નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888
શીર્ષક : ઈચ્છા અને મન
શબ્દો : 1055
સજેસ્ટેડ શ્રેણી : સામાજિક / જનરલ
ઈચ્છા અને મન
हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पे दम निकले
बहुत निकले मेरे अरमान लेकिन फिर भी कम निकले
– ग़ालिब
આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે ક્યારેય પણ આપણી ઈચ્છાઓથી પર થઈ જ નથી શકતાં. હજારો વર્ષોનો ઈતિહાસ પણ એ વાતની સાબિતી પુરાવે છે કે ઈચ્છાઓથી જ મોટાં મોટાં સર્જન શક્ય બન્યા છે તો એ જ બધી ઈચ્છાઓએ ક્યારેક વણનોતર્યે સંકટ કે વિનાશ પણ સર્જ્યા છે. રામ અને રાવણ ના જમાનાથી લઈને આજ દિવસ સુધી ઈચ્છાઓને આધીન થઈને જ દરેક મનુષ્ય જીવતો આવ્યો છે, ન સીતા ને ઈચ્છા થાત મૃગચર્મની કંચુકી પહેરવાની ન રાવણ ની ઈચ્છા થઈ હોત સીતા હરણની તો શું રામાયણ નું સર્જન થયું હોત ? એ જ રીતે મહાભારત પણ રાજલાલસાની જ તો પેદાશ છે. આમ ઈચ્છાઓ આપણને તારી પણ શકે અને આપણને ડુબાડી પણ શકે. પરંતુ હા કળિયુગમાં જન્મ લઈને આવ્યા છીએ તો આ બધી ઈચ્છાઓ શું છે તે જાણવાનો એક પ્રયત્ન તો આપણે કરવો જ જોઈએ. તમે સૌ એ આ અનુભવ્યું જ હશે કે ઘણીવાર આપણે આપણી ઈચ્છાઓ અને આપણાં હૃદયની સાથે તાલમેલ નથી મેળવી શકતા, મગજ અને હૃદય બંન્ને વચ્ચે સતત દ્વંદ નો અનુભવ કરીએ છીએ, આપણી જ ઈચ્છાઓને આપણે પોતે ઓળખી શકવા ઘણીવાર અસમર્થ હોઈએ છીએ, પરંતુ અંતે આપણે જે કંઈ પણ મેળવીએ એમાં પણ આપણી ઈચ્છા તો ખરી પરંતુ સાથે સાથે આપણાં જે તે ઈચ્છાપ્રત્યેનાં આપણાં કર્મને આધીન હોય છે જેને સામાન્ય રીતે આપણે પરિણામ તરીકે ઓળખતાં હોઈએ છીએ. તો આ ઈચ્છાઓ છે શું ?
ઘણાં મહાપુરુષોએ ઈચ્છાને પોતપોતાની રીતે વ્યાખ્યામાં બાંધવાનો તેમજ પોતપોતાની રીતે નાથવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધનુ કહેવુ છે, કે ઈચ્છાઍ બધા દુ:ખનુ કારણ છે. જો તમારી મનોકામનાઓ પૂર્ણ નહીં થાય તો તે તમને નિરાશા તરફ ધકેલે છે, અને દુ:ખ આપે છે, અને જો ઍ પરિપૂર્ણ થાય તો પણ તમે ખાલી જ રહી જાવ છો, કારણ જે તે ઈચ્છા પૂર્ણ થઈ ગઈ પછી પાછાં નવી ઈચ્છાઓ જન્મ ન લે ત્યાં સુધી હૃદય તો શું મન ને પણ ખાલીપો ઘેરી વળે છે.
