THE LAST NIGHT - 19 in Gujarati Moral Stories by Poojan N Jani Preet (RJ) books and stories PDF | The last night 19

Featured Books
Categories
Share

The last night 19

લેખકની વાત

પૂજન નિલેશભાઈ જાની મૂળ ભુજનાં હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જન્મભૂમિ અખબાર જુથ દ્વ્રારા પોતાનાં લેખનની શરૂઆત કરનાર પૂજન છેલ્લા 2 વર્ષથી અલગ અલગ જગ્યાએ લખે છે. દિવ્યભાસ્કરનાં કચ્છ વિભાગમાં 'નવી દ્રષ્ટિ' દ્વારા પોતાની વાત મૂકતા રહે છે. ખૂબ વાંચન અને થોડું લખાણનાં સિધ્ધાંતને વળગી રહી આગળ વધતા રહે છે.

લાસ્ટ નાઈટ વિશે

વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ...........

આગળ ઊભેલા મોટા હેવી ટ્રકને જોઈ બંને કાર ઉભી રહી અને કારની અંદર એક ધક્કો આવ્યો અને બધા જાગી ગયાં. અહેમદ આકા તરફ જોયું અને એના ચહેરાનાં હાવભાવ કહેતા હતાં કે કાંઈ અજુગતું તો નથી થયું એટલે તે નિરાશ થયો.
મનમાં વિચાર કરતો હતો કે કાશ હિંમત કરી જાની સુધી આખી વાત પહોંચાડી હોત તો કઈ થઈ શકત આમેય પણ મરવાનું તો હતું, તો ખાલી એક ફોન કરી હિંમત કરી લીધી હોત તો શું થઈ જવાનું હતું? ખરેખર મુશ્કેલીનો સમય જ અઘરો હોય છે જેમાં નિર્ણયશક્તિ બહેર મારી જાય છે અને ક્યારેક જીવ પણ વયો જાય, પણ હવે કઈ થઈ શકે તેમ ન હતું.

" ક્યાં હુઆ દોસ્ત કાર કયું રોક દી તુંને?" આકાએ છેવટે મૌન તોડ્યું અને પૂછ્યું "
એ હમારા હી ટ્રક હે જનાબ, પાસ કે ગાવ વાલો સે હમારી બાત હુઈ થી અગર કોઈ દિકક્ત હુઈ તો યે હમારી મદદ કે લિયે આ જાયેંગે" ડ્રાઈવરે કહ્યું "
તો અભી તો કોઈ દિકક્ત નહીં હે ના " "
હા બસ અભી ફ્લેશ દેતા હું લાઈટ કી ઔર હમારે પીછે વો આયેંગે" આટલું બોલી તેને લાઈટની ફ્લેશ ચાલુ કરી.
રસ્તાઓ સુમસામ હતાં, ભાગ્યે જ કોઈ કૂતરું કે બીજા પ્રાણીઓ રસ્તામાં આવતા ત્યારે જ કાર પર બ્રેકની અસર થતી હતી, બાકી તો જાણે ડ્રાઈવર અને રસ્તાઓ વચ્ચે કોઈ અનોખી મૈત્રી હતી.

બંને કારો હવે ભુજથી 150 કિમી દુર હતી અને તેમાં લગભગ બધાં ઉંઘતાં જ હતાં ત્યાં અચાનક કંઈક અવાજ આવ્યો અને શાંતિમાં ભંગ પડ્યો પણ તેમને દરકાર ન કરી અને ફરી તેઓ એ જ સ્પીડ તેઓ આગળ વધ્યાં. બે કિમી આગળ જ વધ્યાં હશે કે ફરી અજુગતું અવાજ આવ્યો અને કારનાં અચાનક કાચમાં તિરાડ પડી ગઈ." ઓહ, ઈન કુત્તોને હમલાં કર દિયા હૈ હમ પર. રિવોલ્વર નિકાલો ઔર ફાયરિંગ કરો. આગે વાલે ટ્રકો સિગ્નલ દે દો, અભી બતા દે તે હૈ ઈન લોગો કો હમ ક્યાં ચીજ હૈ" સતત ફાયરિંગ થતી હતી બંને પક્ષે અને લાઉડસ્પીકરમાં અવાજ આવ્યો " હથિયાર ફેંક દો, ચારો ઔર સે મિલટરીને તુમ્હે ઘેર લિયા હૈં. બેવજહ જાન ન ગવાની પડે કિસી કો. રૂક જાવ" ત્યાં તો હેંડ ગ્રેનેટ ટ્રક તરફથી ફેંકાયું અને એક મોટો ધડાકો થયો. અગ્નિની જ્વાળા ઉઠી, કાફલાએ તરત જ બ્રેક મારી. પાછળ એક આખી લાઈન હતી જેમાં ત્રણ મિલેટ્રી ટ્રક ભરીને કમાંડો અને જવાન બેઠા હતાં. આગળ પાંચ જીપ ચાલતી હતી.

