યુવા જોશ-11
ટાઈટલ- યુવાનોમાં મલ્ટી-ટાસ્ક પર્સનાલિટી અનિવાર્ય
લેખક- મહર્ષિ દેસાઈ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ
દરેક વ્યક્તિ ચાહે તો મલ્ટી ટાસ્ક કરી શકે છે. તમે એક પછી એક કામ હાથ ઉપર લો છો, તો તમારે વારાફરતી ટાઈમ આપવો પડતો હોય છે. પરંતુ એક સાથે એક જ ટાઈમે એકથી વધુ કામો શક્ય હોય તો હેન્ડલ કરી શકાય. બીજી તરફ મનોતબીબોના મતે તો આવી રીતે એક સાથે ઘણી બધી કામગીરી કરવી એ મનની નશાની લત કે આદતની સ્થિતિ સાથે સરખાવવામાં આવે છે. જો કે મોટા ભાગના સફળ લોકો આવી આદતને લત સાથે સરખાવવાનો વિરોધ જ કરી રહ્યા છે. બલકે આવી મલ્ટી ટાસ્કિંગ પર્સનાલિટી તો સકસેસનેસનું સિમ્બોલ માનવામાં આવે છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
21મી સેન્ચુરીમાં ન્યૂ જનરેશન માટે “ડોલ્બી સાઉન્ડ” અને “સરાઉન્ડિંગ સાઉન્ડ” જેવા વર્ડ અજાણ્યા નથી. પોર્ટલેન્ડમાં જન્મેલા અને બાદમાં લંડનમાં કરિઅર સ્ટાર્ટ-અપ કરીને અમેરિકામાં સેટલ્ડ થયેલા ઈન્વેન્ટર અને “ડોલ્બી સાઉન્ડ”ના શોધક રે ડોલ્બી (1933-2013)એ ના નામ ઉપર પચાસથી વધુ પેટન્ટ રજિસ્ટર્ડ થયેલી છે. રે ડોલ્બીએ એક વાર કહ્યું હતું કે “યુવાનોએ બની શકે એટલું વધારેને વધારે કામ કરવું જોઈએ. કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. નાની કે મોટી તો માણસના મનની માનસિકતા હોય છે. તમારા મનને તમે જેવું બનાવવા માગશો તેવું જ તમારું મન બની શકશે અને એ પ્રમાણે જ વિચારવાનું કાર્ય કરશે.”
ખરા અર્થમાં તો રે ડોલ્બીએ આમ કહીને પોઝિટીવ થિન્કિંગની જ સરસ મજાની લાઈડ-લાઈન આપી દીધી. રે ડોલ્બીના નામે પચાસથી વધારે પેટન્ટ રજિસ્ટર્ડ થયેલી છે. તેઓએ પોતાની કરિઅરમાં ખુબ વૈવિધ્યસભર શોધખોળ કરી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીને નવું સ્વરુપ આપવાનું કામ કર્યું. રે ડોલ્બીએ પ્રાઈમરી એજ્યુકેશન તો પોર્ટલેન્ડમાં જ લીધું. અહીં તેમનો પરિવાર સામાન્ય ગરીબ અવસ્થામાં જ જીવ્યો. પોતાની આપમેળે અને મહેનતના જોરે ડોલ્બી લંડન આવીને વસ્યા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી. એ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આ જ વિષયમાં પીએચ.ડી.ની ઊપાધિ પણ મેળવી.
પીએચ.ડી. કર્યા બાદ રે ડોલ્બી યુ.કે.ની એટોમિક એનર્જી ઓથોરિટીમાં એડવાઈઝર પણ બન્યા અને ભારતમાં તેઓ બે વર્ષ માટે યુનાઈટેડ નેશન્સ્ એડવાઈઝર તરીકે પણ રહ્યા. ભારતમાં જ તેમને વિચાર આવેલો કે રેકોર્ડિંગ સાઉન્ડને એક લાઉડ અને એક સોફ્ટ, એમ બે ચેનલમાં જો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો બિનજરુરી ઘોંઘાટ નિવારી શકાય એમ છે. આ રીતે ડોલ્બી સાઉન્ડની શોધનું વિચારબીજ તેમના મનમાં રોપાયું. સને 1969માં રે ડોલ્બીએ અમેરિકામાં વસવાટ શરુ કર્યો. સને 2013માં અલ્ઝાઈમરની બીમારીના કારણે તેમનું નિધન થયું.
