Nagar - 5 in Gujarati Short Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નગર - 5

નગર

“ નગર “-એક અનોખી કહાની. આ કહાની છે દક્ષીણ ગુજરાતનાં એક અતિ સમ્રૃદ્ધ શહેર વિભૂતી નગરની....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની. વર્ષો પહેલા ભૂતકાળમાં કઇંક એવુ બન્યુ હતુ જેનો ઓછાયો અત્યારે વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે...? કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે...? સવાલો ઘણાં છે...અને તેના જવાબો આ કહાનીમાં છુપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ધ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રિલર માટે......

લેખક તરફથીઃ-

નમસ્કાર મિત્રો...”નો રીટર્ન“...”નસીબ“ અને “અંજામ“ બાદ આ મારી ચોથી નવલકથા છે. “નગર” આ પણ મારા જોનરની કહાની છે. હાં...આ વખતે થોડી ડરામણી વાતો પણ આવશે છતાં મને લાગે છે કે વાંચકોને તે ગમશે. રહસ્ય, રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલ, ગજબનાક ઉતાર-ચડાવ..આવી બાબતો મને હંમેશા આકર્ષતી રહી છે. અને એટલેજ કદાચ હું એવું લખી શકતો હોઇશ.

સાચુ કહું તો મને મારા વાચકમિત્રોએ ખૂલ્લા દિલે આવકાર્યો છે...સ્વિકાર્યો છે. મને પણ ક્યારેક આશ્વર્ય થાય છે કે આ કોઇ સ્વપ્ન તો નથીને...! “અંજામ” બાદ મારા મિત્રો જે આતુરતાથી નવી નવલકથાનો ઇંતેજાર કરી રહ્યાં છે તેણે મારા જુસ્સાને ઓર વધારી મુક્યો છે. મારી જવાબદારીઓ તેથી વધી ગઇ છે. હું વધુ સજાગ બન્યો છું....! જો કે મારો સબજેક્ટ પણ એવો છે કે મારે સજાગ રહેવુંજ પડે....સસ્પન્સ થ્રિલરમાં તમે કોઇપણ બાબતને અધૂરી ક્યારેય ન છોડી શકો. જે ઘટના પહેલે પાનેથી શરૂ થઇ હોય એ ઘટનાને કહાનીના છેલ્લાં પાના સુધી તમારે જાળવવી પડે...જો તેમાં સહેજપણ શરતચૂક થાય તો તરત વાંચકો કહાનીથી વીમુખ થઇ જાય. હું મારી કહાનીઓમાં શક્ય હોય એટલો ટેબ્લો જાળવવાનો પ્રમાણીક પ્રયત્ન કરતો રહું છું...બાકીતો વાચક રાજા છે. તેમને ગમે તે ખરું.

મારી તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ હું એક વ્યક્તિને અર્પણ કરું છું...અને તે છે “ અશ્વિની ભટ્ટ “. ગુજરાતી ભાષાનાં એક ધુરંધર લેખક કે જેમણે ગુજરાતી સાહિત્યને એક નવી ઉંચાઇ, નવી દિશા, નવો મુકામ આપ્યો છે. આપણી વચ્ચે તેઓ નથી રહ્યાં છતાં તેમની નવલકથાઓ હંમેશા મને પ્રેરણા આપતી રહી છે અને આપતી રહેશે... તેમને મારા શત શત પ્રણામ.

અને હાં, બીજી એક અગત્યની વાત આજે હું કહીંજ દઉં....પ્લીઝ મિત્રો...સસ્પેન્સ જાણવાની ઉતાવળ ન કરતા. રહસ્યકથા એક પુરાની શરાબ જેવી હોય છે...જેટલી ધીરજ રાખશો એટલો તેનો નશો વધશે અને ઘૂંટાશે. મને પણ લખવાની એટલીજ વધુ મજા આવશે....તો, શરું કરીએ એક ધમાકેદાર સફર....

---------------------------------------------------------------------------------

નગર-૫

( આગળના પ્રકરણમાં - માર્ગી રોશન, નતાશા અને સમીરાને લઇને સમુદ્રની સતેહ ઉપર “ જલપરી” નામની બોટમાં મોજ-મજા કરવા નીકળે છે.....એ સમયે અચાનક જ કયાંકથી ધુમ્મસના વાદળોને ચીરતું એક જરી-પુરાણુ જહાજ ત્યાં એકાએક પ્રગટ થાય છે.....એ જહાજના તૂતક ઉપર ઉભેલો વ્યક્તિ એકજ જુમલો વારંવાર દોહરાવે છે.....” ખૂન કા બદલા ખૂન”....હવે આગળ વાંચો....)

