Key Of Happiness in Gujarati Motivational Stories by krupa Bakori books and stories PDF | Key Of Happiness

Featured Books
Categories
Share

Key Of Happiness

Key Of Happiness

Krupa Bakori

Kbakori189@gmail.com

પ્રસ્તાવના

પ્રેરણાદાયી મહાન વ્યકિતીઓના સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. વિશ્વાસ છે કે આ સુવિચારો આપના જીવનમાં પ્રેરણાસ્ત્રોત્ર બનશે. આ પુષ્પો જેવા સુવિચારો આપ સર્વના જીવનમાં સુંગઘપ્રચુર અને શાતાદાયક નિવડે તેવી આશા રાખું છું. સુવિચારો વાંચવાથી નહી, પરંતુ અમલમાં મુકવાથી ઉપયોગી નીવડશે.

1) આપણી અંદર શું છે તે બાબત કરતાં આપણી સામે હાલ શું છે તેનું મહત્વ વધારે છે.

-રાલ્ફ વાલ્ડો ઈમસર્ન

2) આપણી સમજણ આપણા પર આઘાર રાખે છે.આપણી સાથે જે બની રહયુ છે. તેનુ પ્રદ।ન આપણા વર્તન માં માત્ર 10 ટકા જેટલું હોય છે. પણ આપણે કેવી રીતે તેનો પ્રતિકાર સામનો કરીએ છીએ તેનું પ્રદાન 90 ટકા જેટલુ હોય છે.

-ચક સ્વિડન

3) પ્રતિકુળ પરિસ્થિતિમાં અડગ રહેતા અવશ્ય આવડવું જોઈએ.

-ઈન્દિરા ગાંધી

4) ત્વરિત ઈલાજ માટે શાંત રહેવાની કળા શીખવાનો પ્રયત્ન પ્રય્તન કરો.

-લિલી ટમલીન

5) આપણે કોઈ મોટા કાર્ય નથી કરી શકતા,પણ નાના કામો ને વિશાળ હ્દયથી જરૂર કરી શકીએ.

-મધર ટેરેસા

6) આજ સૌથી મોટો રોગ કોઢ કે રકતપિત નથી પંરતુ કોઈની કર્તવ્યવિમુખતા એ મહારોગ છે.

- મધર ટેરેસા

7) જ્ઞાનથી વધારે અગત્યની બાબત કલ્પના છે. -એલવર્ટ ઈસ્ટીન

8) માનવ પરિસ્થીતિઓનો દાસ નથી હોતો, પંરતુ તેની ગુલામ હોય છે

-એલવર્ટ ઈસ્ટીન

9) જે જીવન આવતીકાલ માટે લેવાય છે, તેનો અભ્યાસ એક દિવસ પછી થશે.

-લેકસ

10) જ્યાં સુધી કલ્પના કરી શકાતી નથી, ત્યાં સુધી ઘટના ઘટિત થતી નથી.

-કાર્લ સૈડંબરી

11) ભાવના વગર અંધકાર ને પ્રકાશ માં ફેરવી શકાતો નથી.

-કાર્જ જંગ

12) આપણે આપણા વિચારો વડે પ્રગતિ કરી શકીએ.

-ઓરીસન સ્વેટ માઈન

13) અસંભવ તથા સંભવ એ આપણા મનની પેદાશ છે.

-આર્થ. ઈ. કલર્ક

14) સારા માણસોના ગુણ ત્યારે જ ખબર પડે છે જ્યારે તે જતો રહે છે.

-રાલ્ફ વાલ્ડો ઈમસર્ન

15) જો સફળતા ચાહતા હો તો અસફળ થવાનો દર બે ગણો કરી દો.

-કવેટીંન ક્રિસ્થ

16) અનુભવ એ ઘટના છે, જેને મનુષ્ય ધારણ કરી લે છે.

-આડકસ હકસલી

17) સારા હ્દયમાં બધા માટે સ્થાન હાય છે.

-એન્ટોનિયા પોર્ચિઆ

18) મનુષ્ય પોતાના વિચારોમાં પરીવર્તન લાવીને, જીવનને બદલી શકે છે.