ગુરુ વશિષ્ઠ આનાથી સાવ જુદું જ કહે છે એમના કહેવા પ્રમાણે સઘળી ઈચ્છાઓ જ આપણાં સાચાં સુખનુ કારણ છે. તમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાસેથી સુખ ત્યારે જ મળે છે, જ્યારે તમે તે ઈચ્છો છો. તમે જ્યારે કોઈ વસ્તુ ઈચ્છતા નથી ,ત્યારે તમને તેમાથી સુખ મળતુ નથી.ઉદાહરણ તરીકે, ઍક વ્યક્તિ તરસ્યો છે, તો એક ઘૂંટડો પાણીથી તેને સુખ મળશે . પરંતુ જો એ તરસ્યો ન હોય તો નહીં . ઓલું કહે છે ને કે માગ્યા વગર તો મા પણ ન પીરસે, આ માગવું એ પણ એક રીતે ઈચ્છવું જ છે, ઈચ્છાઓ છે તે આપણાં હૃદયની આપણાં મગજની એક રીતની માંગ જ છે ને, એટલે સાચા અર્થ જે કઈં પણ તમને સુખ આપે છે, તે તમને બાંધી દે છે, અને આ બંધન આવે પછી જ દુખનો સિલસિલો શરૂ થાય છે કારણ બંધન તો દુ:ખ આપે છે. ન સમજાયું ? બંધન એટલે આદત, આપણી ઈચ્છા એક વાર પૂરી થાય એટલે કાયમ આ બધી જ ઈચ્છાઓ પૂરીશથશે એવું આપણું મન માનવા લાગે ચે અને અપેક્ષાઓનો જન્મ થાય છે અને પછી એ જ અપેક્ષાઓ પૂરી ન થતાં આપણે દુખનો અનુભવ કરીએ છીએ. પરંતુ આ ઈચ્છાઓ છે શું ?
હા હવે વારો આવે છે પોતાની ઈચ્છાઓને ઓળખવાનો, આ ઈચ્છાઓને આપણાં જ માંહ્યલાંમાં ક્યાં અને કેવી રીતે શોધવી ? ખૂબ સરળ લાગતી વાત એનાં પોતાનાંમાં જ અત્યંત જટિલ વાત છે.
ઈચ્છા ઓ સામાન્ય રીતે બે જગ્યાએ દેખાય છે.
શરીરની ઇચ્છાઓ અને બુદ્ધિની ઈચ્છાઓ.
શરીરની ઇચ્છાઓ -
જીવન ની જરૂરિયાતો -જેવીકે ભુખ,તરસ,નિંદ્રા વગેરે ને કારણે શરીર ઇચ્છા પેદા કરે છે
જેમકે ભુખ લાગે ત્યારે જમવાની ઈચ્છા ---
આ વખતે બુદ્ધિ કંઇ વિચાર આપતી નથી કે ભૂખ લગાડતી ... આને ઊર્મિ પણ કહી શકાય કે જે સ્વાભાવિક છે.
આ કોઈ ભાવનાત્મક ઈચ્છા નથી અને જે સહેલાઇ થી સમજી શકાય તેમ છે. આ ઈચ્છા ઓ પ્રમાણ માં સંતોષવી સહેલી છે. કારણકે તે કાયમી નથી –અને તેની અસર પણ કાયમી નથી .
બુદ્ધિની ઈચ્છાઓ.
આ ભાવનાત્મક ઈચ્છાઓ છે.જે બુદ્ધિ ની પેદાશ છે .
આ જાતની ઈચ્છાઓ નાના બાળક માં જોવા મળતી નથી ...
એટલે એવું જરૂર નક્કી થાય છે કે- આ જાતની ઈચ્છાઓ કુદરતી નથી પણ મન,બુદ્ધિ,અહંકાર ના વિકાસ પછી નું પરિણામ છે.
જેમ જેમ બાળક વિકસતું જાય છે તેમ તેમ એક સિસ્ટમ ઘડાતી જાય છે. આ સિસ્ટમ ઘડાય છે બાળક ની આજુબાજુ ની કુટુંબ ની ચીલાચાલુ ઘરેડો થી, કે જે ધર્મો,સંપ્રદાયો,સિદ્ધાંતો ,રૂઢિઓ,આદર્શો પર રચાયેલી છે. આ ઘરેડો સાથે એટલી બધી આત્મીયતા થઇ જાય છે કે પછી આ આત્મીયતા ને -ટકાવી- રાખવાનો પ્રયત્નો ચાલુ થઇ જાય છે.
