Urja Rakshak Adrika bebino Project in Gujarati Children Stories by Jagruti Vakil books and stories PDF | ઉર્જા રક્ષક અદ્વિકા બેબીનો અદ્વિક પ્રોજેક્ટ

Featured Books
Categories
Share

ઉર્જા રક્ષક અદ્વિકા બેબીનો અદ્વિક પ્રોજેક્ટ

જાગૃતિ આર.વકીલ

સી/૬૬,મુન્દ્રા રીલોકેશન સાઈટ,

ભુજ (કચ્છ) ગુજરાત

Jrv7896@gmail.com

ઉર્જા રક્ષક અદ્વિકા બેબીનો અદ્વિક પ્રોજેક્ટ

એક ખુબ સરસ મજાનું ગાઢ જંગલ હતું....અહી સિહ,વાઘ,ચિતા,સસલા વગેરે ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા...ઉચા ઉચા અને ગાઢા લીલા ઝાડવા પર અનેક પશુ પંખીઓ માળા બનાવી લહેરથી જીવતા હતા...જંગલથી થોડે દુર સરસ મજાનું તળાવ હતું... તળાવના કિનારે એક નાનકડું ગામ...એ ગામમાં અદ્વિકા નામની નાનકડી બેબી રહેતી.....પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી હવે તે છઠ્ઠા ધોરણમાં આવી હતી.. વેકેશનમાં તેના પપ્પા અને મમ્મી તેને રોજ નવી નવી જગ્યા એ ફરવા લઇ જાય અને કઈ ને કઈ નવી જાણવા જેવી વાતો કરે... અદ્વિકા તો હવે સ્કેટિંગ શીખવા લાગી...ને પ્રેક્ટીસ કરવા પપ્પાનો હાથ પકડી રોજ ગામના તળાવ પાસે એક મોટું મેદાન...એમાં સ્કેટિંગ બુટ પહેરી પ્રેક્ટીસ કરે..એક દિવસ એ પ્રેક્ટીસ કરી, પપ્પા સાથે તળાવ કિનારે ફરવા ગઈ.ત્યાં ફરતા ફરતા અદ્વીકાબેન તો ખુશ ખુશ થઇ ફેરફુદરડી ફરવા લાગ્યા...એકલા ફરે ને પછી પપ્પાને પણ ફેરવે....અચાનક એનું ધ્યાન તળાવમાં ગયું.ત્યાં એક કાચબાભાઇ ઉચી ડોક કરી તેને જોતા શાંતિથી પાણીમાં પડ્યા હતા..અદ્વીકાએ તેમની પાસે જઈ હાય કર્યું...પહેલા તો કાચબાભાઇ થોડા ડરી ગયા ને પોતાની પીઠમાં પોતાનું શરીર ને નાનું મોઢું સંકોચી છુપાવી દીધું !!એ જોઈ અદ્વિકાને નવાઈ લાગી તેણે તેના પપ્પાને એનું કારણ પૂછ્યું.પાપા કહે કે બેટા એ તારાથી ડરી ગયો છે...અદ્વિકાએ ફરી કાચબાભાઇને પ્રેમથી બોલાવ્યા ને કહ્યું:”કાચબાભાઇ....ઓ...કાચબાભાઇ...હું તો તમારી સાથે વાતો કરવા આવી છું....તમે તમારું મો બહાર કાઢો....મારાથી ડરો નહિ... “ધીમે ધીમે કાચબાભાઇએ પોતાનું મો બહાર કાઢ્યું....પછી અદ્વિકાનું નિર્દોષ અને હસતું મો જોઈ એમને વિશ્વાસ આવ્યો ને ડર ઓછો થયો.તેમને પણ અદ્વિકાને હાય કર્યું.હવે અદ્વિકા તો ખુશ થઇ તાળીઓ પાડવા લાગી....કાચબાભાઇ તો રાજી રાજી...હવે કાચબાભાઇ બોલ્યા ”તમારું નામ શું ?” “મારું નામ અદ્વિકા એટલે “અદ્વિતીય”.....એટલે જે હમેશા કૈક નવીન જ વિચારતી હોય એ.....”કાચબા ભાઈ તો વિચારમાં પડી ગયા:આ તો નવું નામ? કાચબાભાઇએ કહ્યું: ‘અરે વાહ...મને પણ આવું સરસ કૈક નામ આપો ને ?” અદ્વિકા અને તેના પપ્પા હસી પડ્યા અને વિચારવા લાગ્યા....છેવટે નક્કી કર્યું “આજ થી તમારું નામ “વિવાન”.... કાચબાભાઇ વિચારમાં પડ્યા...આ “વિવાન” એટલે વળી શું?.... અદ્વિકાના પિતા હસી પડ્યા અને સમજાવતા કહ્યું કે : “વિવાન એટલે જીવનથી ભરપુર.....તમે કેવા આનંદથી તમારું જીવન જીવો છો એટલે તમારું એ નામ બરાબર રહેશે.”ત્યાં તો અદ્વિકાના પપ્પાનો સેલફોનની ઘંટી વાગી...અદ્વીકાની મમ્મીનો ફોન આવ્યો કે જલ્દી ઘરે આવો આજે તો અદ્વિકાને ભાવતો પીઝા બનાવ્યો છે મેં.....અદ્વિકા તો ખુશ થતી કુદવા લાગી અને કાચબાભાઇને કહેવા લાગી: “આજથી આપને બે ફ્રેન્ડસ.....હું કાલે આવીશ હો તમને મળવા......બાય.....”

