સમયનો પલટો - ૫
___________________________________________________
પૂજન ખખ્ખર
"નમસ્કાર સાહેબ!"
"આવો આવો દિપેનભાઈ.. કેમ છો??"
"બસ મજામાં ખાન સાહેબ.. તમે કેમ છો??"
"તમારા જેવા શેઠ હોય પછી કોને મજા ના હોય સાહેબ!"
"એક અંગત કામ છે સાહેબ.."
"ભોલા.. તમે લોકો આંટો મારી આવો જોઈ અને વળતા બે કટીંગ ચા લઈ આવજો.." ખાન સાહેબ બધા જ જમાદાર અને કોન્સ્ટેબલને જવાનો ઈશારો કરે છે.
આ રીતના બધા જ બહાર ચાલ્યા જાય છે અને ઓફિસમાં હવે ખાન સાહેબ અને દિપેનભાઈ બે જ હોય છે.
"બે જીજક થઈને બોલો દિપેનભાઈ.."
"ખાન સાહેબ, તમને ખબર છે ને મૈં હમણાનાં વર્ષોથી જ આ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલુ કર્યો છે. મને ખબર છે કે બાળમજૂરીએ ગુનો છે પરંતુ આપ જાણો જ છો ને કે અત્યારે તેમના વગર કંઈ જ કામ થઈ શકે એમ નથી. તો થયુ છે એવુ કે અમારે ત્યાં કામ કરતા રઘો અને તેની પત્નીનો ૧૧ વર્ષનો પુત્ર ટ્રેકટર નીચે આવી ગયો છે. હવે આ સામાજિક કાર્યકર્તાઓ માથે ચડી બેઠા છે અને કામ મારું એમનેમ પડ્યું છે. મને એમ હતુ કે બે-ત્રણ મહિનામાં બધું સગેવગે કરી નાખીશ પણ આ કોઈ હિસાબે માને એમ જ નથી. તમે હવે આમાં મને એક નોટિસ આપો કે તમે તમારું કામ બરાબર કરી શકો એમ છો અને કોર્ટનો સંદેશો હોય તો હું આ કરી શકું. મને ખબર છે કે અહિ બધું માવામલાઈથી ચાલે છે. તમે જજને વાત કરી શકશો?"
"અત્યારે?"
"હા સાહેબ, મારા બેન્કની સીસીનું વ્યાજ વધતું જાય છે. મારે આ વર્ષે પઝેશનની વાત હતી અને હવે એ ડિલે થશે.."
"હું પ્રયત્ન કરું. તમને સાંજ સુધીમાં ફોન કરીશ.."
"સાહેબ તમને તમારું કમીશન મળી જશે.."
"એતો મને વિશ્વાસ છે તમારા પર દિપેનભાઈ.."
અચાનક જ દરવાજા પાસેથી પાણીનો ગ્લાસ પડવાનો અવાજ આવ્યો. દિપેનભાઈ સમજી ગયા કે કોઈકે એમની વાત છાનીછૂપીથી સાંભળી લીધી છે.
"મને તમારા પ્રત્યે આ આશા નહોતી.. ખાન.."
"જોબનપુત્રા સાહેબ તમે!!"
"આ કોણ??" દિપેનભાઈ જોબનપુત્રા સાહેબ તરફ ઈશારો કરતા બોલ્યા.
"દિપેનભાઈ, આ આપણા અહિં આવેલા મારા સમકક્ષ ઈન્સપેક્ટર શતીશભાઈ જોબનપુત્રા.."
"જોબનપુત્રા સાહેબ.. આ દિપેનભાઈ.."
"બસ બસ.. ઓળખી ગયો હું એમને અને એની નીતિને..." જોબનપુત્રા સાહેબ ખારમાં અને ખાનની વાત કાપીને બોલ્યા.
"સાહેબ તમને પણ તમારો ભાગ મળી જશે.." એકદમ ધીમા અવાજે દિપેનભાઈ બોલ્યા.
"નથી જોતો મારે ભાગ.." એકદમ જ ઉકળતા અવાજ સાથે જોબનપુત્રા બોલ્યા.
