અંક – ૨
ભાગ – ૩
જીવન માં સ્ત્રી ના ઘણા રૂપ હોય છે તેમાંથી એક રૂપને આપણે શાયનેશું રંભા તરીકે પણ જાણીએ છીએ.
શાયનેશું રંભા
શયનેશું રંભા ખુબજ સુંદર શબ્દ છે, સ્ત્રીના અનેકો રૂપ હોય છે, બહેન,માતા,દીકરી પત્ની, આમ આ આલગ અલગ રૂપ માં એક રૂપ પોતાના પતિ માટે રંભા નું પણ હોય છે, એટલેજ કહેવામાં આવે છે કે શયનેશું રંભા.
ત્રિશા અને અમિતના લગ્નને થોડો જ સમય થયો હતો. રાજવીને હમણાંથી લાગતું હતું કે પોતાને સંતોષ નથી થતો. અમિત જે રીતે સંબંધ બાંધતો હતો, એ યોગ્ય હતો પણ કોણ જાણે કેમ, ત્રિશાને સંતોષ થતો નહીં. એક વાર એની બહેનપણી એને મળવા આવી, ત્યારે ત્રિશાએ એને વાત કરી. એની બહેનપણીએ એને સમજાવતાં કહ્યું, ‘તને જો સંતોષ ન થતો હોય તો તારી રીતે સંતોષ મેળવવા તું અમિતને કેમ નથી કહેતી?’ ત્યારે રાજવી બોલી ઊઠી, ‘અરે! એવું તે કંઇ આપણાથી કહેવાય?’ આવી માનસિકતા આજની આધુનિક અને પુરુષસમોવડી ગણાતી સ્ત્રીઓમાં પણ જોવા મળે છે.
લગ્ન કરીને સાસરે ગયા બાદ સ્ત્રી ગમે એટલી આધુનિક હોય તો પણ જ્યારે શયનખંડમાં પગ મૂકે એટલે તરત એની માનસિકતા પુરુષપ્રધાન સમાજની બેડીઓમાં કેદ થઇ જાય છે. પોતે સ્ત્રી છે, પોતાની ઇચ્છા છે, પોતાના આગવા ગમા-અણગમા છે, આકાંક્ષા-અપેક્ષા છે એ બધું જ ભૂલીને સ્ત્રી માત્ર પત્ની તરીકે વર્તવા લાગે છે.
પતિને સંતોષ થાય ત્યાં સુધી એને સાથ આપવો અને પછી સૂઇ જવું. પોતાને શું પસંદ છે, કઇ રીતે પોતાને મજા આવે છે કે વધારે મજા માણવા શું કરવું વગેરે બાબતો વિશે એ ક્યારેય વિચારતી નથી. જો કોઇ આ અંગે વિચારવાનું કહે તો તરત જ એના મોંમાંથી ‘હાય... હાય... એવું તે કહેવાય?’ જેવા શબ્દો સરી પડે છે.
સવાલ એ થાય કે કેમ ન કહેવાય? શું સ્ત્રી તરીકે પોતાની ઇચ્છા વ્યક્ત કરવી અને તે પણ પોતાના સાથીદાર સમક્ષ એ ગુનો છે? ક્યા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સ્ત્રીએ પોતાની ઇચ્છા, ગમા-અણગમા, પસંદને દબાવી રાખવી? ઊલટાનું આપણા શાસ્ત્રોમાં તો સ્ત્રીને ‘શયનેષુ રંભા’ ગણાવવામાં આવી છે. એટલે કે એવી સ્ત્રી જે શયનખંડમાં પતિને અને પોતાને સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય એ રીતે વર્તે. તો પોતાને આનંદ મેળવવાનો જે અધિકાર છે એને શા માટે બિનજરૂરી શરમ-સંકોચમાં દબાવી રાખવો? એવું કોણે કહ્યું કે સ્ત્રી પોતાની ઇચ્છા વ્યક્ત કરી ન શકે?
શયનખંડમાં પતિ અને પત્ની સિવાય બીજું કોઇ હોતું નથી. એવા સમયે પત્ની સંબંધ બાંધવા માટે ક્યારેક પહેલ કરે, ક્યારેક પતિની ઇચ્છાને જાગૃત કરવા એને પણ એવી જ રીતે તૈયાર કરે જેમ પતિ પત્નીને તૈયાર કરે છે, પોતાને કેવી રીતે સંબંધ માણવામાં વધારે આનંદ આવે છે અને એ પરાકાષ્ઠાએ પહોંચતી વખતે પોતાને જે અનુભૂતિ થાય છે તેની અભિવ્યક્તિ જો પતિ સમક્ષ કરે તો એનાથી સંબંધ વધારે આનંદભર્યા અને પ્રગાઢ બનશે. પતિને પણ લાગશે કે પત્નીને પણ પોતાના જેટલો જ આનંદ આ સંબંધમાં આવે છે.
પત્ની જ્યારે પોતાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે પતિને પણ એવું લાગે છે કે પત્ની ખરેખર સંબંધ બાંધવા ઉત્સુક છે અને આ ભાવના એની ઇચ્છાને વધારે પ્રદીપ્ત કરે છે. આ લાગણી સાથે દંપતી સંબંધ બાંધે ત્યારે માત્ર પતિને જ નહીં, પત્નીને પણ અનોખા આનંદ અને પરાકાષ્ઠાની અનુભૂતિ થાય છે.
ક્યારેક આ અનુભૂતિનો અનુભવ પતિ સાથે વહેંચવો, પોતાને કઇ ક્રિયામાં વધારે આનંદ આવ્યો અને પતિ કઇ રીતે તો પોતાને ગમે છે આ બધી બાબતો ઘણી વાર પત્ની પતિ સાથે વહેંચતી નથી. એના બદલે મુકત મને પતિ સાથે પોતાના આનંદની વહેંચણી કરવી, પોતાને ગમતું વર્તન કરવા માટે પતિને કહેવું, સંબંધ માટે પોતે પહેલ કરવી અને પતિને તૈયાર કરવા એનાથી સંબંધમાં પણ કંઇક નાવીન્ય આવે છે.
કેટલાક દંપતી વચ્ચે અસંતોષ કે એકવિધતાની ભાવના આવી જાય છે તેનું કારણ આ જ છે. પતિ પોતાને મન પડે એ રીતે અને એટલો સમય સંબંધ બાંધી સંતોષ થાય એટલે સૂઇ જાય. પત્ની ક્યારેય એને પોતાની લાગણી કે મનોભાવનાથી વાકેફ ન કરે કેમ કે પતિને એવું કહેવાતું હશે? એમ વિચારીને મોટા ભાગના દંપતીમાં આ કારણસર ધીરે ધીરે સંબંધોમાં શરૂઆતમાં એકવિધતા અને પછી નીરસતા આવવા લાગે છે.
આવું ન બનવા દો. તમે પત્ની હોવાની સાથોસાથ સ્ત્રી પણ છો, તમારી પણ ઇચ્છા, અપેક્ષા, આકાંક્ષા છે, તમારા આગવા ગમા-અણગમા, પસંદ-નાપસંદ છે. આ બધી બાબતોને પણ દાંપત્યમાં પ્રાધાન્ય આપી તે વ્યક્ત કરો. સાચા અર્થમાં ‘શયનેષુ રંભા’ બનીને રહો અને પછી જુઓ કે તમારું દાંપત્યજીવન કેવું રસભર્યું બની જાય છે!
Kalindi vyas
Kalindivyas735@gmail.com