Prem-vhem thi thay chhe. in Gujarati Magazine by Dhruv Joshi books and stories PDF | પ્રેમ- વ્હેમ થી થાય છે.

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

પ્રેમ- વ્હેમ થી થાય છે.

પ્રેમ- વ્હેમ થી થાય છે.

* આજે વ્યક્તિ નાની હોય કે મોટી દરેક વ્યક્તિ પોતાના જીવન માં પ્રેમ ની શોધ માં જ હોય છે. તેઓ એવું વિચારતા હોય છે કે કયાંક પ્રેમ મળી જાય. કારણ કે પ્રેમ થી વ્યક્તિનું આંતરિક રુપ બહાર આવે છે. અને પ્રેમ રાખવાથી અને પ્રેમથી વર્તવાથી જીવન માં કેટલાક સારા બદલાવ આવી શકે છે. જેથી પ્રેમ નું જીવન માં ખુબજ મહત્વ છે. અને પ્રેમ ને લાગણીઓ વડે પણ સમજી શકાય છે. અને લાગણીઓજ પ્રેમ ને નવા નવા રુપે સજાવતી હોય છે. * વ્હેમ અેટલેકે સામાન્ય શબ્દોમાં અેક જાત નો ભ્રમ જ કહીયે અને આ વ્હેમ વીશે મારા શબ્દો ને આકાર અાપતા કહી શકું કે કંઇક ને કંઇક વિચરો વ્યક્તિના મનામાં વ્હેમ રુપે વારે-ઘડિયે આવતાજ હોય છે જેના કારણે વ્યક્તિ પોતાના મોટા ભાગના કાર્યો પણ વ્હેમ દ્વારાજ કરતો હોય છે એમ કહિ શકાય. અને વ્હેમ અે અદ્રશ્ય સ્વરુપે દ્રશ્યમાન થાય છે. જેના પડછાયા કે દ્રશ્યો ને ક્યાંય પથ્થરો કે શિલાલેખો પર કંડારવામાં આવતા નથી. વ્હેમ માત્ર અને ૬ માત્ર મનમાં જ ઉત્પન્ન થાય છે.

* પણ અહિં પ્રેમ વિશે વાત કરીએ તો હું એટલું જ કહેવા માગું છું કે પ્રેમમાં ક્યારેય પણ વ્હેમ થયા વગર રહેતો નથી. જ્યારે પણ કોઇ જગ્યાએથી પ્રેમ નો ઉદભવ થાય તેની પાછળ કોઇ ને કોઇ કારણે વ્હેમ થયોજ હોય છે. વ્હેમ અે પ્રેમ ને આગળ વધારવા કે ગતીશીલ બનાવવા મોટી મદદ કરે છે. જેને કોઇ પણ રિતે સાબીત કરી શકાય છે. અને દરેક વ્યક્તિ ને પ્રેમમાં જ નહિં અન્ય ઘણી રીતે વ્હેમ થાય છે. ટુંકમાં કહિ શકાય કે વ્હેમ અે વ્યક્તિ ના મનમાં ક્ષણે-ક્ષણે નવા રુપો સાથે ઉત્પન્ન થાય છે. * પ્રેમ ને મોટાભાગે આધાર આપનાર વ્હેમ જ હોય છે. જેને વિશિષ્ટ રીતે અેક વાત દ્વારા સ્પષ્ટ કરી શકાય કે માનો કે કોઇ છોકરો યુવાન અવસ્થામાં હોય અને તેમને લાયક કોઇ સારુ અેવું પાત્ર ની શોધમાં હોય તો ત્યારે મનમાં કંઇક ને કંઇક વિચારો એ બાબતે ઉત્પન્ન થાય છે. અને જ્યારે કોઇ સારા પાત્ર સાથે તેમની મુલાકાત થઇ હોય તો તેના મનમાં હંમેશા કંઇક ને કંઇક વ્હેમ તે પાત્ર અેટલે કે છોકરી વીશે થયા કરે છે. ક્યારેક તે છોકરો પેલી છોકરી ની સુંદરતા ને પોતાના મનમાં રજુ થતી જોવે છે. અને અેવું વિચારેછે કે કોઇ શાયરી થી હું અેને ખુશ કરીશ દા.ત.