"તો તમારી કંઈક વિશેષ માંગ.." દિપેનભાઈ ફરી અચકાતા બોલ્યા.
"એક મિનિટ તમે અને ખાન અહિં જતા નહિં.. હું હમણા આવ્યો."
આમ કહીને જોબનપુત્રા સાહેબ ત્યાંથી જતા રહ્યા. ખાન અને દિપેનભાઈ બંને ટેન્શનમાં આવી ગયા.
"શું છે એમનું રહસ્ય??" દિપેનભાઈએ ધીમા અવાજ સાથે કાનમાં ખાન સાહેબને પૂછ્યુ.
"તે થોડા કઠોર છે.. અહીં પાછા નવા છે તો કંઈક ભાંડોના ફૂટે તો સારું.."
"કંઈ ઈતિહાસ..?" દિપેનભાઈએ ઉત્સુકતાથી પૂછ્યુ.
"ના, બહુ કંઈ ખાસ ખબર નથી." નકારાત્મક વલણ સાથે ખાન બોલ્યા.
"તો તો હવે મારે જ કંઈક કરવું પડશે.."
"હું કશું સમજ્યો નહિં." ખાનએ કહ્યુ.
"જરૂર પણ નથી.." દિપેનભાઈએ વાતને ટૂંકાવી.
"આ લ્યો ખાન તમારું સસપેન્શન લેટર.." જોબનપુત્રા સાહેબએ અચાનક આવીને ટેબલ પર ઘા કર્યો.
"પણ સાહેબ.."
"મને બીજું કશું નથી સાંભળવું. મૈં તમને રંગે હાથે લાંચ લેતા પકડ્યા છે. મને તમે ૧ વીક પછી મળો છો. ચિંતા ના કરશો આ વાત ગુપ્ત રહેશે.."
ખાન કશુ બોલ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. દિપેનભાઈને પણ કશું બોલવા જેવું લાગ્યું નહિં. તે આ નવા સાહેબની બોલી પરથી તેની ચાલ સમજી ગયા હતા. તેથી તેણે કંઈ જ બોલ્યા વગર એક પેન લીધી અને તેના વિઝિટીંગ કાર્ડની પાછળ 'સાંજે ૫ થી ૭' એમ લખીઆવતા રહ્યા. જોબનપુત્રા સાહેબ તેમનો મળવાનો અંદાજ સમજી ગયા.
(સાંજે ૫ વાગ્યે)
"અંદર આવું?"
"અરે આવોઆવો.. એમાં કંઈ પૂછવાનું હોય!"
"ગામના સર્વશ્રેષ્ઠ ધંધાદાર વ્યક્તિ અને નાણાકિય સુસજ્જ એવાં દિપેનભાઈને આ જોબનપુત્રાના સલામ.."
"અરે! તમે તો મને ગુનેગારમાંથી સાધુ બનાવી દિધો.. હાહાહાહાહાહા.. નમસ્કાર સાહેબ.. હું દિપેનકુમાર ચોવટીયા.."
"ઓળખુ છું તમારા કામ અને તમારી નીતિને હું સારી રીતે.. તમારા ચાલતા બે નંબરના ધંધા. પૈસાથી બચવા છોકરાઓ અને પત્નીના નામે ચાલતા તમારા ધંધા. હમણાં તમે તમારા નાના ભાઈને પણ આ ધંધામાં પાર્ટનર બનાવ્યો ખરું ને?"
"જી હાં.."
"હું આપની આખી કુંડળી લઈને આવ્યો છું.."
"સાહેબ, એ તો મને ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે તમે મારી સાથે કામ કરવા ઈચ્છો છો નહિંતર કોઈ ઈન્સપેક્ટર આ વાત ગુપ્ત રાખે નહિં. મને તમારી અને ખાનની દુશ્મનીની ખબર નથી પણ તમારી કુંડળી મારી પાસે છે. શતીશભાઈ જોબનપુત્રા એક એવા પુલિસ ઓફિસર કે જે હમણાં જ પ્રામાણિકતાનો ઢોળ ચડાવીને બેઠા છે. કેમકે તેમની માતાને કેન્સરની બિમારી છે અને તમને હમણાં જ એક ગુનાના કેસમાં ૨૦ લાખ રૂપીયા મળ્યા છે. આથી, હવે તેઓ ખાનને પકડાવીને પોતે કેટલા પ્રામાણિક છે તે સાબિત કરવા માગે છે. તમને એમ હશે કે મને આ કેમ ખબર પડી બરાબર? આ વાત ખાનને પણ ખબર નથી. જોબનપુત્રા સાહેબ તમે જ્યાંથી પૈસા મેળવ્યાને એમાં મૈં ૨૦% પૈસા આપ્યા છે અને તે મારા માસીયાળ ભાઈ છે."
