Youth-10 in Gujarati Magazine by Maharshi Desai books and stories PDF | Youth-10

Featured Books
Categories
Share

Youth-10

યુવા જોશ-10

ટાઈટલ- લીડ કરો, ટોપ ટેલેન્ટ બનો, પ્રોડક્ટિવ બનો

લેખક- મહર્ષિ દેસાઈ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ

યંગસ્ટર્સ્ માટે 3 પોઈન્ટ ઉપર ફોકસ કરવું અગત્યનું છે. (1) લીડ કરો, (2) ટોપ ટેલેન્ટ બનો અને (3) પ્રોડક્ટિવ બનો. યુવાનો માટે એજ્યુકેશન પછી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તો કરિઅર હોય છે. ભણતા હો કે નોકરી કરતા હો, તમારા માટે આ ત્રણ બાબત અત્યંત મહત્વની બની જતી હોય છે. જે લાઈફ-ટાઈમ તમને કો-ઓપરેટ પણ કરે છે. આ ત્રણ બાબત એટલે જ (1) લીડરશીપ, (2) ટેલેન્ટ અને (3) પ્રોડક્ટિવિટી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સાત-સાત વખત ઓલિમ્પિક મેડલ જીતનારી જાણીતી અમેરિકન જિમ્નાસ્ટ શેનોન મિલર (જ. તા. 10 માર્ચ, 1977)એ યુવાનોને પ્રેરણા આપતા સમયનો બચાવ અને યોગ્ય ઉપયોગ કરવા ટિપ્સ્ આપી છે. તેણે કહ્યું છે કે “યુવાન હોય કે યુવતી, દરેકે પોતાની જિંદગીના દરેક દિવસની એક એક મિનિટ અને સેકન્ડનો હિસાબ રાખવો જોઈએ. આપણું જીવન આપણી પસંદગીની રીતે જીવવા માટે પણ આપણે આપણા હાથમાં રહેલી દરેક મિનિટ્સ અને સેકન્ડ્સનો સારી રીતે ઉપયોગ કરીએ એ જરુરી છે. સફળતાનો આ જ તો પાયો છે. કેમ કે સફળતા એ કોઈ મેજિક સ્ટિક ફેરવવાથી આવી મળતી નથી.”

યંગસ્ટર્સ્ માટે 3 પોઈન્ટ ઉપર ફોકસ કરવું અગત્યનું છે. (1) લીડ કરો, (2) ટોપ ટેલેન્ટ બનો અને (3) પ્રોડક્ટિવ બનો. યુવાનો માટે એજ્યુકેશન પછી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તો કરિઅર હોય છે. ભણતા હો કે નોકરી કરતા હો, તમારા માટે આ ત્રણ બાબત અત્યંત મહત્વની બની જતી હોય છે. જે લાઈફ-ટાઈમ તમને કો-ઓપરેટ પણ કરે છે. આ ત્રણ બાબત એટલે જ (1) લીડરશીપ, (2) ટેલેન્ટ અને (3) પ્રોડક્ટિવિટી.

સૌથી પહેલા લીડ કરવાનું મહત્વ સમજીએ. જ્યારે આપણે આપણી જાતને મહત્વ આપીશું તો જ આપણી સાથે જોડાયેલા અન્ય લોકો પણ આપણને મહત્વ આપવાનું સ્વીકારશે. આ માટે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ટ-અપ થવો જરુરી છે. સ્ટુડન્ટ્સ હોય કે એમ્પ્લોયી, દરેક માટે બીજા કરતા કંઈક હટ કે કરવાનું જુનૂન હોય જ છે. આ જુનૂન ડેવલપ થવું જોઈએ કે બધા કરતા આગળ રહેવું છે. લીડરશીપ એટલે માત્ર નેતાગીરી એવો અર્થ જ નથી. લીડ કરવી એટલે કે બીજા કરતા બધી જ બાબતોમાં વધુ ચઢિયાતા પુરવાર થવું.

