યુવા જોશ-12
ટાઈટલ- યુવાનીમાં સંઘર્ષ અને સફળતાનું લક્ષ્ય
લેખક- મહર્ષિ દેસાઈ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ
યંગ-એજમાં એજ્યુકેશન એન્ડ કરિઅર, આ બે ધરી ઉપર જિંદગી હાલકકડોલક થતી હોય છે. જો એજ્યુકેશનનો પાયો પાકો હશે તો કરિઅર બનતી કોઈ રોકી નહીં શકે. પરંતુ એજ્યુકેશનમાં કંઈક ખામી રહી ગઈ હશે તો કરિઅર બનવામાં ઘણા બધા અવરોધ આવી જાય એવું બને. યુવાનીમાં સંઘર્ષ અને સફળતા એક સિક્કાની બે બાજુઓ હોવાનો અહેસાસ થઈ જતો હોય છે. સંઘર્ષની સાથે જ વ્યક્તિએ સફળતાનું લક્ષ્ય પણ નક્કી કરી રાખવું જોઈએ. મહાન વ્યક્તિઓની લાઈફ-સ્ટોરીઝ પરથી આપણને સંઘર્ષ કરીને સફળતા મેળવવાની પ્રેરણા અવશ્ય મળે છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
વર્લ્ડ બેસ્ટ કોમેડી એક્ટર, ફિલ્મ પ્રોડ્યુસર અને કમ્પોઝર ચાર્લી ચેપ્લિન (1889-1977)ની ઘણી બધી વાતો એક ચિંતકની અદાએ કહેલી છે. તેમનું એક જાણીતું ક્વોટ છે કે “સાચો કલાકાર કટક આલોચના અને પોતાના દરેક કામની ટીકા થાય એમ જ ઈચ્છતો હોય છે અને જો એમ ન બને તો તે પોતાના જ કાર્યને રિજેક્ટ કરી દેતો હોય છે.”
યંગ-એજમાં એજ્યુકેશન એન્ડ કરિઅર, આ બે ધરી ઉપર જિંદગી હાલકકડોલક થતી હોય છે. જો એજ્યુકેશનનો પાયો પાકો હશે તો કરિઅર બનતી કોઈ રોકી નહીં શકે. પરંતુ એજ્યુકેશનમાં કંઈક ખામી રહી ગઈ હશે તો કરિઅર બનવામાં ઘણા બધા અવરોધ આવી જાય એવું બને. યુવાનીમાં સંઘર્ષ અને સફળતા એક સિક્કાની બે બાજુઓ હોવાનો અહેસાસ થઈ જતો હોય છે. સંઘર્ષની સાથે જ વ્યક્તિએ સફળતાનું લક્ષ્ય પણ નક્કી કરી રાખવું જોઈએ. મહાન વ્યક્તિઓની લાઈફ-સ્ટોરીઝ પરથી આપણને સંઘર્ષ કરીને સફળતા મેળવવાની પ્રેરણા અવશ્ય મળે છે.
પશ્ચિમના દેશોમાં ખાસ કરીને અમેરિકા, બ્રિટન સહિત અન્ય યુરોપીયન દેશોમાં પ્રાઈમરી એજ્યુકેશન ખુબ જ સ્ટ્રોંગ છે. આપણે એ પણ જાણીએ છીએ કે આ દેશોમાં બાળકો, ચાહે તે છોકરો હોય કે છોકરી, ટીન-એજમાં જ ખાસ કરીને બાર કે તેર વર્ષની ઉંમર પછી કંઈકને કંઈક નાનું મોટું કામ કરીને પોતાના પોકેટ-મની કમાવવા લાગે છે. સોળ વર્ષની ટીન-એજમાં તો આ દેશોના છોકરા-છોકરીઓ હાયર એજ્યુકેશનની સાથે સાથે સ્ટેડી-જોબ પણ કરવા લાગે છે. એ પછી તેમનો ડિગ્રી કોર્સ પૂરો થાય ત્યારે કેમ્પસ્ પ્લેસમેન્ટ થાય અને પછી કોઈને કોઈ સારી કંપની યા ફર્મ યા ઈન્સ્ટીટ્યૂટમાં સરસ મજાની જોબ.