"જોબનપુત્રા સામે રહેલુ આખો ગ્લાસ પાણી પી જાય છે."
"ચલો આ તો થયો તમારો ઈતિહાસ અને મને એ પણ ખબર છે કે તમે એ પૈસા તમારી માતાની બિમારી એટલેકે કેમો થેરાપીમાં નાખ્યા છે. તમને એ ખબર હતી કે અહીં એક ખૂન થયું છે અને તમે મારી પાસેથી પૈસા પડાવી પાડશો એટલે તમે ખાનને સસ્પેન્ડ કરી દિધો.."
"જુઓ સાહેબ.."
"હજુ આગળ કહુ કે.."
"ના સાહેબ હું સમજી ગયો.. એ પેલા જજે કેસ તમારા તરફેણમાં રાખવા તમારા દ્વારા બનતું બિલ્ડિંગનું પેન્ટ હાઉસ અડધી કિંમતે માગ્યું છે."
"ઓફર મંજૂર છે.."
"સાહેબ..મને.. " જોબનપુત્રા અચકાઈને બોલ્યો.
"તમારા મમ્મીની જવાબદારી હવે મારી.."
"ધન્યવાદ.. સાહેબ હું તમારો આ ઉપકાર કદી નહિં ભૂલું.."
"આ રીતે હું અને જોબનપુત્રા મળ્યા. એ કેસથી મૈં મારા બધા કામ જોબનપુત્રાને સોંપવાનું ચાલુ કર્યું અને તેના બદલામાં તેના મમ્મીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી. તેને રિકવરી પણ આવતી ગઈ."
"પણ આ વાતની આપણી તન્મયની વાત સાથે શું સંબંધ??" તન્મયના મમ્મી અચાનક જ બોલ્યા.
"ધીરજ રાખો તમે તન્મયના મમ્મી.. બધી વાત હું તમને કહું છું ને.."
"હા, બોલો તો આગળ હવે.."
"ગઈકાલે રાત્રે ૧૨-૧ વાગ્યે મને ચેતનનો ફોન આવ્યો."
"એટલે આપણા નાનાભાઈ અને મારા દેર ચેતનભાઈનો??"
"તને કોઈ બીજું ઓળખે છે ચેતન??" ગુસ્સામાં દિપેનભાઈ બોલ્યા.
"ના..સોરી હવે તમે આગળ બોલશો.."
"તેને મને કહ્યું કે તેને જોબનપુત્રા દ્વારા સેટીંગ કરાવ્યું હતુ કે આપણો ગૌરવ અને તેના મિત્રો પાર્ટી કરીને આવે તો તેને નાકાબંધી આગળ ના રોકે. જોબનપુત્રાએ સેટીંગ પણ કરાવી આપ્યું."
"પાર્ટી એટલે એમાં જકાતનાકાને ક્યાં લાગે નહિં તો વળગે??"
"અરે! તમે હવે સમજોને અત્યારની પાર્ટીમાં બધુ જ હોય દારૂને બધુ.."
"એટલે નાનાભાઈનો ગૌરવ દારૂ પીવે છે???"
"અત્યારના છોકરાઓ બધુ કરતા જ હોય છે.. હવે તમે આગળ સાંભળો અને એકપણ ખોટા પ્રશ્નો કરતા નહિં."
"હા બોલો.."
