Dhak Dhak Girl - Part - 11 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ૧૧

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ૧૧

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૧]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

એરપોર્ટ પરથી સીધો જ હું અમારી બેંગ્લોરની ઑફીસે ગયો કારણ ઓલરેડી સાડા-દસ તો થઇ જ ગયા હતા એટલે આ સમયે ઓફિસમાં સ્ટાફ તો પૂરો આવી જ ગયો હોય.

"વન્નકમ થન્મય..!" -જેવો હું ઓફિસમાં પહોચ્યો કે અમારી ટીમના બેંગ્લોર લીડર મી.સ્વામીએ મને વેલકમ કર્યો.

"અં..સ્વામી, ઇટ્સ તન્મય, એન્ડ નોટ થન્મય..!

"યેસ્સ યેસ્સ.. થન્મય. પ્લીઝ.. પ્લીઝ કમ."

મને ખ્યાલ આવી ગયો કે બહુતે'ક તો આ લોકોને 'ત'નો ઉચ્ચાર કદાચ ફાવતો જ નહીં હોય, કારણ તેઓ જેમ નિતીનનું નિથીન, રોહિતનું રોહીથ કરે છે, તેવી જ રીતે મારું પણ થન્મય કરી નાખ્યું હતું, એટલે તરત જ મેં તેને કરેક્ટ કરવાની મારી કોશિષ પડતી મૂકી.

તે પછી કેટલાય સમય સુધી ફ્રેશર્સ સાથે મારો ઇન્ટ્રો..જુના પ્રોજેક્ટના કલીગ્સ સાથે હાય-હલ્લો..સ્કીપ-લેવલ મેનેજરો સાથે મીટીંગ્સ..અને એવું બધું ચાલતું રહ્યું.

સવારે ધડકન સાથે ચૅટ કરવાની લ્હાયમાં ફ્લાઈટમાં કંઈ જ ખાધું નહોતું તો ભયંકર ભૂખ લાગી હતી. એટલે સાડા બાર થતા જ મેં લંચ-બ્રેક લઇ લીધો.

કમ્પનીનો કૅફેટેરીયા સોલ્લીડ હતો. સમજોને કોઈક લાઉન્જ જ હોય તેવો. ફૂટ-થમ્પીંગ સોન્ગ્સ ચાલુ હતા. ગેમ-એરિયા ય હતો તેમાં. વેગવેગળા ફૂડ-વાનગીઓના અલગ અલગ કેટલાય સેક્શન્સ પણ હતા.

"વોટ વીલ યુ હેવ થન્મય?" -સ્વામીએ પૂછ્યું- "ટ્રાઈ આઉટ ધીસ કન્નડ સ્પેશિયલ સેક્શન. યુ વિલ લવ ઇટ..!"

"નો, ઇટ્સ ફાઈન. આઈ'લ હેવ પંજાબી."

"વોટ વીલ યુ હેવ સર?" -અહુજા નામના એક સપોર્ટ-સ્ટાફે પંજાબી કાઉન્ટર પર મારું સ્વાગત કર્યું.

"આપ બતાઓ, ક્યા સ્પેશિયલ હૈ?"

"વૈસે તો પંજાબી ખાને મેં બહુત વેરાઈટી હૈ. બટ આપને અગર કભી ખાયા ન હો તો મૈ જી બોલુંગા કે સરસોં કી ભાજી ઔર મક્કે કી રોટી ખા કર દેખિયે.."

"જો આપ કો ઠીક લગે, ખીલા દીજીયે"

.

થોડી વાર પછી ઓર્ડર સર્વ થયો.
સાચે જ ખુબ લિજ્જતદાર ફૂડ લાગતું હતું.
મેં પટકન એક ફોટો પાડ્યો અને ધડકનને વોટ્સઍપથી સેન્ડ કરી દીધો.

"વા..ઉ, માઉથ વોટરીંગ..! આજે તો કંઈ એકદમ સ્પેશિયલ? મને તો એમ કે બેંગ્લોરમાં છો એટલે ડોસા કે ઈડલી..ને એવું બધું જ તું ખાતો હોઈશ."