" કેપ્ટન ગો ફાસ્ટ & મેક યુસ ઓફ મશીન ગન ઓવર & આઉટ" અધિકારી વાયરલેસ પર હુકમ છોડ્યો અને બાજુંમાં બેઠેલા જાની ચમક્યાં " નો સર પ્લીસ ડોંટ ડુ ધીસ, ધે હેવ અવર સેવન સિવિલયંસ. ઈટ ઈસ રિસ્કી ફોર ધેમ" જાની આ વાત અધિકારીએ માની લિધી અને ફરી કહ્યું " હેલ્લો ગો વિથ એ.કે.47 & અવર સેવન સિવિલયંસ શુડ બી સેફ ઓવર & આઉટ" ત્યાં તો બંને કાર આગળ નીકળી ગઈ અને ટ્રકમાંથી પાણીનાં વહેણની જેમ ગોળીઓ વરસવા લાગી. કોઈ પણ જાતનાં નિશાનાં વગર માત્ર અંધાધૂંધ ફાયરિંગ થતું હતું. ઓચિંતા ક્યાંક હેંડ ગ્રેનેટ પણ ફુટતાં હતાં. કોઈ જાતનું નુકશાન હજી સુધી થયું ન હતું. આગળ જઈ રહેલી કાર હવે દેખાતી ન હતી એ ચિંતાનો વિષય બન્યો હતો.

અને આગળ જતાં ટ્રકનાં પાછળનાં ડાબી બાજુનાં વ્હિલ પર બરોબર નિશાન લાગ્યું હતું અને ટાયર બેસી ગયું. ટ્રકે સંતુલન ગુમાવી દિધું અને આમ તેમ લથડિયાં ખાવા મંડ્યું. તેમાંથી લગભગ વીસ થી બાવીસ જેટલાં બંદુકધારી વારાફરતી કુદી પડ્યાં અને તે ભાગી ન જાય એનાં માટે ભારતીય સેનાનાં સૈનિકો પણ ઉતર્યા. તેમણે પણ આડેધડ ફાયરિંગ ચાલુ કરી દિધી અને સામેથી પણ વળતો જવાબ આવતો હતો. કોઈનાં હાથ તો કોઈનાં પગ અને માથાની આરપારથી ગોળીઓ વિંધાઈ જતી હતી. પીડાથી કણસતાં અવાજો એનાંમાં મિશ્રિત ગાળો અને મરણચીસોથી વાતાવરણ ઘુંટાતું હતું. લગભગ બધા જ બાવીસે બાવીસ જણ રસ્તાં પર વિખેરાઈ પડ્યાં અને બે થી ત્રણ જવાન પણ ઘાયલ થયાં હતાં. બધા પાસેથી હથિયાર લઈ અને તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોચાડી દેવાયાં.

*******

આ તરફ બંને કાર પોતાની ટોપ સ્પીડમાં હતી અને હાથમાં ન આવવાનો સંકલ્પ લઈને દોડતી હોય તેમ જતી હતી.

"સર બોર્ડર અભી દુર નહી હૈં, અગર આપ વહાં કી બટાલિયન કો તૈયાર હોની કી સૂચનાં દે દો તો અચ્છા રહેગાં" એક કમાંડોએ અધિકારીને સૂચન કર્યું, જાનીએ પણ સંમતિપૂર્વક માથું ધુણાવ્યું અને વાયરલેસમાં મેસેજ પાસ કરી દેવાયો. હવે માત્ર તેઓ પીછો જ કરી રહ્યાં હતાં તેમ જઈ રહ્યાં હતાં વચ્ચે વચ્ચે ફાયરિંગ કરી ગોળી પણ છોડી દેતાં હતાં. ********* " ઈન લોગો કો પત્તાં કૈસે ચલા કી હમ પર તૂટ પડે સારે લોગ, બચ્ચો તુમ સબ ક્યાં ઉગલ કર આયે થે વહાં પર" આકાએ બંદુકનું મોઢું અહેમદનાં લમણા તરફ રાખીને કહ્યું. તેણે કશો જવાબ ન વાળ્યો અને માત્ર નકારમાં ડોકું ધુણાવ્યું, પણ તેમની વાત આટલી સરળતાથી માની જાય તો તે આકા શાનો. " તો ક્યાં હમ લોગોને ઈસ શાદીમેં બુલાયા હૈં ઈન લોગો કો સાલે નિકમ્મો (ગાળ) (ગાળ) (ગાળ)" ગુસ્સાથી ધુંવાપુંવા થયેલો એ જ આકા હતો જે થોડા કલાક પહેલાં જ મધથી પણ મધુર વાતો કરતો હતો અને અત્યારે ગાળો ભાંડી રહ્યો હતો.

