Bhavin Jobanputra
jbonthemission@gmail.com
દિયાની નાની દુનિયા
ગીરના જંગલોની વચ્ચે નાના એવા ગામમાં સાત વર્ષની દિયા રહે છે. દિયા નાનપણથીજ ખુબજ તોફાની પણ ભણવામાં ખુબ હોંશીયાર. આમતો દિયાના ઘણા મિત્રો ઘરની આસપાસની બહેનપણીઓ, સ્કુલની બહેનપણીઓ વગેરે પણ દિયા ની સૌથી મનપસંદ સાથીદાર તેની બિલાડી – સમજુ. સમજુ અને દિયા ખરેખર એક બીજા સાથે ખુબ સમય પસાર કરતા. દિયા અને તેની બિલાડી પરિવારના સૌથી નાના અને સૌથી લાડલા સભ્યો હતા.
દિયા દરરોજ સમજુને દુધ પિવડાવે, રમાડે અને સુઈ જાય એટલે તેને ઓઢાડે. સમજુને પણ દિયા પ્રત્યે અનોખી લાગણી, દિયા બહાર ગઈ હોય ત્યારે તે પણ ઉદાસ હોય અને એવું લાગે કે તે કોઈની રાહ જોવામાં બેચેન હોય. જયારે દિયા ઘરમાં આવે ત્યારે તરતજ સમજુ પણ મજામાં આવી જાય અને પછી જાત જાતના નાટક સરું થાઈ. કયારેક બન્ને થાપો રમે તો કયારેક સમજુને તેની પાછડ દોડાવે. દરરોજ સ્કુલે જતી વખ્તે દિયા તેના પપ્પાને પુછે, “ સમજુ ને લઈ જાવ?” પપ્પા દરેક વખત સમજાવે “ સમજુને ઘરે રહેવા દે, તારા ટીચર તારો વારો પાડી દેશે.” દિયાને માછલીઓ જોવાનો પણ ભારે શોખ. એના પપ્પા એને દર રવિવારે તળાવમાં માછલીઓ જોવા લઈ જાય. માછલીઓને ગેલ કરતી જોવી હોઈ તેથી તેઓ ઘરેથી લોટ અને ગોળ ની નાની નાની ગોળીઓ બનાવીને ત્યાં જાય. સાથે તળાવની આસપાસ સહેલા પક્ષીઓના દર્શન થાય. જુદા જુદા પક્ષીઓ ના નામ જાણવા મળે અને તેના પપ્પા તેને પક્ષીઓ અને પ્રણીઓની રસપ્રદ વાતો કહે. ઘણી વખત દિયા માછલીઓને જોવા માટે સમજુને પણ તળાવે સાથે લઈ જતી
દિયાનું ગામ ગીરમાં હતુ તેથી તેને લગભગ પ્રણીઓ વિશે બધીજ ખબર હતી. સિંહ, હરણ, મગર, વાંદરાઓ, નીલગાય, વગેરે ને તેને જોયેલા હતાં અને તેના વિશે ખુબજ રુચી હતી. તેના પપ્પા પ્રકુતિ પ્રેમી હતાં એટલે ઘણી વાર તેને નવું નવું જોવા અને જાણવાં મળતું. દિયા અનેક સવાલો પુછે અને તેના પપ્પા પણ તેની જિજ્ઞાસાને સંતોષે.
એક વાર દિયાને પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યાં. તે ઘરે આવીને રડવા લાગી. સમજુ પણ તેને જોઈ ને ખુબ ઉદાસ થઈ ગઈ. ઘરે મમ્મી પણ ખુબ ખીજાયા. “ આટલા ઓછા માર્કસ થોડી ચાલે? તું શું કરે છે સ્કુલમાં? તને વાતો કરવાં નથી મોકલતા સ્કુલે?” અધુરામાંપુરુ તેના ટિચર ઘરે આવ્યા અને કહે “ દિયા હોશીયાર હતી તે ભુતકાળ થઈ ગયો. હવે તેને રસજ નથી ભણવામાં ખરેખર ખુબ ખરાબ પરિણામ આવ્યું.” દિયા તો માત્ર રડતી જાય અને સાંભળતી જાય. દાદા અને દાદી તેને છની રાખે પણે મમ્મી જલ્દી માફ કરવાના મુડમાં ન હતાં. એવામાં તેના પપ્પા આવ્યાં. બધી વાત વિગતવાર તેમને કહેવામાં આવી. અચરજની વાત એ હતી કે પપ્પા હસવા લગ્યા અને દિયાને કિધું, “ ચાલ ઓલા તળાવ વાળા ફોટા જોઈ લઈ”. દિયા તરતજ ઉભી થઈ ગઈ અને સમજુ પણ તેની સાથે પપ્પા ના રુમમાં ચાલી.
