ઓફિસેથી વહેલાસર કામ આટોપીને તન્વી રોજના સમય કરતા એક કલાક વહેલી ઘરે જવા નીકળી .,આજે તેના બોસ ઓફિસે આવ્યા નહોતા માટે કોઈની રજા લેવાની તો જરૂર નહોતી .'બોસની ગેરહાજરીમાં ઓફિસનું સંચાલન પોતે કરતી હોવાથી અન્ય કર્મચારીઓએ તન્વીની મરજી મુજબની કામગીરી બજાવવી પડતી.' તે સીધી સીટી બસસ્ટોપ પર આવી ઉભી રહી.'લાઈન લાંબી હતી.ઉપરથી વળી સૂર્ય તડકો ઓકી રહ્યો હતો ૫ વાગ્યા હોવા છતાય શરીરને દજાડી રહ્યો હતો .પોતાના હાથરૂમાલ વડે વારેવારે કપાળ પરનો પસીનો લૂછતાં તે પોતાની કાંડા ઘડિયાળ સામે જોય લેતી હતી.તેને જોવા છોકરા વાળા આવવાના છે .'પપ્પાએ સવારે તાકીદ કરી હતી કે'જો તન્વી .તે લોકોએ ૬-૦૦ નો સમય આપ્યો છે.'
તેઓ સમયપાલનમાં ચુસ્ત છે એવું ન બને કે તેઓ આવી જાય અને તું હજુ ઘરે ન પહોચી હોય સમજી? સાંજે જેમ બને તેમ વહેલી આવી જજે.'પપ્પાના એ શબ્દો વારંવાર તન્વીના કાને અથડાઈ રહ્યા હતા. તડકો.લુ અને પરસેવાના કારણે વ્યાકુળ બનેલી તન્વી દુરથી એક ઓટોરીક્ષા નજરે પડતા એ તરફ દોડી .
તેણે રીક્ષા ઉભી રાખવી અને જેવી તેમાં બેસવા ગઈ કે બીજી તરફથી એક યુવક એની સાથે જ એ રીક્ષામાં અંદર ઘુસ્યો. 'એય મિસ્ટર પહેલા મેં રીક્ષા રોકવી છે.'તન્વી ગુસ્સે થતા પેલા પર વરસી પડી.'
'નહીં'મેડમ.રીક્ષા પહેલા મેં રોકવી હતી'પેલાએ નમ્રતા થી જણાવયું 'જુઓ મિસ્ટર.રીક્ષા પહેલા તમે રોકાવી હોય કે મેં'પણ અત્યારે મારે કોઈ જરૂરી કામ હોવાથી ઘરે વહેલાસર પહોંચવાનું છે.માટે પ્લીઝ તમે બીજી રીક્ષા કરી લો'હું ઓલરેડી ખૂબ જ લેટ થઈ ગઈ છું'તન્વી ફરી પોતાની કાંડા ઘડિયાળ સામે જોતા બોલી..ઠીક છે'પણ તમારે એવું તો વળી શું જરૂરી કામ છે?મને જણાવવું પડશે. જો તમારું જરૂરી કામ મારા જરૂરી કામથી વધારે અગત્યનું.વધારે મહત્વનું હશે તો હું જરૂર આ રીક્ષા છોડી દઈશ.પેલો બોલ્યો..જુઓ.તમે ખોટી લમણાઝીક ન કરો.પ્લીઝ .બીજી રીક્ષા પકડી લો.'તન્વીના મગજમાં ગરમી પૂરી રીતે પાસપેસરો કરી ચુકી હતી.'અડધા કલાકથી અહીં આ સૂર્યનારાયણ દેવનો અસીમ અંગાર રસ ઝીલતો ઉભો છું.તમને અને મને બંનેને ખ્યાલ જ છે કે'અત્યારે અહીં બીજી રિક્ષાનું એમ જલદીથી મળવું શક્ય નથી'.માટે હું કઈ એમ આસાનીથી આ રીક્ષા છોડવાનો નથી.'પેલો હસતા બોલ્યો.'જુઓ ભાઈ 'તમે અને આ બહેન બંને સમજૂતી કરી લો.તમારા બંનેની માથાકૂટમાં મારો ધંધો ખોટી થાય છે'.બંને અડધા અડધા પૈસા ચૂકવી દેજો.હું વારાફરતી તમને બંનેને તમારા સ્થાનકે પહોંચાડી દઈશ.'રિક્ષાવાળો અકળાઈને બોલ્યો અને એની વાત માન્ય રાખી બંને રિક્ષામાં ગોઠવાયા.'પોતપોતાના સ્થાનક વિશે રીક્ષાવાળાને કહ્યું અને તેણે મીટર ડાઉન કર્યું.'
