21st century monasticism - 5 in Gujarati Love Stories by Jitendra Patel books and stories PDF | 21મી સદીનો સન્યાસ - 5

Featured Books
Categories
Share

21મી સદીનો સન્યાસ - 5

૨૧ મી સદી નો સન્યાસ - 5

લેખક વિશે,

" મન જે પામે તેને પોતાની આગવી ઢબ માં

કાગળ પર ઉતારનાર છું હું , તમે તમારી ભાષા

માં લેખક કહી શકો છો. "

નવું નવું શરુ કરી ને મૂકી દેવાની ટેવ ધરાવતો ,અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ .

ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું

છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા

જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના

રોજે પ્રભુ ને કરું છું .

introduction જેટલું સારું છે એના કરતા સારું કામ કરવાની ઈચ્છા રાખીશ . બાળપણ થી જ કલા માં રૂચી રાખતો આવ્યો છું . કોઈ પણ પ્રસંગે સ્પીચ આપવાનું કામ બહુ ખૂબી થી કર્યું છે પણ લેખન ની વાત કરું તો ૨૦૧૪ માં મેં લખેલી એક આખી નોવેલ ખોવાઈ ગયી બોલો !

પણ ૨૦૧૫ માં લખેલા લેખો માંથી અમુક matrubharti માં પ્રકાશિત થયેલા છે .હાલ ' dreamer boy ' નામ ની નોવેલ પર કામ ચાલુ છે જે મારા engineering નો અભ્યાસ ૨૦૧૭ માં પતે એટલે લોન્ચ થશે .દરેક વાચક ને વિનંતી કે whatsapp કે facebook દ્વારા

આવતા દરેક પ્રતિભાવો હું વાંચું છું અને બને તો

અનુસરવાનો પ્રયત્ન પણ કરું છું .કદાચ ક્યારેક

કોઈ ને પ્રત્યુતર આપવાનો રહી ગયો હોય તો

માફ કરજો અને ફરી મને જણાવજો .મારા વિશે વધારે મારા કામ થી જણાવીશ

૨૧ મી સદી નો સન્યાસ - 5

આપડે આગળ જોયું ધ્વની ની એન્ટ્રી એ જીતું ને રંગીન બનાવી દીધો હતો .પાર્ટી માં શાંત જીતું અચાનક મોજીલો બની ગયો હતો .

હવે આગળ ....

વિસ્મય ના મો પર પલ્લવી નું નામ સાંભળી ને જીતુ અચંબા માં હતો .

" વિસ્મય ! તે નામ બરોબર સાંભળ્યું છે ને? પલ્લવી જ હતું ને ? " મેં પરાણે પોસિટીવ થવા નો પ્રયત્ન કર્યો .

" હા ,લ્યા એમનામ થોડી ડેટ પર ગયો હોઈશ ? , કેમ ક્યાંક તારું તો સેટિંગ નથી ને ? " વિસ્મય એ મજાક માં કીધું પણ મારા માટે સીરીયસ હતું .

હવે મારું મન ભમી ગયું હતું , આટલા સમય હી ધ્વની મળી એની ખુશી મનાવું કે પલ્લવી હાથ માંથી જશે એનું દુઃખ !

થોડો સમય સાથે રહ્યા પછી મારી અને વિસ્મય ની મિત્રતા ગાઢ બની હતી એટલે આ ૨૧ મી સદી માં મારે ફરી સન્યાસ ભોગવવા નું નક્કી હતું .

મારા માટે પાસ ની વ્યવસ્થા પણ એને કરી આપી તી અને મોઢે દેખાડ્યું પણ નહિ એની એ મહાનતા મારે કેમની ભૂલાય !

એ રોજે કેન્ટીન માં એની જોડે બેસી રહે , સાંજે ઘરે આવી ને રાત ભર ફોન પર ચોટયો રહે , લેકચર બંક કરી ને ફરવા જાય એ બધું મને ખૂંચતું હતું પણ હવે શું ?

ટુ ડૂંગ .. ટુ ડુંગ...ફરી એક વાર પેલા ની જેમ ડોરબેલ વાગી અને વિધાતા ની રમત તો જુઓ પેહલા ની જેમ જ ગાડી પસાર થઇ ગયી હતી અને પરબીડિયું પડ્યું હતું .

મેં પરબીડિયું ખોલી ને જોયું તો એક લેટર હતો .

" પલ્લવી સારી છોકરી નથી , દુર રહેજે " બસ આ એક જ લાઈન !

બંદુક માંથી ગોળી છૂટે એમ પુરઝડપે મારું મગજ દોડવા લાગ્યું અને વિચારો નો વંટોળ ઉભો થઇ ગયો .

" આ લેટર કોને મોકલ્યો ?"," પલ્લવી કેમ નથી ?" " અને ખાસ વાત જો આ લેટર બીજા એ મોકલ્યો હોય તો આની પેહલા નો લેટર એ વિસ્મય એ નથી મોકલ્યો એમ થાય !!