-વિલિયમ જેમ્સ

19) મઘનું એક ટીપું ઢગલાબંધ માખીને આકર્ષિત કરે છે.

-અબ્રાહમ લિંકન

20) બીજાઓ કરતા ચાલક બનો પણ, તેમને ખબર પડવા ન દેશો.

-લોર્ડ ચેસ્ટર ફિલ્ડ

21) જે માણસ એકલો ચાલે છે તે દિવસ ની શરૂઆત કરી શકે છે.

-હેનરી ડેવિડ

22) જે પ્રભુની કૃપામાં સાચેસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.

-શ્રી માતાજી

23) પરમાત્મા હમેંશા દયાળુ છે. જે શુદ્ધ અંત:કરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.

-સ્વામી વિવેકાનંદ

24) ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવવાની શક્તિ છે. કોઈ પણ અન્ય વસ્તુમાં નથી.

-જયશંકર પ્રસાદ

25) મંજિલ વિના માર્ગ નહી,ધ્યેય વિના જીવન નહી. -શુચિ

26) જીવન જીવવું હોય તો દર્પણની માફક જીવો જેમાં સ્વાગત સર્વનું પણ સંગ્રહ કોઈનો નહી.

-રવિન્દ્રનાથ ટાગોર

27) ક્ષમા આપવી ઉતમ છે, પણ ભૂલી જવુ એના કરતાં પણ વધુ ઉતમ છે.

-બ્રાઉનિંગ

28) તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ

છે.

-ખલિલ જિબ્રાન

29) જીવનની સાધનાનું અંતિમ દ્રશ્ય તો આ છે, મેળવવુ, આપવુ ,અને છોડી દેવું.

-ધૂમકેતુ

30) કસરત થી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તક ના વાચંન થી મગજ ને મળે છે.

-એડિસેન સેન

31) પુસ્તકાલય જ્ઞાનની પરબ છે -કહેવત

32) આ જગતમાં બધુ આપણા સંકલ્પથી જ નાનું કે મોટુ બને છે.

-યોગ વસીષ્ઠ

33) જે મનુષ્ય પોતાના નિશ્ચયમાં દઢ અને અટલ હોય તે મનુષ્ય દુનિયા ને પોતની રીતે બદલી શકે છે.

-ગ્રેટે

34) સત્ય જ મહાન છે અને પરમ શક્તિશાળી છે.

-બાઈબલ

35) સત્ય જો દબાવી દેવામાં આવે તો એ આપોઆપ પ્રગટ થઈ જશે.

-બ્રાયન્ટ

36) સત્ય થી વધે તેવો કોઈ ધર્મ નથી.

-સંસ્કૃત કહેવત

37) એક તો આરંભ ન કરો અને જો આરંભ કરી દીધો હોય તો પૂર્ણ કરીને જ જંપો.

-ઓવિદ

38) યોગ્ય સમય પર કરેલુ નાનું કામ પણ બહુ ઉપકારી હોય છે જ્યારે સમય વહી ગયા પછી કરેલુ મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે.

-યોગ વશિષ્ઠ

39) જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટી માં જાય છે જે સમય ચિંતન માં જાય છે તે તિજોરીમાં જમા થાય છે

-ચિંગ આાઓ

40) પ્રાર્થના પરિણામ બદલી શકે છે.

-સ્વામી પીયુષાનંદ સરસ્વતી

41) પ્રામાણિકતા સર્વોતમ નીતિ છે.

-સર્વે પિટ્સ

42) પુરુષાર્થ વગર વીના પ્રારબધ પાંગળુ છે.

-ચાણકય

43) કોઈ પણ મહાન વ્યક્તિ ની પ્રથમ પરીક્ષા તેની નમ્રતા છે.

-જોન રસ્કિન

44) મૌનના વૃક્ષ પર શાંતિના ફૂલો ખીલે છે.

-અરબી

45) મૌન અને એકાંત આત્માના શ્રેષ્ઠ મિત્રો છે.

-લોંગ ફેલો

46) જનની અને જન્મભૂમિ સ્વર્ગ થી પણ મહાન છે.

