Tara vinani dhadhti saanj - 7 in Gujarati Love Stories by Manasvi Dobariya books and stories PDF | તારા વિનાની ઢળતી સાંજ-૭

Featured Books
Categories
Share

તારા વિનાની ઢળતી સાંજ-૭

પ્રકરણ-૭

"તું ગઈ'તી જ શું કામ.. એમની સાથે..??" તેણે તરડાઈને મને પૂછ્યું.

"વોટ યુ મીન..?? ગઈ'તી જ શું કામ એટલે..?? હું ક્યાંય નથી ગઈ.. મને લઈ જવામાં આવી'તી.. અને એમની સાથે એટલે..?? કોની સાથે..?? કોણ હતો એ ****..?? બોલ કોણ હતો એ..??" મેં તેના કોલર પકડી લીધાં અને એને આખો હલબલાવી નાખ્યો. આટલી સરળ રીતે સ્પર્શ તો મેં તેને અમારી સગાઈ થયેલી હતી ત્યારે પણ નહોતો કર્યો. હા, એ વિર હતો. જેની સાથેની સગાઇ હવે તૂટી ચુકી હતી અને હું તેને ધિક્કારતી હતી. કારણકે એ મારી સાથે એટલે લગ્ન કરવા માંગતો હતો કે જેથી મને શો-પીસ તરીકે રાખી શકે. ચીડ ચડતી હતી મને.. એના વિચારોથી.. એના ચહેરાથી.. એના હોવાપણાથી.. એ છતાંય અત્યારે હું તેની આગળ સાવ ભીખારીની જેમ કરગરતી હતી. તેણે મારા બન્ને હાથ કોલર પરથી હટાવીને કોલર સરખા કર્યા અને બોલ્યો,

"કાલે રાતે તું તારા માસાની સાથે હતી.."

"વોટટટ..?? ક્યાં..?? કઈ જગ્યાએ..?? હું શું કરતી'તી..? હું તો ભાનમાં પણ નહોતી.. તે મને કઈ રીતે જોઈ..?? એ **** શું કરતા'તા..?? કેટલા વાગ્યાં'તાં..??"મારી અંદરના સવાલો હવે બેકાબુ હતાં. હું જેમ તેમ બોલે જતી હતી. મને જ નહોતી ખબર કે હું શું પૂછી રહી હતી અને શું બોલી રહી હતી પરન્તુ મારી અંદરનો ગુસ્સો ભડાકા સાથે બળી રહ્યો હતો.

"મેં તને તેમની વેનમાં જ જોઈ'તી.. તું સૂતી'તી અને તારા માસા વેનની બહાર ઉભા ઉભા કોઈ માણસ સાથે વાતો કરતાં'તાં.. સીટી પ્લાઝા થી નજીક હીરોઇન નાઈટ કલબની સામે જ.. હું લગભગ સાડા બારે કલબમાંથી બહાર નીકળ્યો અને બાઇક કાઢતો જ તો ત્યાં મેં તારા માસાને જોયા એટલે થોડીવાર માટે ત્યાં જ અટકી ગયો અને જોયું તો એ દરવાજો ખોલીને તને બતાવી રહ્યા હતાં. ત્યાં જ પાછળથી પોલીસ આવી એટલે તારા માસાએ ગાડી ભગાવી અને એસ.જે. ઇન્સ્ટીટયુટ તરફ વાળી દીધી બસ મને આટલી જ ખબર છે એ પછી હું ત્યાંથી નીકળી ગ્યો'તો."

"કેવો માણસ છે તું..?? જોવે છે કે એક છોકરી અંદર બેભાન પડી છે અને કોઈ તેને લઈને જાય છે તો પણ બાઇક પર હાથ ધરીને મારેલાંની જેમ પડયો રહ્યો.." મારો અવાજ વધુ ને વધુ જ્વાળા ફેંકી રહ્યો હતો. હું લગભગ ચિલ્લાઈ ઉઠી.

