Jeff Bezos in Gujarati Biography by Harsh Pandya books and stories PDF | Jeff Bezos

Featured Books
Categories
Share

Jeff Bezos

Jeff Bezos, CEO, Amazon

Biography

પરિચય:

ઇ-કોમર્સના આ જમાનામાં એમેઝોનનું નામ અજાણ્યું નથી. કદાચ, વિશ્વમાં સૌથી વધુ ઇ-કોમર્સનો બિઝનેસ ધરાવતી એમેઝોન પ્રથમ કંપની છે. શરૂઆતમાં તો પુસ્તકો વેચવા માટેના ઓનલાઈન પ્લેટફોર્મ તરીકે એમેઝોને પદાર્પણ કર્યું, પરંતુ જોતજોતામાં એણે સમગ્ર ઇ-કોમર્સ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડી દીધો. આવડી મોટી અને ગંજાવર કંપનીને સફળતાની એક પછી એક હરણફાળ ભરાવનાર ભેજું કેવું હશે?

પૂરા નામ જેફરી બેઝોસ. ૧૨ જાન્યુઆરી, ૧૯૬૪ ના રોજ મેક્સિકો ના આલ્બુક્વેર્ક્યુ ખાતે ટીનએજ માતા જેકલીન અને પિતા ટેડ ને ત્યાં જન્મેલા જેફરીનું મોસાળ પક્ષ પૈસેટકે મજબૂત ગણાતું. જેફના નાનાજી યુ.એસ. એટોમિક એનર્જી કમિશનના ડિરેક્ટર રહી ચૂક્યા હતા અને વહેલું રિટાયરમેન્ટ લઈને ટેક્સાસ ખાતેની પોતાની ૨૫,૦૦૦ એકરનો ફેલાવો ધરાવતી રેન્ચમાં રહેવા ચાલ્યા ગયા હતા. ટબૂકડા જેફને વેકેશનમાં એ રેન્ચમાં મોટાભાગનો સમય ગાળવા મળતો, જ્યાં એ પોતે નાના સાથે કામ કરતો. નાની ઉંમરથી જ જેફનું દિમાગ યંત્રો તરફ વળી ગયું હતું. એણે પોતાનું સુવાનું પારણું એકે એક પૂરજા સમેત છૂટુ કરવા માટેના પ્રયત્નો કરીને પોતાની બુદ્ધિક્ષમતાનો પુરાવો આપી દીધો હતો. જેફની માતાનું લગ્નજીવન એક વર્ષ માંડ ટક્યું. જેફ ચાર વર્ષનો હતો ત્યારે એની માતાએ ફરીથી લગ્ન કર્યા. જેફના આ પિતાનું નામ મિગલ બેઝોસ હતું, જે પોતે પંદર વર્ષની ઉંમરે ક્યુબાથી યુ.એસ. માઈગ્રેટ થઈને આવેલ યુવાન હતો. એ પછી બેઝોસ પરિવારે ટેકસાસના હ્યુસ્ટન ખાતે સ્થળાંતર કર્યું. મિગલે એકઝોન કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી લીધી. ચોથા ધોરણથી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ રિવર ઓક્સ એલિમેન્ટરી સ્કૂલમાં લેતા લેતા જેફે ઉનાળાનું વેકેશન દક્ષિણી ટેક્સાસના પોતાના નાનાના રેન્ચ ખાતે ગાળ્યું જેમાં એણે પવનચક્કી સરખી કરવી, પશુઓના ધણને રસી આપવી, પાઇપ્સ બિછાવવા જેવા કામો કર્યા.