ચાર્લી ચેપ્લિનનું બાળપણ પણ કંઈક ગરીબીમાં વીત્યું. તેઓ પણ નાનપણથી જ કંઈકને કંઈક કામ કરીને કમાવવા માંડ્યા હતા. તેમણે એક વાર કહ્યું હતું કે પોતે ગરીબી અને દુઃખને અત્યંત નજીકથી જોયાં છે. ગરીબી અને દુઃખ ટ્વીન્સ છે. દરેક પ્રતિભા માટે કસોટી જરુરી છે. લોઢું તપે અને સોનું પણ તપે ત્યારે જ તેને સુયોગ્ય આકાર, ડિઝાઈન, સુંદરતા મળતી હોય છે. ચાર્લી પણ એવી આકરી કસોટીઓમાંથી પાર ઉતર્યા હતા.
ચાર્લીએ મૂક ફિલ્મોના જમાનામાં દુનિયાભરમાં વેધક કટાક્ષ સાથે હાસ્યની નવી પરિભાષા સમગ્ર દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી. ચાર્લી ચેપ્લિનની નોંધપાત્ર ફિલ્મોમાં “ગોલ્ડ રશ”, “ધ કડ”, “મોડર્ન ટાઈમ્સ્” અને “સર્કસ” ઉલ્લેખનીય છે. ચાર્લી ચેપ્લિનના જમાનામાં માત્ર મૂંગી ફિલ્મો જ બનતી અને તે પણ બ્લેક એન્ડ વ્હાઈટ. એ સમય બોલપટનો યુગ નહોતો અને કલર ફિલ્મનો પણ જમાનો નહોતો. આમ છતા એક પણ ડાયલોગ બોલ્યા વિના ચાર્લીએ દુનિયાને પોતાની કલાની દીવાની બનાવી દીધી હતી. તેમની લોકપ્રિયતા આજે પણ જેમની તેમ છે.
ચાર્લીના ચાહકોમાં સામાન્ય માણસોથી માંડીને વિરલ પ્રતિભાવાન લોકો પણ સામેલ હતા. એક દિવસ મહાન સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ચાર્લી ચેપ્લિનને મળ્યા અને કહ્યું કે “ભલે એક વૈજ્ઞાનિક તરીકે લોકો મને ચાહતા હોય, પરંતુ હું તમારી અભિનયકલાનો દીવાનો છું. હું તમારી કલાને સલામ કરું છું. તમે સિનેમાના પરદે એક પણ શબ્દ બોલતા નથી, તેમ છતા દુનિયાભરના દર્શકો તમારી વાતને સમજી જાય છે. બસ, તમારી આ જ વિશેષતાનો હું ચાહક છું.”
ચાર્લી ચેપ્લિન તેમના હાજરજવાબીપણા માટે પણ જાણીતા રહ્યા છે. ચાર્લીએ આઈન્સ્ટાઈનને પ્રતિભાવ આપ્યો કે “જો કે તમે મારા કરતા મહાન છો. કેમ કે તમારી કહેલી વાત અને તમારો એક શબ્દ પણ લોકો સમજી શકતા નથી, આમ છતા પણ દુનિયાના લોકો તમારા ચાહક છે, તમને ચાહે છે. આ બહુ મોટી વાત છે.”
ચાર્લી ચેપ્લિનના એક ક્વોટમાં જીવન જીવવાની રીયલ ફિલોસોફી સમજાવવામાં આવી છે. તેમણે એક વાર કહેલું કે “જે દિવસ હાસ્ય કે સ્મિત વિના પસાર થઈ જાય તો તમે સમજજો કે તમારો એ દિવસ નકામો જ ગયો. ખરેખર હસવા માટે તો પીડાનો અનુભવ થવો જરુરી છે અને પીડાને સમજવી પણ જરુરી છે. હાસ્ય એક એવું ટોનિક યા મેડિસિન છે કે જે પીડાને દૂર કરીને પરમ શાંતિનો અહેસાસ કરાવી આપે છે.”
