Digital in Gujarati Magazine by Jitesh Donga books and stories PDF | ડીજીટલ ટ્રેન્ડસ અને લીજેન્ડ્સ

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ડીજીટલ ટ્રેન્ડસ અને લીજેન્ડ્સ

ડીજીટલ ટ્રેન્ડસ અને લીજેન્ડ્સ.

આપણે ખુબ જ ફ્રેજાઈલ વિશ્વમાં જીવીએ છીએ. વર્ષોના આપણા ઇન્નોવેશન અને લાઈફને સિમ્પલ અને કમ્ફર્ટેબલ બનાવવાના હજારો પ્રયત્નોને લીધે અત્યારનો યુવાન બેડમાં પડ્યો પડ્યો બધું 'ઓર્ડર' કરે છે . માત્ર ફૂડ કે કપડા નહી, ઈમોશન્સ પણ ઓર્ડર થાય છે. ઇન્ટરનેટ એની દરેક જરૂર પૂરી કરે છે! થોડા બોર થયા, મોબાઈલ લઈને વોટ્સએપ. એકલું લાગે છે- તો એફબી. મગજ ખાલી-બોડું લાગે છે તો હજારો સાઈટ્સ છે. લાઈફથી પૂરો કંટાળો આવે ત્યારે ફિલ્મો અને એથી વધુ કંટાળો ત્યારે દોસ્તને કોલ કરીને રડી શકો છો.

એક પોઈન્ટ પર આ બધું કમ્ફર્ટ છે. ઓકે. પણ કમ્ફર્ટ જ્યારે વધુ પડતું હોય ત્યારે એ જેમ બેડમાં પડ્યા રહીને શરીરની ચરબી વધારે એમ માહિતીનો કચરો- બીજાની લાઈફની સતત ઇન્ફર્મેશન- અને દરેક સવાલના તરત જ જવાબ તમારા દિમાગની ચરબી વધારે છે. એથી વધુ...માણસની 'તડપ' મરી જાય છે.

Now, you don't seek! હા. હવે એક હદ પછી તમને કશુંક નવું શોધવાની તડપ મરી રહી છે કારણકે બધું જ સામે છે! આપણી અંદર રહેલો પેલો ક્યુરીઅસ જીવ કંટાળી રહ્યો છે. કમ્ફર્ટ ઈઝ કિલિંગ યોર સેન્સીસ!

ગેમ ઓફ થ્રોન્સના છઠ્ઠી સિઝનના છેલ્લા એપિસોડમાં લિટલ-ફિંગર એક અદભુત વાત કહે છે. આ વાત બુકમાં પણ છે: "હું મારા આ નાનકડા દિમાગમાં જે કઈ પણ જોઉં છું એ ચિત્રને વાસ્તવમાં મારા દિમાગમાંથી ખેંચીને બહાર લાવું છું. હું જે ચાહું છું, જેનું સ્વપ્ન જોઉં છું એ ચિત્રને મારા દિમાગ માંથી ખેંચીને વાસ્તવમાં ફેરવું છું."

એની વાત શબ્દશઃ મને યાદ નથી એટલે મારી રીતે મૂકી છે. પણ આ વાક્યને ક્યાંક અત્યારે હું જે વાત લખી રહ્યો છું એની સાથે કાતિલ સંબંધ છે!

એક ઉદાહરણ આપું: "મારું સ્વપ્ન છે કે મારે એક દિવસ લિટરેચરના વિશ્વ પર રાજ કરવું છે. આ રાજ કરવું એટલે ટોપ ચડીને સૌ લેખકોના કિંગ જેવું નહી, પણ વાંચકોના હૃદયમાં રહેલા પુસ્તકોમાં મારા પુસ્તકો હોય એ સપનું છે. કામ ચાલુ છે. એ ચિત્રને એક દિવસ મારા હૃદય માંથી ખેંચીને તમારા હૃદયમાં જરૂર મૂકી દઈશ. પણ...પણ...પણ...

(આ 'પણ' તમને જેટલા નિષ્ફળ કરે છે એટલું કશું જ નથી કરતુ!)