એ વ્યક્તિનો ચહેરો ભયાનક હતો. તેની આંખોના ગોખલામાં આગ સળગતી હતી. તેના દાંત અડધા કાળા અને અડધા પીળા ચમકતા હતા. તેની જીભ લાલ હિંગોળાક-શી દેખાતી હતી.....તે જાણે હવામાં તરી રહયો હોય એમ તૂતક ઉપર લહેરાઇ રહયો હતો. હવામાં ફર-ફર ઉડતો તેનો ડગલો....ટોપી નીચેથી ઝુલતા તેના વાળ.....ચહેરા સુધી ઉંચકી રાખેલુ ફાનસ.....આંખોમાં ચમકતી આગ...અને સતત એકધારા તેના ગળામાંથી નીકળતા શબ્દો......” ખૂન કા બદલા ખૂન....”. માર્ગી સખત ડરી ગયો હતો. તેને ત્યાંથી ભાગી જવું હતુ, એ વિકરાળ ચહેરા પરથી નજર હટાવી લેવી હતી, જોર-જોરથી બુમો પાડી રોશનને બોલાવવો હતો....આમાનું તે કંઇપણ કરી શકતો નહોતો. જાણે તે પથ્થરનું પુતળુ બની સ્થિર થઇ ત્યાંજ જકડાઇ ગયો હતો. તેના પગ થર-થર ધ્રુજી રહયા હતા. હ્રદયમાં ધબકતી ધડકનો તેના કાનના પડદાને ફાડી નાંખે એવા મોટા અવાજે સંભળાઇ રહી હતી. તેના હાથમાં પકડેલો ગ્લાસ કયારનો છટકીને નીચે ફર્શ પર પડી તૂટી ગયો હતો અને તેના કાચ ચો-તરફ વેરાઇ ગયા હતા....ફાટી આંખે તે પેલા વ્યક્તિની સળગતી આંખોમાં આંખ પરોવી તેને જોઇ રહયો હતો.....અને.....

જહાજના તૂતક ઉપર ઉભેલી વ્યક્તિની કમરે બાંધેલી તલવાર આપમેળે તેના મ્યાનમાંથી બહાર નીકળી હવામાં ઉંચી થઇ. એ તલવારની અણી માર્ગી તરફ ઘુમી અને તૂતક ઉપરથી તીર-કામઠામાંથી વછૂટતા કોઇ તીરની જેમ તલવાર માર્ગીની દિશામાં વછૂટી.....માર્ગી હજુ કઇ સમજે.....કે અહી શું થઇ રહયુ છે....તે પોતાના બચાવમાં કોઇ હરકત કરે.....એ પહેલા તો એ તલવાર વેગથી તેની છાતીમાં ડાબા પડખે ઘુસી ગઇ અને તેના હ્રદયના સ્નાયુઓને ચીરતી પીઠના ભાગે અડધી બહાર નીકળી ગઇ. માર્ગીને પહેલા કંઇ સમજાયુ નહી, ચંદ સેકન્ડો તે એમ જ સ્થિર ઉભો રહયો.....અને પછી તેના ચહેરા ઉપર આઘાતના ભાવો લહેરાયા. તેનો જમણો હાથ આપોઆપ ઉંચો થયો અને તેની છાતી ઉપર ચંપાયો....તેની છાતીમાંથી લોહીની ધાર નીકળી તેના ટી-શર્ટ ઉપર ફેલાઇ. અચાનક તેજ દર્દ તેણે અનુભવ્યુ...અને વધુ દર્દ અનુભવે એ પહેલા તેના પગ લથડયા અને પીઠભેર તે બોટની ફર્શ ઉપર પડયો. પોતાની સાથે આવુ કેમ થયું એ તેને સમજાય એ પહેલાં તો તે મરી ચૂકયો હતો....તેની ફાટેલી આંખઓ હવે ઉપર આકાશ તરફ મંડાયેલી હતી.....પેલા વિકરાળ જહાજ ઉપર ઉભેલા વ્યક્તિએ તે જોઇને ભયાનક અટ્ટહાસ્ય કર્યુ અને ફરી તેના ગળામાંથી શબ્દો નીકળ્યા....” ખૂન કા બદલા ખૂન....”

