યુવા જોશ-9
ટાઈટલ- યંગસ્ટર્સ્ માટે એજ્યુકેશન એ જ સકસેસ મંત્ર
લેખક- મહર્ષિ દેસાઈ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ
જીવનમાં આપણે કંઈ પણ ધ્યેય રાખીને જો એ ધ્યેય પરિપૂર્ણ કરવું હશે તો એ માટે સખત મહેનત અને લગનથી કામ કરવાની તૈયારી રાખવી પડશે. જો હાથ જોડીને બેસી રહેવામાં આવે તો મુસાફર કદી પણ મંઝિલ સુધી પહોંચી શકે નહીં.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
અમેરિકન ટેકનોક્રેટ અને “વોશિંગ્ટન પોસ્ટ” ના કોલમ રાઈટર, લેખક રીડ હોફમેન (જ. 5 ઓગસ્ટ, 1967)નું કહેવું છે કે “જે યુવાનો કરિઅર બનાવવા માગતા હોય તેમના માટે એજ્યુકેશન એક વેપન છે. યંગસ્ટર્સ્ માટે એજ્યુકેશન એન્ડ કરિઅર સાથે લોંગ ટર્મ વિઝન એન્ડ પ્લાનિંગ પણ જરુરી છે.”
ઈન્ટરનેટની દુનિયામાં “લિન્કડ્-ઈન” નામની કરિઅર ઓરિએન્ટેડ સાઈટનું નામ જાણીતું છે. જેને માઈક્રોસોફ્ટ કંપનીએ ખરીદી લીધી છે. આ “લિન્કડ્-ઈન”ના સ્થાપક રીડ હોફમેન છે. તેઓએ કહ્યું છે કે તેઓ નાના હતા ત્યારથી જ તેમના દાદા અને કાકાને લેખક તરીકે જોતા આવ્યા હતા, એટલે 12 વર્ષની વયથી તો ફિલોસોફીમાં રસ લેતા થઈ ગયા હતા. પોતે 14 વર્ષની ઉંમરે તો સ્કૂલ લેવલ એકઝામમાં પણ ટોપર રહ્યા હતા.
રીડ હોફમેને પોતાના દાદા અને કાકાને આઈડલ માનીને પોતે પણ લેખક બનવાનું સપનું સેવ્યું હતું. જો કે આજે હવે દુનિયા તેમને એક સકસેસ ટેકનોક્રેટ તરીકે ઓળખે છે. ફિલોસોફી સાથે માસ્ટર્સ ડિગ્રી લીધા પછી પ્રોફેસર બનવાનું નક્કી હતું પરંતુ એવામાં જ વિચાર આવ્યો કે જિંદગીનું આ જ એક મકસદ કે ધ્યેય નથી. આથી તેઓ સને 1994માં એપલ કમ્પ્યુટર કંપનીમાં જોડાયા. જે તેમની પહેલી નોકરી હતી. અહીં તેમણે સોશિયલ નેટવર્ક બનાવ્યું. પરંતુ તેમનામાં રહેલો ઉદ્યોગસાહસિક જીવ જોબમાં ગુંગળામણ અનુભવતો હતો.
સને 1997માં રીડ હોફમેને નોકરી છોડી દીધી અને મિત્ર સાથે મળીને સોશિયલ ડોટ નેટ નામની કંપની બનાવી. જે દુનિયામાં યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ડેટિંગ અને મેચ-અપ કરાવી આપવાનું કામ કરનારી લગભગ પહેલી સોશિયલ નેટવર્કિંગ સાઈટ હતી. છેક સને 2002માં તેમણે અન્ય મિત્રો એલન બ્લૂ અને પિટર થિલ સાથે મળીને “લિન્કડ્-ઈન” સોશિયલ નેટવર્કિંગ કંપનીની સ્થાપના કરી. જો કે આ સાઈટ જરા જુદી રીતે કામ કરે છે. જે મુખ્યત્વે નોકરી હેતુ એમ્પ્લોયી અને એમ્પ્લોયરને જોડી આપવાનું કામ કરે છે.
લગભગ સને 2006માં રીડ હોફમેને પોતાની સાથે કામ કરતી મિશેલ સાથે લવ-મેરેજ કરી લીધા. બેઉ પતિ-પત્ની વર્કિંગ કપલ હોવાથી એવું નક્કી કર્યું કે તેઓ બાળકો માટે ટાઈમ આપી નહીં શકે. આથી નિઃસંતાન જ રહીશું. ફંડા એ છે કે યુવાનો અને યુવતીઓ માટે રીડ હોફમેનનું કે મિશેલનું જીવન પ્રેરણાના એક સ્ત્રોત સમાન છે.
જીવનમાં આપણે કંઈ પણ ધ્યેય રાખીને જો એ ધ્યેય પરિપૂર્ણ કરવું હશે તો એ માટે સખત મહેનત અને લગનથી કામ કરવાની તૈયારી રાખવી પડશે. જો હાથ જોડીને બેસી રહેવામાં આવે તો મુસાફર કદી પણ મંઝિલ સુધી પહોંચી શકે નહીં. પરંતુ રસ્તો ખુબ લાંબો છે, તેથી ગભરાઈને બેસી રહેવાના બદલે રોજ થોડા થોડા કદમ મંઝિલની તરફ ભરવામાં આવે તો એક દિવસ ધ્યેય સુધી અવશ્ય પહોંચી જ શકાતું હોય છે.
પ કે “ત.”