-વાલ્મિકી

47) ભાષા એટલે વિચારોનો પેહરવેશ.

-ડૉ. જીનસેન

48) સ્ત્રી, સ્નેહ, અને સફળતા એ એક જ વસ્તુ ના વિવિધ નામો છે

-રૂસો

49) ભાષા ની બે ખાણો છે એક પુસ્તક અને બીજું લોકો ની વાણી.

-દિનકર

50) નમ્રતા જ્ઞાનનો નો માપદંડ છે.

-મહાવીર સ્વામી

51) પરીશ્રમ એ જીવન ની સફળતાનું રહસ્ય અને આત્મા નું રત્ન છે.

-પ્રેમચંદજી

52) પરિશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભાવ કરે છે.

-રોમન કહેવત

53) નમ્રતા પ્રેમપુર્ણ વ્યવહાર અને સહનશીલતા થી મનુષ્ય તો શું દેવતા પણ તમને વશ થશે.

- ટીળક

54) સ્ત્રી યુવાવસ્થામાં,ગૃહલક્ષ્મી પ્રોઢવસ્થામાં જીવનસંગીની અને વૃધાવસ્થામાં પરીચારીકા હોય છે.

-બેકેન

55) જયારે હું કોઈ વ્યકિતની સાથે વિચાર-વર્મશ કરવા માટે તૈયાર થાઉ છું તો એક તૃતિયાંશ સમય પોતાના વિશે તથા હું શું કહેવા જઈ રહયો છું એ બાબત માં લગાડું છું જયારે બે તૃતિયાંશ સમય એના તથા એ શું કહેવા જઈ રહયો છે, એન। વિશે વિચાર કરું છું

-અબ્રાહમ લિંકન

56) જે તમને તરતાં શિખવાડે છે તેને ડુબાડશો નહી. જેણે તમને વ્યવસ।ય અને વ્યાપાર શીખવાડયાં છે. એન। વિરુઘ્ઘમાં વ્યવસાય ન કરો.

-સી. એચ. સ્પજંન

57) ભવિષ્ય એ કોઈ સ્થુળ નથી જયાં આપણે જઈ રહય। હોય, પરંતુ આપણે તો એનું નિર્માણ કરવાનું છે. મ।ર્ગ કંઈ તૈયાર નથી મળતા એને બનાવવા પડે છે.

-જાન શોર

58) સાચો પ્રેમ એક મૃદુ ફુલ જેવો છે, જો એને બચાવી લેવો હોય તો તેનું ખુબ જ સાવધાનીથી રક્ષણ કરવું પડશે.

-જેમ્સ ડબસન

59) પહેલા આપણે આદતો ને જન્મ આપીએ છીએ,પછી આદતો આપણને નચાવે છે.

-નથાનીલ એમનસ

60) જે આપણે વારંવાર કરીએ છીએ તે જ આપણે હોઈએ છીએ.

-એરિસ્ટોટલ

61) મૂર્ખતાપૂણ દઢતા વિનાશના માર્ગે લઈ જાય છે.

-રાલ્ફ વાલ્ડો ઈમસર્ન

62) કયારેક જીતવાનું હાર્યા કરતા પણ વધારે ખરાબ હોય.

-બિલી હોલીડે

63) અગર તમે માણસો પ્રત્યે પરમભાવ નથી રાખતા,તો તમે ભગવાનની નજીક પણ નહી હોઈ શકો.

-લેસ ગિબલીન

64) તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.

-ખલિલ જિબ્રાન

65) જ્ઞાન સંઘરશો તો ઘટશે,વહેચશો તો વઘશે.

-સ્પેનિશ કહેવત

66) ઇશ્વર એક જ છે. ભકતો તેને જુદી જુદી રીતે વર્ણવે છે.

-ઉપનિષદો

67) માણસ પોતે પોતાના કાર્યો વિશે બોલે એના કરતા તેનું કાર્ય પોતે જ બોલી ઉઠે એમાં જ સિઘ્ઘી ના દર્શન થાય છે.

-વજુ કોટક