પણ...મને સતત એક અનુભૂતિ થઇ રહી છે કે આ ઇન્ટરનેટના જગતમાં સતત રાજ કરવું મુશ્કેલ છે! કેમ? કારણ કે દરેક ડીજીટલ સ્ક્રીન ની સામે બેઠેલો પેલો યુવાન સતત બોર થઇ જાય છે! એને કમ્ફર્ટ જોઈએ છે! એ કમ્ફર્ટનો નશાખોર છે! મતલબ? જો જીતેશ દોંગા સતત એમની સામે રહ્યો તો મને એ 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લઇ લેશે? મતલબ? મારે જે લિજેન્ડ બનવાની સપનું છે એને એ 'ટ્રેન્ડ' બનાવીને થોડા સમયમાં સાઈડમાં કરી દેશે.

બિલીવ મી. આ ડર ખુબ સાચો છે. તમે સતત પબ્લિકના ન્યુઝ-ફીડ માં રહ્યા તો તમને સ્ક્રોલ થવામાં જરાયે વાર નહી લગાડે આ પેઢી!

તો હવે?

એક ભેદ-ભ્રમ સમજાવું. ભ્રમ એવો છે કે હનીસિંગ એ રહેમાન કે લતાજી જેટલો પ્રખ્યાત છે? શું ઇન્ટરનેટ પર ફેમસ થઇ રહેલો કોઈ યુવાન લેખક મંટો કે ટાગોર જેમ રાજ કરશે? જવાબ સિમ્પલ છે: હનીસિંગ ટ્રેન્ડ હતો, રહેમાન-લતાજી લિજેન્ડ છે! જો સતત પબ્લિક અને પબ્લીસીટીમાં લાઈક્સ મેળવીને મોજ કરતો યુવાન લેખક ટ્રેન્ડ છે, પણ ટાગોર લિજેન્ડ છે!

તો લિજેન્ડ બનવા શું કરવું? એક સિમ્પલ જવાબ તો છે જે કે ભાઈ- જીંદગી આખી એક જ કામ માટે ફના કરી દો. ફના જ નહી પણ મોજથી એક જ કામ માટે ઘસાઈ જાઓ અને ઉજળા થાઓ. આ કાળજાળ મહેનત તો બેઝીક જરૂર હોય જ છે જે રહેમાન શું હનીસિંગને પણ પડે છે.

પણ એક સાયકોલોજી છે જે કહીને આ વાત બંધ કરું છું: એ છે જો સતત લાઈક્સ મેળવવા કે પોતાના કામના પ્રદર્શન-વાહવાહી માટે આ ઈન્ટરનેટમાં બધાને દેખાતા રહ્યા તો સ્ક્રોલ થઇ જશો! બિલીવ મી. થઇ જશો. બેટર છે કે પોતાના ઓફલાઈન કામની અંદર આ બધી જ ઓનલાઈન વપરાતી એનર્જી નાખીને એ કામને એવું મહાન બનાવીએ કે ટ્રેન્ડ નહી લિજેન્ડ નો રસ્તો મળતો જાય. ઈન્ટરનેટ ક્ષણિક સફળતા આપે છે, પણ દરેક ક્ષણે સામે ઉભા રહ્યા અને વારંવાર (ભલે તમે સારું મટીરીયલ પીરસી રહ્યા છો છતાં) ક્ષણિક મોજ ખાતર પેલા બેડમાં પડ્યા-પડ્યા તમને જોતા માણસો સામે ઉભા રહ્યા તો ક્ષણિક જ બની જશો.

બેટર છે કે સરપ્રાઈઝ બનો. ક્યારેક દેખાવ. કામ દેખાડો, તમારી લાઈફ નહી. કામ થકી જ આ ફ્રેજાઈલ જનતા સાથે સંબંધ રાખો. ઈન્ટરનેટને 'વાપરતા' શીખો. એ ચડાવે છે, પાડે છે. બંને ખુબ જલ્દી કરે છે. ધીમીધારે સમયે-સમયે માત્ર તમારું કામ બતાવો. પેલા દિવસે-દિવસે કમ્ફર્ટમાં રહેલા માણસ તમારું કામ ઓર્ડર કરવા જોઈએ. કામમાં એવી મહેનત કરો કે એને ભાવે. દિલમાં ઉતરે. ત્યાં રાજ કરી શકો.