'વેલ.'આઈ એમ અરમાન'પેલાએ હસતા મુખે પોતાનું નામ જણાવ્યું. તન્વીએ મોં મચકોડીને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી દીધો.'હજુ પણ નારાજ છો મારા પર? આઈ એમ સોરી મિસ......તમારું નામ જે હોય તે ..ન કહો તો કઈ વાંધો નહીં.'
આઈ એમ રિયલી સોરી કે જો મારે એક અગત્યના કામે ઝડપભેર જવાનું ન હોત તો હું તમારી આડે ન આવતે.'અરમાન દિલગીરી વ્યક્ત કરતા બોલ્યો.'મને ખ્યાલ છે કે રીક્ષા તમે જ પહેલા રોકાવી હતી.'હું તો ગેરકાયદે તેમાં દોડીને ચડી બેઠો.પણ શું કરું?મારે ઉતાવળ હતી અને વળી રિક્ષાની રાહમાં ક્યારનો ત્યાં ઉભો-ઉભો પરસેવે નહાતો હતો.માંડ આ રિક્ષાને જોઈને પછી રહેવાયું નહીં માટે........સોરી અગેઇન ..અરમાને પોતાના બંને કાનની બુટ પકડતા ભાવુક અંદાજમાં 'નમ્ર સ્વરે કહ્યું.'ઇટ્સ ઓકે.'હું પણ ગરમીથી જ અકળાયેલી હતી માટે થોડા ગરમ શબ્દોનો ઉપયોગ કરી બેઠી..એ બદલ હું પણ દિલગીરી છું.'
તન્વી સસ્મિત બોલી એક્ચ્યુઅલી મારે વહેલાસર ઘરે પહોંચવું હતું ને સીટી બસમાં ચડનારા મુસાફરોની કતાર ખૂબ લાંબી હતી.વળી ઓટોરિક્ષા દૂર દૂર સુધી ક્યાંય નજરે પડતી નહોતી.'અચાનક આ રિક્ષાને જોતા મારા જીવમાં જીવ આવેલો અને એ સમયે તમે આડા પડ્યા માટે મારા અકળાયેલા મગજની કમાન છટકી ગઈ.'મારું નામ તન્વી છે.તન્વી જોષી.'તન્વીએ જણાવ્યું.'
નાઇસ ટુ મીટ યુ' અરમાને હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો'.પણ તન્વીએ બે હાથ જોડી નમસ્તે કર્યું જે અરમાનને ખુબજ ગમ્યું.'તન્વીની કમનીયતા પર ભલભલો પુરુષ ઓતપ્રોત થઈ જાય એટલી સુંદર હતી એ.'જોકે અરમાન પણ કઈ કમ દેખાવડો નહોતો.'તન્વી તેના વાક્યચાતુર્યથી પ્રભાવિત થઈ હતી.બંને પોતપોતાની ઓફિસની વાતો કરી રહ્યા હતા.તન્વીની સોસાયટી આવતા રિક્ષાવાળાએ જોરદાર બ્રેક મારી રીક્ષા રોકી.કોણ જાણે કેમ.તન્વીને ઉતરવાની ઈચ્છા જ ન થઈ.અરમાન સાથેની વાતોમાં એ એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેનું ઘર ક્યારે આવી ગયું..આટલો લાંબો રન ક્યારે કપાય ગયો એનો એને ખ્યાલ જ નહોતો રહ્યો.'તે અરમાન સાથે હજુ ઘણી વાતો કરવા ઇચ્છતી હતી.અરમાન માં રહેલું કોઈક ચુંબકીય તત્વ તન્વીને તેની તરફ ખેંચી રહ્યું હતું.એક અજાણ્યા પુરુષ પ્રત્યેનું આ પ્રકારનું આકર્ષણ તેના અંગે-અંગમાં કંપિત એહસાસ પ્રસરાવી ગયું.તેને મન મજબૂત કરી ખુદને તેનાથી દૂર કરવાનો છેલ્લો પ્રયાસ કર્યો અને ઝડપભેર રિક્ષામાંથી નીચે ઉતરી.'પર્સ ખોલવા ગઈ કે,અરમાન બોલ્યો,હું તમારી આડો આ રિક્ષામાં ગોઠવાઈ ગયો ને તમને પરેશાન કર્યા એની સજારૂપે પુરેપુરા પૈસા હું ચૂકવીશ.,
'પણ........'
