LEKHIKA - 13 in Gujarati Magazine by lekhika books and stories PDF | 13LEKHIKA

The Author
Featured Books
Categories
Share

13LEKHIKA

ભાગ – ૨

વ્યથા ખુબજ કષ્ટ દાયી શબ્દ છે અને તે દરેક ના જીવન માં ક્યાંક છુપાયેલો છે.

.

એક પ્રેમિકાની વ્યથા

વિશાખાના જીવન ની અંતિમ ક્ષણો હતી, ઓક્શીજન લગાવેલું હતું, વિશાખાને ખ્યાલ હતો કે તેના જીવન ની અંતિમ ક્ષણ છે, માતા પિતા અને તેના બે ભાઈ તેની આજુબાજુ માં હતા, વિશાખાની આંખ તેના પરિવારજનો તથા તેના મિત્રોને નિહાળી રહી હતી પરંતુ વિશાખાની આંખ કોઈને શોધી રહી હતી તે કોણ હતું? તે માત્ર વિશાખા જ જાણતી હતી, વિશાખાની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી અને તે તેના અંતિમ શ્વાસ લઇરહી હતી, અને તેના તે અંતિમ શ્વાસ માં પોતાનું ૨૦ વર્ષનું જીવન જોઈ રહી હતી.

વિશાખા ખુબજ ખુશ હતી ૧૨ પાસ કાર્યની ખુશી હતી અને તે નાના ગામ માં રહેતી હતી તેથી કોલેજ કરવા તેને બરોડા જવાનું હતું વિશાખા ખુબજ શાંત શુશીલ અને તેના ઘરમાં સૌથી નાની અને બધાની લડકી હતી, વિશાખા ને બે મોટા ભાઈ હતા અને તે એક નાની બેન હતી પિતા ને સારી જોબ હતી અને માતા ગૃહિણી, તેથી વિશાખા ખુબજ લાડકોડ માં ઉછરી હતી, અને તે કોલેજ કરવા માટે બરોડા ગઈ, ત્યાના નવા નવા રૂમ મેટ્સ અને નવું વાતાવરણ નવી જગ્યા કોલેજ તે બધું તેના માટે અલગ હતું પણ તે ધીરે ધીરે અક્જેસ થઇગઈ નવા નવા ફ્રેન્સ બની ગયા હતા અને તે ખુબજ ખુશીનું જીવન જીવતી હતી, વિશાખાને નાનપણ થીજ બ્લડપ્રેશર ની તકલીગ હતી તેથી તેની દવા ચાલુ હતી, પણ તે નોરમલ જીવન જીવતી હતી ક્કી ખાસ તકલીફ ના હતી.

કોલેજ માં એક વિશ્વ કરીને તેનો મિત્ર હતો, અને ધીરે ધીરે તેઓ નજીક આવતા ગયા, વિશાખા તે સંબંધ માં પૂરી ઓળ ઢોળ અને અને વિશ્વ બસ તેનો સમય પસાર કરતો હતો, તેને બીજે પણ ઘણા સંબંધ હતા, પરંતુ વિશાખા વિશ્વ ને વફાદાર હતી, વિશાખા ના માતાપિતા આર્થીક રીતે સધર હતા અને વિશાખા લાડકી હતી તેથી તેને કોઈ દિવસ આર્થિક બાબત માં રોક ટોક ના કરતઅ હતા, આ વાતની વિશ્વ ને સારી રીતે ખબર હતી તેથી તે વિશાખા પાસ થી પૈસા લીજાતો કઈ પણ બાના કરીને વિશાખા તેની હર એક વાત નો વિશ્વાસ કરીને બધાજ પૈસા તેને આપતી તે વિશ્વ ને ખુબજ પ્રેમ કરતી હતી, ઘણી વસ્તુઓ પણ વિશાખા વિશ્વ ને ગીફ્ટ માં આપતી, તેથી પૈસાને કારણેજ વિશ્વ વિશાખાની સાથે હતો, આમ કરતા કરતા ૩ વર્ષ પસાર થયા પણ છેલે વિશાખા ના જે દવા લેવાના પૈસા હતા એ પણ તે વિશ્વ ને આપતી અને તેની દવા પણ તે ના લેતી, તેથી વિશાખાની તબિયત ખુબજ બગડી, અને તેની બંન્ને કીડની ફેલ થય ગય બસ તે સમય આવ્યો ત્યારે વિશ્વ એ વિશાખા સાથે સંબંધ તોડી નાખ્યા અને અમ કહ્યું કે તું તો બીમાર છો હું તારી સાથે કેમ ના રઉં બસ આ વાતનો આઘાત લગતા વિશાખાની તબિયત ખુબજ બગડી તેના ઘરના એટલા હેરાન ય્હતા હતા પણ સુ થાય.

અંતે વિશાખા એ પ્રેમ ની પાછળ જીવ આપી દીધો અને વિશ્વ ને કશુજ ફરક ના પડ્યો.

વિશાખાનો જીવન નો અંત શાંતિ થી થયો કારણ કે તેનો પ્રેમ તેની ભાવના સાચી હતી, કે તેને પૂરી વફાદારીથી પ્રેમ કર્યોહતો અને તેનાજ કરને તેન હોસ્પિટલ ના ખાટલા ઉપર હતી, વિશાખા એ હમેશા આપ્યુતું કશું લીધું ના હતું બસ તેના કારણે તેનો જીવન નો અંત શાંતિ થી થયો, જીવન આમજ કરીને ચાલે છે બસ સારા વ્યક્તિનો લાભ ઉઠાવે છે પણ શું આ વ્યાજબી છે ખરી?નહીને.

Banny dave

Bannydave5@gmail.com