બીજી તરફ આર.ડીના વિશાળ બંગલાના વિશાળ ડ્રોઈંગરૂમમાં સિંહાસન જેવા લાગતા સોફામાં આર.ડી પગ ઉપર પગ ચડાવીને ચિંતાગ્રસ્ત ચહેરે તો નહીં પણ થોડેક અંશે ગુસ્સામાં બેઠો હોય એમ લાગે છે. એની બાજુમાં કાર્પેટ પર બેઠેલા એના પાલતુ જર્મનશેફર્ડ 'બુઝો'ની નજર ઘડિયાળના કાંટાની જેમ એકજ આરોહ અવરોહથી ટક ટક થતા એના ચકચકિત બુટ પર ચોંટેલી છે,જે ક્યારેક ક્યારેક સામેના સોફા પર બેઠેલા ભુપત પર પણ આછડતી નજર નાંખી દે છે.
રૂમમાં પથરાયેલું મૌન આર.ડીથી સહન ન થતા એ ભુપત ઉર્ફે ભૂરાને કરડાકીથી પૂછી લે છે,'સાવચેતીથી કરવાનું એક કામ તમે લોકો જો ના કરી શકતા હોવ તો મારે તમારી પાછળ આટલા ખર્ચા કરવાની જરૂર નથી.'
'પણ આ બધું પેલા વિલાસના કારણે જ થયું છે,મારે સૌથી પહેલા હવે એને જ પતાવી દેવો પડશે।'
'એક વાત સમજી લે। ...વિલાસ કરતા આપણા માટે હવે સીમા ચિંતાનો વિષય છે. એ દિવસે તમે જે મુર્ખામી કરી એમાં કોણ જવાબદાર છે?'
હું એક મહિનાથી આ પ્લાન ઘડતો હતો. સીમા જ્યારે એ વિલાસને મહિના પહેલા મળી ત્યારથી જ મને શંકા હતી કે એ આપણા માટે ખતરો બની શકે છે. એ દિવસે મને પૂરેપૂરી બાતમી મળી હતી કે રાત્રે એની સાથે વિલાસ એના ફ્લેટ ઉપર ગયો હતો.તમારા કહેવા નુજબ સીમા રવિવારે સવારે ઘેર આરામ કરતી હોય છે એટલે જ મેં એ બન્નેની ગેમ કરી નાખવા। ..ને મકલ્યો હતો.'
'તારા એ બાતમી વાળા માણસો ડફોળો છે. ઇન્સ્પેક્ટર રાઠોડે મને કીધું કે સીમા સાથે રાત્રે આવેલો માણસ વિલાસ નહોતો બીજો કોઈ હતો.'
'હવે એ સા.....સીમા પણ રાજકારણની કોઈ મોટી હસ્તી હોય એમ ફરે છે.મેં તમને કીધું'તું કે એને બહુ ઉડવા ન દેશો।...કારણ કે જો એ ઉડવા માંડી તો એ ઉડતા પંખી પાડે એવી થઈ જશે। ..હવે એ રાત્રે એની સાથે કયો નબીરો ગયો હશે એ પણ મારે શોધવો પડશે।'