વિજ્ઞાન અને યાંત્રિકી(ટેકનૉલોજી)માં અતિશય રસ ધરાવતા જેફે એકવાર પોતાના નાના ભાઈઓ-બહેનો પોતાના રૂમમાં આવી ન જાય એ માટે એક ઇલેક્ટ્રિક એલાર્મ પણ બનાવ્યું હતું. ત્યારબાદ બેઝોસ પરિવાર મિયામી ખાતે રહેવા આવી ગયો, જ્યાં જેફે મિયામી પાલમેટ્ટો સિનિયર હાઈસ્કૂલ માં પ્રવેશ મેળવ્યો. ઇ.સ. ૧૯૮૨ માં હાઈસ્કૂલમાં ભણતા ભણતા જેફે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના સ્ટુડન્ટ સાયન્સ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ભાગ પણ લીધો, જેમાં એણે સિલ્વર નાઈટ એવોર્ડ મેળવ્યો. આ ઉપરાંત, જેફ સ્કૂલમાં સૌથી વધુ હોશિયાર અને નેશનલ મેરીટ સ્કૉલર તરીકે પ્રસ્થાપિત હતો. જેફને ફિઝીક્સ ભણવાની ઈચ્છા હતી એટલે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો હતો. પરંતુ, કમ્પ્યુટર્સ તરફ પોતાના પ્રેમને લીધે એણે બે સાયન્સ ગ્રેજ્યુએટ ડિગ્રીઓ લીધી. એક ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગની અને બીજી કમ્પ્યુટર સાયન્સની.

કારકિર્દી:

ઇ.સ. ૧૯૮૬ માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી જેફે વોલ સ્ટ્રીટ(અમેરિકાનું શેરબજાર)ખાતે કમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે કામ કર્યું. એ પછી ફિટેલ તરીકે ઓળખાતી કંપનીમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટેનું નેટવર્ક ઊભું કરવાની ય નોકરી કરી. એ પછી જેફે બેન્કર્સ ટ્રસ્ટ નામની સંસ્થામાં પણ કામ કર્યું. એ પછી એણે D.E. Shaw એન્ડ કંપની ખાતે પણ ઇન્ટરનેટ પર થતાં વ્યાપારમાં કઈ કઈ તકો છે એના પર કામ કર્યું.

એમેઝોન:

ઇ,સ, ૧૯૯૪ માં ન્યુયોર્ક થી સીએટલ તરફના રસ્તે જતાં-જતાં જેફને એમેઝોનનો વિચાર આવ્યો. આ વિચારના મૂળમાં એ વખતે યુ.એસ. ની સુપ્રીમ કોર્ટે આપેલું એક જજમેન્ટ હતું. એ જજમેન્ટ એવું હતું કે અમુક રાજ્યોમાં ઇન્ટરનેટ પર ઓર્ડર લેતી વખતે સરકારને જે સેલ્સ ટેક્સ ભરવાનો થાય, એમાં કેટલોગની મૂળ કોપી રજૂ કરવી જરૂરી નહોતી. આ સાથે જ ન્યુયોર્ક-સીએટલની સફર દરમિયાન એણે એમેઝોનનો બિઝનેસ પ્લાન આબાદ વિચારી નાંખ્યો અને ન્યુયોર્ક હેજ ફંડિંગની ધરખમ રળી આપતી નોકરી છોડીને જેફ બેઝોસે એના ઘરના ગેરેજમાં એમેઝોન શરૂ કરી. બેઝોસ એના માઈક્રોમેનેજમેન્ટ અને બિઝનેસની ઝીણવટભરી માહિતીઓ પ્રત્યે અને એને મીડિયામાં એમેઝોનના બિઝનેસને લઈને કઈ રીતે ક્વોટ કરવામાં આવે છે એ પ્રત્યે ખૂબ જ સભાન રહે છે. હમણાં જ ન્યુયોર્ક ટાઇમ્સે એમેઝોનના વર્ક કલ્ચરને લઈને આરોપો મૂકતો લેખ છાપ્યો ત્યારે એમેઝોનના તમામ કર્મચારીઓને બેઝોસનો અંગત સન્ડે મેમો મળ્યો, જેમાં લખ્યું હતું કે જો ન્યુયોર્ક ટાઈમ્સના આક્ષેપો સાચા હોય તો કોઈ પણ વ્યક્તિ મને સીધો આવીને મળી શકે છે.