" લેકીન તુમ લોગ હી હમે કામ આને વાલો હો મેરે બચ્ચો, બોર્ડર કિતની દુર હૈ યહા સે યે પતા કરો ઔર ઉસ પાર સંદેશા ભીજવા દો તૈયાર રહે હમલે કે લિયે "

" હા સરકાર અભી વાયરલેસ પર સંદેશા ભીજવાતા હું" આગળની સીટ પર બેઠેલાએ જવાબ આપ્યો અને આકા પાછળ જોયું તો ટ્રક પુરેપુરો સળગી ગયો હતો. આગની જ્વાળા ચીરીને ભારતીય ફૌજ આવતી હતી અલબત્ત તેઓ તેમને પકડવા માંગતાં ન હતાં કેમ કે તેમની જોડે હથિયારમાં પેલા સાત જણ હતાં અને દુરથી રોકેટ લોંચર પણ ફાયર થઈ શકે તેમ ન હતું. આ નબળાઈ આકા પણ જાણતો જ હતો આથી તેને પણ ખબર હતી કે એનો જીવ હવે આ સાત જણ પર હતો અને એ પણ ખબર હતી ભારતની સીમા ઓળંગવી હવે અઘરી છે. અચાનક તેને ડાયરી કાઢી અને કંઈક લખવા માંડ્યો. આકાની હરકત કોઈને રાસ ન આવી અને બધાએ તેને અવગણ્યાં. અચાનક કારની પાછળનો દરવાજો ખુલ્યો અને તેને અહેમદને એક લાત મારી, તેનાં ખીસ્સામાં પેલો કાગળ પધરાવી દીધો અને દરવાજો બંધ કર્યો.

બે જ સેંકડમાં રમાયેલી રમતમાં ડ્રાઈવર માંડ માંડ કાર પર કાબુ રાખી શક્યો. અહેમદનાં બે સાથીઓનાં ચહેરા પર પરસેવા ઉતરી પડ્યાં એ જોઈ આકા હસવા લાગ્યો અને બોલ્યો " મારાથી હોશિયારી કરી છે તમે (ગાળ) (ગાળ) " 100 કિમી/કલાકની વધુ સ્પીડ પર ફેંકાયેલો અહેમદનું મગજ સુન્ન થઈ ગયું. અચાનક આવેલી પડછાટથી તેની કમરને ખાસી ઈજા પહોચી અને તેનાં ચહેરા પર લોહી ફુટી નીકળ્યું. તે ઉભો થઈ શકવાની સ્થિતીમાં ન હતો આથી પાછળ આવતાં કાફલાને તે જોતો રહ્યો. કારની બે સેંકડની અજુગતી હલચલ જોઈને જાની થોડા ગભરાયા પણ બાજુંમાં બેઠેલા અધિકારીએ કહ્યું " એ જીવતો છે જુઓ હલનચલન કરે છે અને એની પાસે કંઈક સંદેશો તેમને કહેવડાવ્યો છે"

આ સાંભળી જાની થોડા હળવા થયા અને તેમનું વાહન ધીમું પડ્યું, સ્તબ્ધ થઈ ગયેલો ચહેરો તેમને જોયો અને તેને ઉચક્યો, પાછળની બાજુ તેને લેટાવ્યો. તેને હાથ લાંબો કરી જાનીને ચિઠી આપી. તેમણે લાઈટ ચાલુ કરી અને તે વાંચવા લાગ્યાં " પ્યારે કુત્તો, હમારી ખાતરદારી કે લિયે તુમ આ ગયે યે હમે બિલકુલ પસંદ નહી આયા. વાપસ ખૈરિયત સે ચલે જાયિયે વરનાં આપ કે છે પિલ્લો કો માર દેંગે ઔર ઈધર હી ગાડ દેંગે" જાનીએ આ ધમકીનું શું કરવું એ સમજી ન શક્યાં, પણ બાજુમાં બેઠેલા અધિકારીએ કહ્યું " ચલે તો ફિર" અને જાની સમજી ગયાં.

6 મિત્રોની જિંદગીનો ફેંસલો લેવાઈ ગયો........... હેમખેમ પાછા આવશે કે કેમ વાંચો લાસ્ટ ચેપ્ટર આવતા મંગળવારે.......