આમ હવે અદ્વિકા અને વિવાનની દોસ્તી જામી ગઈ....રોજ સાંજ પડે ને બને વાતો કરે અવનવી.....એક રાત્રે જમીને પપ્પા ટીવી જોતા હતા ત્યાં અદ્વિકા અને તેના મમ્મી આવ્યા....ટીવીમાં અમદાવાદના સમાચાર આવતા હતા..અદ્વીકાએ પૂછ્યું: “ પાપા મારી સ્કુલની રિક્ષાનો કલર કરતા અમદાવાદની રીક્ષાનો કલર કેમ અલગ હોય છે?” પપ્પાએ કહ્યું: “બેટા એ રિક્ષાઓ સી.એન.જી.રિક્ષાઓ કહેવાય.એમાં જે ગેસ વપરાય એ પ્રદુષણ રહિત હોય.”આ સાંભળી અદ્વિકા બોલી: “ હા પપ્પા...અમારા બહેન પણ આજે કૈક સુરજ્દાદાની એવી જ વાત કરતા હતા..કે એ બહુ મોટા છે ને એને વાપરીએ તો પ્રદુષણ ન થાય ....તે હે પપ્પા, સુરજદાદા કઈ વરસાદની જેમ જીલી શકાય?ને આ પ્રદુષણ એટલે શું ? ને એ બધા પુન:પ્રાપ્ય સ્ત્રોત કહેવાય એવું પણ કૈક સમજાવતા હતા ...” હવે અદ્વિકાની મમ્મીએ સમજાવ્યું : “જો બેટા,આપણે વાહનો વાપરીએ અને એમાં પેટ્રોલ,ડીઝલ ભરાવીએ એના ધુમાડાથી વાતાવરણ ખરાબ થાય...ને એ મોંઘુ પણ બહુ....વળી,કારખાનાના ધુમાડાથી પણ વાતાવરણ બગડે અને આપની આસપાસનું આવરણ આપણને નુકસાન કરે એ પર્યાવરણ.”.પછી પપ્પા બોલ્યા: “જો બેટા,આ સુરજદાદા તો બહુ જ મોટો ઉર્જાનો સ્ત્રોત છે....એમની પાસે કેટલી બધી ગરમી છે?એ સાવ મફતમાં આપે. એ શક્તિનો ઉપયોગ કરી મોટી મોટી પ્લેટ બનાવી એમાં એ ઝીલી શકાય ને પછી એ પણ સાવ મફતમાં!!!” પછી પપ્પાએ એને ઉર્જાસ્ત્રોત વિશેના બે પુસ્તકો આપ્યા વાચવા માટે...એ વાચતા વાચતા જ અદ્વિકાને યાદ આવ્યું કે મારે આ વર્ષે શાળામાં કૈક નવો ગ્રીન પ્રોજેક્ટ વેકેશનમાં કરી જવાનો છે તો મારે આવું કૈક વિચારવું જોઈએ ને ?” રોજની જેમ મમ્મીએ રાતે અદ્વિકાને સ્ટોરી ટાઇમમાં કાચબા અને સસલાની રેસની વાર્તા સંભળાવી. જેમાં ઓજસ નામના સસલાભાઈ કાચબાને ચેલેન્જ કરે છે,મજાક ઉડાવે છે અને રેસ જીતવાનું કહે છે અને સસલા ભાઈના ઓવર કોન્ફીડંસને કારણે તે ઝડપી હોવા છતાં હારી ગયા અને શાંતિથી ચાલવાવાળા કાચબાભાઇ જીતી ગયા.....નામ મુજબ જ અદ્વિકા બધી વાત કે વાર્તાને નવતર સ્વરૂપે જ વિચારે.... અદ્વિકા પણ વિચારમાં પડી ગઈ....એના મગજમાં અમુક વિચારો દોડવા લાગ્યા....પછી ..હમ્મ્મ્મ...બોલતા તો ક્યારે મમ્મીના ખોળામાં સુઈ ગયા એ ખબર જ ન પડી...