**********************

“ માર્ગી....” રોશન પટેલ બુમો પાડતો કેબીનમાંથી બહાર ધસ્યો. ઘણીવાર લાગવા છતા માર્ગી તરફથી કોઇ જવાબ ન મળતા તે બહાવરો બની ગયો હતો. કેબીનની અંદર તો જાણે શીત-લહેર પ્રસરી ચુકી હોય એટલી ઠંડક ફેલાઇ હતી. બંને છોકરીઓ દહેશતની મારી એક ખુણામાં એક-બીજાને ચીપકીને ભરાઇ ગઇ હતી. બહાર શું ચાલી રહયુ છે એ બાબતે તેઓ સંપૂર્ણ અજાણ હતા કારણ કે અહીથી બહારનું દ્રશ્ય બીલકુલ દેખાતુ નહોતું. રોશન પટેલ એટલે જ બહાર નીકળ્યો હતો અને માર્ગીના નામની બુમો પાડી રહયો હતો. કેબીનના પગથીયા ઉતરી તે ડેક ઉપર આવ્યો એ સાથેજ તે ઠરી ગયો. નીચે ફર્શ ઉપર માર્ગી પીઠભેર પડયો હતો અને તેની છાતીમાં કંઇક ખૂંપેલુ નજરે ચડતું હતુ. રોશન પટેલની આંખો પહોળી થઇ.... “ માર્ગી....” તેણે બુમ પાડી અને પછી તે માર્ગી તરફ ધસ્યો હતો. ધુમ્મસનું આવરણ એટલા બધુ ઘટ્ટ હતુ કે બે-કદમની દુરીથી પણ તેને માર્ગીનો દેહ બરાબર દેખાતો નહોતો. જ્યારે તે સાવ નજીક પહોંછ્યો ત્યારે જ તેને ત્યાં સર્જાયેલી પરિસ્થિતીનો ખ્યાલ આવ્યો હતો અને તે સ્તબ્ધ બનીને ફાટી આંખે માર્ગીને જોઇ રહયો....બોટની ભીની ફર્શ ઉપર માર્ગી ચત્તોપાટ પડયો હતો. તેની છાતીના જમણા ભાગે, બરોબર હ્રદયની વચ્ચે જ, કોઇ મંદિરની ટોચે ખોડેલાં ધજા ફરકાવવાના સ્થંભની જેમ સોનેરી મુઠવાળી તલવાર ખૂંપેલી હતી. એ પુરાણી તલવાર તેના જીસ્મને ચીરતી પીઠ પાછળ બહાર નીકળી ફર્શમાં ખલાઇ રહી હતી....તલવારની અણી ફર્શના લાકડામાં ખૂંતી ગઇ હતી જેના કારણે માર્ગીનો દેહ તેની જમણી બાજુ થોડો ઢળ્યો હતો. એ સ્થિતીમાં તે પડખાભેર પડયો હોય અને હમણા જ ઉભો થઇ તેની તરફ આવશે એવો ભાસ રોશનને થયો. તે થડકી ઉઠયો. તેના દેહમાં ભયનું એક લખ-લખું પસાર થયુ અને ડરના માર્યા તેના ગળામાંથી એક ચીખ નીકળી ગઇ. તેણે નીચે નમીને માર્ગીની ધડકનો ચેક કરી. ધડકનો બંધ હતી, મતલબ કે તે મરી ચુકયો હતો. પણ આવુ કેમ બને....? રોશનના મનમાં પ્રશ્ન ઉઠયો, અને આ તલવાર કયાંથી આવી....? કોણે માર્ગી ઉપર તલવારથી વાર કર્યો....? ઉભા થઇ તેણે ચારે-દિશામાં નજર ઘુમાવી. ધુમ્મસના ઘટ્ટ આવરણ સીવાય કયાંય કશી હિલચાલ નજરે ચડતી નહોતી. કયાંય કોઇના હોવાની સાબીતી તેને મળી નહિ. જોકે.....મધદરિયે હોય પણ કોણ.....? પરંતુ માર્ગી મરી ચુકયો હતો અને તેના શરીરમાં સોનેરી મુઠવાળી તલવાર કોઇએ ખૂંપાવી દીધી હતી એ સનાતન સત્ય તેની નજરો સમક્ષ દેખાઇ રહયુ હતુ.....રોશન ગભરાઇ ગયો. તેણે પાછળ ફરીને કેબીનમાં જવા પગ ઉઠાવ્યા જ હતા કે ફરી વખત.... “ધમ...ધમ...ધમ...ધમ...” અવાજ આવ્યો અને તે છળી મર્યો. ભાગવા માંગતો હતો પરંતુ તે જ્યાં ઉભો હતો ત્યાંથી સહેજપણ હલી શકયો નહી. જાણે કોઇએ તેના પગ બોટની ફર્શ સાથે મજબુત ગ્લૂ થી ચીપકાવી દીધા હોય એમ ત્યાં જ તે ખોડાયેલો રહયો.