જીવનમાં શિક્ષણ અને તાલીમનું મહત્વ કરિઅરનો આરંભ કરતી વખતે જ ખ્યાલ આવે છે. એમ કહે છે કે અનુભવ માનવીનો શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ મિત્ર છે. અમેરિકન ઈન્વેસ્ટર, બિઝનેસમેન અને સ્ટોક બ્રોકર ક્રિસ ગાર્ડનરે પોતાનું જીવન અનેક સંઘર્ષોમાં પસાર કર્યું. તેમણે પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખી છે જે સને 2006માં “ધ પર્સ્યૂઈટ ઓફ હેપ્પીનેસ” નામથી પબ્લિશ થયેલી છે. આ બૂક બેસ્ટ સેલર પણ બની અને લોકોએ ખુબ રિસ્પોન્સ આપ્યો.
મહાન માણસ જન્મથી જ કંઈ મહાન હોતો નથી. પરંતુ એ મહાન કેવી રીતે બને છે, એ સમજવું પણ જરુરી છે. ક્રિસ ગાર્ડનરનો જન્મ તા. 9 ફેબ્રુઆરી, 1954ના રોજ અમેરિકામાં થયો. માનું નામ બેટ્ટી જીન ગાર્ડનર અને પિતાનું નામ થોમસ ટર્નર. ક્રિસ બાળપણથી માંડીને છેક ટીનેજ સુધી ડોમેસ્ટિક વાયોલેન્સના આઈ-વિટનેસ પણ રહ્યા અને વિક્ટિમ પણ બન્યા. મા-બાપ રોજ લડે-ઝગડે અને મારામારી પણ કરે. એટલું જ નહીં, બાપ કારણ વિના પણ બેટ્ટી જીન ઉપરનો ગુસ્સો ઉતારવા માટે ક્રિસને ખુબ મારે. છેક યુવાન થયા ત્યાં સુધી ક્રિસને દરેક વસ્તુની તંગી, અભાવ અને અછતમાં જ જીવવું પડ્યું.
પતિના ત્રાસના કારણે બેટ્ટી જીને પતિનો ત્યાગ કર્યો અને ક્રિસને પોતાની જોડે રાખીને સેકન્ડ મેરેજ કર્યા. પરંતુ ક્રિસના નસીબમાં તો દુઃખ જ હતું. સાવકા બાપે ક્રિસને ઘરમાં રાખવાથી ઈન્કાર કરી દીધો અને માતાથી છુટો પાડી દીધો. ક્રિસને અનાથ બાળકોની સંસ્થામાં રાખવામાં આવ્યા. જો કે મા ક્રિસની મુલાકાત લેતી અને હૂંફ, સહાય આપતી. સ્કૂલિંગ પૂરું કરીને તેઓ અમેરિકન નેવીમાં જોડાઈ ગયા. એવામાં અમેરિકાના જાણીતા હાર્ટ સર્જન ડો.રોબર્ટ એલિસે ક્રિસને સલાહ આપી કે તેમણે મેડિકલ રિસર્ચના ફિલ્ડમાં જોડાવું જોઈએ.
ક્રિસ નેવી છોડીને સને 1974માં ક્લિનિકલ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યા. એવામાં તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એક દિવસ કાર પાર્કિંગ એરિયામાં એક વ્યક્તિ ફેરારી કારમાં આવી. ક્રિસે તેને પુછ્યું કે “તમે એવી તે કઈ જોબ કે કામ કરો છો કે ફેરારી કાર એફોર્ડ કરી શકો છો?”
એ વ્યક્તિએ પ્રત્યુત્તર આપ્યો કે “મારું નામ બોબ બ્રિજેસ છે અને હું એક સ્ટોક બ્રોકર છું. હું સ્ટોક માર્કેટના બિઝનેસમાં છું.”
આ મુલાકાત સાથે જ બોબે પણ ક્રિસને સ્ટોક માર્કેટ અંગેના બિઝનેસની સમજ આપી. ક્રિસ આ ફિલ્ડમાં જ પોતાની કરિઅર બનાવવા માગતા હતા. આથી હ્યુટન નામની કંપનીમાં ટ્રેનિંગ એન્ડ જોબ માટે ગયા. જ્યાં ટ્રેનિંગ મેનેજરે ટ્રેનિંગ પછી હ્યુટન કંપનીમાં જ જોબ આપવાનું પ્રોમિસ આપ્યું. પરંતુ ટ્રેનિંગ પૂર્ણ થાય એ પહેલા તો મેનેજરને જ ખુદ નોકરી છોડવાનો વારો આવ્યો. આમ બનતા ક્રિસ તો ટ્રેનિંગ પછી ખરા અર્થમાં બેકાર થઈ ગયા અને રસ્તા ઉપર આવી ગયા.