સ્વપ્નમાં પણ એ એમના નામ પ્રમાણે કૈક નવું જ વિચાર્યા કરે, એ નવા સ્વપ્નો જોવા લાગ્યા.... બધી વાતો થઇ સ્વપ્નમાં થઇ ભેગી....અને અદ્વિકાબેને તો પોતાનો ગ્રીન પ્રોજેક્ટ કર્યો શરુ...જેમાં તેણે બે વર્કિંગ મોડેલ બનાવવાનું નક્કી કર્યું..ગ્રીન(પુન:પ્રાપ્ય ઉર્જસ્ત્રોત્ વાળો) વિવાન કાચબો અને (પુન:અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતવાળું) ઓજસ સસલું....મમ્મીની વાર્તા ને શાળાના શિક્ષકની વાત......બેયનો સુંદર સુમેળ થયો ને ......વિચારી લીધું કે આજે તો વિવાનને નવી રીતે જીતાડવો..... ..જાણે જંગલમાં પહોચી ગયા વિવાનની પીઠ પર બેસીને રેસના સ્થળ પર.......અહી તો સુંદર વાતાવરણ જામ્યું હતું...ઉત્સુકતાપૂર્વક બધા પ્રાણીઓ,પક્ષીઓ આ નવા પ્રકારની રેસ જોવા ભેગા મળ્યા હતા....વાંદરાઓ એક ઝાડથી બીજે ડાળ પર કુદકો મારતા હતા....જીરાફ્ભાઈ ને જજ બનાવ્યા કેમકે એમની ડોક લાંબી હતી...એટલે એ દુર સુધી રેસનો આખો માર્ગ જોઈ શકે...ઓજસ સસલાભાઈ તો ટોપી,ગોગલ્સ સુટમાં મસ્ત તૈયાર થઇ આવી ગયા હતા..

વિવાનભાઈએ આખા રસ્તે અદ્વિકાને પૂછ્યું:” તારા આટલા મોટા થેલામાં તું શું લઇ આવી છો?ને તું કેમ મંદ મંદ હાસ્ય કરે છે? તું કહે તો ખરી કે મને કેમ જીતાડીશ?” પણ અદ્વિકા કહે : “તું ચલ તો ખરો...ત્યાં પહોચીને તને બધું કહું.” વિવાનને થોડું ટેન્સન હતું,પણ પોતાની દોસ્ત પર પૂરો વિશ્વાસ પણ હતો...ત્યાં પહોચી અદ્વિકાએ પોતાનો થેલો ખોલ્યો..વિવાન જાણે જાદુગરની ટોપલી ખુલતી હોય એવી ઉત્સુકતાથી અને અધીરતાથી તેને જોઈ રહ્યો....અદ્વીકાએ થેલામાંથી એક સરસ મજાની બોટલ કાઢી.. ને એક સરસ મજાની છત્રી કાઢી એના પર સરસ મજાની કાળા રંગની પ્લેટો હતી...ને કૈક સૂર્યના તડકામાં ચમકતું હોય એવું લાગ્યું...પછી એ કાચબાભાઇને તૈયાર કરવા લાગી...સહુ પ્રથમ સી.એન.જી.લખેલી બોટલને વિવાનન મો..ટી પીઠ પર મૂકી .... નવતર છત્રીને વિવાનની એક બાજુએ લટકાવી દીધી... થોડીવારબધું સેટિંગ કર્યું...ને પછી વિવાનની આજુબાજુ ફરી આનંદથી કુદવા લાગી...વિવાન કહે: “ હવે મને સમજાવ તો ખરી દોસ્ત....આ બધું શું છે?” વિવાને પોતાનું રહય ખોલ્યું....એ કહે : “જો દોસ્ત, આ સી.એન.જી.ની બોટલ છે..એ પેટ્રોલ ડીઝલને બદલે ચાલે ....એમાં વપરાતો મીથેન વાયુ વાતાવરણમાં પ્રદુષણ ન થવા દે....અને પેટ્રોલ,ડીઝલની પણ બચત થાય......” “અરે વાહ, મારી દોસ્ત તો જોરદાર હો..ને આ છત્રી એટલેકે અમ્બ્રેલા શેના માટે ?તડકો ન લાગે એટલે?? “વિવાનની એ વાત સાંભળી અદ્વિકા ખડખડાટ હસી પડી.....અને કહે “ના....એ અમ્બ્રેલા નથી....”સન-બ્રેલા” છે....એટલે સૂર્યથી ચાલતી છત્રી....એના પર જે મોટી કાળી પ્લેટ દેખાય છે એમાં સૂરજદાદાની શક્તિ ઝીલાય ને પછી એ પણ વાહન ચલાવવા,કાર ચલાવવા વપરાય....એ જો સી.એન.જી.ગેસ ખલાસ થઇ જશે તો તને કામ આવશે....”વિવાન કહે: “અરે હા....હવે તો આવી પ્લેટ વાળા મોટા મોટા સાધનો આપણા ગામમાં બધા પોતાની અગાશીમાં ય મુકાવે છે ...પણ એ ઘરમાં શું કામના ?? ને રસ્તા પર પણ હવે રાતે આવી પ્લેટ સાથે લાઈટો મુકવામાં આવી છે...ગામના સરપંચ કહેતા હતા કે હવે આપણે ખુબ ઉર્જા બચત કરી શ્રેષ્ઠ ગામનું ઇનામ પણ મેળવી શકીશું....તે એ શું છે??” અદ્વીકાએ સમજાવ્યું કે “એનાથી પાણી ગરમ થઇ શકે,ઘરમાં લાઈટો પણ ચાલી શકે,રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ પણ ચાલે છે,ને એમાં આપનો સેલફોન પણ ચાર્જ કરી શકાય હો!” હવે તો કાચબાભાઇ ખુશ થઇ ગયા....અદ્વીકાએ તો પોતાના ખીસ્સામથી કેમેરો કાઢ્યો અને ચપોચપ ફોટા પડી લીધા.....આ બાજુ તો ઓજસ સસલાના હાલ તો જોવા જેવા હતા...પોતાની ટાકીમાં પેટ્રોલ ભરાવ્યું હતું પણ એ જંગલને ધુમાડાથી ભરી દેતું હતું....ચક્કરથી એમનું માથું ભમવા લાગ્યું ને એને તો ૩-૩ ગ્રીન વિવાન દેખાવા લાગ્યા.!!! એ તો સમજી જ ગયા કે આજે એમનું આવીજ બન્યું.....બાલમિત્રો....હવે તમે જ કહો....કોણ જીત્યું હોય ?

જજ અને અન્ય સહુએ પર્યાવરણને પ્રદુષણથી બચાવવાના નવા આઈડિયાથી રેસ જીતનાર વિવાનનું વિશિષ્ટ સન્માન કર્યું...તો સ્ટેજ પર ટ્રોફી લેવા સમયે વિવાને પોતાની મિત્ર અદ્વિકાનો આભાર માની તેને પણ સ્ટેજ પર બોલાવી... બંને ખુશ ખુશાલ ચહેરાને અદ્વિકાના મમ્મી પાપા એ કેમેરામાં અને મીડીયાવાળાએ વિડીઓમાં કેદ કરી લીધા.... અદ્વિકાના ગ્રીન પ્રોજેક્ટના મોડેલ વિવાનને જોઇને તમે પણ સમજી જ ગયા હશો કે તમારા જ ભવિષ્ય માટે કયું વધુ સારું છે?તો ચાલો આજે જ સંકલ્પ લેશું ને કે વધુ ને વધુ ઉર્જા બચત કરી અદ્વિકા જેવા અદ્વિતીય બની દેશને બચાવીશું....!!!