આપણી સમક્ષ રે ડોલ્બી મલ્ટી ટાસ્ક પર્સનાલિટીનું બેજોડ ઉદાહરણ છે. બ્રિટનના જાણીતા ચિંતક અને લેખક લોર્ડ ક્રિસફિલ્ડ હંમેશા કહેતા કે “દરેક વ્યક્તિ ચાહે તો મલ્ટી ટાસ્ક કરી શકે છે. મલ્ટી ટાસ્ક એટલે કે એક સાથે એકથી વધુ કાર્યો ધ્યાન આપીને પૂરાં કરવાં. જો તમે એક પછી એક કામ હાથ ઉપર લો છો, તો તમારે વારાફરતી ટાઈમ આપવો પડતો હોય છે. પરંતુ એક સાથે એક જ ટાઈમે એકથી વધુ કામો શક્ય હોય તો હેન્ડલ કરી શકાય ત્યારે ટાઈમ સેવિંગ અને એનર્જી સેવિંગનો પણ ફાયદો રહેતો હોય છે.”
લોર્ડ ક્રિસફિલ્ડ યુ.કે.માં હાઉસ ઓફ લોર્ડઝ અને હાઉસ ઓફ કોમન્સના મેમ્બર પણ હતા એટલે કે તેઓ પબ્લિક ઈલેક્શન પણ લડ્યા અને જીત્યા હતા. આમ તેઓ એક પ્રજાપ્રિય પોલિટીકલ લીડર પણ હતા. આજકાલ ઘણા લોકો મલ્ટી ટાસ્ક હેન્ડલ કરતા થઈ ગયા છે. આ તરફ ધ્યાન ખેંચીને કેટલાક સાયકોલોજિસ્ટ તો મલ્ટી ટાસ્કિંગ પર્સનાલિટીને એક સાઈકોલોજી પ્રોબ્લેમ તરીકે પણ જુએ છે.
મનોતબીબોના મતે તો આવી રીતે એક સાથે ઘણી બધી કામગીરી કરવી એ મનની નશાની લત કે આદતની સ્થિતિ સાથે સરખાવવામાં આવે છે. જો કે મોટા ભાગના સફળ લોકો આવી આદતને લત સાથે સરખાવવાનો વિરોધ જ કરી રહ્યા છે. કેમ કે એક સાથે ઘણા બધા કામો કરવા અને સફળતાપૂર્વક પૂરા પણ કરવા એ કોઈ લત કે માનસિક બીમારી તો નથી જ. બલકે આવી મલ્ટી ટાસ્કિંગ પર્સનાલિટી તો સકસેસનેસનું સિમ્બોલ માનવામાં આવે છે.
આજકાલ તો મલ્ટી ટાસ્ક વર્ક એક આદત યા ટેવ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. એમ.આઈ.ટી.ના ન્યૂરો સાયન્ટિસ્ટ ડો. અર્લ મિલરનું કહેવું છે કે “જો લોકો એમ માની રહ્યા હોય કે તેઓ એક સાથે વધારે કામ કરી રહ્યા છે, તો આ તેમની સમજફેર પણ હોઈ શકે છે. ખરેખર તો આવા માનવીનું મગજ ઝડપભેર એક કામ કરીને તરતને તરત બીજું કામ કરવા માટે પ્રવૃત્ત અથવા તૈયાર થઈ જતું હોય છે. આ કોઈ બીમારીની વાત નથી.”
જો કે બીજી તરફ લંડન યુનિવર્સિટીના એક સ્ટડી રિપોર્ટ અનુસાર તો મલ્ટી ટાસ્ક એક્ટિવિટીઝ માનવીના વિચારોને ઓર્ગેનાઈઝ થતા રોકે છે. કેમ કે આમ થવાથી માણસની બિનજરુરી ઈન્ફોને ફિલ્ટર કરવાની કેપેસિટી ઉપર નેગેટિવ ઈફેક્ટ પડતી હોય છે. આ ઉપરાંત માણસના આઈ.ક્યુ.નું લેવલ પણ પ્રભાવિત થાય છે અને આ લેવલ પણ નીચું જવા માંડે છે. મસ્ટી ટાસ્કથી કોર્ટિસોલ હોર્મોનમાં બિનજરુરી વધારો થાય છે અને ટેન્શનનું પ્રમાણ પણ વધે છે.