"થયું એવું કે તેમની ગાડી ભટકાણી એટલે ચેતનનો મને પાછો ફોન આવ્યો અને મૈં જોબનપુત્રાને ફોન કરીને કહ્યું. જોબનપુત્રા ત્યાં ગયા અને જુએ છે તો એક ડ્રાઈવર આપણા ગૌરવ અને તેના મિત્રો સાથે બાધતો હતો. ગૌરવ અને તેના મિત્રો જેમ ફાવે તેમ બોલતા હતા અને કાકા પર પથ્થરનો ઘા ફેંકી રહ્યા હતા. તેમાનો એક હોશમાં રહેલા મિત્રને બોલાવ્યો જોબનપુત્રાએ અને પૂછ્યું કે આ શું ચાલી રહ્યું છે? ત્યારે તેને કહ્યું કે આ બધાએ અંદર રહેલી છોકરી પર બળાત્કાર કર્યો છે અને અંતિમ વખતમાં આ કાકા જોઈ ગયા છે અને તેની પાસે રાઈફલ છે તેથી આ લોકો પથ્થરનો ઘા કરી તેને બેહોશ કરી અહિંથી નાસી છૂટવા ભાગે છે."
"આપણો ગૌરવ આ હદ સુધી નીચ છે?"
"જુઓ મૈં તમને પેલા પણ કીધું કે તમે મારી સામે દલીલ ના કરો અને સચ્ચાઈ સાંભળવાની તેવડ ના હોય ને તો જતા રહો અહિંથી.."
દિપેનભાઈના આ ગુસ્સાથી તેમના પત્ની એકદમ જ ગભરાઈ ગયા.
"માફ કરો મને આ બધી નહોતી ખબર.."
"હા, તો એમ કે તે છોકરીનું મોઢું એકદમ જ લોહીથી ભરેલું હતુ કેમકે તેને થડકો લાગ્યો હતો. પછી આ લોકોના આવ ક્રૂર કૃત્યએ તેને સાવ પતાવી નાખી. જોબનપુત્રાએ ગભરાઈને ચેતનને ફોન કર્યો પણ તેને ફોન ના ઉપાડ્યો. તેથી જોબનપુત્રાએ મને ફોન
કર્યો. મૈં તેને તરત જ સ્ટર્લિંગમાં લઈ જવા માટે કહ્યુ. તે છોકરાઓને નજીકના ફાર્મ હાઉસે રાખ્યા અને બીજે દિવસે સવારે તો તેઓ ફરવા નીકળી ગયા. કલાક પછી ફરી જોબનપુત્રાનો ફોન આવ્યો કે આ ગાડીના ડ્રાઈવરે તન્મયનો નંબર આપ્યો છે. ત્યારબાદ મને ખબર પડી કે તે છોકરી બીજી કોઈ નહિં પરંતુ તન્મય આપણને જેની વારંવાર વાત કરતો એ રીયા છે. જોબનપુત્રાએ એ પણ કહ્યું કે ડૉક્ટરે આ છોકરીમાં કંઈ બચ્યું નથી એમ પણ કહ્યું છે."
"એટલે રીયા ત્યાં જ??"
"હા, રીયાને ત્યાં જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતુ અને વેજિનલ એટેકને કારણ લોહીની ખામી થતા તે ઘટના સ્થળએ જ મૃત્યુ પામી હતી. મૈં તરત જ પરિસ્થિતિને ભાળી જતા ડૉક્ટરને ફોન કર્યો. સદનસીબે આ એજ ડૉક્ટર હતા કે જેને જોબનપુત્રાના મમ્મીની સારવાર કરી હતી. મૈં તેની સાથે રીયાને ઑપરેશનનું બાનું દઈને ત્યાં રાખવાના ૧૦ લાખ રૂપીયામાં સોદો કર્યો. બધુ જ ગણતરી પ્રમાણે જ ચાલતું હતુ. તન્મયને છેઠ સુધી એમ જ હતુ કે મને કંઈ જ ખબર નથી. તેથી, તે ઘરમાં પહોંચે તે પેલા જ તન્મયને જોબનપુત્રાએ ફોન કરી દિધો કે અહિં જલ્દિથી આવો. હવે રહી વાત તેના ડ્રાઈવરની તો તે પણ સાવ બુધ્ધિહિન નીકળો. જોબનપુત્રાએ સરકારી દવાખાનાના બહાને રસ્તામાં તેની બધી જ પૂછતાછ કરી લીધી અને ફોન આવી ગયો કે આપણે બધી બાજુથી સેફ છીએ. હવે, એક રીયાના પપ્પા સાથે જોબનપુત્રાની વાત બાકી હતી."
"પણ તમે આ બધુ શાને માટે કરો છો? ચેતનભાઈ માટે??"
"હા.. જો હું આ નહિં કરું તો આપણો આના પછીનો પ્રોજેક્ટ ફેઈલ જશે. આ ઘર પણ આપણું નહિં રહે. મૈં આવા કેટલાય કબાડા કર્યા છે. તમે ચિંતા ના કરો તન્મયના મમ્મી."
"મને અત્યાર સુધી એકપણ વખત લાગ્યુ નથી કે તમે કંઈ કાવતરું કરીને આવ્યા છો પરંતુ આ વખતે આ બ્લડપ્રેશરમાં વધારો અને આ બધુ કેમ થવા લાગ્યુ??"
"કેમકે.." દિપેનભાઈ અચાનક જ અટકી ગયા.
"શું થયું તમારી આંખમાં ઝળઝળીયા? આજે આ કઠણ કાળજાના દિપેનભાઈ ચોવટીયાને કોણે આવા ઢીલા ઢબ કરી નાખ્યા."
"હું તમને શું કહુ?"
"જે છે તે સત્ય કહો.."
"પછી મૈં સવારથી હસમુખભાઈની તપાસ શરૂ કરી. કોણ છે એ અને તે શું કરે છે? અને મને જાણવા મળ્યુ કે.."
"તમે ફરી અચકાઈ ગયા.. શું થયું ?? તેઓ આપણા કરતા વધુ પૈસાવાળા છે??"
"ના.."
"તો?"
"તેઓ પોતાની દિકરીના મોતથી દુઃખી નહોતા.."
"શું??"
"હા, જોબનપુત્રાને ખબર પડી કે આ એવો જૂના જમાનાનો બાપ છે કે જેને દિકરો જોતો હતો અને તેને બીજી ય દિકરી થતા બંને દિકરીઓ પર ફિનાઈલ છાંટ્યું હતુ. આ એ હરામખોર બાપ હતો કે જે પોતાની દિકરી પૈસા ખાતર વહેંચવા ગયો હતો. 'તમે બંનેએ આ દુનિયામાં આવીને ખર્ચા સિવાય કશુ જ કર્યુ નથી.' આમ કહીને તે ધુતકારતો પોતાની બંને દિકરીયું ને.."
"
પણ તન્મય તો કહેતો હતો કે તે બહૂ સારા છે.."
"હોય જ ને શું કામ ના હોય.. રીયાના નાનીએ બેય દિકરીઓની ૮-૮ લાખની એફ.ડી. કરાવી છે. તેની એક શરત છે જો તેના પપ્પા તેને સારી રીતે સાચવશે તો જ તે દિકરીઓને આપશે અને નાની પાસે રહેલી જમીને તે હસમુખભાઈના નામે કરશે."
"આવા સોદા હોય??"
"હા, હું આનાથી જ મૂંજાય ગયો હતો. મારું બ્લડ પ્રેશર તે દિવસથી જ વધી ગયું હતુ. આ સમસ્યામાંથી બહાર નીકળવા હવે એક જ રસ્તો હતો અને તે હતો જજને પૈસા દેવા. જજે કલેક્ટરની મંજૂરી વગર આ કેસમાં સુધારો કરવાની ના પાડી. ૪ દિવસની માથાઘૂટ પછી આજે જોબનપુત્રા ઑફિસે આવ્યો હતો અને તેને કીધુ કે તેઓ ૪ કરોડ રૂપીયા લેશે. જજ શાહ સાહેબ ૩૦ થી ૩૫ લાખ રૂપીયામાં આ મામલો સૂલટાવશે."
"વાહ..તમે તો પૈસાથી આખા નિર્ણયને ખરીદી લીધો.."
"તો બીજો કોઈ ઉપાય છે તમારી પાસે??"
"પણ કંઈ સત્ય.."
"શું સત્ય..સત્ય..સત્ય.. કરો છો તમને ખબર છે આની સજા શું છે.. ૨૦ વર્ષની જેલ આવી તો આપણા ગૌરવને? છાપામાં ચોવટીયાઓનું નામ બરબાદ થઈ જશે."
"અને તન્મયને આ વાતની ખબર પડશે ત્યારે??"
"જુઓ મને ખબર છે એટલે જ મૈં તન્મયને આખા ચક્રથી દૂર જ રાખ્યો છે અને તે દિવસ રાતથી જોબનપુત્રા તેને એકલો મૂકતો ન હતો. રીયાના ઘરે પણ આ કેસનું બહાનું કાઢીને મૈં એને જવાની ના પાડી દિધી. હવે તમે માતૃત્વની લાગણીથી પર રહેજો અને એને કંઈ જ ના કહેતા."
"
તમને લાગે છે એ બાળક છે પરંતુ હું નથી માનતી.."
"બધુ થઈ જશે મારા પર ભરોસો રાખો.."
"અને જ્યારે હસમુખભાઈને આ ખબર પડશે ત્યારે??"
"અત્યારે જોબનપુત્રા તેમને મળવા જ ગયો છે કે આપણને તેના બધા કૃત્યની ખબર છે અને જો તેઓ કોઈ બીજો વકિલ રાખશે તો તેમને આશરે ૧ કરોડ રૂપીયાની જમીન મળી જશે. જેના તે ભૂખ્યા છે."
"વાહ, એક આ બાપ છે જે પૈસાના પાવરથી બધાને ખરીદે છે અને એક ત્યાં બાપ છે જે રૂપીયાની લાલચમાં દિકરીને મારે છે.."
"બસ.. હવે મારે કશું નથી સાંભળવું.. તમને ખબર પડી ગઈને શું સત્ય છે હવે ચૂપ થઈને બેસો.."
તન્મયના મમ્મીની આંખ ભીની થઈ જાય છે અને તે ત્યાંથી જતા રહે છે. દિપેનભાઈ હવે દવા લેવા માટે તેના નોકરને ઓર્ડર કરે છે અને વાઈન પણ મંગાવે છે. તે મનોમન વિચાર કરે છે કે સમય આજે ક્યાં એને લઈ આવ્યો છે. જેના હાથમાં પૈસા છે પાવર છે સત્તા છે બધુ જ છે અને તેને તો આવા ઘણાય ધંધા કરી લીધા છે પરંતુ શા માટે આજે તેનું મન ભાંગી પડ્યું છે? શા માટે તેઓની નિંદર ટૂંકી થઈ ગઈ છે. ત્યાં અચાનક જ ફોન આવે છે જોબનપુત્રાનો કે હસમુખભાઈ માની ગયા છે. તેઓ કાલે સવારે વધામણીના પેંડા લઈને આવશે. લગભગ ૬ થી ૬.૨૫ કરોડમાં આખો મામલો રફેદફે થઈ જશે. દિપેનભાઈ દર વખત જેવા ખુશ જણાતા નથી. તે તેના નાનાભાઈ ચેતનને ફોન કરે છે કે તે ગૌરવ અને તેના મિત્રોને ૧ મહિના માટે ટ્રીપ પર વિદેશ મોકલી દે કે જેથી અહિં કોઈને પ્રશ્ન ના થાય. ચેતનભાઈ માફી માગે છે અને તેને પૈસા થોડા સમયમાં જ મોકલાવી દેશે એવા વચન આપે છે. હવે એકપણ વાતનું ટેન્શન નથી. સવાલ બસ એટલો જ છે કે તન્મય ૨ દિવસ પછી આવશે ત્યારે તેને શું જવાબ દેવો.. દિપેનભાઈ હજુ બે પેગ મારીને સૂઈ જાય છે અને આ બાજુ હસમુખભાઈ મનોમન ખુશ છે કે તેઓને આશરે એકાદ કરોડ રૂપીયા મળશે.
પ્રેમનો આ સંબંધ અને સમયનો પલટો હવે ક્યાં લઈ જશે એ તો જોવું જ રહ્યું..