મગજ હેંગ મારી ગયું હતું હવે . શરદી મટાડવા રાખેલી દેશી દવા ( દારૂ ) ની બોટલ આખી ગટગટાવી ને સુઈ ગયો .

બીજે દિવસે થી મારી જાસુસી લાઈફ શરુ થવાની હતી .' મિશન પરબીડિયું '!

બીજે દિવસે સવારે કોલેજ જવાનું ટાળ્યું અને ગયો સીધો સોસાયટી ના સિક્યોરીટી જોડે .બે -ત્રણ મીઠા મસ્કા મારી ને વિઝીટર નું લીસ્ટ જોવાનું સેટિંગ પાડી દીધું હતું .

સવાર ના સમય માં દિવ્યા પટેલ નામ ની એન્ટ્રી હતી .

કહાની આમ પણ ઉકેલાતી નહોતી અને આ વળી દિવ્યા પટેલ કોણ ?

ગાડી નો નંબર નોટ કરવા બદલ ખુશ થઇ ને મેં સિક્યોરીટી ને કાચી પાંત્રીસ નો મસાલો ખવડાવી દીધો .

હવે R.T.O માં જઈ ને તપાસ કરવાનો વારો હતો . માથા ના દુખાવાનું બહાનું કરી ને મેં કોલેજ જવાનું ટાળ્યું તું પણ વિસ્મય તો જવાનો જ હતો હવે તો કેમ કે....!

એટલે મારે રિક્ષા કરી ને R.T.O જવાનું હતું .નસીબ મારા એટલા દોઢ ડાયા ને કે આજે એક પણ રિક્ષા ના મળી એટલે ત્યાં પહોચી ને શરબત પીવા ના પ્લાન ને પડતો મૂકી ડબલ રૂપિયા આપી ને મેં સ્પેશિઅલ રિક્ષા કરી અને ત્યાં પહોચ્યો .

ભગવાને મને બાટલી માં ઉતારવાની આપેલી કળા ને ધન્યવાદ કે હું ત્યાં ના સબંધિત અધિકારી ને પણ પટાવી શક્યો !

પણ ' રામ રાખે એને કોણ ચાખે , અને રખડતા ને તો રામ એ નો રાખે ' એમ નવી જાણકારી બહાર આવી , ગાડી વડોદરા ના કોઈ અજીત પટેલ ના નામ ની રજીસ્ટર હતી .

હવે છેક વડોદરા જવાનું ના વિચારાય !

પણ સ્માર્ટનેસ તો ખૂટી ખૂટી ને ભરી હતી મારા માં એટલે , તેમાં આપેલા નંબર પર બ્લેક માં લીધેલા સીમકાર્ડ થી પોલીસ બની ને ફોન કર્યો !

" હાલો , અમદાવાદ થી પી .આઈ રાણા બોલું છું તમારી બ્લેક કલર ની આ નંબર ની ગાડી અહી વૃંદાવન પાર્ટી પ્લોટ આગળ હાઈવે પર સુમસામ હાલત માં પડી છે , અમને શંકા છે ક ....."

" wait ..wait ..wait એ ગાડી મારી ભણી ની છે , એલ .જે કોલેજ માં ભણે છે એને કઈ થયું તો નથી ને ? હું ત્યાં ના કમિશ્નર ને વાત કરું છું ... " સામે થી અવાજ આવ્યો .

હું ગભરાઈ ગયો ક્યાંક ફસી ના જાઉં પણ હિંમત કરી ને કીધું .

" ના ..ના એની કોઈ જરૂર નથી એ આવી ગયી છે અને ગાડી લઇ જશે. એ નજીક માં નાસ્તો કરવા ગયી હતી એના મિત્રો જોડે તમે ચિંતા ના કરશો "

" એ ભલે ભલે સાહેબ " સામે થી રીપ્લાય આવ્યો અને મેં તરત ફોન કટ કરી દીધો .

*****************************************************************************************

વાચક મિત્રો માટે ,

આ નવો પ્લાન કામ કરશે ?

શું જીતું પોલીસ ના હાથે ઝડપાઇ તો નહિ જાય ને ?

આખરે કોણ હશે એ ' મિશન પરબીડિયું ' પાછળ ?

************************************************************************************

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.

Jitendra.officially@facebook.com

jitendraking7@gmail.com

whatsapp : 9408690896

matrubharti comment box.

આ પ્રક્રિયા ઘણી ફળી છે અમુક વાચકો ના અભિપ્રાય પ્રમાણે નોવેલ ને રૂપ આપ્યો છે.

અને નવો પાર્ટ ક્યારે આવશે એની તારીખો જાણવા મળજો વોટ્સએપ પર .

અને હા આપના મંતવ્યો ની હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું .