LEKHIKA - 11 in Gujarati Magazine by lekhika books and stories PDF | LEKHIKA-11

The Author
Featured Books
Categories
Share

LEKHIKA-11

ભાગ-૨

ધ્યાન જીવન માટે ખુબજ ઉપયોગી છે એક ઉર્જા મેળવા માટેનો રસ્તો છે.


ધ્યાન અને જીવન

જીવન અનેક જંજાળોથી ભર્યું પડ્યું છે, મન એટલું અશાંત છે કે જીવન માં બધું જાખુ દેખાવા લાગ્યું છે, બધાજ તણાવ પૂર્ણ જીવન વ્યતીત કરે છે, જીવન માં શાંતિ નથી તેનો અનુભવ કરે છે, કોઈ ના જીવન માં આર્થિક તકલીફ હોય છે તો કોઈના જીવન માં શારીરિક અને તેમાં પણ ઘટતું હોય તો માનસિક તકલીફ હોય છે, આજની આ જંજાળ માં લોકો એટલા વ્યસ્ત હોય છે, કે તેને પોતાના માટે પણ સમય નથી મળતો જીવન માં નકારાત્મકતા ને જાણે સ્થાન મળી ચુક્યું હોય તેવું લાગે છે, અને જીવન માં પ્રકૃતિને તો જાણે ક્યાય દુર છોડી આવ્યા હોય, આજનો માનવી પ્રકૃતિ થી દુર અને ટેકનોલોજી થી નજીક આવી પોહાચ્યો છે, ભૂલો પડી ગયોછે છે આજનો માનવી પોતાની જાતથીજ વિખુટો પડી ગયો છે.

“ધ્યાન” જીવનમાં પોતાની જાતને પામવાનો રસ્તો ધ્યાન છે, સકારાત્મકતા થી સુસજ્જ થવા માટે નો માર્ગ ધ્યાન છે, ધ્યાન વિષે આવીજ સાચી વાતો ઘણા લોકો જાણે છે સમજે છે, પરંતુ જીવન માં તેનો અમલ ખુબજ જરૂરી છે, તે પણ બધા જાણવા છતાં પણ અમલ નથી કરી શકતા પણ જીવન માં સકારાત્મકતા અને પોતાના લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે ધ્યાન ખુબજ જરૂરી છે. બાકી જીવન માં ઉતાવળ અને અસ્થિરતા રેશે કોઈ જીવન સરખું નઈ જીવી શકે, તેથી આ દિવસ માં જયારે સમય મળે ધ્યાન કરવું ખુબજ જરૂરી હોય છે,

કોઈપણ માણસ જયારે થાકે છે ત્યારે કહે છે ક્યાંક બહાર જવું છે જ્યાં શાંતિ હોય કોઈજ ટેન્શન ના હોય, બરાબર વાત છે પણ જારે માણસ પોતાની અંદરજ હેરાન પરેશાન છે તો બાર ના વાતાવરણ ની અસર થશે પણ થોડી થોડી પૂરી રીતે કે વર્તમાન માં નહિ જીવીશાકાય તેથી માણસ ને જીવન માં ભૂતકાળ અને ભવિષ્યકાળ માંથી બાર આવીને વર્તમાન માં જીવવું ખુબજ જરૂરી છે, આજકાલ વોટસએપ નો બધા ઘણો ખરો ઉપયોગ કરે છે,પણ તેમાં અમુક મેસેજ ખુબજ સુંદર આવે છે, તેમનો એક મેસેજ હતો કે માણસ ભવિષ્ય અને ભૂતકાળ ના બારણામાં ટકોરા માર્યા કરશે ત્યાં વર્તમાન નાની આવી બારીમાંથી જતું રેશે, જિંદગી સાચેજ કઈક આવીજ છે, તેથી જ ધ્યાન જીવન માં વર્તમાન માં જીવતા શીખવાડે છે મન ને શાંતિ આપે છે સાચો ખોટો રસ્તો જાણવાની શક્તિ આપે છે, આત્મવિશ્વાસ થી જીવન જીવતા શીખવાડે છે.

આવીજ ઘણી વાતોને ધ્યાન માં રાખીને ધ્યાન કરવું અને વર્તમાન માં જીવવું ખુબજ જરૂરી છે, વ્યક્તિ જે બહાર ગોતે છે તે તેને પોતાની અંદર મળી આવે છે. જેનું નામ છે “શાંતિ” આમ દરેક ના જીવન માં ઉર્જા અને શાંતિ નો સંચાર માત્ર ધ્યાન થી આવે છે, આ સૃષ્ટિમાં પ્રકૃતિ ખુબજ સુંદર છે, અને ધ્યાન પ્રકૃતિ સાથે જોડાવાની એક કાળી છે, પ્રકૃતિ માં છે, અને આ સૃષ્ટિ પ્રકૃતિને આધીન છે, આપણે મનુષ્ય અને દરેક જીવ બધા વગર જીવી શકીશું પણ પ્રકુતિ વગર નહિ, જીવન માં ઉર્જા અને પ્રકાશ માત્ર પ્રકૃતિ અને ધ્યાન માં સંભવ છે, ખુબજ સુંદર એક વાત છે, જયારે કોઈ પણ વૃક્ષ માં ફળ આવે છે તે અત્યંત મીઠા હોય છે, તે વૃક્ષ પોતાની બધીજ તાકાત પ્રેમ તેનું સર્વસ્વ તે ફળ માં આપે અને તે ફળ ને પક્ષી ખાય છે, અને તે પક્ષીના મળ દ્વારા તે વૃક્ષ નું બીજ બીજી જગ્યા એ રોપાય છે. તો વૃક્ષ પણ પોતાની સંતતિ વધારવા તે ફળ માં એટલી મીઠાસ પૂરે છે, કે પક્ષી તે ખાય અને તેની સંતતિ ની વૃદ્ધિ થાય આમ પ્રકૃતિ માં થી ઘણું શીખવાનું છે અને તે શીખવા સમજવા માટે પ્રકૃતિ થી જોડાવું ખુબજ મહત્વનું હોય છે, અને તે ધ્યાન દ્વારાજ સંભવ છે.

વનરાજસિંહ ઝાલા

Vanrajsinhzala9@yahoo.com