"આઈ લવ પંજાબી.......ફૂડ ;-) " -પંજાબી અને ફૂડ વચ્ચે બહુ બધી સ્પેસ આપીને મેં કહ્યું.
" ગેસ્સ વોટ."
"વોટ..?"
"આઈ એમ હેવીંગ લાપશી. આજે નાગ-પંચમી છે ને. આઈ લવ ગુજરાતી......ફૂડ ;-) "

આ વાંચીને મારા ચહેરા પર કોઈ એક અજબ જ હસવું આવી ગયું કારણ મારી જેમ જ ધડકને પણ ગુજરાતી અને ફૂડ વચ્ચે બહુ બધી સ્પેસ મૂકી દીધી હતી.

"ધેટ વૉઝ રીયલી સ્માર્ટ..!" -હું મનોમન મુસ્કુરતો બડબડયો.
"એનીથિંગ ફન્ની થન્મય..?" -મારા ચહેરા તરફ જોઇને સ્વામી બોલ્યો.
"નો.. નથીંગ. જસ્ટ અ વોટ્સઍપ ફૉરવર્ડ."

.

તે પછી તરત જ ઓફીસના બીજા બે-ચાર લોકો લંચમાં જોઈન થયા એટલે ધડકન સાથેની ચૅટ બંધ કરી દેવી પડી કારણ બધા બેઠા હોય ને ત્યારે ધડકન સાથે ચૅટ કરતા રહેવું મને થોડું ઑડ લાગ્યું.
લંચ પછી લગેચ થોડી મિટીન્ગ્સ પ્લાન કરવામાં આવેલી જે સાંજ સુધી મને અડકાવી દેવા માટે પુરતી હતી.

.

સાંજે હોટલમાં ચેક-ઇન કર્યું ત્યારે દિવસ આખો બક-બક કરીને એકદમ થાકી ગયેલો, પણ તોય મનના એક ખૂણામાં ક્યાંક તો પણ થોડું ફ્રેશ-ફ્રેશ લાગી રહ્યું હતું. ગરમ ગરમ પાણીથી મસ્ત નહાયો. બહાર આવ્યો ત્યાં સુધીમાં તો બહાર અંધારું થઇ ગયું હતું અને વરસાદ પણ શરુ થઇ ગયો હતો.

મેં બારીના કાંચ બંધ કર્યા અને રૂમ-હીટર ચાલુ કરી દીધું. થોડી જ વારમાં આખો ઓરડો મસ્ત હુંફાળો થઇ ગયો. બારીના કાંચ પર વાફ એકઠી થઇ ગઈ હોવાને કારણે તેમાંથી સ્ટ્રીટ-લાઈટ્સ અને કાંચ પર જમા થઇ ગયેલા પાણીના ટીપા એકદમ ધૂંધળા દેખાતા હતા.

ઘડિયાળમાં જોયું તો સાડા-આઠ થઇ ગયા હતા. રૂમ-સર્વિસમાં ફોન કરીને ચાઈનીસ ફૂડનો ઓર્ડર આપી દીધો.

પલંગ પરની ઠંડીગાર રજાઈમાં પેસીને મેં ધડકનને મેસેજ કર્યો-
"યુ ધેર..?"
"કિચનમાં ૯.૩૦ વાગે આવું છું. ઓકે?"
"ઓકે..!"

સાડા-નવ સુધી એક એક મિનીટ ગણવામાં જ પસાર કરી. તે દરમ્યાન ચાઇનીઝ આવી ગયું. ઠંડીમાં મસ્ત એક સ્કોચ વ્હીસ્કી મારવાનું મન થઇ આવ્યું. આમે ય તે ખર્ચ તો બધો કમ્પની જ આપવાની હતી, પણ ધડકનનો નશો જ મન પર એટલે બધો ચડી ગયેલો કે બીજી કોઈ વસ્તુની ખાસ કોઈ જરૂર જ નહોતી. પટકન ચાઇનીઝ ખાઈ નાખ્યું, બીલ સાઈન કરીને આપી દીધું ને ધડકનના રીપ્લાઈની વાટ જોતો બેઠો રહ્યો.