ના પીને કા શોક થા , ના પીલાને કા શોક થા,

હમે તો બસ સિર્ફ નજરે મિલાને કા શોક થા,

મગર હમ ઉસસે હી નજરે મિલા બેઠે,

જીસકો નજરોસે પીલાને કા શોક થા. ‍

* આવુ વિચાર્યા બાદ તે ફરીથી વિચારે છે અને એવો વ્હેમ થાય છે કે આ તેને ગમશે કે નહિં અને તે મને આ સાંભળ્યા બાદ શું કહેશે આવા અનેક સવાલો તેના મનમાં ખુબજ આવ-જા કરે છે.

* ક્યારેક તે છોકરી ના વિચારો કે તે છોકરી સાથે થયેલી વાતો ને મનમાં રજુ કરે છે. અામ થવાથી તે છોકરાને પેલી છોકરી વિશે વધારે ને વધારે લાગણીઓ થાય છે અને ધીમે ધીમે તેના (છોકરા) મનમાં પ્રેમ પેલી છોકરી માટે ઉદભવે છે. આવું માત્ર છોકરાઓ સાથે જ નથીથતુ પરંતુ છોકરીઓ પણ આમજ વ્હેમ સાથે અથડાય છે.

* આગળ વધતા જ્યારે તે બંન્નેની કોઇ સ્થળે રુબરુ મુલાકાત થવાની હોય તે પહેલાના સમય માં તે બંન્ને ને મનમાં એકબીજા વિશે વ્હેમ ઉભો થયા વગર રહેતો નથી તે બંને અેકબીજા વીશે કોઇ ને કોઇ વાતો વિચારતાજ હોય છે કે આ મને મળવા માટે આવશે તો એમણે શું પહેર્યું હશે ? , તે કેવો કે કેવી લાગતા હશે ? , તે મારી સાથે શું વાત કરશે ? , અને તેની વાત નો હું શું જવાબ અપીશ ? , હું કેવી રીતે વાત ની શરુઆત કરીશ ? , તે મને શું કહીને બોલાવશે ? , તેમને હું શું કહીશ તો તેને ગમશે ? વગેરે જેવા સવાલોથી તેઓ એક-બીજા વિશે વિચારો અને પોતાની લાગણીઓ ને પહેલેથી જ બાંધી લે છે પણ આવા સમયે તેઓ ભેગા હોતા નથી છતાં પણ વ્હેમ થી તે બંન્ને ને એક-બીજા વિશે પ્રેમની લાગણીનો અનુભવ કરે છે. અને ક્યારેક કોઇ પ્રસંગો હોય તેમાં જો બંન્ને આમંત્રીત હોય તો પણ તે વિચારે કે ત્યાં અે આવશે કે નહિં અને આવશે તો ક્યારે આવશે ? , કેવા કપડા પહેરશે ? વગેરે વાતો અેક-બીજાને વિચારતા કરી દે છે. * અને આમ તે બંન્ને ના મનમાં અેક-બીજાપ્રત્યે પ્રેમ જાગે છે. અને આ પ્રેમ ને સ્થાન આપનાર વ્હેમ જ કહિ શકાય. પરંતુ વ્હેમ અે પ્રેમ ને વિકસાવે છે અને પ્રેમ ને ઉંડો તેમજ ગતીશિલ બનાવે છે. અને ક્યારેક પ્રેમમાં તેઓ એટલા ઉંડા ઉતરી જાય છે કે તેઓને કોઇ વાર અેક-બીજાથી દૂર હોવા છત્તાં તે અેક-બીજાથી ઘણાં નજીક આવી જાય છે અને કયારેક તો એવા ભ્રમમાં ફસાઇ જાય છે કે સાથે ન હોવા છત્તાં સાથે હોય એવો અહેસાસ થાય છે. અને આ પ્રેમ કે વ્હેમ ક્યારેય ક્યાંયથી ઉછીના લેવા પડતા નથી તે મનુષ્યમાં સંપુર્ણ પણે રહેલા જ હોય છે માત્ર તેમની ઓળખ થવામાં વહેલુ કે મોડું થઇ જાય છે.