બોટની કેબીનની અંદર નતાશાએ કેબીનની છત ઉપર લટકતા વાયરલેસ ફોનને હાથમાં લીધો અને તેની સ્વીચ દબાવી. ફોનમાંથી ઘરઘરાટીનો અવાજ આવ્યો.... “ હેલ્લો.....કોઇ છે જે મને સાંભળી શકે....?” થોડીવાર માટે મૌન રહી તેણે સામેથી કોઇના જવાબ આવવાની રાહ જોઇ.... “ હેલ્લો...હેલ્લો....હું નતાશા.... “જલપરી” નામની બોટમાંથી બોલુ છુ. અમારી બોટ મધદરિયે કોહરાનાં તોફાનમાં ફસાઇ ચુકી છે.....પ્લીઝ....હેલ્પ અસ....” તેના માત્ર બ્રા-પેન્ટી પહેરેલા ખુલ્લા બદનમાંથી ધ્રુજારી ઉઠતી હતી. “ હેલ્લો....પ્લીઝ....કોઇક તો સાંભળો....પ્લીઝ...હેલ્પ અસ...” અને તે ધ્રુસકે રડી પડી. સમીરા તેની બાજુમાં જ ઉભી હતી. તેની હાલત પણ નતાશા જેવી જ હતી. અચાનક જ્યારે તમે કોઇ મુસીબતમાં ફસાઇ જાઓ.....અને એ મુસીબત જીવન-મરણનો પ્રશ્ન બનીને તમારી ઉપર ત્રાટકી હોય ત્યારે ઘણી વખત માણસ માત્રના જહેનમાં બે પ્રતિક્રિયાઓ ઉદ્દભવે છે....કાં તો તે એ આફત સમક્ષ ઘૂંટણ ટેકવી દે છે અથવા તો પછી મન મક્કમ કરીને તેનો સામનો કરે છે. અત્યારે આ બોટ ઉપર સવાર તમામ લોકોએ અચાનક અહી ઉદ્દભવેલી પરિસ્થિતી સમક્ષ પોતાના ઘૂંટણો ટેકવી દીધા હતા....આ આફતનો સામનો કરવાની તાકાત તે કોઇનામાં નહોતી. જો કે તેમાં તેમનો કોઇ દોષ પણ નહોતો કારણ કે તેઓ ખુદ નહોતા જાણતા કે તેમની સાથે શું થઇ રહયુ છે અને તેમણે કોનો સામનો કરવાનો છે....? નતાશાની પણ એ જ હાલત હતી. સ્પીકરના સામા છેડેથી કોઇ જ જવાબ મળતો નહોતો એટલે નાસીપાસ થઇને તે રડવા લાગી હતી અને તેમાં સમીરા પણ જોડાઇ હતી. કેબીનમાં તે બંને છોકરીઓ અત્યારે એકલી જ ઉભી હતી.