"શું બેભાન હેં..?? મને ખબર હતી કે તું બેભાન છે..?? અને કોઈ લઈને જાય છે મતલબ..?? વોટ યુ મીન હા..?? એ તારા માસા હતાં.. ઘણી નોર્મલ હતી એ વસ્તુ.. મને કંઇજ એમાં ઉલ્ટા-સિધુ ના લાગ્યું.. એટલે મેં કંઇજ ના કર્યું.. પણ કાલે રાતે તારા માસા જે વ્યક્તિ જોડે વાતો કરતા'તા એ આજે સવાર-સવારમાં મને ભટકાઈ ગયો. અને એની સાથે વાત કરી એના પરથી મને ગરબડ લાગી એટલે હું અત્યારે અહીં આવ્યો છું.."

"કેવી ગરબડ..?? શું વાત કરી તે..??" મારે જરીકે જરીક વસ્તુ જાણવી હતી. મને સહેજ પણ શાંતિ નહોતી. એટલા બધા વાદળોની વચ્ચે હું ઘેરાઈ ચુકી હતી કે મને મારી આસપાસમાં પણ કંઇજ નજરે નહોતું ચઢતું.

"એ બકતો હતો કે કાલે રાતે પોલીસ આવી ગઈ એટલે.. બાકી એની રાત ઘણીજ રંગીલી હોત.. એટલે મેં તેને પૂછ્યું તો એણે મને જે કીધું એના પરથી તો હું એજ કહી શકું કે એ તારી જ વાત કરતો'તો" એના શબ્દો સાંભળીને જ હું ધ્રુજી ગઈ. મારો અવાજ પણ એજ ધ્રુજારી ફેંકી રહ્યો હતો,

"ક..ક..કેવી વ..વાત..??"

"એ જ કે એસ.જે આગળ પોલીસે કોઈ કારણસર રસ્તો બઁધ કરેલો હતો એટલે ત્યાંથી તને લઈને એમ નીકળવું હીતાવહ નહોતું.. તો તારા માસાએ ડરીને તને ત્યાં જ ફેંકવાનું વિચાર્યું.. એમ જ ફેંકે તો પોલીસને કંઈક શક પણ જાય..પરન્તુ તેમણે તને પીવડાવી અને પછી ફેંકી.. એટલે પોલીસને પણ એ સામાન્ય જ લાગે કે તું ચાલતાં ચાલતાં પડી ગઈ હોઇશ અને પોતે ગાડી ચેક કરાવીને ત્યાંથી નીકળી ગયાં એમાં પેલા માણસનું નુકસાન થઇ ગયું. એટલે એ બકતો હતો... એણે પીધેલી હતી"

"ઓહ્હ.. મીન્સ હું સેફ છું.. હા..હા.. હું સેફ છું.. મને કંઇજ નથી થયું.. હું સેફ છું.." હું ગાંડાની જેમ વર્તવા લાગી. મને જોઈને વીર આભો બની ગયો,

"તું હસે છે..?? મને એમ કે તને આમ ફેંકી દીધી એ સાંભળીને તું..-" તેણે વાક્ય અર્થપૂર્ણ રીતે અધૂરું મૂકી દીધું. હું હસી,

"કોઈ વસ્તુને તમે ફેંકી દો તો એની કીંમત ઘટી જાય..??"

"શું..?? સમજાયું નહીં.."

"કંઈ નહીં.. અત્યારે ફીલોસોફીનો ટાઈમ નથી.. બોલ તું શું લઈશ..??" હું સોફા પરથી ઉભી થઇ ગઈ. આટલાં પ્રેમથી પૂછાયેલા મારા પ્રશ્ને વીરને આશ્ચર્યમાં મૂકી દીધો.

"તે પૂછ્યું એમાં જ આવી ગયું.." મને એની ખુશી વર્તાઈ. હું અંદર ચાલી ગઈ અને થોડી જ વારમાં તેનું મનપસંદ ઓરેંજ શરબત બનાવીને બહાર આવી.