* વ્હેમમાં પ્રેમ થતા બંને અેક-બિજામાં જ ખોવાયેલા રહે છે. અને ક્યારેય આ પ્રકરણનો અંત આવતો નથી કારણકે વ્હેમ ને ક્યારેય રોકી શકાતો નથી અને તેની હદ પણ કોઇ નિશ્ચીત હોતી નથી . માટે મુલાકાતોમાં , વાતો માં દરેક જ્ગયાએ વ્હેમ ને પહેલા અને પ્રેમ ને પછી સ્થાન મળે છે. એક-બીજા માટે ફિલ્મી વાતો , ખુશીઓ અને પ્રેમ ઉભરાવતા ડાયલૉગ વગેરે વસ્તુઓ પ્રેમ ને ખુબ ઉંડો બનાવે છે.

* પ્રેમ નો વ્હેમ માત્ર બે પ્રેમી વચ્ચેજ થાય અેવું નથી. જ્યારે આપણે આપણા ઘર્મગુરુ કે ભગવાન ને યાદ કરીએ ત્યારે પણ મનમાં તે કેવા હશે તેના વીશે ખ્યાલો આવે છે અને આપણે ભગવાનણે પ્રેમ થી પ્રાર્થના કરીએ છીએ આ વખતે મનમાં કંઇક ને કંઇક ચાલતુ જ હોય છે જેને વ્હેમ કહી શકાય જેમાંથી પ્રેમ ફેલાય છે.

* આ બધી વાતથો ઠીક પણ જ્યારે આપણે કોઇ શુભ દિવસે , સારા કાર્યોમાં કે તહેવારો માં આપણે આપણા વડીલો ના આશિર્વાદ લઇએ છીએ આવા સમયે આપણે અેવુજ વિચારતા હોઇએ છીએ કે તેઓ ખુશ થશે કે નહિં ? , અમને તેઓ કેવા આશિર્વાદ આપશે ? , તેઓ અમારા વિશે શું વિચારશે ? વગેરે વાતોનો આપણને ભ્રમ થાય છે. અને આ ભ્રમ અેટલેકે વ્હેમ અને આવા વ્હેમ વડીલો ને પણ આપણા પ્રત્યે ટા હોય છે. અને આમ વ્હેમમાંથી પ્રેમ નું સર્જન થતું જોવા મળે છે. * માટે જ પ્રેમ ને મેળવવા માટે ઘણીવાર વ્હેમ નું હોવું જરુરી બની જાય છે. અને વ્હેમ જ પ્રેમ ને નવા નવા આકારો થી શણગારે છે. અને ઘાટ આપે છે. જે હોય તો પણ ખુબ જ જરુરી છે. અને ના હોય તો પણ કોઇ મુશ્કેલી થતી નથી.

* વ્હેમ વગર નો પ્રેમ થવો અેવું મોટાભાગે ઓછું જોવા મળે છે. ક્યારેક કોઇ પ્રત્યે પહેલાથી જ પ્રેમ થઇ જાય છે. અને પછી અવનવા વ્હેમ મનમાં સતાવતા રહે છે. પણ કહેવાય છે ને કે પ્રેમ અે નશો છે. તેની અસર થઇ તરત જાય છે પણ ઉતરતા ખુબજ વાર લાગે છે. અને ઘણીવાર આ નશાથી દુર રહેવા માગતા લોકો આનો ભોગ બનતા વાર નથી લાગતી. * માટે જ પ્રેમ ને જીવનમાં ખુબજ જરુરી ગણ્યો છે. જે મનમાં અદ્રશ્ય રુપે રહેલો છે અને માત્ર તેને અનુભવી શકીયે છીએ. આમ હું કહી શકું કે ,

* આ પ્રેમ કેવો વ્હેમ છે ? જે સમંદર ની જેમ છે.

જેમ આગળ જઇએ તેમાં, તેમ નહિં મળે પુછવા વાળું કોઇ,

કે તુ કેમ છે ? આ જ તો અેક વ્હેમ છે. પણ ,

આ વ્હેમથી જ તો થાય અે પ્રેમ છે, ખરેખર !

આ અદભુત પ્રેમ છે.!