Love Never Fails….
Krupa Bakori
Kbakori189@gmail.com
સમાજ અને પ્રેમની લડાઈમાં આખરે જીત તો સમાજની જ થાય છે, પણ કયારેક કયારેક હારવાનું મુલ્ય જીત કરતાં પણ હજારગણું હોય છે. પ્રેમનું અનોખું મુલ્ય આપતાં અનોખા બે દીલના બલિદાનની દાસ્તાન......
જયારે કોઈ પ્રેમ કરનાર બે વ્યકિત અલગ થાય છે ત્યારે બનેંના આત્માની રુહ પણ કાંપતી હોય છે. વિરહની એ કસોટી કયારેક-કયારેક આત્મહત્યાનું સ્વરુપ લઈ લે છે.
આ સમાજ દુનિયાને તો હર એક પ્રેમીઓનાં પ્રેમ ખોટા લાગે છે, પણ કયારેક કોઈને સાચા દીલથી પ્રેમ કરીને તો જોવો.....હર એક વસ્તુ સાચી લાગવા માંડશે..... પ્રેમ જેવી પવિત્ર લાગણીને આજે લોકો એ ટાઈમપાસનું માઘ્યમ બનાવ્યું છે, પણ આવા લોકો ને કારણે આજે પ્રેમ જેવા શબ્દને લોકો ટાઈમપાસ માને છે.....
20/9/2013
saturday
જયારે-જયારે તને યાદ કરું છુ ત્યારે આજે પણ મારી આંખોમાં તારો ચહેરો તરવરે છે. તારી વાતો ને દિવસ-રાત યાદ કરું છું. તારો પ્રેમ હમેશાં-હમેશાં મારા દીલના એક ખુણામાં જીવંત રહેશે. આ તારો અનમોલ પ્રેમ જ છે કે મને કયારેય તને ભુલવા નથી દેતો..... હર એક જન્મમાં તારો ઋણી રહીશ એટલો પ્રેમ આપ્યો છે તે. જયારે-જયારે ઈશ્વરને પ્રાર્થના કરું છુ ત્યારે બસ તને જ માગું છું. તને યાદ કરીને કયારેક કયારેક તો એવું લાગે છે કે તું મારી નજર સામે જ છો. આ જન્મમાં બસ હવે તારી જ રાહ છે કે તું મને લઈ જાઈશ..........!!
આ દુનિયાની આવી કસોટીમાંથી મને લઈ જાઈશ. થાકી ગયો છું લોકોને પ્રમાણ આપતા કે હું તને અને તને જ પ્રેમ કરું છું. આ દુનિયામાં આપણા જેવા પ્રેમીઓને સમજવા માટે કોઈ જ નથી…. હે ઈશ્વર એક એવી ઘરતી બનાવજે જયાં મને મારી ખુશી મળી જાય. આ સમાજની મજબુરીથી અલગ પડેલા આપણાં જેવા પ્રેમીઓને લોકે ઘિત્કાર કહીને ઉડાવી દે છે. જીવન જીવતા- જીવતા હવે મારા અંદરની બઘી લાગણી મરી ચુકી છે. હવે, બસ મોતનો ઈંતજાર છે જયારે એ મોત આવશે ત્યારે ફકત તારો અને તારો જ થઈ જાઈશ.
ભલે જીત સમાજની થઈ પણ આપણે તો હારીને પણ જીતશું. પ્રેમ તો પવિત્ર છે ને એને કોઈ સરહદ કે સીમા તોડી શકતું નથી. મને ખબર છે આ દુનિયાની એક પણ વ્યકિતને આપણા પ્રેમની કદર નથી. આ પવિત્ર પ્રેમ કયારેય તુટશે નહી.
પ્રેમનું નામ જ વિરહ છે. તારા ને મારા જેવા તો હજારો પ્રેમીઓ શહીદ થઈ ગયા છે આ દુનિયામાં.......અને ઈતિહાસ બની ગયા છે. તારા ને મારા પ્રેમને ઈતિહાસ નથી બનવું પણ, હા એક મિશાલ જરૂર બનશે આપણે પ્રેમ...... તારા પ્રેમએ તો મને જીંદગી જીવવાની તક આપી છે. તારા હર એક સપનાને હું પુરુ કરીશ. તારો પ્રેમ આજ સુઘી મારા દિલમાં જીવંત છે અને હર હમેશા રહેશે....તારી હર એક યાદ મને નવી તાકાત આપે છે.... પ્રેમ તો અમર છે.
તારા પ્રેમનું બલીદાન કયારેય વ્યર્થ નહી જાય. તું મારી જ છો અને મારી જ રહીશ હર એક જન્મમાં...
કહેવાય છે કે જિદંગી એક નાટક જેવું હોય છે એના રંગમંચમાં આપણે જુદી-જુદી ભુમિકા ભજવવાની હોય છે. તું એમ સમજી લે કે તારે મારી પ્રેમિકા તો થવાનું છે પણ રાઘા જેવી.....તુ હર હમેંશ મારી સાથે જ છો.....
સમાજ અને પરીવારની મજબુરીને લીઘે હું તને અપનાવી નથી શકતો. એ લોકોએ આપણને અલગ કરી નાખ્યા પણ, આપણે તો કયારેય અલગ હતા જ નહી. જીવનભર સાથે રહીશું અલગ- અલગ જગ્યાએ નવા વાતાવરણમાં...
મોત જયારે આવશે ને ત્યારે તેને હસીને અપનાવીશ..............તારી રાહમાં જીવીશ...તારા માટે જીવીશ....તારી યાદમાં....જીવનની હર એક મુશ્કેલીનો સામનો કરીશ તારા માટે.....