"થેન્ક્સ..!" કહીને તેણે શરબત લીધું અને પોતાના પેટમાં ઉતારી દીધું. હું ગ્લાસ અંદર મૂકીને ફરીવાર બહાર આવીને બેઠી.

"એક વાત કે.. કાલે રાતે એ તને લઇ કઈ રીતે ગયા..?? આઈ મીન બેભાન કઈ રીતે..-"

"ભાજી.."

"વોટટ..? ભાજી..??"

"હા.. ભાજી.. કાલે સાંજે માસા ભાજીપાઉં લઇને આવ્યા'તા.. એ ભાજીમાં જ એમણે કંઇક મિલાવેલું.. જો આ એટલે જ આમ પડયો છે.." મેં મારા ભાઈ તરફ ઈશારો કર્યો.

"વોટટ..?? તે આને..-"

"હા.. મેં ભાજી ખવડાવી છે.. એ જોવા જ કે હું બેભાન થઇ'તી શેનાથી..??"

"સ્માર્ટ છે તું.. પણ આને કઈ બીજું થઇ ગયું હોત તો..??"

"એને કંઇજ નહીં થાય.. આ ભાજી ખાઈને હું જીવતી છું.. ઈટ મીન્સ.. એ પણ જીવતો જ રહેશે.." મારા શબ્દોની વચ્ચે રહેલી શ્રદ્ધા કપૂરને જોઈને એ આશચર્યમાં હતો. થોડીવાર માટે આખા ઘરમાંથી પંખા સિવાયના દરેક અવાજે રજા લઇ લીધી.

"ખુશુ.." વિરના શબ્દોએ મને તેની તરફ નજર કરવા માટે પ્રેરી, "આઈ એમ સોરી.." એ નીચું જોઈ ગયો.

"સોરી..?? સોરી ફોર વોટ..??"

"મેં તને હર્ટ કરી છે એના માટે.." હું કંઇજ ના બોલી અને નીચું જોઈ ગઈ. એ થોડીવારમાં જ ત્યાંથી ચાલ્યો ગયો. મેં ભાઈને હલબલાવ્યો. ઘડિયાળ તો બે કલાક દોડી ચુકી હતી પણ એ હજુ સુધી ભાનમાં નહોતો આવ્યો. મેં ભાઈના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને નબીરનો નમ્બર લગાવ્યો. જેમ જેમ રીંગ વાગી રહી હતી એમ એમ મારા શરીરમાં અજીબ ઉન્માદ પ્રગટી રહ્યો હતો. ઘણા જ સમય પછી હું આ રીતે તેને કોલ કરી રહી હતી. તેણે ઉપાડયો,

"હેલ્લો.."

"નબીર.."

"ખુશુ..?? તું ઠીક તો છેને..?? ઘરે બધું..-"

એના પ્રશ્નોની ગતિ જોઈને જ મેં તેની વાત ને કાપતાં કહ્યું,

"નબીર.. નબીર.. નબીર.. બધુંજ સરખું છે.. હું પણ એકદમ ઠીક છું.. મેં તને એજ કહેવા કોલ કર્યો કે..-"

"ટૂ.. ટૂ.. ટૂ.."

"હેલ્લો...?? હેલ્લો..?? નબીર..??" મે કાનેથી ફોન હટાવીને ડિસ્પ્લે ચેક કરી,

"શીટટ..!!!" મે ફરીવાર ફોન જોડવાનો પ્રયત્ન કરી જોયો.. ના લાગ્યો. એવામાં જ ભાઈ ભાનમા આવી ગયો. મે ઘડીયાળ તરફ નજર કરી, ચાર ને પીસ્તાળીસ. મારુ મન તુરંત જ ગણતરીમા લાગી ગયુ. હું બહુ બહુ તો ત્રણ કલાક બેભાન રહી હોઇશ પરંતુ આ રીતે આખી રાત બેભાન રહી એનુ શુ કારણ હોઈ શકે..? એવુ પણ બની શકે કે મને અચાનક આટલુ પીવડાવાના કારણે હું ફરીવાર બેભાન થઈ ગઈ હોઉ..?

