LEKHIKA - 6 in Gujarati Magazine by lekhika books and stories PDF | LEKHIKA-6

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

LEKHIKA-6

અંક – ૨

નમસ્તે.....

ક્યારેક જીવનની એક પળ પરિસ્થતિમાં પરિર્વતન લાવી દે છે. જેના માટે ભવિષ્યમાં વિચાર કર્યો નથી હોતો. આ પરિર્વતન ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ અથવા તો જીવનમાં એક સુખ આપીને ધણું બધું છીનવી લે છે.

જયારે તમારી પરિસ્થતિ દુઃખદ હોય અને બીજાને હસાવવાનું કાર્ય કેટલું અઘરું છે તે જાણવા માટે આગળ વાંચો અને તમારા પ્રતિભાવો આપશો.

દરેકના ચહેરા પર હાસ્ય લાવવાનાર એટલે

ક્યારેક જીવનની એક પળ પરિસ્થતિમાં પરિર્વતન લાવી દે છે. જેના માટે ભવિષ્યમાં વિચાર કર્યો નથી હોતો. આ પરિર્વતન ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ અથવા તો જીવનમાં એક સુખ આપીને ધણું બધું છીનવી લે છે.

ક્યારેક સમય અને સંજોગો જ એવા ઉભા થાય છે કે, માણસને ઉપરથી નીચે ફેકી દે છે, ત્યારે જીવનમાં એક નવું જ પરિર્વતન આવે છે.

આ સમયે માણસ પોતાની જાતને સંભાળી લે તો જીવનમાં આવતી કોઈપણ મુસીબતો સામે ચટ્ટાન બની ઉભો રહી શકે છે. તો ક્યારેક પરિસ્થતિ એવો વળાંક લે છે કે, પેટ કરાવે વેઠ કહેવત સાચી પડે છે. એક સત્ય હકીકતનો અહેસાસ કરીએ......

૧૮૬૯ના એપ્રિલની ૧૬મી તારીખે સાઉથ લંડનમાં એક સંગીતકાર-માતા-પિતાને ત્યાં એનો જન્મ થયો. પિતા દારૂના આદતી હોવાથી તે દારૂને પિતા તેનાથી વધારે દારૂ તેમને પી ગયો. એક દિવસ કુટુંબને છોડીને તે ક્યાંક ચાલ્યો ગયા. આ પછી એની માતાના શિરે ચેપ્લિન તથા તેના ભાઈ સીડનીને ઉછેરવાની અને કમાવાની જવાબદારી આવી પડી.

પતિ વગરના ઘરમાં રોજીરોટી માટે દોડતી સ્ત્રી શરાબખાનામાં સૈનિકો તેમજ અન્ય લોકોની હાજરીમાં નાચ-ગાન કરતી. આ તેમનો રોજનો નિયમ... પરિસ્થતિ સામે ઝઝૂમી રહેલી પરતું હાલતથી લાચાર થતી જાતી હતી. આ લાચારીની સાથે બીમારીએ પણ પગ પેસારો કરેલ તેથી એક દિવસ તે પોતાના આઠ વર્ષના પુત્રને સાથે લઈને હાજર થઈ ગઈ.

બીમારીની હાલતમાં શરીર સાથ આપતું ન હોવા છતાં પણ નાચવા સાથે ગાવાનું ચાલુ કર્યું થોડી મીનીટોમાં તો સ્ટેજ પર ચક્કર આવતા ઢળી પડી. તેમની આ પરિસ્થતિનો મેનેજરે પૂરો લાભ લીધો સ્ટેજ પર આવી તેમનું અપમાન કર્યું અને ઉંચા આવાજે તાડૂક્યો, તું કોઈ કામને લાયક નથી. તારા દિવસો ગયા, જા....જા.... ઘરે જા અને આરામ કર.....

પોતાની માં નું અપમાન સહન ન થતાં પડદા પાછળથી જોઈ રહેલ બાળકે પોતાની ઉંમર અને આવડત પ્રમાણે શરીરના અંગોને પોતાની આવડત પ્રમાણે અલગ અલગ પ્રકારે હલન ચલન કરાવી, પોતાની માતાના અવાજમાં ગાવાની કોશિષ કરી બધાનાં મનમાં પોતાની આગવી છાપ બેસાડી દીધી એવા તો ખુશ કર્યા કે, રૂપિયાનો વરસાદ વરસ્યો.

આ આઠ વર્ષના બાળકના જીવનમાં પરિર્વતન આવતા એક સેકન્ડનો સમય લાગ્યો, તે એક સેકન્ડ એટલે તેની માતાને ચક્કર આવતા તે એક સેકન્ડે તેના જીવનમાં એક નવો જ સૂર્યોદય થયો. ભુખ અને બીમારીથી લાચાર માં નો ભૂખ્યો આઠ વર્ષનો છોકરો એટલે ચાર્લી ચેપ્લિન.

તે કોઈ જન્મજાત કલાકાર ન હતા. પરતું સમય અને સંજોગોની થપાટે તેમને એવો માર આપ્યો કે, નાની ઉમરમાં જ તે બહુ મોટો થઈ ગયો. તેમના જીવનની દીશા અને દશા બન્ને બદલી ગઈ. જે વ્યક્તિ દરેકને પેટ પકડીને હસાવતો તે સ્ટેજ પર પહોચ્યોં તેમના માતાની દુઃખદ પરિસ્થતિના કારણે પરતું હંમેશા બધાંના ચહેરા પર ખીલખીલાટ હાસ્ય લાવવાનું કાર્ય કરનાર ચાર્લી ચેપ્લિનનું જીવન દુઃખોથી ભરેલ હતું.

સમયના સાથ સાથે તેમજ મુસીબતોએ તેમના જીવનમાંથી અંધકાર દુર કરી ને સૂર્યનો ઉજાસ ફેલાય ગયો. આજ રીતે સમયની સાથે અભિનેતા, લેખક, નિર્દેશક, નિર્માતા, કંપોઝર અને કોર્યોગ્રાફર તરીકે ચેપ્લિને લગભગ ૮૦ ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાંથી ધ ગોલ્ડ રશ, સીટી લાઈટ્સ અને લાઇમલાઇટસ ઘણા જ પ્રસિદ્ધ છે.

ઐતિહાસિક ફિલ્મો દ્વારા વિશ્વભરમાં નામના મેળવી છે. બોલતી ફિલ્મોના યુગમાં પણ ચાર્લીની મૂંગી ફિલ્મો લોકોને હસાવતી રહી એ તેના અભિનયની વિશિષ્ટતા હતી. સન ૧૯૭૫ માં ચાર્લી ચેપ્લિનને નાઈટહુડની પદવી આપવામાં આવી હતી. ચાર્લી ચેપ્લિન તેમની પાછળ પત્ની ઉના અને ૮ બાળકોને છોડી ગયા હતા. ઉના તે સમયના પ્રખ્યાત નાટકકાર યુજીન ઓ’નીલની પુત્રી હતી. કહેવાય છે કે, ચાર્લી ચેપ્લિન ઊંઘમાં જ કોમામાં ચાલ્યા ગયા હતા.

PRAFUL DETROJA