'પ્લીઝ,ના ન કહેશો,'અરમાન કંઈક એવા અંદાજમાં બોલ્યો કે તન્વીના શરીરમાં એક અજીબ ઝણઝણાટી પ્રસરી ગઈ.તેને પોતાનું પર્સ ફરી ખભે ટીંગાડી દીધું અને અરમાન તરફ પોતાનું મુગ્ધ હાસ્ય ફેંકી તે ચાલતી થઈ..,રિક્ષાવાળાએ રીક્ષા સ્ટાર્ટ કરી.તન્વીએ ફરી-ફરીને રીક્ષા તરફ........ખુદથી દૂર....દૂર જઈ રહેલા અરમાન તરફ કંઈકેટલીયે વાર જોયું.,અરમાન પણ એકધારો તન્વી તરફ જ જોઈ રહ્યો હતો,
ઉદાસ ચહેરે ને ભારે હૈયે તન્વી ઘરમાં પ્રવેશી.,એક અજાણ્યા યુવક પ્રત્યે તેના દિલમાં જન્મેલી કૂણી લાગણી તેને પરેશાન કરી ગઈ હતી.,તેનું મન વિહવળ બન્યું હતું.,
.'અરે તન્વી' સાડા પાંચ વાગી ગયા.આટલી લેટ કેમ આવી? ચલ, હવે જલ્દીથી હાથ-મોં ધોઈ તૈયાર થઈ જા.એ લોકો આવે એ પહેલા ઝડપથી રેડી થઈ જા ઓકે?તન્વીના મમ્મી ગીતાબહેન એકશ્વાસે બોલી ગયા.છને પાંચે તન્વીના ઘરનો ડોરબેલ રણક્યો.દરવાજો ખુલ્યો.મહેમાનોની આગતા-સ્વાગત થઈ.વાતોચીતો થઈ.'બેટા તન્વી, ચા-નાસ્તો લાવજે તો.'તન્વીના પપ્પા જગદીશભાઈએ બૂમ મારી,'
,જી પપ્પા,'હું તાન્વીબહેનને લઈને આવું છું.,તન્વીની ભાભી હેતલે અંદરથી જ લહેકો કર્યો,.તન્વીના માનસપટ પર અરમાન અંકાઈ ગયો હતો.'મહેમાનોમાં કે મુરતિયામાં એને જરાય રસ નહોતો.તે શૂન્યમનસ્ક બની ચુપચાપ હેતલભાભીના કહ્યા અનુસાર બધું કર્યે જતી હતી ..તેને જોવા આવેલો યુવક પોતાને નાપસંદ કરી દે એ માટે તે મનોમન ઈશ્વરને વિનવી રહી હતી.ચાની ટ્રે સાથે તે બહાર આવી.હેતલના હાથમાં નાસ્તાની ટ્રે હતી.જેને ટિપોઈ પર મુક્યા બાદ તન્વીના હાથમાંથી ચાની ટ્રે લેતા બોલી,'જુઓ અરમાનભાઇ આ છે મારા નણંદબા,'..