ક્રિસને પહેલા મેરેજથી એક દીકરી હતી. ડિવોર્સ થઈ જવાથી તેનો ઉછેર ક્રિસ કરતા હતા. ડિવોર્સ પછી જે ગર્લફ્રેન્ડ સાથે તેઓ લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા હતા એ ગર્લફ્રેન્ડે પહેલા તો ક્રિસને સપોર્ટ કરવા પ્રોમિસ આપ્યું હતું. આથી ક્રિસને થોડી રાહત હતી. કેમ કે ઘર ચલાવવાની અને દીકરીની સંભાળ લેવાની જવાબદારી થોડા સમય માટે ગર્લફ્રેન્ડે નિભાવી હતી. પરંતુ એ પણ હવે ક્રિસને ખરાબ સમયમાં એકલો મૂકીને ચાલી ગઈ.
બેકાર ક્રિસને ડીન રાઈટર રેનોલ્ડઝ કંપનીમાં ટ્રેઈની તરીકે જોબ તો મળી. પરંતુ આ કંપનીમાં ટ્રેઈનીને પગાર ન મળે એવો નિયમ હતો. રોજના 12 કલાક કામ કરવાનું અને બે ટાઈમ જમવાનું મળે એને પગાર સમજી લેવાનો. જોબમાં ક્રિસને રોજના 200થી વધુ કોલ કરવાનો ટારગેટ પાર પાડવાનો રહેતો. આથી કંટાળીને તેમણે આ વગર પગારનું ટ્રેઈનીશીપનું કામ પણ છોડી દેવું પડ્યું. સંઘર્ષના ગાળામાં એક સમય એવો પણ આવ્યો કે ભાડું ભરવાના પૈસા ન હોવાથી તેઓ અને તેમની દીકરી રીતસર રોડ ઉપર જ આવી ગયા હતા અને થોડા સમય માટે તેમણે દીકરીને લઈને ચર્ચમાં બીજા ગરીબો સાથે સૂવાનો વારો આવ્યો હતો.
ક્રિસે સમય જતા 10 હજાર યુ.એસ. ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરીને સ્ટોક બ્રોકર તરીકેના કામની શરુઆત કરી. આજે ક્રિસ મલ્ટી-મિલિયોનર છે. ઈન્વેસ્ટર, બિઝનેસમેન અને સ્ટોક બ્રોકર તરીકે તેઓ ટોપ-ફાઈવમાં પણ પહેલા નંબરે છે. ફંડા એ છે કે યંગ-એજમાં કરિઅર-ગોલ એચિવ કરવા માટે એજ્યુકેશનનો બેઝ મજબુત હોવો જરુરી છે. કેમ કે એજ્યુકેશનના બેઝ ઉપર જ કોઈ પણ વ્યક્તિની કરિઅરનો આધાર રહે છે અને શિક્ષણના પાયા ઉપર જ વ્યક્તિની કરિઅરનું પ્લાનિંગ થતું હોય છે.
કરિઅરની બિલ્ડિંગ માટે એજ્યુકેશનનો પાયો મજબુત હોવો જ જોઈએ. મોટા ભાગે પ્રાઈમરી લેવલ એજ્યુકેશનથી એટલે કે ધોરણ-7 અને ધોરણ-8ની સાથે જ આ સમયગાળામાં બાળક પોતાની કરિઅર કેવી રીતે પ્લાન કરવા માગે છે, તેનું ભાવિ નક્કી થઈ જતું હોય છે. આ પછી તો ધોરણ-9-10 અને ધોરણ-11-12 તો ફોર્મલી અને કેરફૂલી પાસ-ઓન કરવાના રહે છે. ક્રિસ ગાર્ડનરની જિંદગી એ વાતનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જો પ્રાઈમરી લેવલથી જ પાયો કાચો રહી ગયો હશે અથવા બાળકને પીસફૂલ માહોલ નહીં મળે તો તે બાબત તેની કરિઅર અને લાઈફ ઉપર લોંગ ટર્મ ઈફેક્ટ કરતી હોય છે. સ્ટે વીશફૂલ, હોપફૂલ એન્ડ સ્ટે હેપ્પી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++