દુનિયામાં દાનેશ્વરી ઉદ્યોગપતિ તરીકે જાણીતા વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું છે. આમ છતા તેઓ સાદગીભર્યું જીવન જીવે છે. તેઓએ પોતાના જીવનના અનુભવો શેર કર્યા છે. તેમની વાતો પ્રેરણાનું ઝરણું છે. તેમણે કહ્યું હતું કે “મને મારી જિંદગીની પહેલી કમાણી હું માત્ર ૧૧ વર્ષનો હતો ત્યારે મળ્યો હતો. એ વખતે તો જો કે મોંઘવારી નહોતી. પણ મારું કહેવું છે કે તમે તમારાં બાળકોને બચત કરતા શીખવાડો. મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝપેપર્સ વેચીને જે બચત કરી તેમાંથી એક ફાર્મ ખરીદ્યું હતું. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.”
વોરન બફેટ આજે પણ ત્રણ બેડરૂમના સામાન્ય ઘરમાં રહે છે. આ ઘર તેમણે ૫૦ વર્ષ પહેલા મિડટાઉન ઓમાહામાં લીધું હતું. તેઓ કહે છે કે તમારે ઘરમાં જેટલી જરૂર હોય એટલી જ ચીજવસ્તુઓ રાખો યા ખરીદો. તમારે જરૂર હોય એ કરતા વધુ કોઈ પણ ચીજોની ખરીદી ના કરો.
તમારા બાળકોને પણ એવું શીખવાડો કે જરૂરીયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરીને પૈસા બગાડવાનો કોઈ અર્થ નથી. તેઓ પોતાની કાર પોતે જ ડ્રાઈવ કરે છે. વર્લ્ડ ફેમસ જેટ એર લાઈન્સ કંપનીના માલિક હોવા છતા વોરન બફેટ પોતાના માટે પ્રાઈવેટ જેટ પ્લેન રાખતા નથી, પરંતુ સામાન્ય મુસાફરની જેમ જ ટિકિટ બૂક કરાવીને જ મુસાફરી કરે છે.
વોરન બફેટનો એક કંપની સંચાલક તરીકે કામ કરવાનો પણ નોખો અને નિરાળો અંદાજ છે. તેમની પ્રોફેશનલ વર્ક-સ્ટાઈલ અને તેમની કંપનીનું વર્ક-કલ્ચર સૌને પ્રભાવિત કરે એવું છે. તેઓએ કહ્યું હતું કે તેમની બર્કશાયર હાથ-વે નામની કંપની હસ્તક તેમની અન્ય 63 કંપનીઓનો કારોબાર ચાલે છે. તેઓ દર વર્ષે આ દરેક 63 કંપનીના સી.ઈ.ઓ.ને એક સિમ્પલ લેટર લખીને જ ટાર્ગેટ આપી દેતા હોય છે અને વર્ષમાં એક જ વાર મીટિંગ બોલાવે છે. તેઓ વારંવાર કોઈ રેગ્યુલર મીટિંગ બોલાવતા નથી.
તેઓ કહે છે કે પોતે રાઈટ પિપલને રાઈટ જોબ આપે છે અને સી.ઈ.ઓ.ને હંમેશા બે જ નિયમ શીખવાડે છે. એક તો કંપનીના શેરહોલ્ડર્સનાં પૈસા ડૂબે નહીં તેનું ધ્યાન રાખવામાં આવે. બીજો નિયમ એ કે પહેલા નિયમનો કદીય ભંગ થવો જોઈએ નહીં. તેઓ કહે છે કે પોતે મોબાઈલ ફોન કે લેપટોપ-કમ્પ્યુટર રાખતા જ નથી. તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.
સામાન્ય રીતે યુવાનોમાં અને કોર્પોરેટ કલ્ચરમાં તો ખાસ કરીને બ્રાન્ડેડ ચીજોનો ક્રેઝ ખુબ જ હોય છે. દરેક વ્યક્તિ એકબીજાને ઈમ્પ્રેસ કરવાના પ્રયાસો કરતી હોય છે. આ માટે દરેક વ્યક્તિ બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ રિસ્ટ-વોચ, બ્રાન્ડેડ જૂતાં, બ્રાન્ડેડ એસેસરીઝ વગેરે વાપરવાનું અને પ્રદર્શિત કરવાનું પસંદ કરતા હોય છે. વોરન બફેટ કહે છે કે વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ-નેમવાળી ચીજવસ્તુઓ હોતી જ નથી.
વોરન બફેટના જીવનનો એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ છે. આપણે જાણીએ છીએ તેમ દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ તરીકે બિલ ગેટ્સનું નામ આવે છે. આ રીતે દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ વોરન બફેટ છે. એક વાર બિલ ગેટ્સ અને વોરન બફેટે મુલાકાત ગોઠવી.
પ્રથમ નંબરના ધનિક બિલ ગેટ્સને એમ હતું કે તેમની અને વોરન બફેટની મીટિંગ અર્ધો કલાક ચાલશે. આમ તેમણે અર્ધો કલાક માટેની મુલાકાતનું પ્લાનિંગ કર્યું. પરંતુ જ્યારે બિલ ગેટ્સ વોરન બફેટના નિવાસસ્થાને તેમને મળવા માટે ગયા, તે પછી એટલો બધો સમય સાથે ગાળ્યો કે લગભગ દસ કલાક પછી બિલ ગેટ્સે વોરન બફેટ પાસેથી વિદાય લીધી. ટૂંકમાં એટલી બધી વાતો કરી કે તેમના બેઉ વચ્ચે સાદગી, શિસ્ત, નિયમપાલન, પરિવાર-પ્રેમ, નિષ્ઠા, પ્રામાણિકતા વગેરે ગુણો એક સમાન હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++