હેતલભાભીના મોંએથી .અરમાન. નામ સાંભળતા જ અનાયાસ તન્વીની બહાવરી નજર અરમાન પર પડી.'મંદ-મંદ મુસ્કુરાઈ રહેલા અરમાનને જોઈ તે શરમાઈને નીચું મોં કરી ગઈ.તેના મનનો મોરલો નાચી ઉઠ્યો.તેના હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા.પોતાના દિલ પર અનાયાસ બિરાજમાન થઈ ચૂકેલા અરમાન સાથે જ તેની સગાઈની વાત ચાલી રહી છે તે જાણીને તેની ખુશીનો પાર નહોતો રહ્યો.'ચા-નાસ્તો પત્યા બાદ ગીતાબહેન બોલ્યા .'જા તન્વી,'અરમાનને આપણું ઘર,હોમ ગાર્ડન વગેરે બતાવી લાવ.'મમ્મીનો ઈશારો સમજી લેતા તે તરત જ ઉભી થઈ...હા..હા.. જા અરમાન' અરમાનના મમ્મીએ ગીતાબહેનને સપોર્ટ આપતા સૂરમાં સૂર પરોવ્યો.બંને ચાલતા થયા.,ઘરની પાછળના હોમ ગાર્ડનમાં સામસામે રાખવામાં આવેલી ગાર્ડન ચેર પર બંને ગોઠવાયા,અરમાન હસવું રોકી ના શક્યો અને તે હસી પડ્યો.હસતાં હસતાં બોલ્યો,'તન્વી,તું ચાની ટ્રે લઈને હોલમાં આવી ત્યારે તારા ચેહરાની હાલત ખરેખર જોવા જેવી હતી અને જ્યારે તારા ભાભીએ મારું નામ લીધું અને એક જ ઝાટકા સાથે તારી નજર તે મારા પર ફેંકી અને મને જોતા જ તારા ચહેરાનો બદલાયેલો રંગ ખરેખર માણવા જેવો હતો!
'તો મને જોઈને તમને પણ એવું જ કઈંક થયું હશેને?..મને તો પહેલેથી બધી ખબર જ હતી,હું તો મારી બાઈક પર ઓફિસેથી ઘરે જઈ રહ્યો હતો,કે તને કતારમાં ઉભેલી જોઈ.હું તને લિફ્ટ આપવાના વિચાર સાથે તારી તરફ આવી રહ્યો હતો કે,તું ઝડપભેર ઓટોરિક્ષા તરફ જવા માંડી ,'હું તો તને પહેલી નજરે જોતા જ જાણી ગયો હતો કે તું એ જ છે જેને આજે સાંજે હું જોવા જવાનો છું.કેમ કે.....અરમાને પોતાના ખિસ્સામાંથી તન્વીનો ફોટો કાઠ્યો.,'તારા મમ્મીએ બે-ત્રણ દિવસ પહેલા આ મારા મમ્મીને આપ્યો હતો.,'..તન્વીએ આશ્રર્યચકિત થઈ એ ફોટો પોતાના હાથમાં લીધો.,હા.......તો તને ઓટોરિક્ષા તરફ જતી જોઈ સીટી બસસ્ટોપ પર મારી બાઈકની ઘોડી ચડાવી.,ચાવી ખિસ્સામાં મૂકી હું બનતી ત્વરાથી એ રીક્ષા તરફ દોડ્યો અને પછી શું થયું એનો તો તને ખ્યાલ જ છે,'કહી અરમાન જોરજોરથી હસવા મંડ્યો,'અચ્છા,તો તમે મને બેવકૂફ બનાવી એમને? હું કોણ છું એ જાણતા હોવા છતાંય તમે મારી સાથે અજાણ્યા બની રહ્યા? તન્વી રિસાઈ જતા બોલી.અરમાને પોતાના બંને કાન પકડી એની એ જ આગવી અદાથી .'સોરી' કહ્યું જે અદા પર તન્વી મુગ્ધ થઈ ગઈ હતી. તે બોલી.'તમારા માટે આપણા લગ્ન એરેન્જ્ડ મેરેજ હશે.'પરંતુ મારા માટે તો એ લવમેરેજ હશે.કેમ કે મે તો તમને ત્યારે જ મારા દિલમાં વસાવી લીધા હતા જ્યારે હું એ જાણતી નહોતી કે તમે કોણ છો?.
'.આનું નામ.પહેલી નજરનો પ્રેમ? અરમાને સસ્મિત પૂછ્યું અને તન્વી શરમાઈને નીચું જોઈ ગઈ.
અરમાન બોલ્યો,' જો મેં ત્યારે તને કહી દીધું હોત કે હું કોણ છું, તો તારો આ પહેલી નજરનો પ્રેમ કદાચ જનમ્યો જ મ હોતને ? અને ત્યારે તું જાણી ગઈ હોત કે હું કોણ છું તો અત્યારે અચાનક મને જોઈને તું આટલો રોમાંચ ન અનુભવત જેટલો તે અનુભવ્યો!.આ સાંભળી ફરી તન્વી શરમાઈ ગઈ,........