Aanand vatika in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | આનંદ વાટિકા

Featured Books
Categories
Share

આનંદ વાટિકા

આનંદ વાટિકા

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આનંદ વાટિકા

મૌન અચાનક આવેલા તીર જેવા સવાલથી ના જાણે હેબતાઈ જ ગયો. એનેસમજણ જ ન પડી કે આ વાતનો જવાબ શું આપવો...? કારણ કે એણે આ છોકરીનેકોઈ જ દિવસ જોઈ જ નહોતી. સાવ અચાનક જ આ છોકરીને જોઈ મૌન વિચરવા લાગ્યો કે આ કોણ હશે...? એ શૂન્ય મનસ્ક વિચારતો હતો ત્યાં જ સામે ઉભેલી શુભ્રાએમૌનના ચહેરા સામે હાથ ફેરવી પૂછ્યું કે, ઓ...હલો... ક્યાં ખોવાઈ ગયા...? મને તો તમે નહીં જ ઓળખો એટલે એ પ્રશ્ન છે જ નહીં. કે તમે મને ક્યાં જોઈ હતી..?હકીકતે મેં જ તમને જોયા છે. અવારનવાર. આ સાંભળીને તો મૌનને વધારે આંચકોલાગ્યો કે આણે મને અવારનવાર જોયો છે અને આટલી સુંદર છોકરીને મેં ક્યારેય જોઈનથી...? વાત તો બહું જ મજાની છે. હવે આની પૂરેપૂરી તપાસ કરવી જ પડશે અને એતો એની સાથે બેસીને જ થાય. એટલે એ જે કાર્યક્રમમાં ગયો હતો એ હોલની કેન્ટીનમાંજઈને મૌન અને શુભ્રા બેઠા પછી મૌન બોલ્યો કે બધી વાત બરાબર પણ હું તમનેઓળખતો નથી મને તમારૂં નામ, એટલું બોલતાં જ શુભ્રા બોલી, હલો મૌન હું શુભ્રાહવે તમે જરા પણ ખચકાતા નહીં સાંભળો તમે તમારી પત્ની સંજના સાથે છૂટા છેડાલીધા બરાબર...? મૌન કહે બરાબર. પણ તમે મને એ કહો કે તમે જ્યોતિષ છો...?શુભ્રા કહે ના જરાય નહીં. હા તો આપણે ક્યાં હતા, તમે તમારી પત્ની સંજના સાથેછૂટાછેડા લીધા બરાબર. લગ્ન થયાના ચાર જ મહિનામાં છૂટા પડવાનો નિર્ણય લઈલીધો અને છૂટાછેડાની અરજી કરી. આમાં વચ્ચે જ મૌન બોલ્યો, ડીટેક્ટીવ છો...?સીઆઈડી...? તો સાંભળો હું કોઈ ગુનેગાર નથી, મેં કોઈ ગુનો કર્યો નથી અને રહીવાત છૂટાછેડાની તો એ મારો અંગત મામલો છે. શુભ્રા એની સામે હથેળી બતાવીને જબોલી, ઓ.કે., ઓ.કે. રૂલ, તમે છૂટાછેડા લીધા એની સામે મને કોઈ જ વાંધો નથી,આ તો મને ખબર પડી કે જે થવાનું હતું એ થયું. સંજના અને મૌન છૂટા પડ્યા. બસત્યારથી તમને મળવાની પ્રતીક્ષામાં હતી અને આજે અચાનક આપણે આ કાર્યક્રમમાંભેગા થઈ ગયા. સાચુ કહું...? જ્યારથી તમારૂં અને સંજનાનું નક્કી થયું ને ત્યારથી મનેખબર હતી કે આ લાંબૂ નહીં ચાલે. આ તો ત્રણ-ચાર મહિના પણ ચાલ્યું એ આશ્ચર્યકહેવાય. બાકી તમે મંડપમાં બેસી રહ્યા હોત અને કન્યા પધરાવો સાવધાનની બૂમો આનંદ વાટિકા ૮૩ પડતી હોત અને કન્યા પાછલે બારણે પેલા સુધીરના ખોળામાં પધરાવાઈ ગઈ હોત.