નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
મોબાઈલ નંબર – 9898504843
શીર્ષક : ઈચ્છા નો રંગ - 1
શબ્દો : 1125
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
ઈચ્છા નો રંગ 1
કોલેજ છૂટવાનો બેલ પડતાં જ બધા વિધાર્થીઓ પોતપોતાના વર્ગ માંથી આવી ટોળામાં ફેરવાઇ ગયા. કેટલાક ધર તરફ ચાલવા લાગ્યા, કેટલાક લાઈબ્રેરી તરફ તો કેટલાક સ્પોર્ટરૂમ તરફ આગળ વધ્યા. કોઈ પોતપોતાના ગ્રુપમાં ટોળટપ્પાં મારતાં મારતાં આગળ વધી રહ્યો સૌના ચહેરા પર તાજગી હતી, ઉલ્હાસ હતો, કદાચ કોલેજ એટલે જ સાચું જીવન, કોલેજ કાળમાં ચહેરા પર જે ઉલ્લાસ, જે તાજગી, જે સ્ફુર્તિ જોવા મળે છે તેવી પછી કયારેય કયાંય કદાચ જોવા મળતી જ નથી હોતી.
આ બધાથી સાવ અલિપ્ત એવી એક યુવતી કદાચ ધણા સમય થી લાયબ્રેરી માં જ બેઠી હતી. કોઇક પુસ્તક વાંચવામાં તલ્લીન હતી ત્યાં જ અચાનક પોતાને કોઇ બોલાવે છે તેમ તેને લાગ્યું. તેણે પુસ્તક માંથી નજર બહાર કરી તો સીધી જ તેની નજર પોતાની સામેની ખુરશી પર ગઇ અને સામેની ખુરશીમાં એક યુવક બેઠેલો તેને દેખાયો. તે સહસા બોલી ઊઠી - "રાજ તું?"
યુવકે વળતો પ્રશ્ન કર્યો - "કેમ બે ત્રણ દિવસ થી પરિયડ નથી ભરતી?"
"મૂડ નથી."
"મૂડ કેમ નથી."
"બસ એમ જ ."
"બેલા! તુ નથી હોતી ત્યારે પીરિયડ ભરવામાં મન નથી લાગતુ."
બેલા : "રાજ! તુ ભણવા આવે છે ને? તો પછી ભણવામાં ધ્યાન આપને! કોણ હાજર છે ને કોણ ગેરહાજર તેની પરવા શા માટે કરે છે?"
રાજ : "ખરેખર બેલા! વર્ગમાં તારી ગેરહાજરી ખૂબ સાલે છે."
બેલા : "ચાલ આપણે બહાર બગીચામાં બેસીને વાતો કરીએ."
બંને લાઇબ્રેરી માંથી ઊભાં થઇ કોલેજ ના પટાંગણમાં આવેલ બગીચામાં જઇ બગીચા ના બાંકડા પર બેઠાં ને પાછા વાતોમાં મશગૂલ બની ગયા.
બેલા : "આજે હિસ્ટ્રીના પીરિયડમાં શું ભણાવ્યું ?"
રાજ : "છોડને એ બધી વાતો પહેલાં એ કહે કે તારો મૂડ કેમ નથી ?"
બેલા : "તને ખબર તો છે ને હું બહુ મૂડી માણસ છું."
રાજ : "બેલા! જો વાતને ઉડાવવાના પ્રયત્નો ન કર અને મને એ કહે કે ધરે કંઇ થયું તો નથી ને ?"
બેલા : "થાય શું? એ જ રોજ ની રામાયણ. મારા બાપા હમણાં હમણાંથી ખૂબ પીવા લાગ્યા છે, ને પીધા પછી તું તો જાણે જ છે કે માણસની હાલત કેવી હોય !"
રાજ : "પણ તું આ બધું ચલાવી શા માટે લે છે ? તેમને પીવાની ના કેમ નથી પાડી દેતી ?"