આમ લીડ કરવા માટે ઘણા બધા પ્રયાસો અને પુરુષાર્થની જરુર પણ પડતી હોય છે. સૌથી પહેલા તો આત્મવિશ્વાસની જરુર પડે છે કે આ ટાસ્ક હું કરી શકીશ. જ્યારે કોઈ પણ ટાસ્ક માટે હરિફાઈ તીવ્ર હોય અને કાર્ય મુશ્કેલ હોય ત્યારે જ કાર્ય કરવાની અને સફળતા મેળવવાની મજા આવતી હોય છે. ક્યારેક કોઈ ટાસ્ક વખતે ભયભીત જરુર થઈ જવાય, પરંતુ હાથ ઉપર લીધેલું કાર્ય અધુરું મૂકવું સલાહભર્યું નથી. કવિ નર્મદનું જાણીતું કાવ્યપદ છે કે “ડગલું ભર્યું તે નવ હઠવું.” કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જાણીતા ગીતનો ગુજરાતી અનુવાદ પણ એટલો જ જાણીતો છે કે “તારી કોઈ હાક સૂણીને ન આવે તો, એકલો જાને રે...” લીડ કરનાર અથવા કોઈ પણ ટાસ્કની શરુઆત કરનાર તો હંમેશા એકલો જ હોય છે. તે વ્યક્તિ આગળ વધે પછી તેની સાથે અથવા તેની પાછળ પાછળ લોકો જોડાતા જતા હોય છે. આ છે સફળતાની તાકાત.

ઘણા લોકોમાં લીડ કરવાનો કે કંઈક નવું કરવાનો વિચાર આવતો જ હોય છે. પરંતુ મોટા ભાગે સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ હોય એવું બનતું હોય છે. ક્યારેક અસુરક્ષાની ભાવના પણ ઉત્સાહી લોકોને રોકી લેતી હોય છે. આથી જ તો કશુંક નવું કરવા માટે ઉસ્તાહીત લોકો પોતાનાથી વધુ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે જોડાવાનું પણ પસંદ કરતા નથી. લીડ કરવા માટે હંમેશા સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ટ-અપ કરવો અગત્યનો છે. એ પછી જે ટાસ્ક અથવા કાર્યનું લક્ષ્ય હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે. ટાસ્ક ઉપર કોન્સન્ટ્રેશન કર્યા પછી ધીમે ધીમે તે ટાસ્કની સફળતા તરફ આગળ વધવા માટે કામ કરવું પડે છે.

હવે આપણે ટેલેન્ટની વાત કરીએ. આપણે ઘણી વાર આ શબ્દ સાંભળ્યો હોય છેઃ “ટેલેન્ટ હન્ટ” એટલે કે “પ્રતિભા ખોજ સ્પર્ધા” અથવા એવું જ કશુંક આયોજન. કહેવાય છે કે પ્રતિભા તો જન્મજાત જ માનવીમાં આવી ગઈ હોય છે. બસ વ્યક્તિમાં રહેલી પ્રતિભા યા કલાને કંડારવાની અને તેને કુશળતાપૂર્વક બહાર કાઢવાની જરુર હોય છે. શિલ્પકાર માકલેન્જેલોએ એક વાર કહ્યું હતું કે “મને કોઈ પથ્થર દેખાતો જ નથી. બલકે મને તો દરેક પથ્થરમાં કોઈને કોઈ શિલ્પકૃતિ છુપાયેલી જ દેખાતી રહી છે.”

ટેલેન્ટ એટલે કૌશલ્ય અથવા પ્રતિભા. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખુબી અથવા કૌશલ્ય અથવા પ્રતિભા તો હોય જ છે. પહેલો સવાલ એ હોય છે કે વ્યક્તિમાં કયું કૌશલ્ય કે પ્રતિભા છુપાયેલી છે, તેની તપાસ કરો અને તેની એ વ્યક્તિને ઓળખ કરાવો, તથા એ પ્રતિભા પાછળ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવામાં આવે. આ કામ આજકાલ જુદી જુદી સેટેલાઈટ ટી.વી. ચેનલો કરી રહી છે. જો કે મોટા ભાગે એમાં (1) ગાયન, (2) નૃત્યકલા મુખ્ય છે.

