LEKHIKA - 14 in Gujarati Magazine by lekhika books and stories PDF | LEKHIKA-14

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

LEKHIKA-14

ભાગ-૨

સ્ત્રી કાળી હોય કે ગોરી હોય, તેને જો ઉંડાણથી તપાસી જોશે તો ખબર પડશે, કે તે બધી જ જાતની સ્ત્રી તેના ફંદમાં એટલે અતિ મોહમાં ફસાવી તારી પાસેથી બધું નિચોવી એટલે તફડાવી લેશે.

નારી : ૩૪ (૭૫૩ – ૭૭૫)

(૭૫૩) નારી દિશા ન દેખીયે, દેખ ન દીજે દોર,

દેખતે હી બીખ ચઢે, મન બ્યાપે કછુ ઓર.

જે બાજુ નારી હોય તે દિશામાં જોવું નહીં. અને જોતાં જોવાય જાય તો ત્યાં દોડી ન જતો. જેને જોતાં જ તેના તરફ ખેંચાણનું વિષ એટલે ઝેર ચઢે છે, અને મનને કોઈક જુદા જ વિચારની અસર વ્યાપી જાય છે.

(૭૫૪) નારી કાલી ઉજલી, નેક વિમાસી જોય,

સબ હી ડારે ફંડમેં, નિંચ લીયે સબ કોય.

સ્ત્રી કાળી હોય કે ગોરી હોય, તેને જો ઉંડાણથી તપાસી જોશે તો ખબર પડશે, કે તે બધી જ જાતની સ્ત્રી તેના ફંદમાં એટલે અતિ મોહમાં ફસાવી તારી પાસેથી બધું નિચોવી એટલે તફડાવી લેશે.

(૭૫૫) નારી સેતી નેહ, બુદ્ધિ વિવેક સબ હરે,

કાય ગુમાવે દેહ, કારજ કોઈ ના સરે.

જો નારીના મોહપાશમાં સપડાશે તો તું તારી પાસે જે છે તે ગુમાવી બેસશે તેના થકી તારૂં કોઈ સદકાર્ય પાર પડવાનું નથી. જે કામ માટે તેં આ શરીર ધારણ કરેલું છે, તેને મફતમાં ગુમાવે છે.

(૭૫૬) નારી મદન તલાવડી, ભવસાગર કી પાલ,

નરે મછા કે કારને, જીવત માંડી જાલ.

ભવસાગરને પારે પહોંચતા પહેલાં સ્ત્રીમોહના કામદેવનું તળાવ આવે છે. તેમાં નર મરદ માછલી જેવો બની તેમાંથી સુખ શોધવા જતાં, જીવતા જીવત જાણી બુઝી તેની જાળમાં ફસાઈ પોતાના નાશને નોતરે છે.

(૭૫૭) નારી ગુમાવે તીન સુખ, જો નર પાસ ન હોય,

ભક્તિ મુક્તિ નીજ જ્ઞાનમેં. પેંઠ શકે ન કોય.

જે માણસ ત્રણ સુખોની નજીક પહોંચેલો હશે, તે જો સ્ત્રીના મોહપાશમાં સપડાશે તો, તે નારીને લીધે ત્રણ મુખ્ય સુખોને ગુમાવી દેશે. તેનાથી (૧) ભક્તિ એટલે બ્રહ્મમય થવાની જીજ્ઞાસા, (૨) મુક્તિ એટલે સંસારના ભયભાવથી છુટકારો અને (૩) નિજ જ્ઞાન એટલે પોતે કોણ છે? તે પોતાનું નિજનું આત્મજ્ઞાન. આ ત્રણમાં તે પેંસી શકશે નહીં.

(૭૫૮) બિષય પ્યારી પ્રિતડી, જબ હરિ અંતર નાંહી,

જબ હરિ અંતરમેં બસેં, તબ બિષયમેં પ્રિત નાંહી.

જ્યારે માણસનું મન વિષયોના પ્રેમમાં લોલુપ થયેલું હોય, ત્યારે તેના અંતરમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી. જ્યારે તેના અંતરમાં પરમાત્મા વસેલો હોય, ત્યારે વિષયો પ્રતિ તેનો પ્રેમ રહેશે નહીં.

(૭૫૯) કબીર! પરનારી ઝેરી છુરી, મત કોઈ લાવો અંગ,

રાવન કે દશ શીર ગયે, પર નારી કે સંગ.