બેલા : "ના તો ધણીયે વાર પાડું છું, યેનકેન પ્રકારે ના પાડુ છું, તે સ્વસ્થ હોય ત્યારે તેમને સમજાવવામાંય કંઇ બાકી નથી રાખ્યુ. પણ જયારે જ્યારે તેમને તલપ લાગે છે ત્યારે ત્યારે મને ખૂબ માર મારીને, ધમપછાડા કરી ને ય મારી ટયુશન ની આવક ના બધા પૈસા લઈ જાય છે જઈને પીને આવે છે અને પીધા પછી ફરી એ જ ધાંધલ.... ધમાલ... ગાળો..."
રાજ : "સાચું કહું બેલા ?તું પરણી જા."
બેલા : "હું પરણી જાઉં તો મારા બાપા નું કોણ ?એમનું શું થાય મારા ગયા પછી ? જાણું છું કે મારી માના દેહાંત પછી તેમની સાથે મરી પરવારી છે... અને કદાચ એટલે જ હું તેમની આ કુટેવ ન ગમતા છતાંય ચલાવી લઉં, મારી મા જીવતી હોત તો કદાચ વાત જુદી હોત."
રાજ : "કેવી અજબ છે આ જિંદગી પણ નહીં.. દરેક ને કોઈક ને કોઈક મજબૂરી નાં બહાને ધણુંબધું જતુ કરવું પડતું હોય છે નહી ?"
બેલા : "પણ તને શું થયું ? આ નિરાશાવાદી વાક્યો તારા મોંએથી કેમ નીકળ્યા? ચાલ્યા કરે યાર ! મજબૂરી નું બીજુ નામ જ છે જિંદગી.... વાસ્તવિકતા નો સ્વીકાર તો કરવો જ પડે ને ."
રાજ : "તું દરેક વાતને, દરેક પ્રસંગને આટલી સાહજિકતાથી ને સરળતાથી લે છે ને , કદાચ એટલે જ મને તુ ગમે છે."
બેલા: "એવી ગમવાબમવાની વાત છોડ ! બહુ ગંભીરતાથી જીવન જીવીએ તો જીવી જ ન શકાય . બોલ ! લાસ્ટ ઇયર પતે પછી તું શું કરવાનો ? જોબ કે પછી ?"
રાજ : "પિતા નો આટલો મોટો બિઝનેસ છે એટલે નોકરી ની તો ચિંતા જ નથી, રહી છોકરી ની વાત. .. તો એ તો જે છોકરી મનમાં વસી તેની સાથે જવા લગ્ન કરવાનો ઇરાદો છે"
બેલા : "પછી પસંદ પડી કોઇ ? કે પછી નિશાનું ભૂત હજી મનમાંથી ગયું નથી?"
રાજ : "શા માટે દૂઝતા વ્રણ ઉખેળે છે જો તેને મારી સાથે સાચો પ્રેમ હોત, તે ખરા હૃદયથી મને ચાહતી હોત તો ગ્રીનકાર્ડ હોલ્ડર શીરીષ સાથે પરણી ને વિદેશ ન ઊપડી ગઈ હોત. પણ બેલા! સાચું કહું? તારા સાનિંધ્યમાં તો નિશા સાવ ભુલાઈ જ જાય છે .
ખરેખર મને તારી કંપની ખૂબ ગમે છે."
બેલા : "રાજ ! તને ભલે મારી કંપની ગમતી હોય પણ હું કોઈના અભાવોનું સાધન બનીને જીવવા નથી માગતી. વળી મારા માથે મારા પપ્પાની જવાબદારી પણ છે."
રાજ: "બેલા ! મને સમજવાનો પ્રયત્ન કર."
બેલા : "આપણી વરચે જે દોસ્તી છે, એ બરાબર છે - હું સવીકારું છું આપણી દોસ્તીને પણ એથી આગળ કયારેય ન વિચારીશ."
રાજ : "ખરેખર હું તને , તારી આ સાદગીને, તારા આ ૠજુપણાને, તારા હેતાળવા સ્વભાવને, તારા સમગ્ર વ્યકિતત્વને ચાહું છું."