જેમ ઈન્ટરનેટ સતત ઇન્ફર્મેશન આપીને માણસોની ચરબી વધારી રહ્યું છે એમ જો એ દુનિયામાં તમે લોકો સામે લેખક તરીકે કે કોઈ પણ વ્યક્તિ તરીકે સતત રહ્યા તો ઓનલાઈન ચરબીમાં ગણાઇ જશો.

બિલીવ મી.

ખેર... આજકાલ દરેક માણસ ડીજીટલ સ્ક્રીનની સામે ખુબ બધો સમય પસાર કરી રહ્યો છે. એક રીતે તેને આદત પડી ગઈ છે અને એક રીતે એમના નવરા દિમાગ થોડીં થોડી વારે કોઈ ઈનપુટ માંગે છે. તમે નવરા પડો એટલે તરત જ ખિસ્સા માંથી મોબાઈલ નીકળી જાય અને તરત જ વોટ્સ એપ કે ફેસબુક ચાલુ થઇ જાય. ઘણીવાર અંદર કોઈનો મેસેજ ના આવ્યો હોય તો પણ તમે દરેક નામ સ્ક્રોલ કરતાં રહો કે પછી દરેક માણસ ના પ્રોફાઈલ જોતા રહો.

આં શું છે?

અંતે તો આ આપણી કલુલેસનેસ છે. આપણને ખબર નથી પડતી કે શું કરવું. એટલે આપણે આવું બધું કરતા રહીએ છીએ. આ એક રીતે જો અતિ થઇ જાય તો તેની કોઈ ગતિ નથી. તમે તેના ત્રાસને લીધે ધીમે ધીમે પીડાઓ છો. આપ આ બધી જ પ્રોસેસને મોર્ડન જનરેશનની સ્ટાઈલમાં ખપાવી શકો પણ યાદ રહે કે આ તમને જયારે વધારે પડતું થઇ રહ્યું છે ત્યારે અંદરથી મારી રહ્યું છે.

જે પોષતું તે મારતું

એટલે કોઈ પણ સોશિયલ મીડિયા સાઈટ નો વધુ પડતો ઉપયોગ પણ ખુબ યોગ્ય છે. એક સમયે તમને એ મેન્ટલ પેઈન આપે છે અને એડીકશન કરાવી દે છે.

હા...આ બધા જ સોર્સને જો ખુબ સારી રીતે ઉપયોગ કરતા આવડે તો ખુબ બધું રીતથી તે તમારી લાઈફને ખુબ સરળ પણ બનાવી દે છે. પણ બીજા છેડે એનો વધુ ઉપયોગ તમને ઘણા બધા ગેરફાયદા આપે છે.

Wall E ફિલ્મની અંદર આ જ સાર ખુબ મસ્ત રીતે કહ્યો છે. તેમાં આખી દુનિયા આ રીતે વધુ પડતા ડીજીટલ ટચને લીધે એદી બની ગઈ છે, ભાન ભૂલી ગઈ છે અને નવી પેઢીને ખબર જ નથી કે કુદરતી પ્રકાશ કેવો હોઈ! બસ...પછી જયારે આખી પૃથ્વી કચરા અને ડીજીટલ યુગની છાયામાં મરી પરવારે છે ત્યારે માણસો આ ગ્રહને છોડીને ભાગવાનો પ્લાન કરે છે કોઈ બીજા ગ્રહ પર!

આ કોન્સેપ્ટને વાસ્તવમાં સાકાર થવામાં વર્ષો લાગી જાય કે કદાચ ના પણ થાય. સવાલ એ છે કે માણસ ક્યારે અને કેટલા વહેલા સમજે છે!