પાર્ટનર:ચંદૂ-મંગુ ભાગ -૧
“અરે તું ઊઠ ને યાર, તને કેવાય છે ડોફા. આઠ વાગી ગયા, હવે બાકી કોલેજ જવા માં મોડું થઇ જશે અને પછી નાસ્તો કરવાનો પણ બાકી રહી જશે . ” ચંદુ એ મંગુ ને ઊઠાડવા માટેની કોશિશૉ કરી રહ્યો હોય છે .પણ ચંદુ પણ આ શિયાળાની ગુલાબી ઠંડીમાં ઊઠે એવું મંગુ ને લાગતું ન હતું .
પછી મંગુ એ જોરથી ચંદુ એ ઑઢેલો ધાબળો ખેંચ્યો અને તરત જ ચંદુ હલયો અને બબડ્યો “ અરે સુવા દે ને થોડી વાર મંગા , અને તું અહીંથી મને હેરાન કર્યા વગર જા બાકી સવાર માં જ મારી સાંભળીસ. ” પાછો તે ફરી ધાબળો ઓઢી લે છે .
મંગુ પણ હવે છેલ્લી વખત ચંદુને ઉઠાડવા અજબ તરકીબ શોધી કાઢે છે . તે એક ગ્લાસ માં માટલી માં ભરેલું પીવાનું પાણી લઇ આવ્યો પછી તેને તરત જ ચંદુ એ ઓઢેલો ધાબળો ખેંચી લઈને જેવું ચંદુ નું મોઢું દેખાય એવું મંગુ એ તરત જ તેના મોંઢા પર ગ્લાસ માંથી પાણી રેડ્યું. એટલે ચંદુ અચાનક ઝબક્યો અને બેઠો થયો. ચંદુની આંખો માં પાણી જવાથી તેને ધીમે ધીમે આંખો ખોલી અને જેમ મંગુ ને હુકમ કરતો હોય તેમ બોલ્યો.” નહાવા માટે પાણી ગરમ કરવા મુકયું પહેલા? અને મંગા આ રીતે તને કોને પાણી મોઢાં પર નાખવા કહયુ. તારું આ રોજ નું છે હો….. એક દિવસ જો મગજ નો બાટલો ફાટ્યો ને તારું આ મોઢું પણ ફાડી નાખીશ હો……”
હવે મંગુ પણ આ સાંભળીને ચંદુ ની રાહ જોતો હોય કે તે ક્યારે બોલતો બંધ થાય.ત્યાં જ અચાનક તેને મોકો મળતા જ કૂદી પડે છે“ જાણે તમે રાજ કુમાર ચંદ્રગૃપ્ત હોય એમ હુકમ કરો છો. મને ખબર જ છે તમે રોજ ની જેમ મોડા જ ઉઠો છો અને રોજ ની જેમ આજે પણ મેં રાજકુમાર નું પાણી ગરમ મૂકી દીધું છે .અને હા તું જ આજથી રાતે હવે મને નહી કહેતો કે સવારે મને ટાઈમે ઉઠાડ ,ઓકે?.......”
જ્યારે મંગુ બોલતો હોય ત્યારે ચંદુ ધીમે ધીમે ઉભો થઇ ને બ્રશ કરવા પાણિયારી એ ચાલવા લાગે છે . અને દાંત ને બ્રશ થી સાફ કરતો કરતો મંગુ ને જવાબ આપે છે. “ ઓરે…….. મોની ગયો મોરી રોજકુમોરી…….” (“અરે….. માની ગયો મારી રાજકુમારી “ એમ બોલે છે પણ બ્રશ કરતો હોવાથી ‘આ’ નો ઉચ્ચારણ કરી શકતો નથી.) પછી તે જેવો હસવા જાય છે ત્યારે અચાનક જ મોઢાં મા રહેલો ટૂથપેસ્ટ નો કોગળો બહાર આવે છે.અને રૂમ માં ફેલાય છે.આ જોઈને મંગુ હસી પડે છે.
# # #
આવુ તો આ બંને વચ્ચે રોજ ચાલતું હોય છે. તો આ પરથી તમને એટલી તો જાણ થઈ હશે કે ચંદુ અને મંગુ બંને એક ખુબજ સારા મિત્રો અને હૉસ્ટેલ માં એક રૂમ ના સારાં એવા રૂમ પાટર્નર છે.જોકે સારાં એટલે તમે આગળ જોયું એમ બંને મસ્તી તો કરતાં છતા પણ બંને એવા એકબીજા સાથે હળીમળી ને રહેતા કે આપણે તો એમ જ લાગે કે આ બંને મિત્રો નહિ પણ સગાં ભાઈઓ જ હોય ને.ઉપરાંત કયારેક નાના – મોટા ઝઘડા પણ થતાં ત્યારે થોડો સમય એકબીજા સાથે ન બોલતા પરંતુ ક્ષણીક વાર પછી તો એમ લાગે કે બંને વચ્ચે કઇ થયું જ ન હોય .