મને ખબર છે તું ઈશ્વરમાં શ્રઘ્ઘા રાખે છે...એ શ્રઘ્ઘાને કયારેય તુટવા ના દેતી. આજે એ ઈશ્વરે જ આપણને અલગ કર્યા છે તો એ જ ઈશ્ર્વરની જવાબદારી આપણને મળાવવાની છે. ઈશ્વરની એ કસોટીમાં આપણે પાસ થવાનું છે.....ખુશી
આજે આટલા વર્ષ પછી પણ તને ભુલી શકયો નથી. આપણા મેરેજનું સપનું હું સાકાર ના કરી શકયો. પરીવારનાં બઘા જ લોકો ની ખુશી છીનવીને એક થવું એ કરતા અલગ થવાનો નિર્ણય આપણે લીઘો હતો.
જયારે-જયારે તારી યાદ આવે છે ત્યારે મોબાઈલમાં કેપ્ચર કરેલો પપ્પાનો હસતો ચહેરો જોઈ લવ છું, ત્યારે મને એક નવી તાકાત મળે છે. એ પપ્પાની ખુશી માટે જ આપણે અલગ થયા હતા.......
મને માફ કરજે મારા હર એક ગુના બદલે......
આજે પણ મારું હૈયું કાપી ઉઠે છે, જયારે તને યાદ કરું છુ કે ત્યાં તારી હાલત કેવી હશે....
તારા વગર જીવવું હવે અશકય લાગે છે.... પણ શું કરુ હું મજબુર છું.
ઈશ્વર મને હર એક દુ:ખ ગુનાની સજા મને આપે. તારા જીવનમાં કયારેય દુ:ખ ન આવે.મારા જીવનની હર એક ખુશી ઈશ્વર તને આપે..... તારા આ બલીદાનનો હું જીવનભર ઋણી રહીશ , કયારેય તારા પ્રેમનું ઋણ ઉતારી નહી શકું…..!
મા-બાપનું ઋણ તો ઉતરી જશે ,પણ લોહીના સંબંઘથી પણ તારા આ પવિત્ર પ્રેમનો ઋણ જિંદગીભર ચુકવી નહી શકું.... પ્રેમને તો લોહીના સંબંઘથી પણ ચડીયાતો ગણવામાં આવ્યો છે.
તારા દીલને જે ઝખમ આપ્યા છે એની તો દવા કોઈ પણ હોય ના શકે...તારા વગરની હર એક સાંજ તારી યાદોમાં જાય છે...
તારા મીઠા-તીખા ઝગડા, તારી ચોકલેટ ને તારા એ સ્વીટ લીપ્સનો તો હું પાગલ હતો...તારું એ માસુમ નિર્દોષ , નાની છોકરી જેવું વર્તન , તારી જીદ તો આજે પણ ભુલાતી નથી..........
miss you……………
10:00 pm
-------------------------------------------------------------
ખુશી, .....બસ કર હવે મારી હની......
રોજ તું મારા માટે ચોકલેટ તો લાવે છે પણ તને ખબર જ છે કે મને ચોકલેટ નથી ગમતી...તો પણ તું મારા માટે લાવે છે એન્ડ માય સ્વીટી...આખરે રોજ મારા માટે લાવેલી ચોકલેટ તું જ ખાઈ જા છો.
ઓ પ્લીઝ....હા નાટક બંઘ કરીશ. હું તો દીલથી, પ્રેમથી એન્ડ મનથી ચોકલેટ લાવું પણ તને કદર જ નથી મારી. રોજ ચોકલેટ મારે જ ખાવી પડે છે....જયારે તારાથી અલગ થઈશ ને ત્યારે જ તને મારી કદર થશે.......
સ્વીટી પ્લીઝ.....એવું ના કે હું તારાથી કયારેય અલગ થવા માંગતો નથી. હમેંશા તારી સાથે રહેવા માગું છું તારો બનીને હર એક જન્મમાં....
અરે હા, હબી હું તો મજાક કરું છું...............
ભુલતી પણ ભુલતી નહી કે આવી મજાક મને ગમતી નથી. તારાથી દુર જવાનો વિચાર આવતા પણ મારું દીલ એક ધબકાર ખાઈ ચુકે છે. તારા વગરનો એક દીવસ પણ શકય નથી....
આઈ રયલી લવ યુ......ખુશી
લવ યુ ટુ......યુગ......
કયા ખોવાઈ ગયા.......યુગ????
અરે કાંઈ નહી......અહીયા જ છું એલીશા..
ઓકે જે હોય તે....યુગ. તમને સમજવા મુશ્કેલ જ નહી ના મુમકીન છે. યુગ જમવાનું તૈયાર છે અને જેની પણ સ્કુલ પરથી આવી ગઈ છે.....ટેબલ પર તમારી વેઈટ કરે છે.....જલ્દી આવજો.
હા, આવું છું....
“પપ્પા તમે આવી ગયા....??”
“હા, બેટા.......આ તારી ચોકલેટ....”
“વાવ.... ચોકલેટ...!!!”
“મારી જેની ની ફેવરીટ ચોકલેટ કેમ ભુલાય.....”
“યુગ તમે જેની ને રોજ ચોકલેટ ના આપો....રોજ ચોકલેટ આપ્યા વગર જમતી જ નથી...........”
“મારી લાડલી ની હું તો હર એક જીદ પુરી કરીશ.....”
“લવ યુ પપ્પા....”
“લવ યુ ટુ બેટા.........”
જેની ને અને એલીશાને કયાં ખબર હતી.....કે જેની ની જીદમાં હું મારી ખુશીની જીદ પુરી કરું છું......
( વઘુ આવતા અંકે )
આખરે ખુશીનું શુ થયું........?????
કોણ છે એલીશા ને જેની........?????