જય વાઘેલા મુળ તો મુબંઇ શહેર નો જ રહેવાસી અને ગુજરાત ના એક શ્રીમંત પરીવાર ના ૪ ભાઇઓ મા સૌથી મોટો પણ હાલ તો તેની નોકરી ને લીધે બેંગલોર મા જ રહે છે. એ નામ માત્ર નો જ મોટો થયો છે પણ હજી એના લખણ નાના બાળક થી ઓછા નથી રોજ સવાર પડે એટલે કાઇક નવા તોફાન સુજે ભાઇ ને અને ક્યારેક તો એવા તોફાન કરે કે વાત ના પુછો. અમુક જણાએ તો એના તોફાન ને લીધે એને માર પણ માર્યો હતો. એ જ્યારે કોલેજ મા હતો ત્યારે એક વાર એને કોલેજ ના આચાર્ય ને એવા ડરાવી દિધા કે ૩ દિવસ તો એનો તાવ ના ઉતર્યો એમા હતુ એવુ કે સળંગ ૨૦ દિવસ તો પ્રિન્સીપાલ સાહેબ કોઇ કારણોસર રજા પર હતા ૨૧ માં દિવસે જેવા કોલેજ મા આવ્યા એટ્લે આ ભાઇ સાહેબે સીધા એને જઇ ને કહ્યુ કે “સર તમે ક્યા હતા આટ્લા દિવસ મને તો કેવી ચીંતા થતી હતી તમારી મને તો એમ કે આચાર્ય મહોદય ને ઓચીંતા નુ શુ થઇ ગ્યુ હશે સર મે તો માનતા રાખી હતી કે જેવા તમે કોલેજ મા આવશો એટલે હુ તમારા માથા પર એક નાળીયર ફોડિસ”
પ્રિન્સીપાલ તો આ વાત સાંભળી ને સાવ ડરી જ ગયા હતા અને એને તાવ આવી ગયો હતો પણ નસીબ સારા હતા કે એના માથા પર નાળીયર ના ફુટ્યુ
જય નિ એક આદત હતી કે એ સવાર મા વહેલો ઉઠી બધા ને ઉઠાડી દેતો એટલે જ એનુ નામ “કુકડો” પાડી દેવા મા આવ્યુ હતુ અને ક્યારેક એના તોફાન જોય ને ઘણા એને માનસીક કહેતા એટલે અંતે એનુ હુલામણુ નામ “માનસીક કુકડો” પાડી દેવાયુ
થોડા જ દીવસો મા એના લગ્ન હતા અને લગ્ન ની બધી તૈયારી(નવા તોફાનો કરવાની તૈયારી) એ પોતે જ કરતો હતો અત્યારે એ પોતા ના ઘર મા એના મા-બાપ અને એના મિત્ર રણજીત સાથે બેસી ને ચર્ચા ઓ કરે છે.
જય કહે “સાભંળો બધા ધ્યાન થી મારા લગ્ન એવી રીતે કરવા છે જે હજી સુધી ક્યાય ના થયા હોય”
“તુ જ વિચાર તારા નવા તોફાનો હવે” એનો એક પરમ મિત્ર રણજીત બોલ્યો
“મે વિચારી લીધુ છે બકા”
“તો બોલી જા આમેય તુ એ કર્યા વગર તો રહેવા નો નથી”
“આભાર મારી લાગણી નુ માન રાખવા બદલ હા તો સાંભળો બધા ધ્યાન થી મારા લગ્ન ની જાન મા ડી.જે ની જગ્યા એ સાદા બેંડ બાજા વાગ્શે”
“એમા વળિ નવુ શુ છે.” એની મા આશ્ચર્ય થી બોલી
“એમા નવુ એ હશે કે એમા ફિલ્મ ના ગીત ની જગ્યા એ પરેડ નુ સંગીત વાગ્શે”
“પરેડ નુ સંગીત??” રણજીત તો આંખો ફાડી ફાડી ને એનિ સામે જોવા લાગ્યો અને બોલ્યો
“લગ્ન કોમ્પયુટર એન્જીન્યર ના છે કે આર્મી ના કોઇ મેજર ના”
“લગ્ન મારા જ છે સાહેબ હુ એમ વીચારતો હતો કે જો બેંડ બાજા કે ડી. જે. વગાડતા વગાડતાજાયે ત્યારે કદાચ કોઇ સામે ના પણ જુવે પણ જો પરેડ સંગીત વાગે તો સવ કોઇ જોવા ના જ છે”
“તો તો તુ જબ્બા લેન્ગા ને બદલે જીન્સ પેંટ પહેરવા નો હોઇશ ફેરા વખતે અને ઘોડા પર તલવાર નિ જગ્યા એ બંદુક રાખવા નો હોઇશ” એના પપ્પા મજાક ના મૂડ મા બોલ્યા
“ના એવુ મે વીચાર્યુ તુ પણ પછી નવુ ગોઠવ્યુ છે”
“એ શુ?”
