Do kadam tum bhi chalo in Gujarati Magazine by Swarsetu books and stories PDF | દો કદમ તુમ ભી ચલો...

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

દો કદમ તુમ ભી ચલો...

વિચારતાર-તુષાર શુક્લ

દો કદમ તુમ ભી ચલો...

દો કદમ હમ ભી ચલે...

ગયા મહિને ગુજરાતી સુગમસંગીતના પ્રચારપ્રસાર સંબંધે લખેલા લેખમાં આ બાબતે સૂચન કર્યું હતું.

બે ડગલાં કલાકારે ચાલવાનાં છે ભાવકો તરફ અને બે ડગલાં ભાવકોએ ચાલવાનાં છે કલાકારો તરફ. હાલ હજી આ અંતર બે-બે ડગલાંમાં પાર કરી શકાય એમ છે એટલી આશા છે. પ્રયત્ન કરી જોવા જેવો છે. અંતર વધશે પછી મુશ્કેલી પડશે. કામ કપરું બનશે. કપરું લાગશે એટલે કરવાનું મન પણ ઓછું થશે.

હજી ઓછા અંતરે એકમેક તરફ નજર જાય છે. એકમેકની મુશ્કેલી સમજાય છે. એકમેકની અપેક્ષા ઓળખાય છે. આપણાં વરિષ્ઠ કલાકારો પોતાની કલાસાધના કરતાં કરતાં થોડાક ઉચ્ચસ્થાને પહોંચી ગયા. એમને હવે પોતે લીધેલો માર્ગ, પોતાની રજૂઆત, પોતાની પસંદ-નાપસંદમાં સમાધાન કરવું નથી રુચતું. ગુજરાતી ગીત - સંગીતના આવા વરિષ્ઠ કલાકારોની પ્રતિભા જોતાં એમનો અભીગમ સમજી સકાય એવો છે.

સુગમને સ્થાને કાવ્ય - સંગીતના એમના અભિગમને કારણે એ જનસાધારણનો શ્રોતા તરીકે આગ્રહ પણ નથી સેવતા. એ તો અલ્પ પણ અધિકારી ભાવકો આગળ જ પોતાની સાધનાનું નવનીત રજૂ કરીને રાજી છે.

હવે, જે આ રીતે સંતુષ્ટ છે એમની વાત અલગ છે. એમને આર્થિક લાભ કે લોકપ્રિયતાના આગ્રહ ન જ હોય, એ તો આ બધું પોતાના આનંદ માટે જ કરતા હોય અને એનાથી જ એમને સંતોષ પણ મળતો હોય. પણ જેમનો અભિગમ આર્થિક વળતરનો છે, જેમને આ ક્ષેત્રમાં વિશાળ સમૂહમાં લોકપ્રિયતા સિદ્ધ કરવી છે, ઓળખ ઊભી કરવી છે એમના માટેનો રસ્તો જુદો છે. હું એને સમાધાનનો માર્ગ પણ નહીં કહું, સમજણનો માર્ગ કહીશ. જો તમારે આ ક્ષેત્રમાંથી પૈસા કમાવા હોય અને તમને લોકો ઓળખે એવી ય ઈચ્છા હોય તો શ્રોતાઓ સુધી પહોંચવું જરૂરી છે અને આજે આ શ્રોતાથી જે અંતર સર્જાયું છે એ અંતરને ઓગળવું પડશે.

જૂની પેઢીના શ્રોતા-જે આજે ૬૦ની આજુબાજુ છે તે - હજી વફાદાર છે. ૪૦-૪૫ વર્ષની આસપાસના શ્રોતા હજી રસ ધરાવે છે, પણ ૨૦-૨૫ વર્ષના શ્રોતાને ગુજરાતી સુગમસંગીતમાં રસ નથી પડતો. નવા-જૂના તમામ કલાકારો સામે આ નવા શ્રોતાસમૂહને આકર્ષવાનો પડકાર છે. જો આ નવી પેઢી ગુજરાતી સુગમ સંગીતમાં રસ લે, નાણાં ખર્ચે તો આ પ્રવૃત્તિ અને એમાં રોકાયેલાં કલાકારો, સહુને ફાયદો થાય.

