“વિષ્ણુ મર્ચન્ટ”
પ્રકરણ – 11
આખા રસ્તે હુ એજ અનુમાન લગાવતો રહ્યો કે એ કેવી હશે? હુ શુ વાત કરીશ? શુ સવાલો પૂછીશ? એ મને શુ પૂછશે? થોડી ઉત્તેજના હતી તો થોડો ડર.
અમુક સવાલ સતાવતા હતા કે એનો તો કોઇ બોયફ્રેન્ડ નહી હોય ને? એ વર્જીન તો હશે ને? કોઇ ના પ્રેમમાં તો નહી પડી હોય ને?
“ભારત દેશ ના છોકરાઓ આ એક માનસિકતા છે કે મારે ભલે સત્તર ગર્લફ્રેન્ડ રહી હોય મારી આવનારી પત્ની તો વર્જીન હોવી જોઇએ”
એ છોકરીનુ નામ અને ચહેરો હુ ભૂલી ગયો છુ પણ એણે કહેલી વાતો મને યાદ છે.
હુ તો ક્લીન શેવ કરીને, ઇસ્ત્રીબંધ નવા કપડા પહેરીને એકદમ ટનાટન તૈયાર થઇને એને મળવા ગયેલો. મને પણ એવીજ આશા હતી કે એ મારી રાહ જોઇને મસ્ત તૈયાર થઇને બેઠી હશે પણ એવુ કંઇ થયુ નહિ. એ એકદમ સામાન્ય હતી જેવા આપણે આપણા ઘરમા હોઇએ. જુનો ડ્રેસ, ઓળાયા વગરના વાળ. એકદમ સામાન્ય હતી પણ એના ચહેરા પરથી જાણે નજર હટાવવાની ઇચ્છા નહોતી થતી. મને તો જોતાજ ગમી ગઇ.
એણે અમને પાણી આપ્યુ, ચા આપી. અમારી નજર મળી પણ એને મારામાં કંઇ રસ હોય એવુ લાગ્યુ નહી. મારો આત્મવિશ્વાસ ડગી ગયો. મને રીજેક્શનનો અંદાજ આવી ગયો.
અમને બંન્નેને વાત કરવા અલગ બેસાડ્યા. હજી તો હુ વાતની શરૂઆત કરુ એ પહેલાજ એ બોલી
“જુઓ હુ તમને અંધારામા રાખવા નથી માંગતી, હુ એક છોકરાને પ્રેમ કરતી હતી પણ એ..... ખાલી મારા શરીરને પામવા માંગતો હતો, હુ પણ આંધળી બની ગઇ હતી એના ઇરાદા પારખી ના શકી અને મારુ શરીર એને સોંપી બેઠી, એનો તો સ્વાર્થ પતી ગયો અને એનુ બીજ છોડતો ગયો, મા-બાપે ખૂબ મારપીટાઇ કરી પછી કરાયુ એબોર્શન”
“પોલીસકેસ?”
એ આછુ આછુ હસી
“હુ ગુન્હેગાર હતી, એ નહિ”
થોડો સમય શાંતિ પ્રસરી ગઇ.
“મારે લગ્ન નથી કરવા, હુ તમને શરીર સુખ નહિ આપી શકુ ના તો કદાપિ પ્રેમ કરી શકીશ, તમે મશીન સાથે લગ્ન કરવા માંગતા હો તો......મારો પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે”
હુ કંઇ ના બોલ્યો.
“એક રીક્વેસ્ટ છે”
“હા હા બોલો”
“ના પાડવાનુ બીજુ કોઇ કારણ આપજો, મને બદનામીનો ડર નથી, મા-બાપ માટે”
મૂંગા મોંએ હુ ત્યાથી નીકળી ગયો. ખૂબજ ગુસ્સે હતો સમાજ પર.
એકાદ વાર હા પાડવાનો વિચાર કર્યો પણ હિંમત ના ચાલી. છેલ્લે એજ વિચાર્યુ કે એને એના હાલ પર છોડી દેવી જોઇએ.
પછી એને કદાચ સન્યાસ લઇને કોઇ આશ્રમમાં ચાલી ગઇ.
******
એના પછી બે-ત્રણ છોકરીઓ જોઇ પણ ઉમરમાં ખૂબજ નાની હતી અને અભણ. એમા એમનો વાંક નહોતો, એમના મા-બાપજ નહિ ઇચ્છતા હોય કે ભણે. બસ જલ્દી જલ્દી લગ્ન કરાવી જવાબદારીમાથી છુટે.
ઓબ્વીયસ્લી મે ના પાડી દીધી.
“બેટા આવુ કરીશ તો કુંવારો રહી જઇશ” મમ્મી
“મમ્મી એક પંદર વર્ષની હતી તો બીજી ચૌદ વર્ષની, કાયદાકિય દ્રષ્ટીએ પણ ગુન્હો છે”
“બેટા આપણા સમાજમા આજ રિવાજ છે”
“હુ ચોવીસનો અને એ પંદરની, મમ્મી અમારી કેમેસ્ટ્રી કેવી રીતે જામે”
“મે તમને કહ્યુ હતુ ને બારમુ પાસ થયો ત્યારેજ એને પરણાવી દેવાનો હતો”
“હુ પરણી ગયો હોત તો ભણત કેવી રીતે?”