આ બંને ઓળખતા થયા એને બે જ મહિના થયા હોય છે. તો પણ તેઓ નો એકબીજા સાથે એવો તાલમેલ બેસી ગયો હોય છે કે બંને સાથે જ કોલેજ જાય , સાથે જ જમવા જાય , સાથે જ નાસ્તો કરવા જાય. આમ તો બંને જ્યાર થી ભેગા થયા ત્યાર થી કયારેય થોડો સમય પણ દૂર ન રહી શકતા. હા અહીં મારાથી એક વાત કહેવાની રહી જ ગઇ કે ભલે બંને એક કોલેજમાં ભણતા પરંતુ બંને ના વિષયો જુદા હતા. ચંદુ એ મિકેનિકલ માં અને મંગુ એ. ઈલેકટ્રોનીકસ માં . પરંતુ બંને ને પહેલું વર્ષ સરખું હોવાથી સાથે જ રહેતા. બંને હતા તો સુરત ના જ પણ અમદાવાદ કોલેજમાં એડમિશન થયું. અને એ પણ એક જ હૉસ્ટેલ ના એક જ રૂમ માં ભેગાં થયા ત્યારથી આ બંને વચ્ચે એક એવી મિત્ર ની ગાંઠ બંધાઈ કે જે કયારે પણ તૂટી ના શકે.
મંગુ અને ચંદૂ ના સ્વભાવો એકબીજાથી વિપરીત હતા.મંગુ એ શાંત , મજાકિયો , મહેનતું અને ઓછુ બોલનાર એક શરમાર છોકરો હતો. જયારે ચંદૂ એ તોફાની , આળસુ અને આક્ર્મક સ્વભાવ ધરાવતો હતો. ચંદૂ એ કોઈ થી પણ શરમાતો ન હતો. તે પોતાની સ્વતંત્રતા થી જ જીવતો હતો.જયારે મન માં જે આવે તે કામ કરવાનું અને આરામ દાયક જીવન જીવવા માં માનનારો હતો. પરતું ભલે બંને ના સ્વભાવ અલગ રહ્યા પણ ભણવામાં તો બંને ખુબ હોશિયાર હતા. અને કયારેય પણ અમુક સંજોગો સિવાય તે ક્લાસ માં રજા ન પડે તેનું ધ્યાન રાખતા. # # #
ચંદુ-મંગુ રોજની જેમ આજે પણ કોલેજ જવા નીકળે છે.તેઓ હૉસ્ટેલ ના પગથિયાં ઊતરતા હોય ત્યાં જ મંગુ પોતાની કાંડા ઘડિયાળ માં જોઈને બોલે છે. “પોણા નવ થઇ ગયાં , ચંદા….” કારણ કે અહીં ચંદુ એક તો મોડો ઊઠ્યો હતો. ઉપરથી બ્રશ કરતી વખતે જે કામ વધારવું એ બધું જોતા બંને ને ખુબજ મોડું થઇ ગયું હતું. એમાં પણ હૉસ્ટેલ થી કોલેજ એક કિલોમીટર જેટલી દૂર હતી અને નાસ્તો કરવાનો પણ બાકી હતો. એમાં પણ પંદર મિનિટ માં આ શકય ન હતું. એટલે ચંદુ તો મંગુ ને નાસ્તો કરવાની ના પાડે છે. પરંતુ મંગુ વહેલી સવારે જાગ્યો હોવાથી તેને ખુબજ ભૂખ લાગી હોય છે. તેથી મંગુ એ ચંદૂ ને કહે છે કે “નાસ્તો તો કરવો જ પડશે બાકી આજનો દિવસ નહિ પસાર થાય હો ચંદા, તારે આવવું હોય તો આવ બાકી હું જાવ છુ નાસ્તો કરવા ........” ચંદુ ને પણ મંગુ ની સાથે જવાની અને નાસ્તો કરવાની પાછળ થી ઈચ્છા થાય છે. અને બંને છેવટે કોલેજ ની કેન્ટીને નાસ્તો કરે છે. અને બંને ક્લાસ ના દરવાજા પાસે આવે ત્યારે ખબર પડે છે કે સાહેબ કાળૂનાથ ક્લાસ ની અંદર હોય છે.
“નવ ને દસ થઇ ને કાળૂએ ભકવા નુ ચાલુ પણ કરી દીધું” ચંદુ બોલે છે. મંગુ ચંદુ ને કહે છે “ચાલ, હવે અંદર જઇએ .”જેવા અંદર જાય છે કે………..
(ક્રમશ)
###############
મિત્રો , અહીં હું તમને જણાવું છું કે આ બંને મિત્રો સાથે એવી ઘટના બનવાની હોય કે જેની આ બંને એ કલ્પના પણ કરી ન હોય. તો આગળ આ જે ઘટના બનવાની છે . શું તેની અસર આ બંને ની મિત્રતા પર પડશે કે નહીં અને કલાસ માં અંદર જતાં શું થાય છે? તે જાણવા વાંચતા રહો “પાટર્નર:ચંદુ-મંગુ”.
જો મિત્રો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો રેટિંગ,રિવ્યુઝ અને ફીડબેક જરૂર આપજો.
whatsapp number : ૯૧૫૭૧૯૮૦૦૦
facebook : www.facebook.com/Rushikborad