“મે એવુ વિચાર્યુ છે. કે હુ તલવાર ની જગ્યા એ દોરી બાંધેલો ફુગ્ગો રાખીશ અને ફેરા વખતે જીન્સ પેંટ નહી પણ નાઇટશુટ પહેરીશ”
“આગળ બોલો જય ભાઇ બીજા નવા ક્યા તોફાન વિચાર્યા છે.”
“મે અવંતીકા સાથે વાત કરી લીધી છે. કે કોઇ જાન નુ સ્વાગત કોઇ પણ જાત ના અત્તર થી નહી કરે એની જગ્યા એ સાબુ વાળા પાણી ના ફુગ્ગા થી કરશે. પછી સ્વાગત કરવા માટે જે કોઇ આવે એ મારુ નાક ખેચવા ની ટ્રાય નહી કરે”
“કેમ નહી કરે” રણજીત નિ હસી રુકવા નુ નામ જ નતી લેતી
“હુ એક એક આંગળી નાક મા નાખી દઈશ”
“છી. ગંધારો” એની મા બોલી “પછી આગાળ શુ વિચાર્યુ છે.”
“જાન લઇ ને જાતી વખતે આપણે બધા એ ભુત ના વેશ મા જાવા નુ છે અને હા ફેરા વખતે કોઇ મારા પર ફુલ નહી ઉડાડે એની જગ્યા એ હોળી ના કલર ઉડાડશે.”
એના પપ્પા થી રહેવાયુ નહી “ઓ ભાઇ તુ લગ્ન કરવા જાય છે. હોળી રમવા નથી જાતો”
“મને ખબર છે.હો”
આ ચર્ચા હાલતી હતી ત્યા જય ની નાની બહેન અવની ત્યા આવિ અને બોલી “ભાઇ આ કઇ જાત ની કંકોત્રી છપાવી છે તમે. મે તો આજે જોઇ”
“કેમ શુ વાંધો છે કંકોત્રી મા”
“આવડી કંકોત્રી હોય ક્રીકેટ ના બેટ જેવી”
“આ ક્રીકેટ નુ બેટ જ છે મે એમા છપાવ્યુ છે એમા શુ છે. બારે ઓલો લાકડા ના બેટ બનાવે છે ને એની પાસે થી મને સસ્તા મા બેટ મળી ગયા અને એમા નક્શી કામ કરવા વાળો તો મારો દોસ્તાર જ છે એટ્લે પછી મને થયુ કે કંકોત્રી અને આ બેટ બન્ને એક જ ભાવ મા મળે છે. તો કઇક આવુ કરીયે ને “
“ એ તો ઠીક પણ આ શુ નીચે લખ્યુ છે કે બધા એ પોત પોતા નુ ટીફીન સાથે લાવવુ લગ્ન મા જમવા નહી મળે”
“એ તુ જોયે રાખ તારા આ તોફાની ભાઇ ના તોફાન બધા ને યાદ રહે એવા શાનદાર લગ્ન કરવા છે.”
પછી થોડીક વાર રહી ને બોલ્યો “અને બિજો એક વિચાર કર્યો છે કે ફેરા વખતે દુલ્હન ના બન્ને પગ ને દોરડા વડે બાંધી દેવા મા આવશે”
“તો શુ અવંતીકા કુદકા મારી મારી ને ફેરા લેશે” એના પપ્પા બોલ્યા
“હાશ તો વડી એ કુદકા મારી ને અને હુ બન્ને હાથે ઘોડી ને સહારે ફેરા ફરીશ” પછી કાઇક યાદ આવ્યુ હોય એમ બોલ્યો “હા એક વાત તો કેવા ની બાકી છે પંડીત મહારાજ ધોતીયુ નહી જીન્સ પહેરી ને આવશે અને એને દોરડુ બાંધી ને ઉંધે માથે લટ્કાવી દેવા મા આવશે એ મંત્ર એવી જ રીતે બોલશે”
“મહારાજ માનશે એ માટે બેટા” એની મા બોલી
“એ મે મહારાજ સાથે વાત કરી લીધી છે એ માનશે પણ એને ડબલ દક્ષીણા દેવી પડ્શે”
“હા મારા લગ્ન મા હસ્ત મેળાપ મા એ એના હાથ અને મારા પગ હશે”
“બીજા નવા શુ તોફાન વિચાર્યા છે મારા ભાઇ એ”
“આપણે જાન આયા થી ઘોડા પર નહી લઈ જાયે એની જગ્યા એ બધા વ્હીલ ચેર પર જાશુ અને જાન વિદાય સ્કેટીંગ કરતા કરતા કરશુ.”
અને જયએ આવી ઘણી બધી વાતો કહી અને ખરેખર એના લગ્ન મા આવુ જ બધુ થયુ જે એણે કિધુ હતુ અને ખરેખર લગ્ન જોવા આવ્યા હતા એના પેટ અને ગાલ ૩ દિવસ સુધી દુખતા હતા એટલુ હાસ્યાસપદ લગ્ન થયા હતા જય વઘેલા ના