નક્કી જ હતું, પણ સુધીરના પપ્પાને વાતની ગંધ આવી ગયેલી એટલે એમણે સુધીરનેદૂધમાં ઘેન પીવડાવી દીધેલું એટલે એ કન્યા વિદાય સુધી ઉઠી જ ના શક્યો. તમને થતુંહશે કે આ બધી મને કેમ ખબર, તો મૌન સાહેબ હું, સંજનાની ખૂબ જ નજીકની મિત્રતમે જ્યારે સંજનાને જોવા આવ્યા ત્યારે જ મેં તમને મારા ઘરમાંથી જોયેલા અને હુંતમારા પર મોહી પડી હતી. તમને ખબર નહીં હોય મારી સગાઈ એ સુધીર સાથે થયેલી. અમે એક જ જ્ઞાતિના અને તમે અને સંજના એક જ્ઞાતિના મને તો આ ચક્કરની પછીખબર પડી તમારા લગ્ન પછી. બોલો એક વાતની શરત લાગી ગઈ, સાચો જવાબઆપજો. લગ્ન પછી પહેલી રાતે મિલન નહીં થયું હોય, શરીર સંબંધ નહીં થયો હોય, સાચું...? તમને નવાઈ લાગશે કે આ છોકરી તો સાવ નફ્ફટ છે. લાજ-શરમ વગરઆવો અંગત સવાલ પૂછે છે પણ મૌન સાહેબ એ વાત, સાચી જ હોય એમાં શંકાનેસ્થાન જ નથી. બોલો સાચુ ને...? ત્યારે મૌને નીચું જોઈ માથું ધુણાવ્યું. એટલે શુભ્રાબોલી, એ સંબંધ તો એણે ભરપૂર માણ્યો છે સુધીર સાથે. આ બધી માહિતી મને આતમારા લગ્ન પછી મળી અને એ વાત સુધીરના જ મિત્ર અને મારા પિતાજીના મિત્રનાપુત્રએ મને કરી. સુધીર અને સંજના અઠવાડિયે-પંદર દિવસે એક હોટલના બંધ બારણેબે કલાક મજા કરવા જતા હતા અને આ મિત્ર બહાર ચોકી કરતો. એટલે મેં મારાપિતાજીને કહી, સંબંધ તોડાવી નંખાવ્યો. મને ખાત્રી હતી કે અંતે તો એ જ થવાનું છેસંજના તમારાથી છૂટી પડશે અને એ બન્ને એક થશે. તમને ખબર છે...? આ સુધીરએવી ચાલુ ચીજ છે ને...? કે અમારી સગાઈ પછી અમે રોજ ફરતા, એણે મને ગંધ પણન આવવા દીધી એના અને સંજનાના સંબંધની. મને એણે એક વખત કહ્યું કે આમમળવાની મજા નથી આવતી આપણે એક વાર હોટલમાં જઈએ ત્યાં ખૂબ પ્રેમ કરીશ. મેંતો ના પાડી દીધી મેં કહ્યું, મને એવું ના ફાવે મારા માં-બાપના સંસ્કાર લજવાય, બોલોસારૂં થયું ને...? મને તો અમારા પેલા સંબંધીએ કહ્યું એટલે ખબર પડી. તોય શુભ્રા તોબોલ્યે જ જતી હતી અને મૌન સાચા અર્થમાં મૌન ધારણ કરી સાંભળ્યા કરતો હતો, અનેપછી શુભ્રા બોલી ’મેં તો જ્યારે પહેલી વાર તમને જોયા ને ત્યારથી હું તમારી દિવાનીબની ગઈ હતી, શું પર્સનાલીટી છે તમારી...? વાહ આ સંજના નકામી આટલા સરસમાણસને છોડી પેલા ચાલું સાથે ભાગી ગઈ, પણ મારા માટે તો કામની જ કહેવાયને...? અરે હું જેને ચાહું છું એ મારા થાય એ માટે જ તો’ ’ત્યાં જ વચ્ચે મૌન બોલ્યો, પણહજી ક્યાં મેં હા પાડી અને આપણું નક્કી થયું.’ તો શુભ્રા સાવ સહજતાથી કહેવા લાગીકે, ’હા પાડશો મને ખાત્રી છે તમે હા પાડશો જ. કારણ આપણને બન્નેને કોઈ લફરાનથી, આપણે બન્ને ક્યાંય શારીરિક સંબંધના લફરામાં નથી, માનું છું તમે નહીં જ હો.’ મૌને તરત ના પાડી, એટલે તરત શુભ્રા બોલી, યસ, મને ખબર જ હતી અને બોસ મનેતમારા સિવાય કોઈનામાં રસ નથી ભલે એક તરફી પ્રેમ કહો તો એમ પણ હું તમને પ્રેમકરૂં છું. મેં તમને ક્યારેય મળવાની તાલાવેલી બતાવી નથી. મારો સાચા હૃદયનો પ્રેમ છેજે મને પરિણામ આપશે જ, અને મારાથી તમને એમ તો ન જ કહેવાય કે તમે બીજવરછો એટલે તમને કોઈ મળશે નહીં, પણ સાચી વાત એ છે કે, હું તમને બેહદ ચાહું છું અનેમેં મારા પિતાજીને તો ક્યારના મનાવી લીધા છે, બસ તમે હા પાડો એટલે મારા પિતાનેવાત કહી વાત આગળ ચાલે. તમને એમ થતું હશે કે આ છોકરી એટલું બધું બોલે છેઅત્યારે તો પછી મારૂં શું થશે...? તો તમને કહું કે હું આટલું બધું ક્યારેય બોલતી નથીકે બોલી પણ નથી. આ તો તમને મળવાની તક શોધતી હતી. મને ભરોસો હતો કે તમેમળશો જ. મેં કોઈ દિવસ તમારા ઘરની કે ઓફિસની આસપાસ ચક્કર નથી લગાવ્યા, પણ મને ખાત્રી હતી, મારો પ્રેમ સાચો હતો. સાચું કહેજો, તમે મને અહીં પહેલી વાર જોઈ ત્યારે તમને એમ વિચાર આવેલોને કે આણે મને અવારનવાર જોયો છે અને આટલીસુંદર છોકરીને મેં ક્યારેય જોઈ નથી...? ’સાચું કહેજો.’ ત્યારે મૌનના ચહેરા પર હળવુંસ્મિત રેલાયું અને બોલ્યો ’હા, વાત સાચી છે, તમે સુંદર તો છો જ, પણ મારા માં-બાપ’આટલેથી જ શુભ્રાએ એને અટકાવ્યો અને બોલી કે તમે તમારા માં-બાપના એકના એકદીકરા છો, આદર્શ પુત્ર તરીકે તમે શ્રવણને શ્રેષ્ઠ માનો છો, તમારે એની જેમજ માંબાપને સાચવવા છે અને તમને ચિંતા છે કે આવનારી વહુ મારા માં-બાપને કેમ રાખશેસાચું...? તો સાહેબ, તમારા કરતા પણ વધું હું એમનું ધ્યાન રાખીશ. મારા પોતાનામાં-બાપની જેમજ સાચવીશ. સંજના તો તમારા માસીના જેઠની દીકરી હતી એટલેતમારા મમ્મીએ એમની બહેનની વાત સાંભળી હા પાડેલી, એનું તમારા મમ્મી-પપ્પાનેપણ દુઃખ હશે, પણ આપણે જો તમે ઈચ્છશો તો આ ઘરને આનંદવાટિકા બનાવી દઈશું,પણ વચન આપું છું કે, તમે હા પાડશો પછી હું આટલું બધું ક્યારેય બોલી નથી અનેક્યારેય બોલીશ નહીં. તો મૌન કહે ’માન કે આપણે ક્યારેય મળ્યા જ ન હોત તો...? તુંબીજા કોઈ સાથે ના પરણત...?’ તો શુભ્રા કહે મેં કહ્યું ને મને વિશ્વાસ હતો, મારા પ્રેમપર. હવે બોલોને...? શું કરશું...? તો મૌન કહે આ કાર્યક્રમ પૂરો કર્યા પછી સાથે જઈએ. તો શુભ્રા કહે, કાર્યક્રમ ક્યારનો પતી ગયો, હવે, સફાઈવાળો જ આપણનેકહેશે કે ચાલો ઉઠો. ત્યારે મૌનને ખબર પડી કે વાત વાતમાં ત્રણ કલાક થઈ ગયા. પછીબન્ને સાથે બહાર નીકળ્યા, આઠ વાગ્યા હશે રાતના અને મૌને શુભ્રાને કહ્યું કે, બેસોગાડીમાં, આપણે આવીયે. શુભ્રા બેસી ગઈ અને મૌન સીધો ઘેર હંકારી ગયો, શુભ્રાનેઅંદર લઈ ગયો અને મમ્મી-પપ્પાને કહ્યું આ શુભ્રા છે તમે હા પાડો તો મારે આની સાથેલગ્ન કરવા છે. મૌનના પિતાએ કહ્યું કે ’બેટા તું શુભ્રા એટલે રમણિકભાઈ અને માયાબેનની દીકરીને...?’ શુભ્રાએ ચરણ સ્પર્ષ કર્યા અને કહ્યું હા, આપને કેમ ખબર...?તો મૌનના પિતા કહે, તારા પિતા સાથે વાત થઈ હતી. એમણે કહેલું કે, મારી દીકરીનેમાત્ર મૌન સાથે પરણવું છે. એ મૌનને મળી નથી માત્ર જોયો છે, પણ એ મળશે અનેમૌનને પોતાની પ્રેમગાથા કહેશે. તમે મૌનને સમજાવજો, સારૂં લાગે તો હા પાડે, ના નપાડે. ત્યારે મેં કહેલું મને મારા મૌન પર વિશ્વાસ છે કે હા કે ના મારી સાથે વાત કરીને જનક્કી કરશે. ત્યાં શુભ્રા બોલી મારો વિશ્વાસ હતો કે મૌન પણ હા પાડશે અને તમે પણ મને સ્વીકારશો.

વાત નક્કી થઈ, લગ્ન થયા, વર્ષો થયા મૌનની ઈચ્છા મુજબ જ માં-બાપસચવાયા અને ઘર પરિવાર સાચા અર્થમાં ’આનંદ વાટિકા’ બની ગયું, બાકી એક વાતતો વિચારવી જોઈએ કે કુદરત કે ભગવાનથી જો ખોટા છેડા જોડાઈ જાય તો છૂટા કરીસાચા જોડા મેળવી દે, એનાથી એ ભૂલ તો થાય આવી પણ પાછા યોગ્ય જોડા ગોઠવાયઅને ’આનંદ વાટિકા’ બની જાય.