"સોરી, આયે’મ લેટ.." -પોણા દસે તેનો મેસેજ આવ્યો- "આઈ હોપ તું સુઈ નથી ગયો."
"આટલો જલ્દી? નહીં ગ. ટીવી જોઉં છું. તું શું કરે છે."
"વિશેષ કંઈ નહીં. બસ હમણાં જ બધું પત્યું. મારી રૂમમાં આવી હમણાં."
"ઓકે"
"સો? હાઉ વોઝ ધ ડે?" હાઉ ઈઝ બેંગ્લોર?"
"ડે ઈઝ ઓકે. નથીંગ સ્પેશીયલ."
"કેમ રે? આટલો ડાઉન કેમ છો?"
"ડાઉન? નહીં ગ. બસ એમ જ."

વચ્ચે અમુક પળો એમ જ શાંતતામાં વીતી ગઈ.
"તન્મય, એક પૂછું?"
"શ્યોર. એમાં પૂછવાનું શું? પુછ ને."
"તું આમ અચાનક કંઈ પણ કહ્યા વગર બેંગ્લોર..આઈ મીન..એક મેસેજ તો કરવો જોઈએ..!"
"અ ગ..સાચે જ એકદમ અચાનક જ નક્કી થયું."
"ખરું પૂછ તો આજે દિવસભર હું આ જ વિચાર કરતી હતી."
"હું પણ.. કાલે દિવસભર..તું તે દિવસે જે બોલી ગઈ હતી ને..તેનો જ વિચાર કરતો રહ્યો હતો."

"ડુ યુ લાઈક મી તન્મય?" -ધડકને એકદમ અપેક્ષિત પ્રશ્ન સામે મૂકી દીધો.
"મ્હણજે? એટલે?"
"ડુ યુ લાઈક મી? એકદમ સીધો સાદો જ સવાલ છે."
"વૉટ એક્ઝેક્ટલી યુ મીન બાય લાઈક? તેની ડેફીનેશન શું છે?"
"ડેફીનેશન મને નથી ખબર તન્મય. બટ આઈ કેન સી ઈટ ઇન યોર આઈઝ. તારી આંખોમાં હું એ બધું જોઈ શકું છું. બટ આયે'મ નોટ શ્યોર અબાઉટ માઈ."

"મને તારી સાથે વાત કરવી બહુ ગમે છે ધડકન. શું કામ? ખબર નથી. પણ ખુબ મસ્ત લાગે છે તારી સાથે બોલવામાં. એમ થાય છે કે કેટલાય વરસોથી આપણે એકબીજાને ઓળખીએ છીએ."

"બસ..? આટલું જ..? પણ તન્મય. તારી આંખો તો કંઇક બીજું જ કહે છે. અને મારી વાત કરું તો પેલી..પેલી બિલકુલ ખાસ પ્રકારની એક બેચેની..એક અજબનું હુરહુર..! આ બધું શું છે તન્મય? કેમ મને સતત એવું લાગે છે કે તું ક્યાં છો તેની ખબર મને ખબર હોવી જ જોઈએ? અથવા એવું લાગે છે કે તું સતત મારા સમ્પર્કમાં જ રહેવો જોઈએ? દિવસ દરમ્યાન બનનારી દરેક વાત..પછી ભલે તે સાવ ક્ષુલ્લક જ કેમ ન હોય..પણ તારી સાથે તે શેઅર કરવી જ જોઈએ એવું કેમ મને લાગે છે?"

"હ્મ્મ્મ"

"તને એવું નથી લાગતું તન્મય?"

"હમ્મ્મ"

"તારી સાથે સવારે ચૅટ કરતી વખતે હું એકલી જ પાગલની જેમ હસતી હતી."

"હમ્મ્મ"

હું એકલી જ કેમ બોલે રાખું છું? બોલ ને કંઇક તન્મય..મને સાચે જ કંઈ ખબર નથી પડતી."

