ભાગ – ૨
પ્રેમ એટલે શું ? તો કહેવામાં જરાય શરમાવાની જરૂર નથી કે, વિચારવાની જરૂર નથી. બેધડક દિલ ખોલી ને કહી શકો છો કે પ્રેમ એટલે રાધેકૃષ્ણ. હા આથી વિશેષ પ્રેમની પવિત્રાની વ્યાખ્યા બનાવવા માટેના શબ્દો બન્યા જ નથી તેમ કહેવું જરાય ભુલ ભરેલું નથી. કારણકે રાધાનું નામ લેતાં શ્રીકૃષ્ણનું નામ જીભે આવી જ જાય.
પ્રેમ એટલે શું ???
પ્રેમ એટલે શું ? તો કહેવામાં જરાય શરમાવાની જરૂર નથી કે, વિચારવાની જરૂર નથી. બેધડક દિલ ખોલી ને કહી શકો છો કે પ્રેમ એટલે રાધેકૃષ્ણ. હા આથી વિશેષ પ્રેમની પવિત્રાની વ્યાખ્યા બનાવવા માટેના શબ્દો બન્યા જ નથી તેમ કહેવું જરાય ભુલ ભરેલું નથી. કારણકે રાધાનું નામ લેતાં શ્રીકૃષ્ણનું નામ જીભે આવી જ જાય.
શ્રીકૃષ્ણના પત્ની ભલે રુક્ષ્મણીજી કહેવાયા, પરંતુ સ્થાન તો રાધાજીને મળ્યું છે. કેટલો પવિત્ર પ્રેમ, કે પત્નીનું સ્થાન પ્રેમીકાને મળે. પ્રેમની પવિત્રાનું જીવતું જાગતું ઉદાહરણ એટલે રાધેકૃષ્ણ. કૃષ્ણની લીલા એટલે પરમાત્માની લીલા, ધર્મને સ્થાપવા માટે, દુષ્ટનો નાશ કરવા, જગતમાં પ્રેમની નદી વહેતી રાખવા વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ અવતાર લીધો છે.
રાધાને કૃષ્ણનો વિયોગ દુઃખમાં ડુબાડે છે. આ પ્રેમને આજે પણ લોકો યાદ કરે છે, અમર પ્રેમ એટલે રાધા કૃષ્ણનો પ્રેમ. વિશ્વાસની એવી તો મજબુત ગાંઠ બંધાયેલ છે કે, લોકોના મુખે આજે રાધા-કૃષ્ણ ને નજરે જોયાની ચર્ચા કાને સંભળાતી જણાય છે.
મોર કુટી
બરસાનાની પાસે એક નાનું સ્થાન છે મોર કુટી. એવું કહેવામાં આવે છે કે અહીં પર ભગવાન શ્રીકૃષ્ણે રાધાના કહેવા પર મોરની સાથે નૃત્ય પ્રતિયોગિતા કરી હતી.
નિધિવન
વૃંદાવનની ગલીઓમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધા અને અન્ય સખીઓની સાથે પ્રેમ લીલા કરતા હતાં, આ વાતની સાબીતી આપે છે. યમુના તટ પર સ્થિત આ નિધિવન કહેવામાં આવે છે.
આ વનમાં જેટલાં વૃક્ષ છે તે બધા જ ગોપીઓ છે જે રાતના સમયે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને રાસ લીલા કરે છે. કારણ કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણે કાર્તિક પૂર્ણિમાના દિવસે રાસનું આયોજન કર્યું હતું. આ વન આજે પણ એક રહસ્ય છે.
કહેવામાં આવે છે કે આ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણે રાસ રચાવ્યો હતો. દરરોજ રાત્રે રાધા સંગ ગીરીધારી ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારે છે. આ સાથે જ દરરોજ સવારે મંદિરમાં રહેલું દાતણ ભીનું મળી આવે છે. મંદિરમાં રાખેલો પલંગને પણ જોઈને એવું લાગે કે, તેમાં રાત્રે કોઈ સુતું હશે.
ભંડીર વન
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની પહેલી અલૌકિક મુલાકાત થઈ હતી. એકવાર શ્રીકૃષ્ણને ખોળામાં લઈને વસુદેવજી અહીંથી પસાર થઇ રહ્યા હતાં. આ સમયે ત્યાં દેવી રાધા ત્યાં પ્રકટ થઈ અને બ્રહ્માજીને પુરોહિત (બ્રાહ્મણ) બનાવીને શ્રીકૃષ્ણ સાથે વિવાહ કર્યા હતાં. આ ઘટનાનો સંપૂર્ણ ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં મળી આવે છે.