પપ્પા એ કોમ્પયુટર ચાલુ કર્યું. એક ફોટો દેખાડયો દિયાને. તે ફોટો તળાવ અને એની આસપાસના વિસ્તારનો હતો ચોમાસા વખતનો. પપ્પાએ પુછયું “ દિયા, તને આમાં શું દેખાય છે?” દિયાએ ધ્યાનથી ફોટો જોયો. ફોટામાં તળાવ પાણીથી ભરેલું હતું. આજુબાજુ લીલાછમ વુક્ષો હતાં. તળાવની પાસે આવેલું મેદાન લીલુંછમ હતું. પ્રકુતિ સોળે કળાએ ખીલી ઉઠેલી દેખાતી હતી. ઘણાં પક્ષીઓ હતાં. બધુજ તાજા રંગોથી રંગાયેલું હોય તેવું લાગતું હતું. દિયા તે ફોટાને જોઈ ખુશ થઈ ગઈ અને વરસાદ ના દિવસો ને યાદ કરવા લાગી.
પપ્પા કંઈ બોલ્યા નહીં અને તે પહેલાનો ફોટો દેખાડયો. તે પણ તેજ જગ્યાનો હતો માત્ર એક ફેરફાર હતો, તે ફોટો શિયાળાનો હતો. પપ્પાએ પુછયું “ દિયા, તને આમાં શું દેખાય છે?” દિયાએ ધ્યાનથી ફોટો જોયો. ફોટા માં તળાવ અધરું ભરેલું હતું. આજુ બાજુના વુક્ષો પર ધુળ જામેલી દેખાતી હતી અને પાંદડાઓ હવે પીળા દેખાતાં હતાં. તળાવની માછલીઓ કિનારે દેખાતી હતી. પક્ષીઓ ઘણાં હતાં પણ ખુબજ ભુખ્યા હતાં. ઘણાં વ્યક્તિઓ પક્ષીઓને ચણ નાખતાં દેખાતાં હતાં. દિયા અને સમજુ ને શિયાળા ના દિવસો યાદ આવી ગયા.
પપ્પા કંઈ બોલ્યા નહીં અને તે પહેલાનો ફોટો દેખાડયો. તે પણ તેજ જગ્યાનો હતો માત્ર એક ફેરફાર હતો, તે ફોટો ઉનાળાનો હતો. પપ્પાએ પુછયું “ દિયા, તને આમાં શું દેખાય છે?”
દિયાએ ધ્યાનથી ફોટો જોયો. ફોટા માં તળાવમાં થોડું પાણી દેખાતું હતું. આજુ બાજુના વુક્ષો ના પાન ખરી ગયા હતાં. મેદાનનું ઘાસ સુકાઈ ગયું હતું. માત્ર થોડા પક્ષીઓ દેખાતા હતાં. સમગ્ર જીવસુષ્ટિ ગરમીથી ત્રાહીમામ પોકારતી હતી. દિયાને યાદ આવ્યું કે ઉનાળામાં અહિંયા માત્ર માછલીઓ અને પક્ષીઓ પુરતુંજ પાણી હતું. ફરી પપ્પાએ ચોમાસા વાળા ફોટો દેખાડયો.
પપ્પાએ દિયાને કહ્યું, “ બેટા, કુદરતની એક ભાષા છે. આ બધા ફોટા એકજ જગ્યાના છે પણ અલગ અલગ ઋતુંઓ વખતનાં છે. આપણું જીવન પણ આવુજ છે. સફળતા અને નિષ્ફળતા પણ આ ઋતુંઓ જેવીજ છે. અટલે આ નબળા પરિણામ માટે રોવાની જરુર નથી. કાલથી થોડું વધારે ધ્યાન આપજે સ્કુલે અને ઘરે પણ થોડી વધારે મહેનત કરજે. યાદ છેને કે વાર્ષિક પરિક્ષામાં
સારા માર્ક્સ આવશે અટલે હું તને શું લઈ દેવાનો છું? તરતજ દિયાને આખી વાત સમજાઈ ગઈ. અને ખુશીથી બોલી “ માછલીઘર અને સાઈકલ.”