લીડ કરવાની વાત સાથે પણ ટેલેન્ટ સર્ચ સુસંગત મુદ્દો છે. કેમ કે તમે એ વ્યક્તિને જ સંચાલન અથવા સુકાન સોંપવાનું પસંદ કરશો કે જેનામાં લીડ કરવાની ક્ષમતા હોય, જવાબદારી ઉઠાવવાની ક્ષમતા હોય અને જોખમ લેવાની તૈયારી પણ હોય. ઉદાહરણ તરીકે ટેલેન્ટ સર્ચની વાત કરીએ તો સ્ટુડન્ટ્સ ફાઈનલી પાસ-આઉટ થાય ત્યારે તેમને જોબ-પ્લેસમેન્ટ ઓફર કરવા માટે તેમના જ ફિલ્ડની ઘણી બધી કંપનીઓ કેમ્પસ પ્લેસમેન્ટ મેલા પણ લગાવે છે. કંપનીને ફ્રેશ અને ટેલેન્ટેડ એમ્પ્લોયી આ રીતે મળી રહે છે. પોતાના ફિલ્ડમાં રહેલા નવા પરંતુ ટેલેન્ટેડ લોકોને શોધી કાઢવા માટે જૂની-પૂરાણી પ્રથાઓ હવે અસરકારક રહેતી નથી. સોશિયલ મીડિયા પણ ટેલેન્ટ સર્ચ માટે એક નવા પ્લેટફોર્મ તરીકે કામ લાગી શકે છે. ઘણી વાર એવું બને કે આપણી આસપાસમાં જ ટેલેન્ટેડ વ્યક્તિ હોય અને આપણે દુનિયાભરમાં શોધ કરતા હોઈએ. ખરેખર ઉત્સાહી, કાર્યક્ષમ અને વ્યવસાયિક કૌશલ્યવાળી વ્યક્તિમાં આપણને પ્રતિભાશાળી વ્યક્તિત્વ જોવા મળતું હોય છે.

આ સાથે આપણે પ્રોડક્ટિવ પ્રોસેસ અને પ્રોડક્ટિવિટીની પણ વાત કરીએ. જે લોકો સફળતાનો સ્વાદ ચાખીને બેઠા હોય છે તેમને પુછવામાં આવે તો ખબર પડશે કે આ લોકો ખરા અર્થમાં “ટાઈમ મશીનના પાયલોટ” છે. આ લોકો જાણે છે કે સમયનો ઉપયોગ એટલે કે સદુપયોગ કેવી રીતે કરવાનો છે. આપણે જાણીએ છીએ કે હાથ ઉપર હાથ રાખીને કે પગ ઉપર પગ ચઢાવી રાખીને બેસી રહેવાથી કશું જ પ્રાપ્ત થતું નથી.

સફળતા માટે મંઝિલ તરફ ચાલવું અથવા દોડ લગાવવી આવશ્યક છે. જો આપણે ચાલવાનું શરુ કર્યું હશે તો સમયનું મહત્વ છે કે થોડા થોડા સમયે આપણે મંઝિલની નજીક અવશ્ય પહોંચી ગયા હોઈશું. ઘણા બધા લોકો મલ્ટી ટાસ્કિંગ પર્સનાલિટીવાળા હોય છે. એમને જોઈને આપણને નવાઈ પણ લાગે કે આ લોકો આટલું બધું કામ ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે કરી લેતા હશે. કેવી રીતે આ લોકો જુદા જુદા કાર્યો માટે સમય કાઢી લેતા હોય છે. આ વાત સમજવા જેવી છે.

આપણે જાણીએ છીએ કે માણસ એક જ હોય અને તેને જુદા જુદા ટાસ્ક કરવાના આવે. માણસ એક જ હોય અને તેની પાસે બીજા લોકોની જેમ જ એક દિવસમાં 24 કલાકનો ટાઈમ જ ખર્ચ કરવાનો આવે. આમ છતા ઘણા લોકો ટાઈમ ટેબલ બનાવીને એટલે કે પ્લાનિંગ બનાવીને એ પ્રમાણે પોતાનું ટાસ્ક મેનેજમેન્ટ કરી લેતા હોય છે. ફેમિલી એન્ડ ફ્રેન્ડઝ માટે ટાઈમ, ઓફિસ અવર્સ અથવા સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશન અવર્સ્ દરમિયાન પોતાની આસપાસના લોકો માટે ટાઈમ, સોસિયલ સર્વિસ માટે ટાઈમ, મોર્નિંગ વોક યા ઈવનિંગ વોક અને યોગ-એરોબિક-એક્સરસાઈઝ માટે ટાઈમ. ઘણા સફળ લોકો અલ્ટ્રા-પ્રોડક્ટિવ હોય છે. જેને એક અર્થમાં મલ્ટી-ટાસ્કિંગ પર્સનાલિટી પણ કહી શકાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++