આજના સોસિયલ મીડિયા અને ઈન્ફોટેઈન્ટમેન્ટના જમાનામાં મલ્ટી ટાસ્ક જાણે જરુરીયાત બની ગઈ છે, ત્યારે આપણા સૌનો અનુભવ છે કે એક સાથે એકથી વધુ ડિવાઈસ ઉપર વર્ક કરવામાં આવે ત્યારે પણ પ્રતિકૂળ અસર આપણને જોવા મળે છે. જેમ કે ટી.વી. પ્રોગ્રામ જોતા જોતા જો આપણે મોબાઈલ હેન્ડ સેટ ઉપર મેસેજિંગ પણ કરતા હોઈએ તો કોઈ એક વાતમાં અસર પડે જ છે. યા તો આપણું ટી.વી. સ્ક્રિન પરથી ધ્યાન હટી જાય અથવા આપણે મેસેજમાં કોઈક ભુલ કરી બેસીએ. જેમ કે કોઈને મોકલવાનો મેસેજ અન્યને સેન્ડ થઈ જાય. મસ્ટી ટાસ્ક વખતે આપણી અન્ય પ્રત્યે પ્રતિભાવ યા રિસ્પોન્સ આપવાની ક્ષમતાને પણ અસર પહોંચતી હોય છે. સમય જતા આપણી ભાવનાઓ ઉપર પણ નેગેટિવ ઈફેક્ટ પડે, એવું પણ બની શકે છે.
તમને હેપ્પીનેસ ક્યાંથી અને કેવી રીતે મળે છે? આ સવાલનો જવાબ છેઃ “મનગમતું કાર્ય કરવામાંથી મળતો આનંદ એટલે હેપ્પીનેસ.” જો તમને ગમતું કામ સોંપવામાં આવે તો તમે એ ટાસ્ક ઝડપભેર અને સારી રીતે પુરું કરી દો છો. જર્નલ ઓફ ઓક્યુપેશન એન્ડ ઓર્ગેનાઈઝેશન સાયકોલોજીના એક સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “હેપ્પીનેસનો સીધો સંબંધ તમારી ચોઈસના વર્ક સાથે છે. તમને કયું કામ કરવામાં આનંદનો અનુભવ થાય છે, એ જ તમારી હેપ્પીનેસ.” સામાન્ય રીતે જોબ સેટિફેક્શન દરેક વ્યક્તિની જિંદગીમાં હેપ્પીનેસનું મુખ્ય પરિબળ અથવા મુખ્ય કારણ માનવામાં આવે છે.
રશિયન સાહિત્યકાર અને રાજનેતા મેક્સિમ ગોર્કીએ પણ એક વાર કહ્યું હતું કે “જ્યારે તમને કામમાંથી આનંદ આવતો બંધ થઈ જાય છે, ત્યારે તમારું કામ તમારા માટે વેઠ સમાન સાબિત થતું જાય છે. કામમાંથી આનંદ મળતો રહે તો જિંદગી આનંદસભર બની જાય છે પરંતુ જ્યારે કામ અગર ડ્યુટી કે નોકરી સમાન લાગવા માંડે ત્યારે તમારી જિંદગી પણ ગુલામ જેવી લાગવા માંડે છે.”
જીવનમાં હેપ્પીનેસ ખુબ જ અગત્યની છે. પરંતુ હેપ્પીનેસ જ્યારે આપણા હાથની વાત હોય છે, ત્યારે હેપ્પીનેસ ખુબ નાની અને સામાન્ય બાબત લાગે છે, પરિણામે આપણે હેપ્પીનેસની ક્ષણો ગુમાવતા રહીએ છીએ, પરંતુ જ્યારે હેપ્પીનેસ ખતમ થઈ જાય છે, ત્યારે આપણે નાની નાની ખુશીઓ માટે પણ વલખાં મારતા થઈ જઈએ છીએ. હેપ્પીનેસ જતી રહે એ પછી જ આપણને હકીકતનો ખ્યાલ આવે છે કે તે કેટલી મોટી હતી.
જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તમને તમારા કામમાંથી ખુશી મળે અને એ કામ તમે પૂરેપૂરા આત્મવિશ્વાસથી કર્યું હોય. જ્યારે કોઈ કામ તમે કોઈને કોઈક પ્રકારની અપેક્ષાથી કરી રહ્યા હોય અને જો તમારી એવી અપેક્ષા પૂરી ન થાય તો તમને જોબ સેટિસ્ફેક્શન પણ મળતું નથી અને ખુશી પણ મળતી નથી. આમ તમારું કરેલું જ કોઈ પણ કાર્ય સ્વયં એક વેઠ યા બોજ બની જાય છે. કોઈ પણ ટાસ્ક હેન્ડલ કરવામાં આવે ત્યારે તેના રિઝલ્ટનો ટારગેટ અવશ્ય બાંધવો જોઈએ. પરંતુ એ માટે ખોટી યા વધારે પડતી અપેક્ષાઓ બાંધવી જોઈએ નહીં.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++