દિયા હવે ભણવામાં ખુબ વધારે ધ્યાન આપવા લાગી. દરરોજ તેનું લેશન સમયસર કરવા લાગી. અઘરા સ્પેલીંગ હોય કે સવાલ જવાબ બધુ લખી લખીને પાકુ કરવા લાગી. જયારે જયારે ભણવામાં આળસ આવે ત્યારે તેને પપ્પાએ દેખાડેલું તળાવ વાળું ઉદાહરણ યાદ આવે અને તે તરતજ એકાગ્ર થઈ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરવા લાગે. થોડો સમય સમજુ ને આપે અને દર રવિવારે પપ્પા સાથે તળાવ જોવા જાય. તળાવ ની આસપાસ થતાં ફેરફાર પર પણ દિયા હવે નજર રાખે અને નવું નવું અવલોકન કરે અને પપ્પાને અવનવાં પ્રશ્નો પુછે.
હવે એપ્રીલ મહિનો આવ્યો. દિયાએ આખુ વર્ષ મહેનત કરી હતી અભ્યાસમાં અને અનેક સપના અને આશાઓ સાથે પરિક્ષાની રાહ જોઈ રહી હતી. તેજ સમયે તેને ખુબ તાવ આવ્યો અને શર્દિ અને ઉધરશ પણ ખુબ આવે. પપ્પા તેને ડોક્ટર પાસે લઈ ગયા અને ડોકટરે દવા આપી. બે દિવાસ પસાર થયા અને તબિયત વધારે બગડી ગઈ. બીજા ડોક્ટર પાસે ગયા અને તેને દિયાને મલેરિયાની અસર છે તેમ જણાવ્યું. પરિક્ષાને માત્ર બે દિવસની વાર હતી અને દિયા ઉભી થઈ શકે તેમ ન હતી. દાદા – દાદી , મમ્મી- પપ્પા અને સમજુ બધાને ચિંતા થવા લાગી. તાવ રાત્રે ખુબ ચડે અને દિયાને ખુબજ નબળાઈ લાગે. પપ્પાએ નિર્ણય લિધો કે આ પરિક્ષા દિયા નહીં આપે. આ સાંભળીને દિયા ઉભી થઈ ગઈ અને બોલી “ પપ્પા આ તો ઉનાળો ચાલે છે. તમેજ મને કહેલું કે ઋતુંઓ તેના ચક્ર પ્રમાણે બદલાઈ છે. હું પરિક્ષા આપવા જઈશ.”
ઘરના બધા સભ્યોને બાળ હઠ સમજાઈ ગઈ અને અંતે દાદાજીએ દિયાને મંજુરી આપી પરિક્ષા દેવા જવાની. હવે દાદા તેની સાથે સ્કુલે જતાં અને દિયા પરિક્ષા લખતી હોય ત્યાં સુધી બહાર બેસતાં. તાવ અને નબળાઈ હોવા છતાં દિયાએ પરિક્ષા આપી. પરિક્ષાઓ પુરી થઈ , તાવ પણ મટી ગયો. વેકેશનમાં તો દરરોજ સવારે દિયા તળાવે જતી અને કુદરતી વાર્તાવરણની મજા માણતી. હવે પરિણામનો દિવસ આવ્યો, પપ્પા-મમ્મી, દિયા અને સમજુ સ્કુલે પહોંચી ગયા. ટીચરે આ વખતે તેમનું ખાસ સ્વાગત કર્યુ. ટીચરે રીઝલ્ટ આપ્યું અને બોલ્યા, “ આ છોકરી ખરેખર ગજબની છે, આટલી ખરાબ તબિયત હતી પણ છતાં તેને પહેલો નંબર આવ્યો છે.” બધા લોકોએ દિયાને તાલીઓથી વધાવી લીધી. પપ્પ-મમ્મી અને સમજુ પણ ખુબ ખુશ થયાં.
ધરે પહોંચ્યા ત્યાં તો ઘરે નવી સાઈકલ અને માછલીઘર આવી ગયું હતું. તે દાદા લાવ્યા હતાં. દાદાએ કીધું, “ બેટા, તારા પ્રયત્નોજ ઉત્તમ હતાં તેથી તારું ઈનામ હું અગાઉથીજ હું લાવ્યો છું.” બધા ખુબ ખુશ હતાં. પપ્પા બોલ્યા, “ જોયુંને ઋતુંઓ હમેંશા બદલાઈ છે. કુદરત એક ભાષા છે. એક ઋતું પરથી સફળતા કે નિષ્ફળતા નકકી ન કરી સકાય.
Written by:
Address:
Sardar Complex,
Ab: Rajbhog Sweets,
Gondal.
Contact No:
Mail:
Like Page:
Whatsapp:
Facebook:
Groups: