતથી હસી. એણે પોતાની પીઠ પર હોઠોની ભીંનાશ મહેસુસ કરી. એ અનુભવી રહી હતી હોઠો હવે ધીમેં ધીમેં એની પીઠથી ગરદનની સફર ખેડી રહ્યા હતા. એ જ ઠંડા ખરહટ હાથોએ એના વાળનો પરદો હટાવ્યો. હોઠોએ ત્યાં પણ પોતાની છાપ છોડવાનો મોકો ના છોડ્યો. માધવી હસતી હસતી જ પડખુ ફરી. એણે પોતાની આંખો ખોલી એની સામે સ્નેહનો સુંદર શિલ્પી ચહેરો હતો. બે નગ્ન શરીર એકબીજાની સામે છલોછલ પ્રેમ ભરીને સ્થાયીમાન હતા. એણે પોતાના હાથ સ્નેહની આછી કાળી દાઢી પર મુક્યા. એ પોતાનો ચહેરો એની નજીક લઇ ગઇ. સ્નેહનો ચહેરો પણ માધવીના ચહેરાની નજીક આવ્યો. હોઠોની ધ્રુજારી અને અકળામણ બન્ને મહેસુસ કરી રહ્યા હતા. સ્નેહ પોતાના હોઠોનો સ્પર્શ કરાવવા માધવીના હોઠ પાસે લઇ ગયો. માધવીએ સ્નેહની આંખોમાં જોયુ, એ કંઇ ના બોલી. એ પોતાનો ચહેરો એ વ્યક્તિના ચહેરાને સ્પર્શ માટે આગળ લઇ ગઇ. સ્નેહ પણ પોતાનો ચહેરો વધારે આગળ લાવ્યો. હોઠ એકબીજાને સ્પર્શ્યા. ચાર હુંફાળા હોઠોનું મળવુ એ બ્રહ્માંડમાં તારાઓના જન્મ અને એના બાષ્પીભવન જેટલી જ અદ્વિતીય ઘટના છે. ત્યારે સમય સાપેક્ષ નથી રહેતો. એ વિલીન થઇ જતો હોય છે. બે શરીરમાંથી એક શરીર બનત હોય છે. શું એ અદ્વિતીય ઘટના નથી ?


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com