“હવે પરણીશ કેવી રીતે” મમ્મીએ નિસાસો નાખ્યો
“મે સમાજમા બધે વાત કરી રાખી છે, કોઇ તો વિષ્ણુ જેમ ભણેલી હશે”
“તો સગાઇ થઇ ગઇ હશે કે પછી લગ્ન, આમપણ આપળા સમાજમા છોકરીઓની અછત છે, હુ સમને ક્યારનીય કહ્યા કરતી હતી કે લગ્ન નહિ તો સગાઇ કરાવી દો પણ તમે તો હહરતાજ નહોતા, જુઓ હવે કેટલા હાથ પગ માર્યા ત્યારે માંડ માંડ ત્રણ છોકરીઓ મળી, હવે આગળ શુ?”
“મળી જશે” પપ્પા
“કેવી રીતે મળશે? કાલે આપળા સમાજના મારેજ બ્યુરોમા ગઇ હતી, પાંચસો છોકરા સામે ખાલી સાત છોકરીઓ અને એમા પણ બે તો ડિવોર્સી” મમ્મી ગુસ્સામા ઊભી થઇ, વેલણ પછાડ્યુ.
“મને પણ અહેસાસ થઇ ગયો છે કે મારી ભૂલ હતી” પપ્પા
“પપ્પા ચિંતા ના કરો, મળી જશે”
“વિષ્ણુ એક છોકરી છે, જો તુ હા પાડે તો”
“મમ્મી કાળી હશે તો ચાલશે પણ નાની ના હોવી જોઇએ”
હુ થોડો પ્રેક્ટિકલ થઇ ગયો કારણ કે મને પણ અમારા સમાજમા પડેલી છોકરીઓની અછતની ખબર હતી અને હજી પણ છોકરાની લાલસા ઓછી થઇ નહોતી એટલે સ્ત્રીભ્રૂણ હત્યા ચાલુજ હતી.
હુ સૂઇ ગયો હણ મમ્મી પપ્પા ઊંઘ્યા નહોતા. હુ જ્યારે પાણી પીવા ઉઠ્યો ત્યારે મને રડવાનો અવાજ સંભળાયો. મમ્મી અને પપ્પા બેઠા હતા. પપ્પા રડી રહ્યા હતા અને મમ્મી સમજાવી રહી હતી.
“એમા તમારો કોઇ વાંક નહોતો”
“મારોજ વાંક હતો”
“પોતાને દોષ ના દો, તમારી જગ્યાએ કોઇપણ હોત એજ કરત જે તમે કર્યુ અને આપણો સમાજ પણ એજ કરે છે”
“હુ આપણી આવનારી પેઢીની જીંદગી સુધારવા માંગતો હતો, વિચાર્યુ હતુ કે દિકરો હશે તો એને ખૂબ ભણાવીશ, એક સફળ વ્યક્તિ બનાવીશ જે આપણા પરિવારને આગળ લાવશે, અને જો દિકરી હોત તો નાનપણથીજ એના લગ્ન માટે દહેજની ચિંતા અને આખી જીંદગી માથુ નીચુ રાખીને ચાલવાવુ, આખી જીંદગી વ્યવહારો સાચવવાના”
બંન્ને જણ શાંત થઇ ગયા. એકદમ શાંતિ. આ બાજુ હુ શોક્ડ હતો.
“આજે એ હોત તો વિષ્ણુ કરતા બે વર્ષ મોટી હોત” મમ્મીની આંકમા ઝળહળીયા આવી ગયા
હુ બેબાકળો બની ગયો. મારો જન્મ સ્ત્રીભ્રૂણ હત્યાના પાયા પર થયો છે
“આપળે એજ પાપનુ ફળ ભોગવી રહ્યા છીએ” પપ્પા
“એવુ ના બોલો, હુ આપળા વિષ્ણુને પરણતો જોવા માંગુ છુ” મમ્મી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા.
આ બાજુ હુ તો એકદમ સદમામાં હતો. મને કંઇ સૂજતુ નહોતુ, રૂમમા ગયો ને સીધો પથારીમા ફસડાયો. વિચારોના વમળમા અટવાયેલો હતો, મન અશાંત હતુ આવી પરિસ્થિતિમા ઊંઘ કેમની આવે, હુ આખી રાત સૂઇ ના સક્યો. આખી રાત એજ નક્કિ ના કરી શક્યો કે પપ્પા ખોટા હતા કે સાચા.
એક બાજુ નક્કર વાસ્તવિકતા હતી તો બીજી બાજુ બીજી બાજુ અક્ષમ્ય અપરાધ. હુ આપળા સામાજીક ઢાંચાનો આમપણ વિરોધી રહ્યો છુ જેમા પુરુષને સ્ત્રીથી ઉપર ગણવામા આવે છે.
બીજા દિવસે મે એવો વ્યવહાર કર્યો કે જાણે હુ કંઇ જાણતોજ ના હોઉ. અમે તૈયાર થઇ ઉપડ્યા છોકરી જોવા.