અચાનક ધુમ્મસની એક પાતળી સેર કોણ જાણે કયાંથી એ બંધ કેબીનમાં પ્રવેશી અને બોટના નેવીગેશન ચેમ્બરમાં ઘુસી ગઇ. નેવીગેશન ચેમ્બરનાં બોક્ષમાં તરેહ-તરેહની સ્વીચો અને ઓપરેશન સિસ્ટમના ડાયલ ચમકતા હતા....તેમાં બોટને દિશા બતાવતા હોકાયંત્રના ડાયલનો કાંટો અચાનક આપમેળેજ ગોળ-ગોળ ઘૂમવા લાગ્યો....નતાશાએ તે જોયુ અને ડરતી-ડરતી હોકા યંત્રના ડાયલ ઉપર ઝુકી. હોકાયંત્રનો કાંટો સ્પીડમાં ડાબેથી જમણે ગોળ-ગોળ ઘુમી રહયો હતો....અને પછી થોડીવારમાં તો એ નેવીગેશન કેબીનેટમાં હતા એટલા બધા યંત્રોના ચકરડાઓમાં જાણે જીવ આવ્યો હોય એમ સજીવન થઇને ગોળ ઘુમવા લાગ્યા. બે સેકન્ડ બાદ અચાનક તેમાં એક ધમાકો થયો. સૌથી પહેલા હોકાયંત્ર ઉપર લગાવેલો કાચ ધડાકાભેર તૂટયો...અને પછી તો જાણે ધમાકાઓનો સીલસીલો શરૂ થયો. કેબીનેટમાં લગાડેલા બધા ડાયલકેસોના કાચ એક પછી એક કરીને ફાટવા લાગ્યા. જેના કાચના ટૂકડાઓ કેબીનની બંધીયાર જગ્યામાં ઉડયા...જાણે અચાનક કોઇ બોમ્બ ફાટયો હોય એવી અફરા-તફરી મચી ગઇ....એક પછી એક બધા જ યંત્રો ફાટયા અને પછી તેમા આગ ફાટી નીકળી. છોકરીઓ ચિખતી-ચિલ્લાતી કેબીનની બહાર નીકળવાના દરવાજા તરફ દોડી. નતાશા આગળ હતી. તેણે દરવાજાનું હેન્ડલ પકડીને ખેંચ્યુ પરંતુ દરવાજો ખૂલ્યો નહી. દરવાજો એકા-એક જાણે સજ્જડ બંધ થઇ ગયો હોય એમ તેનું હેન્ડલ ખેંચવા છતાં ખૂલ્યો નહી.... “ પ્લીઝ હેલ્પ.....રોશન...માર્ગી.... “ મદદની પોકાર કરવા સીવાય તેનાથી બીજુ કંઇ થઇ શકયું નહી. ઘણી કોશીષ કરવા છતા દરવાજો ન ખુલ્યો તે ન જ ખુલ્યો. હતાશ અને ડરેલી સમીરા તો નતાશાને જાણે વળગી જ પડી હતા. પોતાનાં હાથ તેણે નતાશાની ખુલ્લી કમરમાં વીંટાળી રાખ્યા હતા. તે સખત ડરેલી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહયે જતા હતા.

દરવાજો ખોલવાની કોશીષ કરતા-કરતા આખરે નતાશા થાકી ગઇ હતી. તેણે એ કોશીષ પડતી મુકી કોઇ વજનદાર વસ્તુની ખોજમાં આસ-પાસ નજર ઘુમાવી. જો એવી કોઇ ચીજ મળી જાય તો તેનાથી દરવાજામાં લગાવેલો કાચ ફોડી શકાય અને તેમાંથી બહાર નીકળી શકાય એવી તેની ગણતરી હતી. “ સમીરા છોડ મને...અને દરવાજાનો કાચ તોડવામાં મને મદદ કર...કોઇ ભારેખમ વજનદાર ચીજ શોધ....” નતાશએ સમીરાના હાથ પોતાના દેહ ઉપરથી છોડાવતા કહયું અને તે એવી ચીજ ખોળવા લાગી....લગભગ પાંચ મીનીટ તેણે શોધખોળ ચલાવી પરંતુ કેબીનમાંથી તેને એ મતલબની કોઇ ચીજ હાથ ન લાગી.

“ તું હજુ પણ ઉભી છે....” નતાશા આશ્વર્ય અનુભવતા બોલી. જે હાલતમાં સમીરાના હાથ તેણે છોડાવ્યા હતા એ જ હાલતમાં અને એજ જગ્યાએ સમીરા કોઇ પુતળાની માફક સ્થિર ઉભી હતી. ત્યાંથી સહેજપણ તે હલી નહોતી. તેની આંખો સ્થિર હતી. તેનું શરીર સહેજપણ હલતું નહોતું. દુર...ક્ષીતીજની પેલે પાર જોતી હોય એમ અપલક દ્રષ્ટીએ તે કેબીનની બહાર ઘુમરાતા ધુમ્મસના ઘટ્ટ વાદળોને તાકી રહી હતી. “ શું થયુ તને....? ત્યાં શું જુએ છે તું...?” નતાશાએ સમીરાને હલબલાવતા પુછયુ.