કબીરજી કહે! પરાઈ સ્ત્રી પર દાનત બગાડવી તે ઝેરી છરી છે, જેને તારા અંગ એટલે શરીર પાસે લાવશે તો પાયમાલ થઈ જશે. રાવણ જેની પાસે દશ માથા જેટલી બુદ્ધિ હતી, તે પરનારીનો સંગ હાંસલ કરવા જતાં પોતે નાશ પામ્યો.

(૭૬૦) પરનારી પ્રત્યક્ષ છુરી, જાણે બીરલા કોય,

નાહિં પેટમેં મારીયે, ગર સોનેકી હોય.

કોઈ વિરલા જ જાણતા હોય છે કે પરનારી એ સામે ઝઝુમતી તરવાર છે, ભલે તે સોનાની બનાવેલી હોય, તો પણ તેને તારા પેટમાં મારીશ નહીં.

(૭૬૧) પરનારી રાતા ફિરેં, ચોરી બંદ તો ખાય,

દિવસ ચાર સરસોં ફિરેં, અંત સમૂલો જાય.

વાસનામાં બંધાયેલો રાત્રે ચોરી છુપીથી ચોરની જેમ પરનારીનો સંગ સેવી મજા કરી લે. ચારેક દિવસ તેની મજામાં સારી રીતે ફરશે, અંતે પોતાનો સમૂળો નાશ જ નોતરશે.

(૭૬૨) પર નારી કો રાચનો, જૈસી લસન કી ખાન,

ખુંને પેઠી ખાયયે, પ્રગટ હોય નિદાન.

જેમ લસણ વડે બનાવેલો ખોરાક તું કોઈક ખુણામાં સંતાઈ ખાશે, તો પણ તે લસણની વાસ પ્રગટ થયા વગર રહે નહીં. તેમ સંતાઈને ચોરી છુપીથી સેવેલો પરનારીનો સંગ છુપાવી શકશે નહીં.

(૭૬૩) એક કનક અરૂ કામીની, બિખ્યા ફળકો પાય,

દેખતે હી બિખ ચઢે, ખાયે સો મર જાય.

એક કનક એટલે ધન દોલત અને બીજું સ્ત્રીના મોહમાં સપડાવું એ ઝેરી ફળ મેળવવા જેવું છે. જેને જોતાંની સાથે ઝેર ચડે છે, તો પછી જે તેને ખાય એટલે તેને ઉપયોગમાં લે તે તો મોતને જ નોતરે છે.

(૭૬૪) કામી અમૃત ન ભાવહી, બિખ્યા લીની શોધ,

જનમ ગમાયો ખાધમેં, ભાવે ત્યું પરમોઘ.

જે પુરૂષ સ્ત્રીના છંદમાં એટલે મોહમાં સપડાઈ કામી થઈ ગયેલાને અમૃત ભાવતું નથી. તે વિષ જ શોધીને લેશે. જે સ્ત્રીભોગ ભોગવવામાં ઘણો જ મશગુલ રહેતો હોય, તે આ અમુલ્ય જીવન મફતમાં ગુમાવે છે.

(૭૬૫) કામી લજ્યા ના કરે, મન માને યું લાડ,

નીંદ ન માગે સાથરો, ભૂખ ન માગે સ્વાદ.

જેમ સખત ઉંઘ ચઢી હોય, તે પથારીની શોધ કરતો નથી, અને લાંબા સમયના ભૂખ્યાને સ્વાદની પડી નથી. તેમ જે કામ વાસનામાં લુબ્ધ હોય તે લાજ શરમ રાખ્યા વગર મનમાં આવે તેવા લાડનાં ચેડાં કરે છે.

(૭૬૬) કામ જહાં તહાં રામ નહીં, રામ તહાં નહી કામ,

દોનોં એક જા ક્યું રહે, કામ રામ એક ઠામ.

જ્યાં કામવાસના છે ત્યાં રામ નથી, જેનું મન રામમાં રાચતું હોય ત્યાં કામ વાસના નથી. કામની વાસના ને રામ પરમાત્મા એક સાથે કેમ કરીને રહી શકે?

(૭૬૭) ભક્તિ બીગાડી કામીયાં, ઈંદ્રિ કેરે સ્વાદ,

જનમ ગમાયા ખાધમેં, હીરા ખોયા હાથ.

ઈંદ્રિયોને બહેકાવી તેના સ્વાદને ખાતર, જેને જાણવા માટે આ શરીર ધારણ કર્યું છે, તે પરમાત્માની ભક્તિ બગાડી મુકી. જે હીરો અર્થાત્ પરમ સુખ સ્વરૂપ પરમાત્મા તારા હાથમાં આવેલો છતાં, આ જન્મ કામ વાસનાની ભ્રમણામાં બહુ જ મોટી ખોટ ખાઈ ગુમાવી દીધો છે.