બેલા : "એક વાર પ્રેમ કરીને હું પસ્તાઈ છું તે તું કયાં નથી જાણતો? અને હવે બીજી વાર આધાત પામવાની મારી કોઇ તૈયારી નથી. કદાચ હવે મારા દિલમાં કોઈનાય પ્રેમને સ્થાન નથી."
રાજ : "હું તારા એ ઝખમ પર મલમ લગાડવા તૈયાર છું ભૂલી જા એ ભૂતકાળને. એક નવી દ્રષ્ટિ અપનાવ, નવી દ્રષ્ટિથી જિંદગીને મૂલવવાનો પ્રયત્ન કર."
બેલા : માણસ પોતાનો પહેલો પ્રેમ અને પહેલો આધાત કયારેય ભૂલી શકતો નથી અને સમજૂતી કરી જીવવાની મારી તૈયારી પણ નથી."
રાજ : "આપણે બંને એકબીજાને આટલી નજીકથી ઓળખીએ છીએ, બંને સમજદાર છીએ તો સાથે મળી આપણે આપણી જિદગીને એક નવો વળાંક ન આપી શકીએ ?"
બેલા : "તારી વાત સમજી શકું છું, પણ દોસ્તી દોસ્તી જ રહેવા દઇએ તો વધારે સારું. કદાચ દોસ્તીથી જે ધાવ રૂઝાય છે એ કહેવાતા પ્રેમથી કયારે નથી રૂઝાતા."
રાજ : "મને રૂપની નહીં, લાગણીની જરૂર છે. તું મને જે લાગણી , જે પ્રેમ આપી શકીશ એ કોઇ પૈસાદારની ગર્વીલી, હઠીલી ને શોખથી ભરપૂર છોકરી કયારેય નહી આપી શકે. પૈસાદારની ગર્વીલી છોકરીને અપટુડેટ કપડાં, કલબ ,કીટીપાર્ટીનો જે મોહ હોય છે તે મોહ તેને ધર સાચવવાનો નથી હોતો. અને બેલા ! નિશાને પ્રેમ કરીને મેં જે ભૂલ કરી છે એ ભૂલ હવે હું નથી કરવા માગતો. મને ડર છે કે કોઈ અન્ય સાથે પરણીને હું સુખી નહી થઈ શકું. વળી હું તારાથી, તારી સાદગી, તારી વિનમ્રતા ને તારી ભાવુકતાથી એટલો અંજાયો છું કે તારા સિવાય બીજા કોઈ સાથીની હું કલ્પના પણ નથી કરી શકતો."
બેલા : "તું નિશાની બેવફાઈને આવડું મોટું સ્વરૂપ આપી બેઠો ? કદાચ એ જ દુ:ખ આગળ જતાં તને વધારે સુખી બનાવશે એવું તને નથી લાગતું ?"
રાજ : "હું સમજયો નહી તારી આ વાત."
બેલા : "જે નિશાની યાદ તને દુ:ખી બનાવે છે કદાચ એ જ નિશાનું સ્મરણ તને ભવિષ્ય માં સુખી બનાવશે, કારણ તું હવે પછી સતત કોઈપણ ધટનાને નવા રૂપ માં નિહાળીશ. તને સતત સુખી બનવાનો કેફ ચડતો રહેશે અને એ કેફ જ તને સુખી બનાવશે. એક આધાત મળતાં જો ભાંગી પડીએ તો બીજો આધાત ન મળે તેની દરેક માણસ સતત કાળજી રાખે છે. અને તેથી જ તે સુખી થઈ શકે છે. જે ન મળ્યું તેનું દુ:ખ તેને હવે પછી જે મળે તેને હાથમાંથી ન જવા દેવાના અથાક પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નો એ જ સુખનું પહેલું પગથિયું પુરવાર થાય છે."
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
મોબાઈલ નંબર – 9898504843