"શું થયું'તું મને..?? અચાનક હું સુઈ કઈ રીતે ગયો..??"

"કઈ નહીં ભાઈ.. તુ આરામ કર.. રાતે બવ જાગ્યો લાગે છે.."

"ઓહ્હ.. યેસ..!!" એ તૂરન્ત જ મારી વાત માની ગયો. મને થોડી રાહત થઈ પણ આ આખી રાતની વાત મારે ભાઈ ને કહેવી જરુરી હતી. તો જ મને કંઇક સેફટી મળી શકે તેમ હતી.

મે મારી સાથે બનેલી દરેક વસ્તુ ભાઈને કહી દેવાનું વિચાર્યું,

"અંમમ.. ભાઈ..."

"હંમમ..??"

"આઈ વોન્ટ ટુ ટેલ યુ સચ રિયાલિટી.."

"હા, બિંદાસ બોલ.." એનો જવાબ સાંભળી ને જ હું ભયમુક્ત થઈ ગઈ અને લગભગ મે બધુજ શબ્દશઃ એને કહી દીધું. એનું લોહી ઉકળી ઉઠ્યું.. એના ભિન્સેલા દાંત અને ગુસ્સો જોઇને તો લાગતું હતું કે આજે મારો માસો તો ગયો જ.. પણ મમ્મી-પાપા ઘરે નહોતા એટલે એવું કંઈ જ મારે તેને કરવા દેવાનું નહોતું.

મે તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ શાંત ના થયો.. તેં ભયંકર ગુસ્સા સાથે ઉભો થઈ ગયો. મે તેનો હાથ પકડીને તેને રોકવાનો પ્રયત્ન કાર્યો પણ તેં ના રોકાયો એક ઝટકા સાથે તેણે મારો હાથ પણ છોડાવી દીધો. હું તેની પાછળ દોડી પણ એ પૂરઝડપે બાઈક લઇને નીકળી ગયો. હું હવે ખૂબ જ ટેન્શનમા આવી ગઈ હતી. બે મિનીટ પહેલાંનાં જ મારા નિર્ણય પર હવે મને ગુસ્સો આવી રહ્યો હતો આખરે મે તેને કીધું જ શા માટે..?? મને ખબર જ હતી ભાઈના ગુસ્સાની, તેમ છતા પણ મે તેને કહ્યુ.. હું હવે મારી જાત ને જ કોષવા લાગી.. હું કંઇક સૉલ્યુસન શોધવા લાગી ત્યાં જ મારી નજર સોફા પર પડી. ભાઈ તેનો મોબાઇલ ઘરે જ ભૂલી ગયો હતો. મેં આશાનાં એક કિરણ સાથે તેનો મોબાઇલ ઉઠાવ્યો અને નબીર ને કૉલ લગાવ્યો,

"હેલ્લો નબીર.."

"હા બોલ ખૂશુ.. કંઈ ખબર પડી..?? ઘરે બધું રેડ્ડી છે ને..???

"કંઈજ રેડ્ડી નથી નબીર.." અને હું બોલતાં બોલતાં જ રડી પડી.

"વેઈટ.. વેઈટ.. જસ્ટ વન સેકન્ડ.." તેણે કૉલ કટ કરીને મને સામેથી કૉલ કર્યો,

"હા, હવે બોલ.. અને તુ રડે છે કેમ..?? થયુ છે શું..??" એનાં સવાલોથી હું વધુ ને વધુ રડતી જતી હતી. પણ નબીરને આવડતું હતું.. મને શાંત કરતાં..

"મને લાગે છે તુ મને પેલો ભિખારી બનાવીને જ જમ્પીશ.."

"નબીર.. પ્લીઝ મજાક નઈ.."