(૭૬૮) કબીર! મન મર તક ભયા, ઈંદ્રિ અપને હાથ,

તોય કબૂ ન કીજીયે, કનક કામીની સાથ.

કબીરજી કહે! તારૂં મન જો મરી ગયું હોય એટલે કે વિષયોના વિચાર કરતું બંધ થયું હોય અને ઈંદ્રિયોને તારા તાબામાં રાખી હોય, તો પણ તું કનક એટલે ધન દોલત અને સ્ત્રીનો સાથ નહીં કરતાં તારા મનને હર હમેશા સાવચેત રાખજે.

(૭૬૯) જહાં જલાઈ સુંદરી, તું મત જાય કબીર,

ભસ્મી હોકર લાગસી, સોના સમા શરીર.

કબીરજી કહે! તું ત્યાં કદી પણ જતો નહીં, જ્યાં કામ વાસનાનો અગ્નિ પેદા કરે તેવી સુંદર ખુબસુરત સ્ત્રી રહેતી હોય. જો તું ત્યાં જશે તો તે તને એવી વળગશે કે તેનાથી છુટવું ભારે પડશે અને તે તારા સોના જેવા શરીરને બાળી ભસ્મ એટલે રાખોડી બનાવી દેશે.

(૭૭૦) નારી તો હમ હી કરી, જાના નહી બિચાર,

જબ જાની તબ પરહરી, નારી બડો બિકાર.

વગર વિચાર્યે મેં પણ નારીને અપનાવી હતી. પણ જ્યારે અનુભવ કરવા વડે જણાયું કે નારી નજીક રહેવાથી મનમાં જાત જાતના વિકારો આવે છે, તેથી મેં તેનો ત્યાગ કર્યો.

(૭૭૧) જૈસા પ્રેમ પરનારી સોં, ઐસા હરસે હોય,

સાંઈયાં કે દરબારમેં, પલ્લા ન પકડે કોય.

જેને પર નારી પર પ્રેમ થયો હોય અને તે નારી વગર બીજું સુઝતું ન હોય. એવો પ્રેમ જો તેને હરિ ઉપર હોય, તો તેને પરમાત્માના દરબારમાં પહોંચતાં કોઈ પણ અટકાવી શકે નહીં.

(૭૭૨) કામ કા ગુરૂ કામીની, લોભી કા ગુરૂ દામ,

કબીર કા ગુરૂ સંત હય, સંતન કા ગુરૂ રામ.

કામવાસનામાં સપડાયેલાનો ગુરૂ કામીની છે. લોભમાં સપડાયેલાનો ગુરૂ ધન દોલત છે. કબીરના ગુરૂ સંત મહાત્મા છે અને સંતોના ગુરૂ રામ એટલે પરમાત્મા છે.

(૭૭૩) નારી નરક ન જાન હી, સબ સંતન કી ખાન,

જા મેં હરીજન ઉપજે, સો હી રતનાગરકી ખાન.

એવું ન સમજતા કે નારી એ નરકની ખાણ છે. બધા સંત મહાત્માઓ તે નારી ખાણ છે, જેમાંથી હરીજન એટલે ભગવાન જેવા સંતો પેદા થયા છે, એ તો જેનું મુલ્ય નથી કહી શકાતું એવા રત્નોની ખાણ છે.

(૭૭૪) નારી પુરૂષ કોઈ નહી, સુન ગત ગુરૂ કી શીખ,

બિષય ફલ બહોત અનોપ હય, મત કોઈ દેખો ચીખ.

સદગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યા પછી તને સમજાશે કે નારી અને પુરૂષ જેવું કંઈ છે જ નહીં. અજ્ઞાનમાં જાતે પોતે ઉભી કરેલી ભ્રમણા હતી. હવે જાણ્યા પછી એ ભ્રમણાના અનુપમ વિષયોના ફળ ચાખી જોવાની ઈચ્છા કરતો નહીં, નહીંતર પાછા હતા ત્યાંના ત્યાં જ પાછા ચોર્યાસીના ફેરામાં આવી પડશો.

(૭૭૫) માંસ માંસ સબ એક હય, ક્યા હરની ક્યા ગાય,

નર નાર સબ એક હય, ક્યા મેહેરી ક્યા માય.

જેમ હરણનું માંસ કે ગાયનું માંસ બધું એક સરખું છે. તેમ પોતાની સ્ત્રી કે મા આત્મ દ્રષ્ટિએ જોતાં સર્વ એક જ છે. તેમ જ નર અને નારી બધાં એક જ છે.

પરી પટેલ