"હું યે શું બોલું ધડકન..! ખરું તો મારી હાલતે ય તારાથી જુદી નથી જ. મને હવે મારી જ ભીતિ લાગવા માંડી છે. એવું લાગે છે કે શું હું આટલો થીલ્લર..આટલો ઠરકી છું? પહેલી ગઈ કે લગેચ બીજી ગમવા માંડી. લગેચ બીજીના પ્રેમમાં..."

"પ્રેમ? યેડો છે કે તું? પ્રેમ શું આમ બે-ચાર દિવસમાં થતો હોય કે? આપણે બંને આમ તો એકબીજાને હજી ઓળખીએ છીએ જ કેટલા?

"પણ ધડકન.. તો પછી લવ એટ ફર્સ્ટ સાઈટ.."

"ઓ..કમ ઓન.. બી પ્રેક્ટીકલ.. આવી બધી વાતો ફક્ત સિનેમા-મુવીઝમાં જ થતી હશે તન્મય."

"નો.. મને નથી લાગતું કે આ બધી સિર્ફ મુવીઝની જ વાતો છે. મેં કેટકેટલાય દાખલાઓ જોયા છે. સિર્ફ આજના જમાનામાં જ નહીં..જુના પ્રાચીન કાળમાં પણ સુદ્ધા. ધડકન, મને લાગે છે આ પ્રેમ કોઈક વેગળો જ પ્રકાર છે. તેનો સાક્ષાત્કાર કોઈકને એક નજરમાં જ થાય છે તો કોઈકને મહિનાઓ લાગી જાય છે."

"તને ખબર છે તન્મય તું આજે અહીંયા નથી એ વિચારમાત્રથી મને કેવું કેવું ફીલ થાય છે? અંદર અજબનો ખાલીપો વર્તાય છે. પેટમાં પતંગિયા ઉડતા હોય તેવી ઝણઝણાટી..મનમાં કોઈક બેચેની.. સીધી સાદી વાતમાં પણ ચીડચીડ થઇ આવે છે."

“સેમ હિઅર ધડકન.."

મારા મનમાં પણ પ્રચંડ ગલગલીયા થવા લાગ્યા હતા. એવું થઇ આવતું હતું કે અમસ્ત જ વાળ ખેચી ખેચીને પલંગ પર ચડીને નાચવા લાગુ..જોર જોરથી બરાડા પાડું..જમીન પર આળોટવા લાગુ..પણ સમ હાઉ મેં મારી જાત પર કન્ટ્રોલ રાખ્યો અને ફક્ત એક વાક્ય જ લખ્યું-
"બિન તેરે..બિન તેરે.. બિન તેરે.. કોઈ ખલીશ હૈ હવાઓ મેં..બિન તેરે, "

"આપણે આવતીકાલથી બોલવાનું બંધ કરી નાખીએ કે? તું હવે વોટ્સઍપ ઉપર મને બ્લોક જ કરી નાખ.”

"ગુડ આઈડિયા"

"ગુડ આઈડિયા.. શું ગુડ આઈડિયા? ચુપ બેસ. શું કામ ચાલ્યો ગયો ત્યાં બેગ્લોરમાં તરફડવા? અને પાછો કહે છે કે ગુડ આઈડિયા..!"

"મને તો શું બોલવું તે જ નથી સૂઝતું. તું આમ સાવ અચાનક જ આ વિષય પર આવી જઈશ એવું મને બિલકુલ જ લાગતું નહોતું."

"પણ તો પછી હવે કરવું શું? અત્યારે રેડીઓ પર પેલું દર્દે તન્હાઈ ગીત વાગે છે. આઈ એમ લવિંગ ધીસ ફીલીંગ તન્મય. આ ગીતનો પ્રત્યેક શબ્દ મારા મન પર જાદુ કરી રહ્યો છે. એવું જ લાગે છે કે જાણે આ ગીત ફક્ત ને ફક્ત મારા માટે જ છે. આયે'મ નોટ એબલ ટુ કન્ટ્રોલ ફક્ત ટાઈપ..ટાઈપ..ટાઈપ.. બોલ તન્મય. કંઇક તો બોલ, આમ ચુપ ન રહે."