બ્લ્યુ ઓરિજિન:

ઇ.સ. ૨૦૦૦ માં બેઝોસે બ્લ્યુ ઓરિજિન નામની કંપની સ્થાપી, જે માનવીય સ્પેસફ્લાઇટ પર કામ કરવાની હતી. અત્યંત ગોપનીય રીતે શરૂ કરાયેલી કંપની મૂળ તો જેફના અંતરિક્ષ તરફના ખેંચાણને લીધે શરૂ કરાઇ હતી. આ કંપની શરૂઆતમાં વીસથી ત્રીસ લાખ લોકોને અંતરિક્ષમાં હોટેલ, અમ્યુઝમેન્ટ પાર્ક, કોલોની, નાના શહેરો સહિતની સુવિધાઓ આપવાના હેતુથી શરૂ કરાઇ હતી. એનું અસ્તિત્વ પહેલીવાર લોકોની જાણમાં ઇ.સ. ૨૦૦૬ માં આવ્યું, જ્યારે પશ્ચિમી ટેક્સાસ ખાતે લોન્ચ અને ટેસ્ટ ફેસિલિટી માટે ગંજાવર જમીનનો હિસ્સો ખરીદવામાં આવ્યો. પરંતુ, એક ઓટોમેટિક પ્રોટોટાઈપના ક્રેશને લીધે જેફને પોતાની કંપનીની મર્યાદાઓ પણ સમજાઈ. પણ, એણે એ પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો પડતા મુક્યા નહીં. વર્જીન ગૃપના આદ્ય-સ્થાપક અને વર્જીન ગેલેક્ટિક કંપનીના સર્વેસર્વા એવા રિચાર્ડ બ્રેનસનને ય મળીને એણે પોતાની ઈચ્છા પ્રગટ કરી. એનો હેતુ સ્પષ્ટ હતો- પૃથ્વીને બચાવવી. પૃથ્વીનો ઉપયોગ પાર્કની જેમ થઈ શકે અને માનવજાત જે જગ્યાએ રહેવું હોય- ચંદ્ર,મંગળ અથવા આખા અંતરિક્ષમાં-ત્યાં રહી શકે, અને આપણે જેમ પાર્કમાં લટાર મારવા જઈએ છીએ એમ પૃથ્વી પર આવી શકાય જેથી પૃથ્વીની પ્રકૃતિ જળવાઈ શકે. ઈ.સ. ૨૦૧૫ માં જેફે નવા ઓરબીટલ લોન્ચ વેહિકલની જાહેરાત કરી. ઈ.સ. ૨૦૧૦ ના ઉત્તરાર્ધમાં જ આ વેહિકલ બનાવવાનું શરુ થઇ ગયું હતું. આ વિષે માહિતી આપતા જેફે જણાવ્યું, “બ્લ્યુ ઓરીજીનનો હેતુ સરળ અને સ્પષ્ટ છે. અમે અંતરીક્ષમાં બધે જ જવા માંગીએ છીએ. ચંદ્ર, મંગળ, લઘુગ્રહો-એસ્ટેરોઈડ પર પણ જઈ શકાય (જેથી મુસાફરીનો પડતર ખર્ચ ઘટાડી શકાય.) વગેરે જેવા લક્ષ્યાંકો પર જવા માટે આ લક્ષ્ય પુરતું સાર્થક છે. અમે તો લાખો માણસોને અંતરીક્ષમાં જતા અને કામ કરતાં જોવા માંગીએ છીએ. અમારો સૌથી મોટો શત્રુ અત્યારે ગુરુત્વાકર્ષણ છે. એ આવરણ ભેદવું અઘરું છે.” ગઈ ૨૩ નવેમ્બર, ૨૦૧૫ ના રોજ બ્લ્યુ ઓરીજીન દ્વારા નિર્મિત શેપર્ડ સ્પેસ વેહિકલ સફળતાપૂર્વક લોન્ચ થયું અને પશ્ચિમી ટેક્સાસ ખાતેની નિર્ધારિત જગ્યાએ લેન્ડ પણ થયું. આમ, જેફે બ્લ્યુ ઓરીજીન દ્વારા પોતાના ગમતા અંતરીક્ષ-પ્રવાસના સપનાને સાકાર કરવા માટેના પ્રયાસોમાં પહેલીવાર સફળતાનો સ્વાદ ચાખ્યો.