આ ચીલાચાલુ ઘરેડો ને કે બનાવેલી સિસ્ટમ ને ટકાવી રાખવા ધનની,સત્તાની ,મોભાની,સંરક્ષણ ની કે નેતૃત્વની અને અહંકાર ને સંતોષવાની જરૂર પડી જાય છે.
જુદા જુદા સંજોગો પ્રમાણે અને જુદી જુદી જાતની પ્રકૃતિ ના માણસો જુદી જુદી સિસ્ટમો બનાવે છે. ઘણી વખત ઘણી મહાન વ્યક્તિ ઓ ની પણ સિસ્ટમો જોવા મળે છે. આપણે સામાન્ય માનવો જીદગીભર આવી કોઈ એક સીસ્ટમ ને અનુસરણ કરવામાં -અને સીસ્ટમ ને ચોટી રહેવાના સંઘર્ષ માં
જ રહીએ છીએ. અને સુખ શાંતિ દુરની વાત રહી જાય છે. ઉપરની કોઈ પણ સીસ્ટમ આપણા પર લદાઈ જાય છે - અને એ સીસ્ટમ ને અનુસરવા મન ને ગુલામ બનાવવું પડે છે.
આદર્શો આગળ અને આગળ સરકતા જાય,મહત્વકાંક્ષા ઓ વધતી જાય અને છેવટે સંતોષી શકાય તેવી કોઈ હદ સાંપડતી નથી. બને છે એવું કે આપણી બુદ્ધિ કોઈ માની લીધેલા આદર્શ કે ધ્યેય ની દિશા નક્કી કરે છે.
અને તે માટે નક્કી કરેલા વર્તુળ માં આપણો અહંકાર ઘૂમ્યા કરે છે, આમ બુદ્ધિ અને અહંકારે નક્કી કરેલી રીતે મન ને વર્તવું પડે છે. અને મન બંધન માં પડે છે. જેથી દુઃખ - અશાંતિ નું આગમન થાય છે. પણ જો
-------આ "મન" તદ્દન મુક્ત હોય
------જો ભૂતકાળ અને ભવિષ્યકાળ થી અલિપ્ત હોય
-----જો કોઈ પણ પૂર્વગ્રહ વિનાનું હોય
------જો કોઈ પણ "વસ્તુ" સાથે કોઈ પણ રીતે "એક" થયેલું ના હોય
તો આવું "મુક્ત મન" કે જે "મુક્ત વિચાર" કે "પ્રમાણિક વિચાર" કરી શકે અને તે જ અંતરનું કે પછી બહારનું
બારીકાઈ થી નિરિક્ષણ કરવા સમર્થ થાય છે.
શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે જ્યારે તમે સત્યની ઈચ્છા કરો છો, બીજી બધી ઈચ્છાઓ નષ્ટ પામે છે. તમે હમેશા એવી વસ્તુની ઈચ્છા કરો છે, જે નાશ્વંત છે. પરંતુ સત્ય હમેશા શાશ્વત છે. સત્યની ઈચ્છા બીજી બધી ઈચ્છાઓ દૂર કરે છે. અને તે પોતે પણ વિલીન થઈ જાય છે. અને ફક્ત પરમ આનંદ રહી જાય
તો પછી ચાલોને એક સંકલ્પ જ કેમ ન લઈએ, કે જે કંઈ પણ કર્મ કરીશું તે માત્ર શારિરીક આવેગો કે તેની ઈચ્છાને આધીન થઈને નહીં પરંતુ સાથે સાથે તેનો બુધ્ધિગમ્ય વિચાર કરીને, દરેક વસ્તુથી પર થઈને, તેનો પૂરેપૂરો સાક્ષીભાવ કેળવી ને જ જે તે કર્મ કરીશું.