"સોલ્લીડ કેમિકલ લોચો થઇ ગયો છે દિમાગમાં ધડકન. માઈ માઈન્ડ સેઈઝ વન થિંગ, એન્ડ માઈ હાર્ટ સેઈઝ અનધર."
"એટલે..?"
"એટલે ધડકન..તું જે કહે છે ને મારું મન પણ ડીટ્ટો એવું જ છે. ફક્ત અને ફક્ત તું જ છે તેમાં."
"એન્ડ બ્રેઈન?"
"મગજમાં ફક્ત તન્વી છે"
"વૉટ? તન્વી ક્યાંથી આવી ગઈ વચ્ચે?"
"આઈ મીન..આ જો..આપણને ચોક્કસ કંઈ જ નથી ખબર કે આપણી ફીલિંગ્સ એક્ચ્યુલી કેવી છે. તો એમ થાય છે કે લેટ અસ ગીવ અ ટ્રાય. મે બી..આ ફક્ત એક એટ્રેક્શન જ હોય. મે બી..મહિનાદિવસ બાદ આપણને એકમેક પ્રત્યે જે અત્યારે લાગે છે તેવું ન પણ લાગે. મે બી..લાઈફ વીલ બીકમ નોર્મલ અગેઇન. થાય છે શું..કે જેમ તે બે દિવસ પહેલા કહ્યું હતું કે યુ-ડોન્ટ-વોન્ટ-ટુ-બી-અનધર-તન્વી, તો મારો પણ તેવો જ મત પડે છે. મારે અમસ્તું જ કોઈને ફસાવવું નથી, કે નથી મારે પોતાને ફસાવું."

"શું ફસાવવું..ફસાવું? શું બોલે છે તું મને તો કંઈ જ નથી સમજાતું."

"ધડકન આ જો. આપણે જો સાચે જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોઈશું..કે પછી હવે એકમેકના પ્રેમમાં પડીશું તો..તો પછી આગળ શું? વૉટ નેક્સ્ટ? છેલ્લે ફરી પાછો તે જ..મારી અને તન્વી વચ્ચેનો પ્રોબ્લમ જ..અહીં આવીને ઉભો રહી જશે. મારા પેરેન્ટ્સ ક્યારેય આ મેરેજને પરવાનગી નહીં આપે."

"તુ બિન બતાયે..મુજે લે ચલ કહીં..રેડીઓ પર મસ્ત ગીત ચાલુ થયું છે તન્મય."
"ધડકન..હું કહું છું શું ને તું બોલે છે શું? પ્લીઝ બી સીરીયસ ધડકન..!"
"કમ ઓન તન્મય..મને તો એવું લાગ્યું હતું કે હું આ ગીતના શબ્દ કહીશ તો તું આંખ બંધ કરીને કહીશ કે- લેટ અસ ગો અહેડ. તું ક્યારથી આટલો સીરીયસ થઇ ગયો?
"શટઅપ ધડકન. તારી જગ્યાએ બીજી કોઈક હોત તો કદાચિત મેં આટલો વિચાર ન કર્યો હોત. બટ રીયલી આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ..બાય એની મીન્સ"
"ઓકે.. આયે'મ સૉરી. તો પછી તું જ કહે. શું કરવું જોઈએ?"
"ડુ યુ લવ મી ધડકન?"

.

તે પછી કેટલીય વાર સુધી ધડકન ટાઈપીંગ...ટાઈપીંગ...આવતું રહ્યું.
"શું લખે છે ક્યારની? બોલ ને..! લખીને શું બધું ડીલીટ કરી નાખ્યું કે?"
"કંઈ નહીં. બસ એમ જ.."
શું એમ જ? ડુ યુ લવ મી ઑર નૉટ?"
"આઈ ડોન્ટ નો."
"વૉટ આઈ ડોન્ટ નો? તો પછી હમણાં કેમ એમ બોલી હતી કે- તુ બિન બતાયે લે ચલ.. વગેરે?
"હું સાઈન -આઉટ કરું છું તન્મય."
"અરે? શું, આ ચાલી શું રહ્યું છે બધું? આપણે બેઉ શું સી-સૉ રમીએ છીએ કે ક્યારેક તું આ બાજુ તો ક્યારેક હું તે બાજુ?"
"તે બધી..જોઈએ તો..તું મારી મુર્ખામી સમજજે તન્મય. તને તન્વી સાથે પ્રેમ નહોતો. આઈ મીન..તારા કહેવા પ્રમાણે 'એવો' પ્રેમ નહોતો. પણ તોયે તેની સાથેની જુદાઈ સહન કરવામાં તને કેટલી તકલીફ પડી હતી તે મેં જોયું છે અને તું સુદ્ધા જાણે છે તે. હવે આવતી કાલે આપણા નસીબમાં પણ જુદા થવાનું લખ્યું હશે તો? હું તને ફરી પાછો એટલો હર્ટ થયેલો નહીં જોઈ શકું તન્મય."