વોશિંગ્ટન પોસ્ટ:

અમેરિકાના પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત અખબાર તરીકે ‘વોશિંગ્ટન પોસ્ટ’ ની વિશ્વભરમાં નામના છે. અખબારજગતમાં બહુ જુનું હોવાને લીધે અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ‘વોશિંગ્ટન પોસ્ટ’ માતબર શાખ ધરાવે છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ જેફે આ અખબારને ૨૫૦ મિલિયન ડોલરમાં ખરીદવાની ઈચ્છા હોવાની જાહેરાત કરી. જેફે વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે આ ક્ષેત્ર એક ગુંચવણભરી ભૂમિવાળું છે, અને એમેઝોન.કોમ ને આની સાથે કંઈ જ લાગતું વળગતું નથી. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ વોશિંગ્ટન પોસ્ટે જેફ બેઝોસની ૧૦ પાનાની પ્રોફાઈલ ફોર્મ છાપી. આખરે, પહેલી ઓક્ટોબર, ૨૦૧૩ ના રોજ જેફના નેશ હોલ્ડિંગ્સ LLC એ વોશિંગ્ટન પોસ્ટનો ચાર્જ સંભાળી લીધો.

માર્ચ, ૨૦૧૪ માં જેફે વોશિંગ્ટન પોસ્ટમાં ગણનાપાત્ર બદલાવ કર્યો. એણે ધ ડલાસ મોર્નિંગ ન્યુઝ, ધ હોનોલુલુ સ્ટાર-એડવર્ટાઇઝર અને ધ મીનેપોલિસ સ્ટાર-ટ્રીબ્યુનના ગ્રાહકો માટે વોશિંગ્ટન પોસ્ટની પેઈડ સર્વિસ ફ્રી કરી આપી.

જેફે ઈ.સ. ૧૯૯૮ માં ગુગલ માં પણ ૨,૫૦,૦૦૦ ડોલર્સ રોક્યા હતા. આ નાતે એ ગુગલમાં ઇન્વેસ્ટ કરનારા લોકોમાંનો એક હતો.

જેફે ડિસેમ્બર, ૨૦૧૩ માં ‘એમેઝોન પ્રાઇમ એર’ નામથી પ્રોજેકટ શરૂ કર્યો હતો, જેમાં રિમોટ-કંટ્રોલથી સંચાલિત ડ્રોન્સ થી વસ્તુઓની ડિલિવરી આપવાની હતી.

બેઝોસ સાહસો:

જેફ બેઝોસના અંગત રોકાણો બેઝોસ એક્સ્પીડીશંસ નામની એની કંપની દ્વારા સંચાલિત છે. નીચેની કંપનીઓ દ્વારા બેઝોસ રોકાણ કરે છે અને પૈસા રળવાનું આ ચક્ર ચાલતું રહે છે:

  • Airbnb – શેરીંગ ઈકોનોમી
  • Aviary – ફોટો એડીટીંગ સોફ્ટવેર
  • Basecamp – પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર
  • Blue Origin – અંતરીક્ષ પ્રવાસ
  • Business Insider – પ્રકાશન
  • Crowdrise – નફા આધારિત ચેરીટી કરવાનું પ્લેટફોર્મ
  • Domo – સોફ્ટવેર (બિઝનેસ ઈન્ટેલીજન્સ)
  • Doxo – ફાયનાન્સ સર્વિસીઝ
  • D-Wave Systems – કવોન્ટમ કમ્પ્યુટિંગ
  • Everfi – શિક્ષણ માટે ટેકનોલોજી
  • Finsphere – ઓથેન્ટિકેશન સોફ્ટવેર
  • General Assembly – ટેકનોલોજી શિક્ષણ
  • General Fusion – પુન: પ્રાપ્ય ઉર્જા (ન્યુક્લિયર ફ્યુઝન)
  • Glassybaby – કેન્સરપીડિત દર્દીઓને સહાય
  • Juno Therapeutics – કેન્સર બાયોફાર્માસ્યુટીકલ
  • Kongregate – ઓનલાઈન ગેમ્સ
  • Linden Lab – ઓનલાઈન ગેમ્સ (સેકન્ડ લાઈફ)
  • Lookout – ટેકનોલોજી (મોબાઈલ સિક્યુરીટી)
  • MakerBot Industries – થ્રી-ડી પ્રિન્ટર્સ
  • MFG.com – ઉત્પાદકોનું સીધું બજાર
  • Nextdoor – સ્થાનિક સ્તર પરનું સોશિયલ નેટવર્કિંગ
  • Pelago – ઓનલાઈન ગેમ્સ
  • Powerset – કુદરતી ભાષા સર્ચ એન્જીન
  • Pro.com – ઘરની આવશ્યક સેવાઓ માટેનું બજાર
  • Qliance – સ્વાસ્થ્ય સેવાઓ
  • Remitly – ફાયનાન્સિયલ સેવાઓ
  • Rescale – કલાઉડ કમ્પ્યુટીંગ સિમ્યુલેશન્સ
  • Rethink Robotics – રોબોટ ઉત્પાદક કંપની
  • Sapphire Energy – પુન: પ્રાપ્ય ઉર્જા (શેવાળ માંથી ક્રુડ ઓઈલ)
  • Skytap - કલાઉડ કમ્પ્યુટીંગ
  • Stack Exchange – ટેકનોલોજી પબ્લીશિંગ
  • TeachStreet – શિક્ષકો શોધવાનું સર્ચ એન્જીન
  • Twitter – સોશિયલ નેટવર્કિંગ
  • Uber – શેરીંગ ઈકોનોમી (સહિયારી/શટલ ટેક્સી)
  • Vessel – પેઈડ વિડીયો સર્વિસ
  • Vicarious – આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ
  • Workday – બિઝનેસ સોફ્ટવેર
  • Zocdoc – સોફ્ટવેર (સ્વાસ્થ્ય સંબંધી અપોઈન્ટમેન્ટ)
  • સેવાકીય પ્રવૃત્તિઓ:

    બિલ ગેટ્સની જેમ બેઝોસે મોટી રકમનું દાન કર્યું નથી એવું પત્રકાર શોન મેકકોય નોંધે છે. કેટલાકના માટે બેઝોસ સ્ટીવ જોબ્સની જેમ દાન/સેવાકીય કામોમાં રસ લેતા નથી એવું ય કહે છે. આ બધાની વચ્ચે જો કે, બેઝોસે ખાસ્સી રકમનું ય દાન કર્યું છે જે નીચે મુજબ છે:

  • લોંગ નાઉ ની ૧૦,૦૦૦ વર્ષ સુધી ચાલી શકે એવી ઘડિયાળનો પ્રોટોટાઈપ – ૪૨ મિલિયન ડોલર
  • સીએટલ મ્યુઝિયમ ઓફ હિસ્ટરી એન્ડ ઈન્ડસ્ટ્રી માં બેઝોસ સેન્ટર ફોર ઇનોવેશન - ૧૦ મિલિયન ડોલર
  • એટલાન્ટીક મહાસાગરના તળિયેથી સેટર્ન-૫ નામના અમેરિકન રોકેટના બે એફ-૧ એન્જિનને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં આવી.
  • પ્રિન્સ્ટન ન્યૂરોસાયન્સ ઇન્સ્ટીટ્યુટ ખાતે બેઝોસ સેન્ટર ઓફ ન્યૂરલ સર્કિટ ડાયનામિક્સ – ૧૫ મિલિયન ડોલર
  • બેઝોસ ફેમિલી ફાઉન્ડેશન, શૈક્ષણિક ચેરિટી
  • જેફ બેઝોસના ખ્યાતનામ ક્વોટ્સ:

  • Your margin is my opportunity.
  • There are two kinds of companies: Those that work to try to charge more and those that work to charge less. We will be the second.
  • I very frequently get the question: 'What's going to change in the next 10 years?' And that is a very interesting question; it's a very common one. I almost never get the question: 'What's not going to change in the next 10 years?' And I submit to you that that second question is actually the more important of the two -- because you can build a business strategy around the things that are stable in time. ... [I]n our retail business, we know that customers want low prices, and I know that's going to be true 10 years from now. They want fast delivery; they want vast selection. It's impossible to imagine a future 10 years from now where a customer comes up and says, 'Jeff I love Amazon; I just wish the prices were a little higher,' [or] 'I love Amazon; I just wish you'd deliver a little more slowly.' Impossible. And so the effort we put into those things, spinning those things up, we know the energy we put into it today will still be paying off dividends for our customers 10 years from now. When you have something that you know is true, even over the long term, you can afford to put a lot of energy into it.
  • Any business plan won't survive its first encounter with reality. The reality will always be different. It will never be the plan.
  • If you double the number of experiments you do per year, you're going to double your inventiveness.
  • Invention requires a long-term willingness to be misunderstood. You do something that you genuinely believe in, that you have conviction about, but for a long period of time, well-meaning people may criticize that effort. When you receive criticism from well-meaning people, it pays to ask, 'Are they right?' And if they are, you need to adapt what they're doing. If they're not right, if you really have conviction that they're not right, you need to have that long-term willingness to be misunderstood. It's a key part of invention.
  • If you never want to be criticized, for goodness' sake don't do anything new.
  • The framework I found, which made the decision [to start Amazon in 1994] incredibly easy, was what I called a regret minimization framework. I wanted to project myself forward to age 80 and say, 'OK, I'm looking back on my life. I want to minimize the number of regrets I have.' And I knew that when I was 80, I was not going to regret having tried this. I was not going to regret trying to participate in this thing called the Internet that I thought was going to be a really big deal. I knew that if I failed, I wouldn't regret that. But I knew the one thing I might regret is not ever having tried. I knew that that would haunt me every day.
  • If you're not stubborn, you'll give up on experiments too soon. And if you're not flexible, you'll pound your head against the wall and you won't see a different solution to a problem you're trying to solve.
  • All businesses need to be young forever. If your customer base ages with you, you're Woolworth's.
  • Any business plan won't survive its first encounter with reality. The reality will always be different. It will never be the plan.
  • In the old world, you devoted 30% of your time to building a great service and 70% of your time to shouting about it. In the new world, that inverts.
  • We've done price elasticity studies, and the answer is always that we should raise prices. We don't do that, because we believe -- and we have to take this as an article of faith -- that by keeping our prices very, very low, we earn trust with customers over time, and that that actually does maximize free cash flow over the long term.
  • We innovate by starting with the customer and working backwards. That becomes the touchstone for how we invent.
  • When [competitors are] in the shower in the morning, they're thinking about how they're going to get ahead of one of their top competitors. Here in the shower, we're thinking about how we are going to invent something on behalf of a customer.
  • A company shouldn't get addicted to being shiny, because shiny doesn't last.
  • I think frugality drives innovation, just like other constraints do. One of the only ways to get out of a tight box is to invent your way out.
  • If you're long-term oriented, customer interests and shareholder interests are aligned.
  • You want to look at what other companies are doing. It's very important not to be hermetically sealed. But you don't want to look at it as if, 'OK, we're going to copy that.' You want to look at it and say, 'That's very interesting. What can we be inspired to do as a result of that?' And then put your own unique twist on it.
  • We've had three big ideas at Amazon that we've stuck with for 18 years, and they're the reason we're successful: Put the customer first. Invent. And be patient.
  • Life’s too short to hang out with people who aren’t resourceful
  • A brand for a company is like a reputation for a person. You earn reputation by trying to do hard things well.
  • A brand for a company is like a reputation for a person. You earn reputation by trying to do hard things well.
  • If you do build a great experience, customers tell each other about that. Word of mouth is very powerful.
  • E-mail has some magical ability to turn off the politeness gene in a human being.
  • I wanted a woman who could get me out of a Third World prison. Life's too short to hang out with people who aren't resourceful.
  • Invention is by its very nature disruptive. If you want to be understood at all times, then don't do anything new.
  • We are stubborn on vision. We are flexible on details.
  • The great thing about fact-based decisions is that they overrule the hierarchy.
  • Work Hard, have fun, make history.