નંદગામ
એક કથા એવી પણ છે કે બાળકૃષ્ણ સાથે વિવાહ પહેલાં રાધાજી શ્રીકૃષ્ણને લૌકિકરૂપમાં મળી ચૂકી હતી. આ અવસર હતો શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ. આ સમયે શ્રીરાધાજી જન્મોત્સવમાં સામેલ થવા માટે પોતાની માતા કીર્તિની સાથે નંદગામ આવી હતી. અહીં શ્રીકૃષ્ણ પારણામાં ઝૂલી રહ્યા હતા અને રાધા તેમની માતાના ખોળામાં હતાં. તે સમયે બાળક શ્રીકૃષ્ણ એક દિવસના અને દેવી રાધા અગિયાર મહિનાની હતી.
આ નંદગામમાં નંદ રાયજીનું મંદિર પણ છે. કંસથી કૃષ્ણની રક્ષા માટે વાસુદેવજી નવજાત શ્રીકૃષ્ણને લઇને યમુના પાર નંદગામમાં લઈને આવી ગયા હતાં. અહીં વાસુદેવજીના મિત્ર નંદરાય અને તેમની પત્ની યશોદાએ શ્રીકૃષ્ણનું લાલન-પાલન કર્યું હતું. આ ઘટનાની યાદ અપાવે છે આ ભવ્ય મંદિર.
કુરૂક્ષેત્ર
નંદગામથી જ્યારે શ્રીકૃષ્ણ મથુરા આવ્યાં ત્યારે તે સમયે રાધાને વચન આપ્યું હતું કે હવે તેમની મુલાકાત કુરૂક્ષેત્રમાં થશે. સૂર્યગ્રહણના સમયે દેવી રાધા અને માતા યશોદા કુરૂક્ષેત્રમાં સ્નાન માટે આવ્યાં હતાં. તે સમયે રાધા અને કૃષ્ણ ફરી મળ્યા હતાં. આ વાતની સાબિતી આપે એક તમાલનું વૃક્ષ.
સંકેત
સંકેતમાં સ્થિત છે સંકેત બિહારીજી. નંદગામથી ચાર માઈલના અંતર પર વસેલું છે બરસાના ગામ. બરસાના રાધાજીની જન્મસ્થળી છે. નંદગામ અને બરસાનાની વચ્ચેમાં એક ગામ છે સંકેત. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને જ શ્રીકૃષ્ણ અને રાધાનો લૌકિક પ્રેમ શરૂ થયો હતો. આ માટે આ સ્થાન રાધા કૃષ્ણના ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
કુમુદની કુંડ
ગાય ચરાવતાં શ્રીકૃષ્ણ અને રાધાજી મળતાં હતાં, કુમુદની કુંડ જેને વિહાર કુંડ પણ કહેવામાં આવે છે.
માનગઢ
બરસાનામાં સ્થિત છે માનગઢ. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને એક વાર રાધા એવી રિસાઈ હતી કે શ્રીકૃષ્ણના મનાવવાના બધા જ પ્રયત્નો બેકાર ગયા હતાં. અંતમાં શ્રીકૃષ્ણે રાધાની સખીઓની મદદથી રિસાયેલી રાધાને મનાવી હતી. આ માટે આ સ્થાનને માનગઢ કહેવામાં આવે છે.
ગહવર વન
આ વનને દેવી રાધાએ પોતાના હાથેથી સજાવ્યું હતું. અહીં પર દેવી રાધા અને શ્રીકૃષ્ણ મળતાં હતાં.
આ છે પ્રેમ ના પ્રતિકરૂપ સ્થાન જે સ્થાને આજ પણ આપણે વિશ્વાસથી માથું જુકાવીએ છીએ. એવો પવિત્ર પ્રેમ કે જેમને પૂરું વિશ્વ માન આપે છે. તે પ્રેમના દરેક રૂપની પૂજા કરે છે. એક સાથે બોલો શ્રીકૃષ્ણ ની જય....
વિજય ત્રાંબડીયા
મો. ૯૮૨૫૨૮૫૭૧૧