"તો પણ બોલને.. શું થયું છે મારી પરછાઈ ને..?? કેમ આમ મ્યુટ-મ્યુટ રડે છે..??" એનાં અવાજમાં રહેલી હૂંફ થી જ હું એકદમ શાંત થઈ ગઈ. મે તેને બધીજ વાત કરી.. એ પણ એટલો ગુસ્સામાં આવી ગયો. મે તેને હેલ્પ માટે ફોન કરેલો કે એ ભાઈને રોકશે અથવા તો કંઇક સૉલ્યુસન આપશે પણ ઉપરથી તેણે એમ કહ્યુ કે સારું તેં પહેલાં એને કીધું અને એ ગયો બાકી મને કીધું હોત તો હુ જ જાત અને ઘરમાં હોત તો ઘરમાંથી ઉપાડત સાલા**** ને.. એનાં પૂરાં શબ્દો મારા કાન સુધી પહોંચે એ પહેલાં જ તેનાં હાથમાંથી શિવે ફોન ઝાટકી લીધો.

"હેલ્લો ખૂશુ..?? શિવ હિઅર.. મારે તને કંઈક કહેવું છે.. તું મને મળી શકીશ..??"

"સાલા***** શું ધાર્યું છે તે..??"

"તું ચૂપ રે.. અમને વાત કરવા દે.." શિવ અને નબીર ની લડાઈ હું ફોન પર સાંભળી શકતી હતી. મે પુછ્યું શિવને,

"શું થયું..?? કેમ મને મળવું છે..?? નબીરે કંઈ કર્યું..??"

"એ બધું જ હું તને કહીશ.. પણ પ્લીઝ તું મને મળ.." પહેલી વાર શિવ મને આ રીતે મળવાનું કહેતો હતો.. પહેલી વાર મે શિવને અને નબીરને આ રીતે ઝગડતાં જોયા હતાં. પહેલી વાર આજે સવારે જ મેં શિવને એ રીતે ગુસ્સામાં ગાળો બોલતાં જોયો હતો. મને કંઈજ સમજાતું નહોતું એવું તો શું બન્યુ હતું કે શિવ આ રીતે રીએક્ટ કરતો હતો.. છેલ્લે હું ઘરે આવતી હતી તો પણ તેણે કોઈ જ પ્રતિભાવ નહોતો આપ્યો.

"ઓ.કે.. કાલે મળીએ..??" મેં તેને પુછ્યું.

"આજે નહીં મળી શકે..??"

"શિવ.. આજે હું તને મળી જ હતી, પણ.."

"આઈ એમ સૉરી.."

"ઈટ્સ ઓ.કે.. મને નથી ખબર થયું છે શું.. એટલે હું તને કંઈજ નહીં કહું.. આપણે મળીએ ત્યારે વાત.."

"હા.. વાંધો નહીં.. બને એમ જલ્દી સેટ કરજે.. ટાઈમ બોલ."

"કાલે પાંચ વાગે.. ગ્રીન કાફે.."

"ઓહ્હ.. એક દિવસ.. ઓ.કે ચલ.. થેન્કસ.. બાય.."

"બાય.."

ફોન ડિસ્કનેકટ થઈ ગયો. થોડીવાર માટે મને મારી બધીજ તકલીફો ભુલાઈ ચૂકી હતી પણ હવે એ બધુંજ ફરીવાર મારા પર સવાર થઈ ગયું. મેં ભાઈના ફ્રેન્ડ્સને કૉલ કરી જોયો. પણ કોઇએ ફોન ના ઉપાડ્યો. સાંજના સાત વાગી ચૂક્યાં હતાં.. જમવાની કે રસોઈ બનાવવાની કોઈ ઇચ્છા તો નહોતી પણ આગળની રાત યાદ કરીને થયું કે કોઈ આમ આપે અને જીવ લલચાય એના કરતાં જાતે ઘરે બનાવીને જમી લેવું વધું સારું.. આમ પણ ભાઈ આવશે એટલે એતો જમવાનું માંગશે જ.. એ વિચારીને મેં ફ્રીજ તપાસ્યુ. શાકભાજી તો હતું પણ મારો જીવ એ વસ્તુમાં આજે સહેજ પણ ચોંટવાનો નહોતો.. આથી જ મેં દસ જ મિનિટમાં વઘારેલી ખીચડી મૂકી દીધી. ત્યાં જ ઘરનો દરવાજો ખખડ્યો.. હું દોડી. મેં દરવાજો ઉઘાડયો. વિર હતો. મારી અંદરની બધીજ ઉર્મિઓ નીચે બેસી ગઇ. હજુ ભાઈનો ઈંતઝાર લંબાવાનો હતો. તેં અંદર આવ્યો,