"આજે તું તારી જાતને રોકી લઈશ ને કદાચિત હું પણ. તો પછી આવતીકાલનું શું? કયા પાયા પર આપણી મૈત્રી ફક્ત મૈત્રી જ રહેશે?"
" શીટ્ટ તન્મય.. વૉટ હેવ યુ ડન ટુ મી..!"
"તું સિર્ફ પોતાને દોષ ન આપ ધડકન. આપણે બંને ય ઇક્વલી ઇન્વોલ્વ છીએ."
"હમ્મ્મ."
"સો વી આર નોટ ઇન લવ."
"પૂછે છે? કે કહે છે?"
"હેહેહે.. કહું છું પણ વીથ અ ક્વેશ્ચન. :-) "
"હેહેહેહે.."
"ધડકન, હું તને ફલર્ટ વગેરે તો નથી લાગતો ને? યાર, આઈ રીયલી રીયલી લાઈક યુ."
"અરે વાહ.. ગુડ ટુ નો ધૅટ. તો પછી થોડીવાર પહેલા કેમ ડેફીનેશન ને એવું બધું પૂછતો હતો?"
""
"લેટ્સ નોટ હરી તન્મય. આપણે સરખો વિચાર કરીએ. આપણને કોઈ જ ઉતાવળ નથી. તું પરત આવ પુના. આપણે મળીએ એટલે વાત કરીશું. ઓકે?"

"..."

"ધીસ વીલ હર્ટ અસ બોથ તન્મય. મને એવી કોઈ ટાઈમપાસ કમીટમેન્ટ નથી જોઈતી. આ પાર કે પેલે પાર. જે કંઈ આપણે બેઉ મળીને નક્કી કરીએ તે જ ફાઈનલ હશે."

"અને ત્યાં સુધી? કમસે કમ વોટ્સઍપ પર તો આપણે ચૅટ કરી શકીશુને? કે તે પણ નહીં?

"...."

"સે સમથીંગ ધડકન.."

"ગુડ નાઈટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ."

“અરે..”

“ગુડ નાઈટ તન્મય.”
"ગુડ નાઈટ" -બહુ મોટી પીડા સાથે મેં ગુડ-નાઈટ લખ્યું. અને તેથીય મોટી તકલીફ સાથે મેં આગળ કંઈ જ ન લખતા અમારી ચૅટ ત્યાંજ બંધ કરી.

બહાર વરસાદની રમઝટ વધી ગઈ હતી. બારીના કાંચ પર પાણીના ટીપા અથડાઈ અથડાઈને નીચે સરકતા જતા હતા.

એકએક મનમાં વિચાર આવ્યો કે હમણાં ને હમણાં જ ઘરે ફોન કરીને કહી દઉં કે કાં તો ધડકનને સ્વીકારી લો અથવા હું ઘર છોડીને જાઉં છું. અહીં બેન્ગ્લોરમાં મારે સિર્ફ એક જ શબ્દ કહેવાની જરૂર છે ને તેઓ મને હસતા હસતા અહીં ટ્રાન્સફર આપી દેશે. હું અને ધડકન આરામથી અહીં આનંદ-કિલ્લોલથી રહી શકીશું.

આટલા વખતમાં પહેલી જ વાર મને મારા ઘરવાળાઓ પર આટલો પ્રચંડ ગુસ્સો આવ્યો હતો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..