એક વાત એ પણ વિચારવા જેવી છે કે આજની પેઢીના કલાકારો પણ હવે કેવળ ગુજરાતી સુગમસંગીત ગાવા સુધી પોતાની પ્રવૃત્તિ સીમિત રાખતા નથી. આ વ્યવસાયી ગાયકો બધું જ ગાય છે. અગાઉના ગુજરાતી સુગમસંગીતના પ્રતિબદ્ધ ગાયકો હવે આંગળીને વેઢે ગણાય એટલા જ છે. નવા કલાકારો પણ નવા શ્રોતાઓ સુધી પહોંચવા માંગે છે, પણ એમની સામે બધા વિકલ્પો ખુલ્લા છે.

પણ, આપણો પ્રયત્ન ગુજરાતી સુગમસંગીત ક્ષેત્રે નવા શ્રોતાઓ ઉમેરાય એવો હોય તે જરૂરી છે. કારણ કે સ્વરબદ્ધ થઈને ગવાતું ગીત ગુજરાતી ભાષાને અને એના સાહિત્ય અને સંસ્કારને જીવંત રાખશે. ગુજરાતીતાને ધબકતી રાખશે. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરશે. અને એ માટે કલાકારોએ બે કદમ ચાલવું પડશે શ્રોતાઓ તરફ અને શ્રોતાઓ પણ ભવિષ્યમાં કલાકારો-કલાપ્રવૃત્તિ તરફ-આગળ વધશે. હાલ તો આ નવી પેઢીના શ્રોતાને આકર્ષે, રસ પડે તેવું કૈંક કરવું પડશે. આ શ્રેત્રની આ વાસ્તવિકતા છે અને એને સ્વીકારવી જરૂરી છે. આ મુદ્દો રજૂ કરતી વખતે એ વાત મનમાં સ્પષ્ટ છે કે કલાકારોની સજ્જતાને ઓછી આંકવાનો પ્રશ્ન નથી. કલાકારો અને શ્રોતા બંનેનો મહિમા કરતી વખતે કલાપ્રવૃતિનો આદર કરવાનો જ હેતુ છે અને આ મુદ્દો આજની પરિસ્થિતિ જોતાં મહત્વનો છે. એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાની જરૂર જ નથી. વ્યવહારિક અભિગમ કેળવીને અંતર ઓગાળવાની જરૂર છે.

આ અંતર ઓગાળવું હશે ત્યારે કેટલીક વાત ધ્યાનમાં લેવી પડશે. સુગમસંગીતની આ કલાપ્રવૃતિને પોતાનો ઝળહળતો ઈતિહાસ છે. એણે એની લોકપ્રિયતા માણી છે. ગુજરાતીઓએ ગુજરાતી ગીતો આજે પણ સ્મૃતિમાં સાચવ્યાં છે. એટલે આ પ્રવૃત્તિનું ગૌરવ સચવાય તે જરૂરી છે.

બીજા વાત છે, જૂનાં ને જાણીતાં ગીતોની સરખામણીએ નવી પેઢી જે સાંભળવું પસંદ કરે છે એ શૈલીનું સંગીત પણ અપનાવી જોવું પડશે. અલબત્ત, આજે એવા અધકચરા પ્રયોગો પણ કાને અથડાય છે કે જે ગવાતા ગીતના વાતાવરણથી સદંતર અવળી વાદ્યસંગતથી અરુચિકર લાગે છે. અંતે તો અહીં એક ગીત કે ગઝલ ગવાય છે, જે એને પોતાનો અર્થ હોય છે, પોતાનું ભાવવિશ્વ હોય છે. હવે આધુનિકતાના અતિરેકમાં એનાથી સાવ વિપરીત સંગીતનો ઉપયોગ એ રચનાને અન્યાય કરે છે. સુગમસંગીતમાં ગીત માટે સંગીત છે, સંગીત માટે ગીત નથી. આથી નવી પેઢીને ગમતા આધુનિક સંગીતનો સફળ ઉપયોગ તો જ થાય. જો એને અનુરૂપ ગીત પસંદ થાય.

આમ, જૂના અને જાણીતાને ગુંજતા રાખવા અને નવી પેઢીને ય ગમે એવાં (એમની મર્યાદિત ભાષાસમૃદ્ધિને ધ્યાનમાં રાખીને) સંગીત સથવારે વહેતાં ગીત, પ્રભાવક વાતાવરણમાં રજૂ કરવાની જરૂરિયાત છે.

'બેઠક' દ્વારા જે પ્રાથમિક પરિચયનો કક્કો ઘૂંટાય એને રંગમંચ પરની રજૂઆત કે પ્રભાવક ધ્વનિમુદ્રણથી શોભાવીને રજૂ કરવાની આ બે ડગલાનું અંતર ઓગળશે, એ નક્કી.