"ચાલ તારે મારી સાથે આવવાનું છે..??"

"વૉટટ..?? ક્યાં..??"

"તારા માસીની ઘરે.."

"ભાઈનો ફોન હતો..??"

"હા.. એણે તારા માસાનાં ફોનમાંથી ફોન કર્યો કે હું તને લઈને ત્યાં જાઉં.." મને સમજાતું નહોતું હું શું કરું.. કાલ રાત પછી હવે હું આવું કોઈ પણ રિસ્ક લેવા તૈયાર નહોતી,

"મારી સાથે વાત કરાવ.." તેણે ફોન લગાવ્યો અને મને આપ્યો. સામેથી ફોન ઊંચકાયો,

"હલો.." એ અવાજ સાંભળીને જ મારું ખૂન ખોળી ઉઠ્યું.

"******નાં સાલા.. ******ની જાત.. આજે પહેલી વાર એમ થાય છે કે મને વધું ગાળો કેમ નથી આવડતી..?? તને તો હું ત્યાં આવીને જ જોઉં છું.. મારા ભાઈને આપ.." હું ચીલ્લાઈ. વિર આભો બનીને મારી સામે જ જોઇ રહ્યો હતો. તેણે મારું આવું રૂપ પહેલી વાર જોયું હતું. એમાં પણ ગાળો..¿¿

એ હલકટનાં હાવભાવ જોઈને જ કદાચ ભાઈને ખબર પડી ગઇ હશે કે મારો ફોન છે એટલે ભાઈએ એનાં હાથમાંથી ફોન લઇ લીધો,

"ખૂશુ.. વિરની જોડે અહીં આવ.."

"હા.. સારું આવું છું.." મેં ફોન મુકી દીધો અને વિરનાં હાથમાં આપી દીધો. બે-ત્રણ સિટી તો વાગી ચૂકી હતી ફૂકરની.. મેં અંદર જઈને બીજી બે સિટી વગાડી ગેસ બન્ધ કર્યો અને વિરની સાથે નીકળી ગઈ.

રસ્તામાં જતાં જતાં જ ભાઈના ફોનની રિંગ વાગી.. કોઈ અજાણ્યો નઁબર હતો. મેં ફોન ઉપાડ્યો. સામેથી શબ્દો સાંભળીને હું આખી જ હચમચી ગઈ. મારા હાથની ધ્રુજારી મારા ફોનને ના સાચવી શકી. એ ગાડીમાં જ નીચે પટકાઈ પડ્યો. હું સપનાંમાં પણ વિચારી ના શકું એવી વસ્તુ મને વાસ્તવિક જાણવા મળી હતી. આજના દિવસમાં ખબર નહીં મને આ કેટલાંમી વખત ઝટકો લાગ્યો હતો. પણ બીજી બધીજ હકીકતો કરતાં આ વાસ્તવિકતાને પચાવવી અઘરી હતી. ગાડીમાં એ.સી ચાલુ હોવાં છતાં પણ હું પરસેવે નીતરી ગઈ.

★ એવું શું હતું જે ખૂશુને આટલી હચમચાવી ગયું..??

વાંચો મનસ્વીની સાથે..