અચાનક સમીરાનો એક હાથ ઉંચો થયો.....કોઇ ચાવી દીધેલા પુતળાની જેમ તે થોડુ આગળ ચાલી કેબીનના દરવાજે પહોંચી ઉભી રહી. નતાશા આશ્વર્યથી તેને તાકી રહી. સમીરાનો ઉંચો થયેલો હાથ હરકતમાં આવ્યો અને આંગળી વડે તેણે ધુમ્મસથી ભીના થયેલા દરવાજાનાં કાચ ઉપર કંઇક દોર્યુ.....વિચિત્ર પ્રકારનું એક ચીત્ર કાચ ઉપર ઉપસ્યુ. એ શેનું ચીત્ર હતું તે નતાશાને સમજાયુ નહી. નજીક જઇ તેણે ચીત્રને બરાબર નીરખ્યુ. એક ઉભી સીધી લીટી.....તેના ઉપર એક આડી લીટી....અને આડી લીટીના બંને છેડે એક-એક લટકતા ત્રાજવા જેવા ચીન્હ. નતાશા આભી બનીને તાકી રહી. બે-ચાર સેકન્ડો બાદ એકા-એક તેના દિમાગમાં ઝબકારો થયો. “ ઓહ....” શબ્દો સર્યા તેના મોંમાંથી. અચાનક તેને સમજાયુ હતુ કે એ ચીત્ર શેનું હતું....! એ ચીત્ર એક વજન જોખવાના ત્રાજવા જેવું હતુ.....પણ તેનાથી થોડુ અલગ પ્રકારનું હતુ. તેણે ફિલ્મોમાં અને ટી.વી. ઉપર આવતી ધારાવાહીક સીરીયલોમાં અદાલતોના ઘણા દ્રશ્યો જોયા હતા. અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં સામાન્યતહઃ આવુંજ ત્રાજવુ પકડેલુ હોય છે. એ ત્રાજવામાં ન્યાય તોળાતો હોય છે......પરંતુ અહી આ સમુદ્રના ગહેરા પાણી ઉપર ઉભેલી બોટમાં, ધુમ્મસના ઘટ્ટ આવરણ હેઠળ ફેલાતા ભયના ઓથારમાં, ચાવી દીધેલા પુતળાની માફક ચાલતી સમીરાએ આ ચીત્ર શું-કામ દોર્યુ હશે એ નતાશા માટે આશ્ચર્યની બાબત હતી. ચીત્ર દોરીને સમીરા ફરીવાર સ્થીર થઇ ગઇ હતી. ફરી વખત કેબીનમાં ગહેરી ખામોશી પથરાઇ ગઇ. ચંદ મીનીટો એજ સ્થિતીમાં વીતી.