જેવુ વિચાર્યુ હતુ એવુજ નીકળ્યુ. છોકરી અભણ હતી, કાળી હતી, થોડી જાડી હતી. મને બીજી કોઇ તકલીફ નહોતી એના અભણ હોવા સિવાય. ગમે તે હોય મારે તો હા જ પાડવાની હતી એટલે વાતચીત કરવાનો તો સવાલજ નહોતો.
થોડીવારની ચૂપકીદી પછી એ છોકરીના પિતાજી બોલ્યા.
“કેટલુ ભણેલો સ?”
“એન્જીનીયર છુ”
“ક્યા રે સે?”
“અમદાવાદ”
“તુ આટલો ભણેલો ગણેલો સે તો મારી છોરી હાથે કેમ પૈણવુ સ”
આ પ્રશ્નનો મારી પાસે કોઇ જવાબ નહોતો.
“મુ કૌ, ભણવામા તારી ઉમર વૈ ગઇ, સમાજમા છોરીઓનો આમપણ દુકાળ સ અને પાછો તુ ભણેલો, જલ્દી છોરી ના મળે ભઇ અને હુ તો નાજ પૈણાવુ મારી છોરીને તારા હાથે”
“કેમ ચમનલાલ?” પિતાજી
“હરિલાલ તુ તો એક નંબર માણસ છે પણ તારા છોરા વિષે બઉ ઓછુ જાણુ, બસ એજ જાણુ કે તારા છોરાએ કાંડ કરેલુ”
“એ તો”
“હુ બધુય જાણુ, મને એનાથી તકલીફ નથી પણ”
“શુ?”
“આવા ભણેલા છોરા, અભણ, બદસૂરત છોરીઓને પૈણીને મોટા શહેરમા લઇ જાય જ્યા એ ખાલી કામવાળી બનીને રહી જાય અને છોરો બહાર રાંડો સાથે મજા કરે, ખોટુ ના લગાડતા”
“એવુ નહિ થાય, હુ બાંહેધરી આપુ છુ”
“ભણેલા છોરા કોઇના કહ્યામા રહેતા નથી”
“મારે મારી છોરી મારી નજરની હામે રહેવી જોઇએ, જો વિષ્ણુ વાપી આવવા તૈયાર થતો હોય તો, બાકી મારી છોરી માટે ઘણા સારા સારા સંબંધ આવે છે, દહેજ લેવા નહિ આપવા તૈયાર છે”
પિતાજીએ મારી તરફ જોયુ.
અમે ત્યાથી નીકળી ગયા. ઘરે પહોચ્યા ત્યા સુધી બધા ચૂપ હતા. અમારા બધાના મન એકદમ ઉદાસ હતા. ઘરે પહોચતાજ મમ્મી રડવા લાગી.
“તુ ક્યારે પાછો જવાનો છે”
“રાતે”
“સારુ”
એટલુ બોલતો પિતાજી ફેક્ટરી જવા નીકળી ગયા. મે ટી.વી. ચાલુ કર્યુ પણ મારુ મન તો લગ્નના વિચારોમાં ખોવાયેલુ હતુ.
પાછા આવતા આખા રસ્તે બસ એકજ મને સતાવતો રહ્યો કે મારા લગ્ન થશે કે નહિ. આજે જે થયુ એનાથી મારી આંખ ખૂલી ગઇ હતી, કદાચ મે મમ્મીની વાત માની લીધી હોતતો. કદાચ જેવુ પિતાજીએ કર્યુ એવુ બીજા બધાએ પણ કર્યુ હશે. હવે છોકરીઓને દુનિયામા આવવા જ ના દે તો એમના છોકરા કુંવારા જ રહી જાય ને.
હવે એકજ રસ્તો દેખાતો હતો. આર્યા, જે થવુ હોય એ થાય. હુ આર્યાને લગ્ન માટે પ્રપોઝ કરીશ. એ પણ મને પ્રેમ કરે છે બસ ફોર્મલ પ્રપોઝલ બાકી છે. હુ પ્રમમાં ઘણો પ્રેક્ટિકલ બની ગયો હતો.
એટલામા ફોન રણક્યો. આર્યાનો હતો.
“ક્યા છે?”
“રસ્તામા છુ, અમદાવાદ જઉ છુ”
“છોકરી જોવા ગયો હતો?”
“હા”
“ગમી?”
“એણે મને રીઝેક્ટ કર્યો”
“સારુ થયુ ને એનાથી સારી મળશે”
“હા” ખોટુ ખોટુ હસ્યો
“તારા માટે પણ એક ન્યૂઝ છે”
“હુ ચોક્યો, ક્યાંક લગ્નતો નહિ કરવાની હોય”
“શુ થયુ ક્યા ખોવાઇ ગયો?”
“શુ ન્યૂઝ છે?”
“આ રવિવારે બરોડા આવ પછી”
એણે ફોન મુકી દીધો. હુ ભાંગી પડ્યો, મને અંદેશો આવી ગયો કે એ લગ્નના ન્યૂઝ આપવાજ બોલાવતી હશે.
વધુ આવતા શનિવારે........