“ ધમ....ધમ...ધમ....ધમ...” રોશન પટેલના કાને કોઇક મજબુત પતરાની દિવાલ ઉપર ઠોકાતા ભારેખમ ઘણનો અવાજ પડઘાઇ રહયો. આ વખતે એ અવાજ કેબીનની દિશામાંથી આવ્યો હતો. તેણે એ દિશામાં જોયુ. તે હજુ કંઇ વિચારે, જુએ, સમજે એ પહેલા તો કેબીનના દરવાજાનો કાચ તૂટયો. તેમાંથી એક માનવ દેહાકૃતી બહાર ફંગોળાઇ અને તેના પગ પાસે આવીને પડી. તેના હ્રદયમાં ધ્રાસ્કો પડયો અને ગભરાઇને બે-કદમ તે પાછળ હટયો. એ નતાશાની અર્ધ-નગ્ન બોડી હતી. રોશન પટેલ આભો બનીને ફાટી આંખે નતાશાને જોઇ રહયો. નતાશા ચત્તીપાટ ફર્શ ઉપર પટકાઇ હતી. રોશને સૌ પ્રથમ નતાશાનો ચહેરો જોયો....નતાશાનો ખુબસુરત ચહેરો અત્યારે કાળો પડી ગયો હતો. તેના ચહેરાની એકબાજુનો આખો ભાગ જાણે કોઇએ પ્રાઇમસની જ્યોત લઇને સળગાવ્યો હોય એવો બીહામણો લાગતો હતો. ઉપરની સુંવાળી ચામડી બળી જવાથી તેની અંદરની સફેદ ચરબી બહાર ઉભરી આવી હતી અને તેમાંથી ભારે દુર્ગંધ ફેલાતી હતી....રોશન પટેલ હજુ નતાશાના મોતનો સદમો સહન કરે, કોઇ પ્રત્યાધાત તેના જહેનમાં ઉભરે, એ પહેલા કેબીનનો બીજો કાચ ફુટયો અને તેમાંથી સમીરાનો દેહ હવામાં ફંગોળાયો.... “ ધફ્ફ...” અવાજ થયો અને સમીરાનું જીસ્મ અડધું બોટની ફર્શ ઉપર અને અડધું નતાશાના શરીર ઉપર ખલાઇ રહયુ. તેની હાલત પણ નતાશા જેવી જ થઇ હતી. તેનો ચહેરો પણ નતાશાના ચહેરાની માફક જ બળ્યો હતો. તેની એક આંખની કીકી વિચિત્ર રીતે બહાર નીકળી આવી હતી અને રોશનને જાણે તાકી રહી હોય એમ સ્થિર થઇ હતી. સમીરાનો એક પગ ગોઠણેથી વાંકો વળ્યો હતો અને કંઇક કઢંગી રીતે નતાશાના પેટ ઉપર ફેલાયેલો હતો. તેના હાથ હવામાં તરતા હોય તેમ બંને તરફ ફેલાયેલા હતા. માથાના વાળની રીબીન છુટી જવાથી વાળ ખુલ્લા થઇ ફર્શ ઉપર વિખેરાઇને પડયા હતા. તેણે પહેરેલુ ટોપ અડધુ ઉંચુ ચડી ગયુ હતું જેના કારણે તેનું સુંવાળુ પેટ ઉજાગર થયુ હતુ....રોશન સ્તબ્ધ બની એ ખૌફનાક દ્રશ્ય જોઇ રહયો. તેનું હ્યદય ફાટતુ હતું. નતાશા અને સમીરાનાં બળેલા ચહેરાઓ કોઇ ડરામણી ફિલ્મનાં કીરદારો માફક તેની આંખો સમક્ષ નાંચી રહયા હતા. તેનાં જાડા દેહમાં અચાનક પરસેવો ફૂટવા લાગ્યો. તેનાં પગ થર-થર કાંપતા હતા. મસ્તિસ્કમાં જાણે કોઇએ સીસું ભરી દીધુ હોય એમ તેને લાગવા માંડ્યુ. આંખો સમક્ષ અચાનક ધુંધળાશ છવાઇ...અને ભયાનક ખૌફથી તેનું હદય બંધ થઇ જાય એ પહેલાં તે બેહોશીની ગર્તામાં ધકેલાઇ ગયો.

વિભૂતી નગરથી પંદરેક નોટીકલ માઇલ દુર અરબી સમુદ્રનાં લહેરાતા પાણી વચ્ચે માર્ગીની બોટ નીતાંત અંધકાર ઓઢીને એકલી-અટૂલી ઉભી હતી. હમણાં જ આ બોટ ઉપર એક અદ્ર્શ્ય ભયાવહ શક્તિનો કાતીલ પંજો ફરી વળ્યો હતો અને તેની ઝપટમાં બોટમાં સવાર તમામ વ્યક્તિઓ આવી ગયા હતાં. એ શું હતું.....? શું કામ હતું.....? એ કોઇને ખબર પડી નહોતી. બોટની આસ-પાસ ઘેરાયેલું ધુમ્મસ વધુને વધુ ઘટ્ટ બનતું જતું હતુ. જાણે એ ધુમ્મસ “ જલપરી “ ને પોતાની આગોશમાં સમાવી લેવા માંગતુ હોય તેમ તેની ફરતે તેનો ભરડો કસાયો હતો. બોટની નજદીક પ્રકટ થયેલું પેલું જરી-પુરાણુ જહાજ ત્યાંથી અચાનક અદ્રશ્ય થઇ ગયુ હતું

બોટમાં ત્રણ લાશો પડી હતી. એ લાશોની વચાળે રોશન પટેલ બેહોશ થઇને પડયો હતો......અને......આતો હજુ શરુઆત હતી. વિભૂતી નગર ઉપર આનાંથી પણ વધુ ખૌફનાક કાળ ત્રાટકવાની તૈયારીમાં હતો.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiya@facebook.com